________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
ગુરુદેવશ્રીનાં વચનામૃત
પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ “જ્ઞ' સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. ૫૪.
પ્રશ્ન:- મોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે
ને?
ઉત્તર:- ના, પુણ્ય તો વિભાવ છે-પરભાવ છે, મોક્ષથી વિરુદ્ધ ભાવ છે, તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યગ્દર્શન છે અને તે તો પુણ્ય-પાપ બન્નેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય-પાપ બન્નેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન અને અનુભવ થાય. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડ જ તીર્થકર ભગવાનના માર્ગની–મોક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે, માટે તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે. ૫) દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે
मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा, सम्यक्ता न लहै सो दर्शन धारो भव्य पवित्रा।
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com