________________
**************************
ધર્મપરીક્ષા
તો એ જૈનપ્રતિમાનો જ ભક્ત ગણાય. માટે જ જ્યારે એને ખબર પડે કે આ તો “અજૈનની પ્રતિમા છે” તો એ તરત જ એની પૂજાદિ છોડી દે છે ને ? એટલે શંકરાદિને સર્વજ્ઞ માની એને નિરતિશયગુણવાળા માનનારા મિથ્યાત્વીઓ પણ ઉપરની ભૂમિકામાં હોય તો તેઓ મુખ્યસર્વજ્ઞના સેવક જ જાણવા.)
યશો :
दूरासनादिभेदस्य च भृत्यत्वजात्यभेदकत्वादिति ।
चन्द्र० : ननु भवतु नाम मिथ्यात्विनां "अयं सर्वज्ञो निरतिशयगुणवान्" इत्यादिरूपेण सर्वज्ञप्रतिपत्तिः । तथापि ये चतुर्थादिगुणस्थानवर्त्तिनः, ते त्रयोदशगुणस्थानवर्त्तिसर्वज्ञस्य समीपे वर्त्तिन इति त एव सर्वज्ञभृत्या इति शङ्कायामाह - दूरासन्नादिभेदस्य च = चतुर्थगुणस्थानादिवर्त्तिनः सर्वज्ञासन्नाः, मिथ्यात्विनश्च सर्वज्ञाद् दूरवर्त्तिनः" इति यस्तयोर्दूरासन्नदिभेदः, तस्य भृत्यत्वजात्यभेदकत्वात् = मिथ्यात्विषु भृत्यत्वजात्यभावस्यासंपादकत्वादिति भावः । यद्यपि मिथ्यात्विनः प्रथमगुणस्थानवर्त्तित्वात् त्रयोदशगुणस्थानवर्त्तिसर्वज्ञसकाशाद् दूरे वर्त्तते । तथापि तस्य सर्वज्ञसेवकत्वं नापगच्छति । यदि च दुरवर्त्तित्वात् तस्य सर्वज्ञसेवकत्वं अपगच्छेत्, तर्हि चतुर्थगुणस्थानवर्त्तिनः सम्यग्दृशोऽपि पञ्चमादिगणस्थायिनामपेक्षया सर्वज्ञदूरवर्त्तित्वात् सर्वज्ञसेवकत्वं न स्यात् । यदि च सम्यग्दृशो मिथ्यादृगपेक्षया सर्वज्ञसमीपवर्त्तित्वात् सर्वज्ञसेवकत्वं, तर्हि मध्यस्थमिथ्यादृशां कदाग्रहिमिथ्यादृगपेक्षया सर्वज्ञसमीपवर्त्तित्वेन सर्वज्ञसेवकत्वं निराबाधमेवेति किं न पश्यसि ? ।
I
*******
ચન્દ્ર૦ : (પૂર્વપક્ષ : મિથ્યાત્વીઓ પાસે “આ સર્વજ્ઞ નિરતિશયગુણવાન છે” એ વિગેરે રૂપ સર્વજ્ઞની પ્રતિપત્તિ = સ્વીકાર ભલે હોય, તો પણ તેઓ સર્વજ્ઞના સેવક ન કહેવાય. કેમકે તેઓ સર્વજ્ઞથી ઘણા દૂર રહેલા છે.
તે આ પ્રમાણે - સર્વજ્ઞો તે૨ - ચૌદ ગુણસ્થાનકે રહેલા છે એટલે ચોથા વિગેરે ગુણસ્થાનકે રહેલાઓ સર્વજ્ઞની નજીકમાં જ છે. જ્યારે મિથ્યાત્વીઓ તો છેક પહેલે ગુણસ્થાનકે હોવાથી તેઓ સર્વજ્ઞના સેવક ન કહેવાય.)
ઉપાધ્યાયજી ઃ સમ્યક્ત્વી વિગેરે અને મિથ્યાત્વીઓ આ બે વચ્ચે સર્વજ્ઞની નજીકમાં હોવું અને દૂરમાં હોવું એ રૂપ ભેદ છે ખરો. પરંતુ એ ભેદ કાંઈ મિથ્યાત્વીઓમાં સર્વજ્ઞસેવકત્વજાતિનો ભેદક = અભાવ સાધનાર બની શકતો નથી. એટલે કે એ ભેદ હોવા છતાં મિથ્યાત્વીઓ તો સર્વજ્ઞના સેવક જ કહેવાય.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૮૦