________________
********************
ધર્મપરીક્ષા
(એટલે વ્યતિરેક સહચારનો ભંગ (વ્યતિરેક વ્યભિચારની હાજરી) થવાથી જૈનક્રિયા માર્ગાનુસારિભાવોપકાર પ્રત્યે નિયત ન બને.
(એમ જો “અજૈનક્રિયા હોય તો માર્ગાનુસારિતાની ઉત્પત્તિ-સ્થિરતા ન જ થાય અને અજૈનક્રિયા ન હોય તો જ માર્ગાનુસારિતાની ઉત્પત્તિ-સ્થિરતા થાય.” આમ અન્વયવ્યતિરેક સહચાર મળે, તો અજૈનક્રિયા માર્ગાનુસારિતાના પ્રતિબંધ પ્રત્યે નિયત કહેવાય. ઉત્પત્તિ અને સ્થિરતાનો અભાવ એ અહીં પ્રતિંબધનો અર્થ સમજવો.
પરંતુ “અજૈનક્રિયા હોવા છતાં માર્ગાનુસારિતાની ઉત્પત્તિ-સ્થિરતા થાય અને અજૈનક્રિયાના અભાવમાં પણ માર્ગાનુસારભાવની ઉત્પત્તિ-સ્થિરતા ન થાય’’ તો અન્વયવ્યતિરેક વ્યભિચાર મળવાથી અજૈનક્રિયા પ્રતિબંધને વિષે નિયત ન બને.)
પૂર્વપક્ષ તો અજૈનક્રિયાને માર્ગાનુસારિતાના પ્રતિબંધ પ્રત્યે નિયત માને છે. પણ એ બરાબર નથી કેમકે) પતંજલિ વિગેરે ઋષિઓમાં અજૈનક્રિયા હોવા છતાં પ્રગટી ચૂકેલી યોગદૃષ્ટિઓના પ્રભાવથી માર્ગાનુસારિતાનો પ્રતિબંધ થયો નથી. (અર્થાત્ માર્ગાનુસારિતા ઉત્પન્ન થઈ છે અને સ્થિર પણ રહી છે એટલે અહીં અન્વયસહચાર ન મળવાથી, અન્વયવ્યભિચાર મળવાથી અજૈનક્રિયા માર્ગાનુસારીતાના પ્રતિબંધ પ્રત્યે નિયત સિદ્ધ થતી નથી.)
यशो० : अत्र कश्चिदाह - ननु पतञ्जल्यादीनां मार्गानुसारित्वमशास्त्रसिद्धम्, उच्यते-नैतदेवं, योगदृष्टिसमुच्चयग्रन्थ एव योगदृष्ट्यभिधानात् तेषां मार्गानुसारित्वसिद्धेः ।
चन्द्र० : अशास्त्रसिद्धम् = शास्त्रसिद्धं न । न हि कुत्रापि प्रामाणिके शास्त्रे पतञ्जल्यादीनां मार्गानुसारित्वं निरूपितं, ततश्च " पतञ्जल्यादिषु अजैनक्रियासद्भावेऽपि मार्गानुसारिताऽप्रतिघातः” इति भवत्प्रतिज्ञोदितस्यान्वयव्याभिचारस्यात्रासत्त्वाद् अजैनक्रिया मार्गानुसारिताप्रतिरोधे नियता सिद्धा, इति पूर्वपक्षस्याभिप्रायः ।
समाधानमाह
उच्यते, न एतत्
भवदुक्तं एवं
सत्यम् । तत्र कारणमाह योगदृष्टिसमुच्चयग्रन्थ एव = किमन्यशास्त्रगवेषणयेत्येवकारार्थः । योगदृष्ट्यभिधानात्तेषां " तेषां" इति पदं पूर्वं पश्चाच्चोभयत्र योज्यम् । तथा च योगदृष्टि समुच्चये पतञ्जल्यादीनां योगदृष्टिसद्भावाभिधानात् पतज्जल्यादीनां मार्गानुसारित्वसिद्धिः, तस्माद् भवदुक्तमयुक्तम् ।
मार्गानुसारित्वसिद्धेः
=
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૧૩૫
=
=
-
यतो