________________
મ
ધર્મપરીક્ષા
यशो० : अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः,
चन्द्र० : ननु सम्यक्प्रयोगकालं यावत् स बोधो माऽवतिष्ठतु, किन्तु तज्जन्य: संस्कारस्तु सम्यक्प्रयोगकालं यावत्तिष्ठत्वेव । तेन च सा क्रिया तात्त्विकैव भवतीति स बोध: स्वजन्यसंस्कारद्वारा तत्त्वतोऽभीष्टकार्यक्षमो भवत्येवेति किं तन्निषेधोऽत्र कृतः ? इति शङ्कायामाह - अल्पवीर्यतया अल्पशक्तिमत्त्वेन बोधस्येति शेषः । ततः = मित्रादृष्टिगतबोधात् पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः = पटुस्मृतेः = प्रगुणस्य बोधविषयस्मरणस्य बीजं यः संस्कारः, तस्यात्मनि यदाधानं तदसम्भवात् । यद्यपि बोधः संस्कारजनको भवत्येव । संस्कारश्च बोधविषयस्मृतिजनको भवत्येव । तथाऽपि बोधस्यैव अल्पशक्तिमत्त्वात् स अल्पशक्तिमन्तमेव स्मृतिबीजं संस्कारं जनयति । अल्पशक्तिमांश्च संस्कारः स्वरूपतः स्मृतिबीजमपि पटुस्मृतिं जनयितुं नालं, अल्पशक्तित्वात् । तस्मान्न मित्रादृष्टिबोध: स्वजन्यसंस्कारद्वाराऽपि तात्त्विकचैत्यवन्दनादिक्रियां जनयितुं समर्थ इति ।
=
ચન્દ્ર૦ : (પૂર્વપક્ષ : “ચૈત્યવંદનાદિ સમ્યક્રિયા કરવાના કાળ સુધી તે બોધ ભલે ન ટકો, પરંતુ તે બોધથી જન્ય સંસ્કાર તો ક્રિયાકાળ સુધી ટકી જ શકે છે. અને એ સંસ્કાર બોધવિષયની સ્મૃતિને ત્યારે ઉત્પન્ન કરી જ દે. એટલે સ્મૃતિરૂપે બોધ ત્યાં હાજર જ રહે છે. આમ બોધની હાજરી રહેવાથી તે ક્રિયા તાત્ત્વિક બની જાય. એટલે કે મિત્રાદષ્ટિબોધ સ્વજન્યસંસ્કાર દ્વારા (કે સ્વજન્યસંસ્કારજન્ય સ્મૃતિ દ્વારા) તાત્ત્વિકક્રિયાને જન્મ આપી દે છે. તો પછી તમે એમ શા માટે કહ્યું ? કે મિત્રાદૃષ્ટિ તાત્ત્વિક અભીષ્ટકાર્ય માટે અસમર્થ છે.”)
ઉપાધ્યાયજી : તમે પદાર્થ તો સારો બતાવ્યો. પણ એ વાત તમારા ખ્યાલમાં નથી કે આ બોધ અત્યંત અલ્પશક્તિવાળો છે. અને એટલે જ એનાથી સ્મૃતિના બીજ રૂપ સંસ્કાર ઉત્પન્ન થાય ખરા, પણ એ સંસ્કાર પણ શક્તિવાળા ન થાય. શક્તિ વિનાના મંદ સંસ્કાર પટુસ્મૃતિને જન્મ ન આપી શકે એવા જ થાય.
(એટલે એ સંસ્કાર સ્વરૂપથી સ્મૃતિબીજ હોવા છતાં શક્તિમાન ન હોવાથી અહીં પટુસ્મૃતિનું કારણ બની શકતા નથી. અને શક્તિબીજભૂત પટુ સંસ્કાર તો આ બોધથી ઉત્પન્ન થતા જ નથી. માટે આ બોધ સંસ્કારાદિ દ્વારા પણ તાત્ત્વિક ક્રિયાનું કારણ બની શકતા નથી.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૬૬
narra