________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આનંદામૃત-સ્વભાવનો સ્વાદ લે છે, આકુળતાનો અભાવ થઈને નિરાકુળ નિજ શાંતરસનો સ્વાદ લે છે, નયપક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે.
૬૯.
તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઊતરીને તેના ઊંડાણનું માપ કરતાં કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય; તેમ જ્ઞાની અને અજ્ઞાનીના વચનો ઉપરટપકે જોતાં સરખાં લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય. ૭૦.
પરિણામ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે જુદી જુદી બે નથી. અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહિ. સોનું અને સોનાના દાગીનો તે બે જુદાં હોય? ન જ હોય. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ, પણ વીંટીરૂપ અવસ્થા કયાંય રહી ગઈ અને સોનું બીજે કય ય રહી ગયું તેમ બને ? ન જ બને. કોઈ કહે–વીંટી તો સોનીએ કરી છે, પરંતુ સોનીએ વીંટી કરી નથી પણ વીંટી કરવાની ઇચ્છા સોનીએ કરી છે. ઇચ્છાનો કર્તા સોની છે પણ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com