________________
ધર્મપરીક્ષા
कर्त्तव्यम्। यतः सम्यक्त्वारोपपूर्विका जैनक्रिया स्वमतरागात्मकमसद्ग्रहं निराकृत्य मार्गानुसारितां નનયેત્ ।
ये तु अजैना अध्यात्मविदो मध्यस्था:, तेषां स्वमते रागो परमते वा द्वेषो न भवत्येव । किन्तु ते "किमिदं हेयं किं वोपादेयम् ?" इत्येतावन्मात्रं परीक्ष्य हेयं ज्ञात्वा त्यजन्ति, उपादेयं ज्ञात्वा स्वीकुर्वन्ति । एवं च तेषामसद्ग्रहाभावादेव असद्ग्रहपरित्यागार्थं उपयोगिनी जैनक्रिया न मार्गानुसारिताप्राप्त्यर्थमावश्यकी, एवं च तेषां जैनक्रियां विनाऽपि शुद्धस्वरूपा यमनियमादिका क्रिया सुदेवसुगुरुसुधर्मेषु पक्षपातं जनयित्वा मार्गानुसारिता जनयतीति ।
***********
ચન્દ્ર૦ : (પૂર્વપક્ષ : અવ્યુત્પન્ન અને વિપરીતવ્યુત્પન્ન એવા અજૈનોને દ્રવ્યસમ્યક્ત્વાદિના આરોપ પૂર્વકની જૈનક્રિયા કદાગ્રહને દૂર કરીને માર્ગાનુસારિતાનું કારણ બને. અને મધ્યસ્થમિથ્યાત્વી એવા અજૈનોને શુદ્ધસ્વરૂપવાળી પોતાના ધર્મની ક્રિયા પણ માર્ગાનુસારિતા લાવી શકે, જૈનક્રિયાની આવશ્યકતા નહિ. આવું કેમ ?
ટુંકમાં અમને એટલું જ સમજાવો કે વિપરીતવ્યુત્પન્નાદિમાં માર્ગાનુસારિતા માટે જૈનક્રિયા જ જોઈએ, અજૈનક્રિયા ન ચાલે અને મધ્યસ્થ જૈનોને માર્ગાનુસારિતાની પ્રાપ્તિ માટે અજૈનક્રિયા પણ ચાલે આ વળી કેવું ?)
ઉપાધ્યાયજી : (અવ્યુત્પન્ન-વિપરીતવ્યુત્પન્નોને પોત-પોતાના ધર્મનો રાગ હોય છે. “આ મારા ધર્મની ક્રિયા છે માટે સારી” એમ વિચારીને તેઓ ધર્મક્રિયા કરે. એટલે આવો પોતાના ધર્મ પ્રત્યેનો ખોટો રાગ હોવાથી મુશ્કેલી એ છે કે તેઓ પોતાના ધર્મમાં કહેલી સારી કે ખરાબ બધી ક્રિયાોને સારી જ માની કોઈ જાતની પરીક્ષા કર્યા વિના જ એ ક્રિયાઓ કરવાના.
આવી અસગ્રહની હાજરીની દશામાં તેઓ ગમે તેટલી પોતાના ધર્મની સારી પણ ક્રિયા કરે, છતાં તેઓમાં માર્ગાનુસારિતા ન પ્રગટે. એટલે તેઓને “રાગ-દ્વેષ-અજ્ઞાન રહિત દેવ એ જ મારા દેવ, સુસાધુઓ જ મારા ગુરુ અને સ્યાદ્વાદપ્રધાન-કરૂણાપ્રધાન ધર્મ જ મારો ધર્મ...” આવી રીતે દ્રવ્યસમ્યક્ત્વનો આરોપ કરીને જૈનક્રિયા આપવી જરૂરી છે. આવા આરોપ પૂર્વકની જૈનક્રિયાના કારણે તેઓનો ખોટો આગ્રહ દૂર થઈ જાય અને માર્ગાનુસારિતા પ્રગટે છે.
પણ જે મધ્યસ્થમિથ્યાત્વીઓ છે, યોગદૃષ્ટિ પામેલા છે, તેઓ તો અધ્યાત્મના વેતા છે. એટલે તેમને મારો ધર્મ...મારા શાસ્ત્ર... આવી રીતનો વ્યક્તિરાગ–અસદ્ગહ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૧૩૯