________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
દષ્ટાન્તમાં તો જોનાર બીજો છે પણ આત્મામાં તો પોતે જ જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી; તેથી વર્તમાનમાં લિન અવસ્થાવાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. ૬૭.
*
અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ-મોક્ષમાર્ગ તે ત્રણે કાળે એક જ છે. જેને તે પામવાની રુચિ છે, સદ્દગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્દગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ ૫૨માર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે
જ. ૬૮.
*
૪૫
જે સહજ આત્મસ્વરૂપમાં ગુસ થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે તે બદ્ધ-અબદ્ધના પક્ષના રાગમાં ઊભો રહેતો નથી; રાગનાં જાળાં છોડીને જેનું ચિત્ત શાંત થયુ છે તે નિજ આત્માના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com