________________
•••••
મંડળ પ્રદેશ શાત કરવા માટે પૂર્વ મંડળના ૧૨૪ના ૪ ભાગ કરવાથી ૩૧ ભાગ પૂર્વ દિશા સંબંધી પ્રાપ્ત થાય છે. એમાંથી ૨૭ ભાગ અલગ રાખવામાં આવે છે. ફરી બાકી રહેલામાંથી ૨૮ ભાગના ૨૦ ખંડ કરી, એ ૨૦ ખંડોમાંથી ૧૮ ખંડ લે છે. સાથે સાથે ત્રણ ભાગોથી અન્યત્ર સ્થાપિત ચતુર્થ ભાગના ૨૦ની ૨ કલાઓ સાથે દક્ષિણમાં રહ્યો એવો બાહ્યમંડળનો ચતુર્ભાગ મંડળને આ ચતુર્ભાગ મંડળથી પૂર્વમાં સ્થિત થઈને એ જ મંડળના પ્રદેશમાં યુગની ૬૨મી પૂર્ણિમાએ સમાપ્ત કરે છે.
ઉપર્યુક્તની અને બીજી પણ ઊંડી જાણકારી માટે શોધ કરવું જરૂરી છે.
સૂત્ર ૧૧૧૬, પૃ. ૧૬૬ - ૧૬૭
એ સૂત્રમાં પૂર્વોકત સૂત્ર અનુસાર સૂર્યના મંડળ પ્રદેશને જ્ઞાત ક૨વાનું બતાવવામાં આવ્યું છે, જ્યારે પ્રથમ, દ્વિતીયાદિ અમાવાસ્યાઓ થાય છે. અહીં પણ ધ્રુવાંક ૯૪ ગણવામાં આવ્યો છે. ૬૨ની આગળ ૩૨ ધ્રુવાંક ગણવાથી ૯૪ ધ્રુવાંક પ્રાપ્ત થાય છે. ફરી ૩૧ની આગળ ૩૨ ધ્રુવાંક પ્રાપ્ત થાય છે. જ્યાં ૬૨નો અડધો ભાગ ૩૧ છે. આ પ્રકારે ૩૧ને ચારુબાજુ ગણવામાં આવે તો ૧૨૪ ભાગ બને છે. આ પ્રમાણે જે ૬૨ અમાવાસ્યા અને ૬૨ પૂર્ણિમાઓનું ઘટના સ્થળ થઈ શકે તે ૧૨૪ બને છે. એનું કારણ એ છે કે પ્રત્યેક મંડળ અને એના પરિવર્તીઓને ૧૨૪માં વિભાજિત કરવામાં આવે છે અને ચંદ્ર કે સૂર્ય ને ક્રમશઃ પૂર્ણિમા કે અમાવસ્યા મંડળ પ્રદેશ કાઢી પસાર કર્યા પછી મંડળના ૩૨ તથા ૯૪ ભાગને પસાર કરવા લાગે છે જે ૧૨૪માંથી આગળ આગળ મંડળ ને લેવામાં આવે છે ત્યારે એ પસાર કરવાથી એક મંડળ સમાપ્ત થઈ જાય.
આ પ્રકારે વિગત ગણનાનુસાર જ ૬૨મી અમાવસ્યાને સૂર્ય પૂર્ણિમા સ્થાનથી આગળ આવેલા મંડળના ૧૨૪ વિભાગ કરીને એમાંથી ૪૭ ભાગ પાછળ રાખીને બાકીના ભાગોમાં સૂર્ય યોગ કરે છે એ પણ પૂર્વની માફક શોધનો વિષય છે.
એક તથ્ય સ્પષ્ટ છે કે - અવલોકન કરવામાં આવેલ માન સિધ્ધાંત સાથે સરખાવો જોઈએ. જૈન જ્યોતિષ સિદ્ધાંતને ઘણી ઉંડાઈથી અધ્યયન કરીને આ બધી ગણનાઓને મંડળમુર્હુત યોજન ગતિથી સિધ્ધ કરવા માટે શોધ કરવી આવશ્યક છે. સૂત્ર ૧૦૫૭ પૃ. ૫૭૨ - ૫૬૩
અહીં ચંદ્ર સૂર્યના મંડળોના ભૂમિતેય સંસ્થાન આપવામાં આવ્યા છે જે ગણિતીય દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ છે. છત્રાકાર મંડળ ગોલીય ત્રિકોણમિતિની રચના કરે છે. તેથી એના પર શોધ કરવી આવશ્યક છે.
સૂત્ર ૧૧૨૪ - ૧૧૨૫, પૃ. ૧૭૨ - ૧૭૩
અહીં પણ ભૂમિતેય દૃષ્ટિથી ચંદ્ર, સૂર્ય મંડળના સમાંશ તથા પુનઃ કોઈ નવી દષ્ટિથી સંસ્થિતિ કહેવામાં આવી છે. જે મહત્ત્વપૂર્ણ છે. એમાં શોધ થવી આવશ્યક છે.
સૂત્ર ૧૧૨૭, પૃ. ૧૭૫ ૧૭૭
અહીં ચંદ્ર સૂર્યના અવભાસ ક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર, તાપક્ષેત્ર અને પ્રકાશક્ષેત્રોના સંબંધમાં જંબુદ્વીપને જે પાંચ ચક્રભાગ સંસ્થાનોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. એના પર શોધ થવી આવશ્યક છે. આ અંગે પૂર્વોક્ત તિ.૫. ભાગ ૨ ના સાતમા અધિકારમાં તાપક્ષેત્ર, તમક્ષેત્રનો વિષય પણ દૃષ્ટવ્ય છે.
સૂત્ર ૧૧૨૯, પૃ. ૧૭૮
૨૭
એક નક્ષત્રમાસ ૨૭ દિવસનો થાય છે. એમાં ૮૧૯ મુહૂર્ત હોય છે.
૬૭
૬૭
૨૭
સિધ્ધાન્તતઃ ૧ યુગમાં ચંદ્રની સાથે નક્ષત્ર ૬૭ વાર યોગ કરે છે અને સૂર્યની સાથે પાંચવાર યોગ કરે છે. અભિજવ્ ૯ મુહૂર્ત પર્યંત ચંદ્રની સાથે યોગ કરે છે. ૧ યુગમાં ચંદ્ર, ચંદ્ર અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત રૂપ ચંદ્ર પંચક સંવત્સરમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એવા યુગમાં ૧૮૩૦ અહોરાત્ર હોય છે. અર્થાત્ ૩૬૬ × ૫ વર્ષ
૧૮૩૦
૨૧ ૬૭
અહોરાત્ર થાય છે. આ કારણે ૬૭નો ભાગ ૧૮૩૦માં આપવાથી નક્ષત્રમાસમાં ૨૭ અહોરાત્ર થાય છે. અથવા ૮૧૯૬ મુહૂર્ત થાય છે. ૧ યુગમાં સૂર્યમાસ ૬૦ થાય છે અને ૧૮૩૦ અહોરાત્ર થાય છે. એટલે ૧ સૂર્યમાસમાં ૩૦ રૂ અહોરાત્ર થાય છે, ૧ અહોરાત્ર ૩૦ મુહૂર્તનો હોય છે. એથી ૧ સૂર્યમાસ = ૯૧૫ મુહૂર્ત. ૧ યુગમાં પાંચ સંવત્સર અને એમાં અભિજત્ નક્ષત્ર સૂર્યની સાથે ૫ વાર અને ઉત્તરાષાઢા નક્ષત્ર પણ ૫ વા૨ સૂર્યની સાથે યોગ કરે છે.
૧૮૩૦
SO
•••
Jain Education International
-
32 •••
For Private & Personal Use Only
=
www.jainelibrary.org