________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧૮] શ્વેતાંબરોમાં શ્રદ્ધાનું પરિવર્તન લાવીને, સહજપણે છતાં ચમત્કારિક રીતે કર્યું. સૌરાષ્ટ્રમાં નામશેષ થઈ ગયેલા આત્માનુભૂતિમૂલક દિગંબર જૈન ધર્મના-પૂજ્ય ગુરુદેવના પ્રભાવનાયોગે ઠેરઠેર થયેલાં દિગંબર જૈન મંદિરો, તેમની મંગલ પ્રતિષ્ઠાઓ તથા આધ્યાત્મિક પ્રવચનો દ્વારા થયેલા-પુનરુદ્ધારનો યુગ આચાર્યવર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીના મંદિરનિર્માણયુગની યાદ આપે છે. અહા! કેવો અદ્ભુત આચાર્યતુલ્ય ઉત્તમ પ્રભાવનાયોગ! ખરેખર, પૂજ્ય ગુરુદેવ દ્વારા આ યુગમાં એક સમર્થ પ્રભાવક આચાર્ય જેવાં જિનશાસનોન્નતિકર અદભુત અનુપમ કાર્યો થયાં છે.
- પૂજ્ય ગુરુદેવે બબ્બે વાર સહસ્રાધિક વિશાળ મુમુક્ષુસંઘ સહિત પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં જૈન તીર્થોની પાવન યાત્રા કરી, ભારતના અનેક નાનાંમોટાં નગરોમાં પ્રવચનો આપ્યાં અને નાઈરોબી (આફ્રિકા)નો, નવનિર્મિત દિગંબર જિનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રવાસ કર્યો-જે દ્વારા સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં શુદ્ધાત્મદષ્ટિપ્રધાન અધ્યાત્મવિધાનો ખૂબ પ્રચાર થયો.
આ અસાધારણ ધર્મોલ્લોત સ્વયમેવ વિના-પ્રયત્ન સાહજિક રીતે થયો. ગુરુદેવે ધર્મપ્રભાવના માટે કદી કોઈ યોજના વિચારી નહોતી. તે તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમનું સમગ્ર જીવન નિજકલ્યાણસાધનાને સમર્પિત હતું. તેઓશ્રીએ જે સુધાઝરતી આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી, જે કલ્યાણકારી તથ્યોને આત્મસાત કર્યા હતાં, તેની અભિવ્યક્તિ “વાહ! આવી વસ્તુસ્થિતિ!' એમ વિવિધ પ્રકારે સહજભાવે ઉલ્લાસપૂર્વક તેમનાથી થઈ જતી. જેની ઊંડી આત્માર્થપ્રેરક અસર શ્રોતાઓનાં હૃદય પર પડતી. મુખ્યત્વે આવા પ્રકારે તેમના દ્વારા સહજપણે ધર્મોલ્લોત થઈ ગયો હતો. આવી પ્રબળ બાહ્ય પ્રભાવના થવા છતાં, પૂજ્ય ગુરુદેવને
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com