________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૫૧ આવે કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. અરે ! સ્વપ્ના જેવો સંસાર છે; કોનું કુટુંબ ને કોનાં મકાનમિલ્કત! આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. કુટુંબ, કીર્તિ ને મકાન બધું અહીં પડયું રહેશે. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડયો હશે તો મરણ સમયે તે છૂટો રહેશે. જો દેહથી ભિન્નતા નહિ કરી હોય તો મરણસમયે ભીંસમાં ભિંસાઈ જશે. માટે ટાણાં છે ત્યાં દેથી ભિન્નતા કરી લેવા જેવી છે. ૭૮.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-એ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. જેને, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને તે અતિશય દૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી. તેને તેના કૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુ:ખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com