________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
વિકારરૂપ ઊંધી અવસ્થા છે. આ ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્યસ્વભાવમાં પ્રવેશ નથી. જો કર્મ વગેરે પરનિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળે નહિ. પરંતુ આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. જે ટળે તે સ્વભાવના ઘરનું કેમ કહેવાય ? જે ત્રિકાળ સાથે રહે તે જ પોતાનું ગણાય.
૬૫.
૪૪
*
સ્ત્રી-પુત્ર-પરિવાર એ કાંઈ સંસાર નથી. સંસાર તો પોતાની પર્યાયમાં જે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ ભાવ છે તે જ છે. જો સ્ત્રી-પુત્ર વગેરે સંસાર હોય તો મૃત્યુ થતાં આ દેહ, સ્ત્રી, પુત્ર વગેરે બધું અહીં પડયું રહેશે, તો શું તારો સંસાર મટી જશે અને મોક્ષ થઈ જશે ? ભાઈ! સ્ત્રી-પુત્રાદિ તો સંસાર છે જ નહિ. પોતાના જ્ઞાનસ્વરૂપનો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વનો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગદ્વેષરૂપ ભાવ તે જ સંસાર છે. ૬૬.
*
સફેદ લૂગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com