________________
*******
ધર્મપરીક્ષા
(૫) (“આ બધા શબ્દોથી એક જ નિર્વાણતત્ત્વ જ સૂચવાય છે” એમ શી રીતે કહી શકાય ?) નિર્વાણના લક્ષણનો આ ચારેયના અર્થોમાં વિસંવાદ ન થતો હોવાથી આ ચારેય શબ્દો વડે નિર્વાણ જ કહેવાય છે. (દા.ત. હિન્દુમાતારૂપ પશુ, લક્ષ્મીના ઘરની જન્મદાત્રી માતા, બુદ્ધિવર્ધકદૂધદાતા... આ શબ્દો કોઈ વાપરે. તો એમ કહી શકાય કે આ બધા શબ્દો દ્વારા ગાય નામનો એક જ પદાર્થ જણાવાય છે. કેમકે હિન્દુમાતારૂપ પશુમાં ગાયના સાસ્નાવત્ત્વલક્ષણનો સમન્વય થાય છે. એમ લક્ષ્મીના ઘર રૂપ છાણને જન્મ આપનાર વ્યક્તિમાં પણ ગાયનું લક્ષણ ઘટે છે. બુદ્ધિવર્ધક દૂધને આપના૨ પદાર્થમાં પણ ગાયનું લક્ષણ ઘટે જ છે. માટે આ ત્રણેય શબ્દો વડે ગાય જ સૂચવાય છે. એમ સદાશિવાદિ શબ્દોના જે વ્યુત્પત્તિ-અર્થ કરાય છે, તે તમામ અર્થોમાં આપણે માનેલ નિર્વાણનુ લક્ષણ સંગત થતું હોવાથી આ બધા શબ્દો વડે વ્યુત્પત્તિ-અર્થ દ્વારા નિર્વાણ જ જણાવાય છે. એમ ફલિત થાય છે.)
(પ્રશ્ન : પણ નિર્વાણના લક્ષણનો આ શબ્દોના અર્થોમાં અવિસંવાદ છે, એમ તમે કયાં આધારે કહો છો ?)
ઉત્તર : જે કારણથી આ નિર્વાણમાં જન્મ, મરણ, ઘડપણાદિનો યોગ ન હોવાને લીધે આ નિર્વાણ આબાધા વિનાનું, આમય = રોગ વિનાનુ, નિષ્ક્રિય અને ઉત્કૃષ્ટ તત્ત્વ છે. માટે તેનું લક્ષણ સદાશિવાદિ શબ્દોના અર્થમાં ઘટી જ જાય છે.
(૬) સંમોહ વિનાના જ્ઞાન વડે પરમાર્થથી = સાચી રીતે આ નિર્વાણતત્ત્વ જણાઈ જાય, તો પછી બુદ્ધિમાનોને તેની ભક્તિમાં વિવાદ ન સંભવે. (કેમકે એની ભક્તિ એક જ પ્રકારની હોય. શમપ્રધાન પરિણતિ.)
=
(૭) અને આ નિર્વાણ = મોક્ષ જે કારણથી “નિયમા સર્વજ્ઞપૂર્વક જ હોય છે” (પણ સર્વજ્ઞ થયા વિના મોક્ષ ન જ થાય) એવી સ્થિતિ મર્યાદા હોતે છતે આ સર્વજ્ઞ એ નિર્વાણનો સૌથી નજીકનો સરળ માર્ગ છે. તે કારણથી તે સર્વજ્ઞરૂપ માર્ગનો ભેદ શી રીતે હોય ?
(પાટલીપુત્રના દરવાજાની એક જ ડગલા પહેલાનો માર્ગ એ પાટલીપુત્રનો સૌથી નજીકનો સીધો માર્ગ કહેવાય, હવે એ તો એક જ હોય ને ? એના વળી બે ભેદ શી રીતે પડે ? ઘણા દૂર રહેલા માર્ગો હજી જુદા જુદા હોય. પણ છેવટે પાટલીપુત્રની સૌથી નજીકમાં તો એક જ માર્ગ હોય. એમ સર્વજ્ઞ એ મોક્ષનો સૌથી નજીકનો માર્ગ છે. માટે
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૯૭