________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
ગુરુદેવશ્રીનાં વચનામૃત
યુક્તિ અને ન્યાયથી બરાબર કરી શકાય છે. ૭૯.
જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. સૂક્ષ્મ દષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં તારું અપૂર્વ કલ્યાણ થશે. ૮૦.
જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા-ભક્તિ વગેરેના ભાવ આવે પણ તેની દષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી છે. તેને આત્માનું ભાન છે; તે ભાનમાં તેને સતત ધર્મ વર્તી રહ્યો છે. સાચું સમજે તેને વીતરાગ દેવશાસ્ત્ર-ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, જિનેન્દ્રપ્રભુના નામસ્મરણથી પણ ચિત્ત ભક્તિભાવથી ઊછળી જાય છે. અંતરમાં વીતરાગી આત્માનું લક્ષ થાય અને બહારના આકરા રાગ ન ટળે એ કેમ બને ? ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવાપીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. મારું
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com