________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
ગુરુદેવશ્રીનાં વચનામૃત
સ્વાનુભવની આનંદમય પ્રસાદીરૂપ આ “સમયસાર' શાસ્ત્ર છે; તેનો મહિમા અભુત, અચિંત્ય અને અલૌકિક છે. અહો ! આ સમયસાર તો અશરીરીભાવ બતાવનારું શાસ્ત્ર છે, તેના ભાવો સમજતાં અશરીરી સિદ્ધપદ પમાય છે. કુંદકુંદપ્રભુની તો શી વાત! પણ અમૃતચંદ્ર-આચાર્યદવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગતસમક્ષ પ્રસિદ્ધ કર્યો છે. ... ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે. ૨૫.
દયાધર્મ એટલે શું? આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી, ત્રિકાળ વીતરાગસ્વભાવી-દયાસ્વભાવી પ્રભુ છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં, પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થતાં, ચૈતન્યની નિર્મળ પરિણતિ-વીતરાગ પરિણતિઊપજવી તે દયાધર્મ છે. તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવરૂપ છે. આવો દયાધર્મ સમ્યગ્દષ્ટિને હોય છે, અજ્ઞાનીને હોતો નથી.
વિકલ્પના કાળમાં સમ્યગ્દષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત્ હોય છે, તોપણ તે વિકલ્પમાં, હું પરની રક્ષા કરનારો છું”—એવો આત્મભાવ નથી, અહંભાવ નથી. તે તો જાણે છે કે પર જીવનું જીવન
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com