________________
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ધર્મપરીક્ષા મજ
(૧) “ખરેખર તેઓ સર્વજ્ઞ જ હતા, માટે સર્વજ્ઞ તરીકે સ્વીકાર્યા હોય.” પણ છે કે આ કારણ વાસ્તવિક લાગતું નથી. (૨) તેઓશ્રી બૌદ્ધો, સાંખ્યો વિગેરેને આવું કહેવા જે દ્વારા ઉન્માર્ગે જતા અટકાવવા માંગતા હોય. તે આ પ્રમાણે-“બૌદ્ધો ! ભગવાન બુદ્ધ તો જ ૪ આત્માદિ વસ્તુઓને નિત્યાનિત્ય માનતા-જાણતા હતા. પણ શિષ્યોના હિત માટે તેમણે જે
અનિત્યતાની પ્રધાનતાએ દેશના આપી છે. એટલે ખરેખર તો એમની માન્યતા છે કે અનિત્યતાની દેશના આપવા છતાં નિત્યાનિત્યત્વની જ હતી...” આ રીતે સમજાવટથી બૌદ્ધાદિઓ સન્માર્ગે વળે. આમાં બુદ્ધને સર્વજ્ઞ કહે, અને પછી આ નિરુપણ કરે તો જ બૌદ્ધો સમ્યગ્બોધ પામે. જો એમ કહે કે “બુદ્ધ તો ખોટી દેશના આપી છે...” તો - સ્વાભાવિક છે કે બૌદ્ધો ઉશ્કેરાય. (૩) ખરી હકીક્ત એ લાગે છે બુદ્ધ, કપિલ ભલે ને T સર્વજ્ઞ ન હતા, પણ તેઓનો બોધ માર્ગાનુસારી ચોક્કસ હતો. ક્ષયોપશમભાવનાજ્ઞાનાદિ તે દ્વારા તેઓ વાસ્તવિક તત્ત્વને ખૂબ જ સારી રીતે સમજ્યા હતા. અને એ હકીકત એમના જે નિરુપણો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
એટલે મોક્ષ માટે, આત્મા માટે ઉપયોગી ઘણું ખરું જ્ઞાન તે મહાત્માઓ પાસે હતું. આવો જબરદસ્ત માર્ગાનુસારી ક્ષયોપશમ જે મહાત્માઓનો હોય, તેઓ નક્કી જે નજીકના જ કાળમાં સર્વજ્ઞ બન્યા વિના ન રહે. એટલે જેમ યુવરાજ ભાવિમાં રાજા રે કે બનવાનો હોવાથી રાજા કહેવાય. એમ આ બુદ્ધાદિ પણ ભાવિમાં-નજીકમાં જ સર્વજ્ઞ છે બનનાર હોવાથી તેમને સર્વજ્ઞ કહેવાય.
જૈનદર્શનમાં જ્ઞાન પ્રશચં સર્વત્રમ એ વિગેરે પાઠો દ્વારા કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ | સર્વજ્ઞ છે. કેમકે સર્વત્ર એ આગમના અર્થોને આગળ કરીને સમ્યફ બોધ કરે છે.” તો કે આવા જ વિશિષ્ટ બોધના સ્વામી બુદ્ધાદિ પણ સર્વજ્ઞ તરીકે કહી શકાય.
છતાં આ બાબતમાં ગીતાર્થ મહાપુરુષો જે સમાધાન આપે તે પ્રમાણ.
બાકી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે-આ બુદ્ધ, કપિલ વિગેરેનો “આત્મા અનિત્ય” નું ૬ વિગેરે નિરુપણ કરવા પાછળ કયો ગંભીર આશય હતો? એ જાણ્યા વિના એમનું, પર એમના નિરુપણોનું ખંડન કરવું એ બિલકુલ બરાબર નથી.
આંધળાઓને સૂર્ય-ચંદ્ર છે કે નહિ? કેવો છે? એ અંગે પોતાનો નિર્ણય આપવાનો છે કોઈ જ અધિકાર નથી, એમ છદ્મસ્થો એવા આપણે એ મહાત્માઓના ગંભીર નિરુપણ જે અંગે અભિપ્રાય આપવા માટે અધિકારી નથી.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双寒寒寒双双双双来装瑟瑟寒双双双双双双赛双双双双双双双来
双双双双双寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒瑟瑟戏瑟瑟其表双双双双双双双赛双双双双来寒寒寒寒寒双双双双双双寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒我
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છે ૧૮