________________
XXXXX
XXXXXXXXX
***********************
ધર્મપરીક્ષા
यशो० : विकलप्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति ।
I
चन्द्र० : ननु मा भवतु मित्रादृष्टिबोधजन्यसंस्कारोत्पादितया स्मृत्या युक्ता सा चैत्यवन्दनादिका क्रिया, किन्तु तद्रहिता तु भवत्येव । किमर्थं सा तात्त्विकी न गण्यते ? अभव्यादीनामिव प्रथमदृष्टिमतामपि सम्पूर्णक्रियासद्भावस्यानिषेध्यत्वात्, इत्यत आह - विकलप्रयोगभावात् उचितद्रव्यक्षेत्रकालभावरहितस्य चैत्यवन्दनादिक्रियाप्रयोगस्य सद्भावात् भावतो वन्दनादिकार्यायोगात् । इदमत्र तात्पर्यम् । अभव्यादीनां या संपूर्णा क्रिया प्रतिपादिता, सा द्रव्यक्षेत्रकालापेक्षयैव । अत एव तेषां संपूर्णा द्रव्यक्रियैव प्रतिपादिता, न तु भावेनापि सा क्रिया संपूर्णा भवति । एवं प्रकृतेऽपि प्रथमदृष्टिमतां द्रव्यक्षेत्रकालसंपूर्णायाः क्रियायाः कोऽत्र निषधकर्ता ? केवलं तादृशक्रियोचित भावस्यासद्भावात् स क्रियाप्रयोगो विकलप्रयोग एव गण्यते, ततश्च विकलप्रयोगरूपत्वात् सा चैत्यवन्दनादिक्रिया भावक्रिया न भवति, अर्थात् तात्त्विकाभीष्टकार्यं न भवति । एवं च युक्तमेवोक्तम्- मित्रादृष्टिस्तत्त्वतोऽभीष्टकार्याक्षमा इति ।
=
ચન્દ્ર૦ : (પૂર્વપક્ષ : મિત્રાદૃષ્ટિના બોધથી જન્ય એવા સંસ્કાર વડે ઉત્પન્ન કરાયેલી સ્મૃતિથી યુક્ત તે ચૈત્યવંદનાદિ ક્રિયા ભલે ન થાઓ, પણ એ વિનાની ક્રિયા તો થાય જ છે. તે કેમ તાત્ત્વિક ક્રિયા ન ગણાય ? અભવ્ય વિગેરેની જેમ પહેલી દૃષ્ટિવાળાઓને પણ સંપૂર્ણક્રિયાનો સદ્ભાવ હોઈ જ શકે છે.)
ઉપાધ્યાયજી : (અભવ્યોને જે સંપૂર્ણ ક્રિયા કહી છે, તે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ જ કહી છે. ભાવની અપેક્ષાએ નહિ આથી જ તો તેઓને સંપૂર્ણ દ્રવ્ય ક્રિયા જ કહી છે. ભાવથી પણ સંપૂર્ણ ક્રિયા નહિ.) એમ પ્રસ્તુતમાં પણ પહેલી દૃષ્ટિવાલાઓને દ્રવ્ય, ક્ષેત્ર અને કાળથી સંપૂર્ણ ક્રિયા હોવાનો નિષેધ તો કોઈ નથી કરતું. માત્ર એટલું કે તેવી ક્રિયાને ઉચિત ભાવનુ અસદ્ભાવ છે. તેથી ક્રિયાપ્રયોગ એ વિકલ પ્રયોગ જ ગણાય. અને તેથી તે ચૈત્યવંદનાદિ ક્રિયા વિકલ પ્રયોગ સ્વરૂપ હોવાથી ભાવ ક્રિયા ન થાય. એટલે એ વાત બરાબર છે કે મિત્રાદષ્ટિ તત્ત્વથી અભીષ્ટકાર્ય માટે સમર્થ નથી.
यशो० : तारादृष्टिर्गोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद् । अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः, तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथाकार्याभावादिति ।
चन्द्र० : तारादृष्टिरित्यादि । इयमपि = न केवलं मित्रैव, किन्तु ताराऽपि इत्यपिशब्दार्थः, મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૬૦