________________
ધર્મપરીક્ષા
प्रवृत्तिजनकम् । न तु शब्दार्थमात्रं गृहीत्वा शास्त्रेण प्रवृत्तिर्न्याय्या, किन्तु शास्त्रस्यैदम्पर्यार्थं गृहीत्वैव तदनुसारेण प्रवृत्तिर्न्याय्या इति भाव: । ततश्च "ऐदम्पर्यव्यपेक्षया तत्त्वं निरूपणीयम्” इति कालातीतवचनं युक्तमेव ।
=
तथाभिधानभेदात्तु तेन तेन प्रकारेण कपिलबुद्धादिरूपेण नामभेदात्तु भेदः सर्वज्ञानां परस्परं भेदः, भवकारणानां वा परस्परं भेदः कुचितिकाग्रहः कुटिलता आग्रहः, कदाग्रहमात्रमेतदिति भावः ।
*******
=
=
=
ચન્દ્ર૦ : (આમ “ઈશ્વરના નામભેદ અને ઈશ્વરમાં વિશેષતા એ બેય નકામા છે” એ બતાવીને હવે કાલાતીત ભવકારક તરીકે કલ્પાયેલા કર્માદિના નામભેદ અને તેના વિશેષને નિરર્થક સાબિત કરવાની શરૂઆત કરે છે.)
(૬) અવિદ્યા, ક્લેશ, કર્મ વિગેરે (બીજાઓએ કલ્પેલા) પદાર્થો જે કારણથી સંસારના કારણ છે તે કારણથી (અમે માનેલ) પ્રધાન તત્ત્વ જ અવિદ્યાદિ નામ ભેદને પામેલું સિદ્ધ થાય છે. (અમે પ્રધાનતત્ત્વને ભવકારણ તરીકે માનેલો છે. હવે બીજાઓ અવિદ્યા, ક્લેશાદિને ભવકારણ માને તો એનો અર્થ એ જ કે તેઓએ પ્રધાનતત્ત્વને જ અવિદ્યાદિ નામ આપી દીધા છે. પદાર્થ બદલાતો નથી.)
(૭) આ ભવકારણનો પણ જે મૂર્તત્વ- અમૂર્તત્વાદિ જાત-જાતની ઉપાધિ રૂપ ઉત્કૃષ્ટ ભેદ પોત-પોતાના શાસ્ત્ર પ્રમાણે જે કહેવાય છે, તે પણ પૂર્વે બતાવેલા ચાર કારણોસર બુદ્ધિમાનોને નિરર્થક, નકામો જ લાગે છે. (“ઈશ્વરના વિશેષ માનવા નકામા છે” એ માટેના ચાર કારણો જે આપેલા, તે જ અત્રે સમજી લેવા.)
(૮) આમ ભવકારણોનો વિશેષ પણ નકામો હોવાના લીધે જ ભવકારણના અમૂર્તત્વાદિ વિશેષોનું જે નિરૂપણ કરાય છે. તે નિરૂપણ એ અસ્થાનપ્રયાસ છે. (અર્થાત્ એ નિરૂપણ કરવું નકામું છે.) એનું બીજું કારણ એ પણ છે કે અનુમાનનો વિષય સામાન્ય મનાયેલો છે. (અર્થાત્ ભવકારણ ભૂત કર્માદિની સિદ્ધિ કરનાર અનુમાન દ્વારા માત્ર ભવકારણભૂત સામાન્યપદાર્થની જ સિદ્ધિ થાય. પણ એ ભવકારણમાં રહેલા મૂર્તત્વાદિની સિદ્ધિ અનુમાનથી ન થાય. દા.ત. “પર્વતો વહ્નિમાન માત્’ અનુમાન દ્વારા સામાન્યથી વહ્નિની સિદ્ધિ થાય. પરંતુ એ વહ્નિનું રૂપ કેવું છે ? પ્રમાણ કેટલું છે, આકાર કેટલો છે... વિગેરે વિશેષ બાબતો અનુમાન દ્વારા ન જ જણાય.) અને માટે પણ એ વિશેષોનું નિરૂપણ અસ્થાનપ્રયાસ કહેવાય.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૧૩