________________
rannys!!
ધર્મપરીક્ષા એ
चन्द्र० : केषाञ्चिन्मतं खण्डयितुं प्रथमं तन्मतं दर्शयति - यत्तु इत्यादि । निश्चयतः आत्मपरिणामापेक्षया परसमयबाह्यानामेव अजैनमताद् बहिर्भूतानामेव, न तु अजैनमतान्तवर्त्तिनामपीत्येवकारार्थः । व्यवहारतस्तु तेषां परसमयान्तर्गतत्वेऽपि न कोऽपि क्षतिः इति प्रदर्शनार्थं "निश्चयतः " पदमुपातम् । संगमनयसाराम्बडप्रमुखानां शालिभद्रपूर्वभवगोपालकमहावीरप्रथमभवमनुष्यपरिव्राजकप्रभृतीनां मार्गानुसारित्वं स्यात् । नान्येषां = निश्चयतः परसमयान्तर्गतानामिति ।
=
=
=
उत्सूत्रप्ररूपकेण हि जैनक्रियैव मार्गानुसारिताकारणं स्वीकृता, परसमयस्थितानां मार्गानुसारिता नैव भवति । ततश्च “संगमनयसारादीनां जैनक्रियाऽभावाद् मार्गानुसारिताप्राप्तिः कथम् ?" इति आपत्तिस्तस्यापतिता । तद्वारणार्थं मुग्धशिरोमणिना उत्सूत्रप्ररूपकेण निगदितं, ते हि संगमादयो निश्चयतः परसमयबाह्याः, ततो मार्गानुसारिता सम्भवेदिति । केषाञ्चित् = उत्सूत्रप्ररूपकाणां अग्राह्याभिधानानां मतम् ।
ચન્દ્ર ઃ કેટલાકોનો વળી એવો મત છે કે, નિશ્ચયથી = આત્મપરિણામની અપેક્ષાએ = પરમાર્થથી પરસમયથી બાહ્ય બનેલા એવા જ સંગમ, નયસાર, અંબડ વિગેરેને માર્ગાનુસારિતા થઈ. પણ જેઓ નિશ્ચયથી પ૨સમય બાહ્ય નથી બન્યા તેઓને માર્ગાનુસારિતા પ્રાપ્ત ન થાય.
(પૂર્વપક્ષે એમ માન્યું છે કે “જૈનક્રિયા જ માર્ગાનુસારિતાને જન્મ આપે. પરદર્શનમાં રહેલાઓ જૈનક્રિયા વિનાના જ હોવાથી તેઓને માર્ગાનુસારિતા પ્રાપ્ત ન થાય.”
એની સામે પ્રશ્ન થયો કે “શાલિભદ્રનો પૂર્વભવ સંગમગોવાળ, મહાવીરસ્વામીનો પ્રથમભવ નયસાર રાજા, અંબડ પરિવ્રાજક આ બધા જીવો જૈનક્રિયા વિનાના જ હતા. એટલે આમ જોઈએ તો પરસમયમાં જ રહેલા હતા, છતાં તેઓને માર્ગાનુસારિતા મળી છે એ તો બધા ય માને જ છે. માટે જ તો સંગમ, શાલિભદ્ર, નયસાર મહાવીર અને અંબડ પરિવ્રાજક શ્રાવક બન્યા છે. તો તમારી માન્યતા શું ?'
rrrrrr
એટલે પૂર્વપક્ષે વગર વિચાર્યે ઉત્તર આપી દીધો કે આ સંગમાદિ વ્યવહારથી ભલે પરસમયમાં હોય, તો ય નિશ્ચયથી તો પરસમયથી બાહ્ય જ છે. અને એટલે તેઓને માર્ગાનુસારિતા પ્રાપ્ત થાય.
આમ પૂર્વપક્ષે બચાવ કર્યો છે.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા * ગુજરાતી વિવેચન સહિત * ૧૫૩