________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નમ: પરમાત્મા
ગુરુદેવશ્રીનાં વચનામૃત
[ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી વીણેલાં ]
(નંદીશ્વર-જિનાલયમાં કોતરાયેલાં)
ૐ સહજ ચિદાનંદ, ૧.
નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com