________________
મગ ધર્મપરીક્ષા
આમ પરકીયસંમતિ (અજૈનોની અપેક્ષાએ જૈનસંમતિ એ પરક્રીયસંમતિ કહેવાય.) અવ્યુત્પન્ન અને અભિનિવેશી પ્રત્યે તેઓના મતમાં દૃઢતાનું કારણ બને.
આ જ કારણસર અમે અવ્યુત્પન્નો + અભિનિવેશીઓની માર્ગાનુસારિતા પ્રત્યે ઉભયાભિમત ક્રિયાને કારણ કહી નથી. કેમકે એ ક્રિયા તો તેમને આગમાં પેટ્રોલનું કામ કરનારી બની જાય છે. એટલે તેઓની માર્ગાનુસારિતા પ્રત્યે જૈનક્રિયાને જ કારણ કહી છે. જૈનક્રિયા કરવાથી તેઓને સ્વદર્શનમાં કદાગ્રહ થવાનો સંભવ જ નથી. જૈનક્રિયાથી લાભ થશે, એટલે જૈનદર્શનમાં જ શ્રદ્ધાવાળા બનવાના. આમ જૈનક્રિયા તેઓને માર્ગાનુસારી બનાવે.)
જે અજૈન જીવો વ્યુત્પન્ન અને અભિનિવેશરહિત છે એટલે કે જીવોમાં અનાભોગ કે આભિગ્રહિક બેમાંથી પણ એક પણ મિથ્યાત્વ નથી. તેઓ પ્રત્યે જૈનશાસ્ત્રસંમતિ તેઓના મતમાં દૃઢતાનું કારણ ન બને. (કેમકે આ જીવો તો તત્ત્વની જ ગવેષણા કરનારા હોય છે. જૈનોએ પણ અમારી ક્રિયાને માન્ય ગણી છે” આવી ખબર પડે એટલે “અમારૂં દર્શન મહાન” એવા મિથ્યા અહંકારમાં રાચવાની ભૂમિકા તેઓની નથી. તેઓ તો તત્ત્વ વિચારે કે “જૈનોએ આ ક્રિયાને સંમતિ શા માટે આપી ? એટલા માટે કે આ ક્રિયા રાગદ્વેષની હાનિ કરાવનારી છે. હવે કોઈપણ ક્રિયા હોય, પછી એ આપણા મતની હોય કે જૈનમતની હોય, જો એ રાગદ્વેષની હાનિ કરાવે તો એ કર્તવ્ય બની જ જાય છે. એમાં બે મત નથી.”
આમ આ અજૈનોને તેમની ક્રિયાઓમાં જૈનશાસ્ત્રની સંમતિ એ તેઓને પોતાના મતમાં દૃઢ કરનારી બનતી નથી. માટે જ અમે વ્યુત્પન્ન અજૈનોની માર્ગાનુસારિતા પ્રત્યે ઉભયાભિમત ક્રિયાને કારણ માનેલ છે.
અહીં ન વ્યુત્પન્નમનમિનિવિષ્ટ ૬ પ્રતિ એમ લખેલ છે. એમાં વ્યુત્પન્નજીવો અને અનભિનિવેશી જીવો...જો એમ બે પ્રકારના જીવો લઈશું તો એનો અર્થ એ કે અભિનિવેશી તરીકે અવ્યુત્પન્ન જીવો જ આવે. જો તેઓ વ્યુત્પન્ન હોય તો વ્યુત્પન્ન શબ્દથી જ તેઓનો સમાવેશ થઈ જાય. અને અનભિનિવેશી તરીકે લીધેલા જીવો અવ્યુત્પન્ન હોય. તો ઉ૫૨ જ કહી ગયા કે “અવ્યુત્પન્ન પ્રત્યે પરકીયસંમતિ નિજમાર્ગદઢતાહેતુ છે.” એટલે પરસ્પર વિરોધ આવે.
માટે વ્યુત્પન્ન અને અનભિનિવિષ્ટ એ બે જુદા જુદા પ્રકારના જીવો ન લેવા. પરંતુ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫૦