________________
ધર્મપરીક્ષા
(ચન્દ્ર ઃ આ રહસ્ય મનમાં દૃઢ રીતે ધારણ કરવું.
અનુકંપા, જીવદયા વિગેરે રૂપ ક્રિયાઓ જૈનદર્શન અને સાંખ્યાદિદર્શન એમ ઉભયદર્શનને માન્ય છે. એટલે આ બધી ક્રિયાઓ ઉભયાભિમત કહેવાય. હવે જે વ્યુત્પન્નજીવો છે તેઓ અજૈન હોય અને એટલે સાંખ્ય વિગેરે પોતપોતાના દર્શનમાં જ રહીને ઉભયાભિમત એવી અનુકંપાદિ ક્રિયાઓ કરતા હોય અને એ ક્રિયાઓ સાંખ્યદર્શનની છે એમ સમજીને કરતા હોય તો પણ તેઓને તે ક્રિયા માર્ગાનુસારિતાનું કારણ બને.
એ વ્યુત્પન્ન અજૈનો જૈનદર્શન સ્વીકારીને, જૈનદર્શનમાં રહીને અનુકંપાદિ રૂપ ઉભયાભિમત ક્રિયાઓને “જૈનદર્શનની ક્રિયા કરૂં છું” એમ માનીને કરતા હોય તો તો સુતરાં એ ક્રિયાઓ તે જીવોને માર્ગાનુસારિતાનું કારણ બને.
=
અવ્યુત્પન્નાદિની માર્ગાનુસારિતા પ્રત્યે જે જૈનાભિમત ક્રિયા જૈનક્રિયા કારણ માની છે, તે બે પ્રકારની હોઈ શકે છે. અનુકંપા, જીવદયાદિ રૂપ જૈનક્રિયા ઉભયાભિમત છે. અને જિનપૂજાદિ રૂપ જૈનક્રિયા માત્ર જૈનદર્શનાભિમત છે.
એમાં અવ્યુત્પન્નાદિ જો પોતાના દર્શનમાં જ રહીને અનુકંપાદિ રૂપ ઉભયાભિમત ક્રિયા કરે અને “આ મારા દર્શનની ક્રિયા છે” એમ વિચારીને કરે તો એ ક્રિયા એને પોતાના દર્શનમાં જ ખોટો આગ્રહ ઉત્પન્ન કરાવવા દ્વારા અનર્થકારી બને છે. એટલે ભલે એ જૈનક્રિયા હોય તો પણ તેઓને માર્ગાનુસારિતાનું કારણ ન બને.
પરંતુ એ અવ્યુત્પન્નાદિ જો જૈનદર્શનમાં આવીને ઉભયાભિમત અનુકંપાદિ ક્રિયાને “આ જૈનદર્શનની ક્રિયા છે” એમ સમજીને કરે તો તો એ ક્રિયા અવ્યુત્પન્નને જૈનદર્શન રૂપ સાચા દર્શનમાં જ અનુરાગાદિ જન્માવનાર હોવાથી માર્ગાનુસારિતાનું કારણ બને.
હવે જે માત્ર જૈનદર્શનાભિમત ક્રિયાઓ છે, એ તો બીજા દર્શનોને માન્ય જ ન હોવાથી અવ્યુત્પન્નો જો એ ક્રિયાઓ કરે તો એ જૈનદર્શનની ક્રિયા સમજીને જ કરવાના છે. અને એટલે તેના દ્વારા તેઓ જૈનદર્શન પ્રત્યે જ અનુરાગાદિવાળા બનવાના છે. એટલે અવ્યુત્પન્નાદિને માત્ર જૈનદર્શનને અભિમત ક્રિયાઓ તો અવશ્ય માર્ગાનુસારિતાનું કારણ બને જ.
यशो० : ‘यत्तु निश्चयतः परसमयबाह्यानामेव संगमनयसाराम्बडप्रमुखानां मार्गानुसारित्वं સ્વાત્, નાન્યેષામ્' કૃતિ ષાબ્ધિમ્મત (સર્વજ્ઞશત૦ હ્તો. ૬૧),
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૫૨