Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૩૦
* ટૂંકસાર *
: શાખા - ૧૨ :
અહીં જીવાદિ દ્રવ્યોના દશ વિશેષસ્વભાવને બતાવેલ છે.
(૧-૨) ચેતનસ્વભાવના લીધે આત્મામાં ચૈતન્યનો વ્યવહાર થાય છે. જડ પદાર્થમાં અચેતનસ્વભાવ છે. સિદ્ધ ભગવંતોમાં શુદ્ધ ચેતના પ્રગટ છે. સંસારી જીવોએ શુદ્ધ ચેતનાને પ્રગટાવવાની છે.(૧૨/૧) જીવનો જે આંશિક અચેતનસ્વભાવ છે, તે જીવને સંપૂર્ણ ચેતનવંતો બનાવનાર ગુરુની મહત્તાને જણાવે છે. (૧૨/૨)
(૩-૪) રૂપ, રસ વગેરે મૂર્તસ્વભાવને કારણે પ્રગટે છે. અરૂપી દ્રવ્યમાં અમૂર્તસ્વભાવ જાણવો. જ્ઞાનાત્મક આત્મા પરમાર્થથી અમૂર્ત છે. કર્મના કારણે તેનામાં મૂર્ત્તત્વ જણાય છે. (૧૨/૩)
(૫) વસ્તુનો એકાકાર પરિણામ એકપ્રદેશસ્વભાવ કહેવાય. આ સ્વભાવને કારણે ધર્માસ્તિકાય એક છે' - એવો વ્યવહાર થાય છે. સ્વરૂપસ્થ દરેક સિદ્ધ ભગવંત દ્રવ્યાર્થનયથી એક જ છે. (૧૨/૪)
(૬) પ્રદેશાર્થનય વિવિધ પ્રદેશોના સંબંધથી અનેકપ્રદેશસ્વભાવને જણાવે છે. આત્માના પ્રદેશ અસંખ્ય હોવાથી આત્મામાં અનેકપ્રદેશસ્વભાવ કહી શકાય. (૧૨/૫)
હવાથી વસ્ત્રનો એક છેડો હલતો હોય ત્યારે વસ્ર સ્થિર પણ છે અને હલે પણ છે. આ ઉભય વિશેષ કાર્ય થવાથી અનેકપ્રદેશસ્વભાવને સ્વીકારવો. (૧૨/૬)
એક વસ્તુ બીજામાં રહે તો એક ભાગમાં રહે અથવા વ્યાપીને રહે. જુદા-જુદા કર્મપુદ્ગલો આત્મામાં વિવિધ સ્થાને રહેલા છે. જ્યારે રાગ-દ્વેષરૂપ ભાવ કર્મ તો આત્મામાં સંપૂર્ણપણે વ્યાપેલા છે. તેથી આત્માના ભાવકર્મને દૂર કરવા વિશેષ રીતે પ્રયત્નશીલ બનવું. (૧૨/૭)
(૭) વિભાવસ્વભાવથી અન્યરૂપે પરિણમન થવાથી જીવ સંસારમાં ભટકી રહેલો છે. તે નીકળી જાય તો શુદ્ધાત્માનો સંસાર અસંભવિત છે. (૧૨/૮)
(૮-૯) કૈવલ્ય એ શુદ્ધસ્વભાવ છે. કર્મ-નોકર્મ વગેરે ઉપાધિથી અશુદ્ધસ્વભાવ ઉત્પન્ન થાય છે. બહિર્ભાવ અશુદ્ધ સ્વભાવનું કારણ છે. તેને છોડી અંતર્ભાવ કેળવી આત્મશુદ્ધિ પ્રગટાવવી. (૧૨/૯)
(૧૦) એક સ્થાને નિશ્ચિત થયેલા એક સ્વભાવનો અન્યત્ર ઉપચાર કરવો તે ઉપચરિતસ્વભાવ કહેવાય. જેમ કે ‘જીવ રૂપી છે’ - આ આરોપ વ્યવહારનયથી થાય છે. નિશ્ચયનયને તે માન્ય નથી. (૧૨/૧૦) ઉપચરિત સ્વભાવ પ્રકારે જાણવા. (૧) ‘જીવમાં અજ્ઞાનતા છે' - આ કર્મજનિત ઉપચિરત સ્વભાવ છે. (૨) ‘સિદ્ધ ભગવંતમાં પરદર્શિતા છે' - આ સ્વભાવજનિત ઉપચરિત સ્વભાવ છે. આ વ્યવહારનયનો મત સમજવો. નિશ્ચયનયથી આત્મા સ્વજ્ઞાતા અને સ્વદર્શી છે. (૧૨/૧૧)
આમ જીવમાં અને પુદ્ગલમાં ‘૧૧’ સામાન્યસ્વભાવ + ‘૧૦’ વિશેષસ્વભાવ એમ ‘૨૧’ સ્વભાવ જાણવા. તેમાંથી સિદ્ધસાપેક્ષ અમૂર્તસ્વભાવ વગેરેને પ્રગટાવવાનું લક્ષ કેળવવું. (૧૨/૧૨)
કાળમાં ‘૧૫’ સ્વભાવ છે. તેમાં અનેકપ્રદેશસ્વભાવ ઉમેરવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશમાં સોળ સ્વભાવ જાણવા. આમ જીવે પોતાના સ્વભાવને જાણી તેમાં સ્થિર થવું. (૧૨/૧૩) આમ પ્રમાણથી અને નયથી ‘૨૧' સ્વભાવનો સૂક્ષ્મ બોધ જીવે મેળવવો. (૧૨/૧૪)