________________
ધર્મપરીક્ષા
(૬) અસંમોહેન = સંમૂધતારહિતેન વોથેન તત્ત્વતઃ परमार्थतः, न तु कल्पनामात्रेण अस्मिन् निर्वाणतत्त्वे ज्ञाते सति प्रेक्षावतां = मतिमतां तद्भक्तौ = निर्वाणभक्तौ, विवादो न उपपद्यते ।
*******
=
=
(७) एतच्च निर्वाणं च यत् यस्मात्कारणात् नियमादेव सर्वज्ञपूर्वकं, न हि असर्वज्ञस्य निर्वाणं सम्भवतीति, स्थितौ मर्यादायां सत्यां अयं सर्वज्ञः आसन्नो ऋजुमार्गः = निर्वाणसमीपवर्त्ती सरलो निर्वाणमार्गः, तत् = तस्मात्कारणात् तद्भेदः सर्वज्ञभेदः कथं भवेत् ? । न हि लक्ष्यस्यासन्नवर्त्तिनो मार्गस्य भेदो भवतीति ।
=
=
=
ચન્દ્ર૦ : ‘તેઓને (મધ્યસ્થ મિથ્યાત્વી તથા અન્ય દૃષ્ટિઓને) સર્વજ્ઞની ભક્તિમાં અવિવાદ જ છે' એ વસ્તુને શાસ્ત્રપાઠના પ્રદર્શનવડે મહોપાધ્યાયજી પ્રગટ કરે છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે
—
(૧) જે મિથ્યાત્વી વિગેરે મહાત્માઓનું ચિત્ત શબ્દરૂપાદિ પ્રાકૃત (=પ્રકૃતિજન્ય) ભાવોમાં ઉત્સુકતા રહિત છે. સંસારના ભોગથી વૈરાગ્ય પામેલા તેઓ સંસારાતીત અર્થ = મોક્ષમાં જનારા હોય છે.
(૨) મોક્ષગામી તે જીવોનો શમપ્રધાન = શમમાં તત્પર એવો મોક્ષમાર્ગ અવસ્થાભેદથી ભેદ હોવા છતાં પણ સમુદ્રમાં કિનારાના માર્ગની જેમ એક જ છે. (મોક્ષગામી જીવોમાં કોઈક મિથ્યાત્વીની અવસ્થામાં છે. કોઈક સમ્યગ્દર્શનાદિની અવસ્થામાં છે. આમ અવસ્થાભેદથી તે મોક્ષગામી જીવોમાં પણ ભેદ તો પડે જ. પણ તેમ હોવા છતાં ય તે બધાનો શમપ્રધાન મોક્ષમાર્ગ તો એક જ રહેવાનો. જેમ સમુદ્રમાં કિનારા તરફ જઈ રહેલા વહાણો આગળ-પાછળ હોવા છતાં (અવસ્થાભેદ) બધાનો કિનારા તરફ જવાનો માર્ગ તો એક જ હોય છે.)
(૩) સંસારાતીતતત્ત્વ એ નિર્વાણનામવાળું શ્રેષ્ઠ તત્ત્વ છે. શબ્દોનો ભેદ હોવા છતાં પણ તે નિર્વાણતત્ત્વ પરમાર્થથી તો અવશ્ય એક જ છે.
(૪) સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા અને તથાતા વિગેરે શબ્દો વડે વ્યુત્પત્તિ અર્થથી તો એક જ તે નિર્વાણતત્ત્વ કહેવાય છે. (રૂઢિથી ભલે દરેક મતવાળા પોત- પોતાના સ્વતંત્ર મોક્ષાદિ પદાર્થો બતાવતા હોય. પણ આ બધા શબ્દોનો જો વ્યુત્પત્તિ અર્થ વિચારો, તો એ બધા જ અર્થોમાં નિર્વાણ જ આવી પડશે.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૯૬
*******************