________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે. ૩૧.
*
પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનો અંતર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત-અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજ્યે, શ્રદ્ધયે એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે–એમ અપ્રતિત ભાવની વાત કરી છે; પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ (સ્વાનુભવ ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે.
૩૨.
જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કર્તા વગર આ જગત બની શકે નહિ, એક આત્મા બીજાનાં જીવન-મરણ, સુખ-દુ:ખ, ઉપકારઅપકાર કરી શકે, આત્માની પ્રેરણાથી શરીર હાલી-ચાલી, બોલી શકે, કર્મ આત્માને હેરાન કરે, કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ને શાપથી અકલ્યાણ થાય, દેવગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com