________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૨૭
તેમ સમજવું, પણ બન્નેનો ખીચડો કરી સમજવું નહિ.
વળી શાસ્ત્રમાં “આત્મા નિત્ય છે” એમ જે કહ્યું છે તે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાનું કથન છે અને આત્મા અનિત્ય છે” એવું જે કથન છે તે પર્યાય-અપેક્ષાએ અવસ્થાદષ્ટિથી કહ્યું છે. તે બન્ને કથન જે અપેક્ષાપૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે, એકાન્તદષ્ટિ છે. બન્ને પડખાને જેમ છે તેમ બરાબર સમજી, ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જાદો શુદ્ધ જ્ઞાયક છે એવી જે દષ્ટિ તે પરમાર્થદષ્ટિ –ધ્રૌવ્યદૃષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે દષ્ટિ તે વ્યવહારદષ્ટિ–ભંગદષ્ટિભેદદષ્ટિ છે. ૪૦.
આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે; કલ્પવૃક્ષ છે; ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળેલી છે. ૪૧.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com