________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૪૩
આ મોંઘા મનુષ્યભવમાં જ જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે. ૬૩.
મુનિદશા થતાં સહેજે નિગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હોય છે. આ કોઈ પક્ષ કે વાડો નથી પણ અનાદિ સત્ય વસ્તુસ્થિતિ છે.
શંકા - મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો શો છે? વસ્ત્ર તો પરવસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે?
સમાધાનઃ- વસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઈ નડતાં નથી એ વાત પણ ખરી છે; પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતાં કરતાં એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઊઠતો નથી. ૬૪.
પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગ-દ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવની-જીવના વીતરાગસ્વભાવ નામના ચારિત્રગુણની–અરૂપી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com