________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨
ગુરુદેવશ્રીનાં વચનામૃત
છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય; પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પા૨ ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન દૃષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. ૨.
*
હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી-એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છેઃ અને વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છેએવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે. ૩.
'
*
દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૪.
*
ભવભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શો?
દ્રવ્યસંયમસે ગ્રીવેક પાયો, ફિર પીછો પટકયો', ત્યાં શું
કરવું બાકી રહ્યું ?-માર્ગ કોઈ ાદો જ છે; હાલમાં તો ઊંધેથી જ શરૂઆત કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી, પરંતુ પારમાર્થિક આત્મા તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી સ્વાનુભવ કરવો તે માર્ગ છે; અનુભવમાં વિશેષ લીનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com