________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
ગુરુદેવશ્રીનાં વચનામૃત
ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દષ્ટિ થયા પછી સાધક-અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મારૂપ સમયસારને અનુભવે છે, આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદનાં ઝરણાં ઝરે છે. ૫૦.
ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ. ... શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશ: સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. ૫૧.
*
જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. પર.
જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com