________________
ધમપરીક્ષા
જ્યારે સમ્યક્ત્વીઓ તો ગ્રન્થિભેદના પ્રભાવે ઉત્પન્ન થયેલ સૂક્ષ્મબોધને કા૨ણે ઉપાદેયોમાં ઉપાદેયત્વની અને હેયોમાં હેયત્વની બુદ્ધિવાળા જ બને છે. તમામ સમ્યક્ત્વીઓ સુદેવ, સુગુરુ, સુધર્મને ઉપાદેય જ માને. સ્ત્રી, ધન વિગેરેને હેય જ માને. એટલે જગતના આ બધા પદાર્થોમાં સમ્યક્ત્વીઓનું હેયત્વાદિનું જ્ઞાન એક જ પ્રકારનું એકાકાર અવિકલ્પ હોય છે. એટલે આ પદાર્થો વસ્તુસ્થિતિથી = પરમાર્થથી હેયત્વાદિ રૂપે આ તમામ સમ્યક્ત્વીઓ વડે એકાકારજ્ઞાનથી ગ્રાહ્ય બને છે. આવું ગ્રાહ્યત્વ એ જ તે સર્વવસ્તુમાં રહેલ વેદ્યત્વ છે.
=
*****
=
=
આમાં ઘણું કહેવાનું હોવા છતાં સંક્ષેપમાં એટલું જ કહીશ કે સમ્યક્ત્વીઓ “જે પદાર્થો રાગ-દ્વેષની વૃદ્ધિ કરનારા અનુભવાય” તેને ઉપાદેય જ માને. આ બાબતમાં કોઈ ભેદ નથી. પણ ક્યારેક જ્ઞાનાવરણોદયાદિ કારણસર કોઈક રાગદ્વેષવૃદ્ધિકારક પદાર્થ પણ જો સમ્યક્ત્વીને રાગદ્વેષ હાનિકારક સમજાય, તો એ તેને ઉપાદેય માની લે. એમ રાગદ્વેષહાનિકારક પદાર્થ પણ જો સમ્યક્ત્વીને રાગદ્વેષવૃદ્ધિકા૨ક સમજાય, તો એ તેને હેય માની લે. આવી પરિસ્થિતિમાં એક જ વસ્તુમાં સમ્યક્ત્વીઓની બુદ્ધિ પણ જુદી જુદી સંભવે ખરી. પણ આવું ક્યારેક જ થાય. અને વળી આવું થવા છતાં એક વાત તો નક્કી છે કે તમામ સમ્યક્ત્વીઓનું આ જ્ઞાન તો સર્વ વસ્તુમાં સમાન જ છે કે જે વસ્તુ રાગદ્વેષવૃદ્ધિકારક બને તે હેય જ બને. જે વસ્તુ રાગાદિહાનિકારક બને તે ઉપાદેય જ બને. અને માટે સમ્યક્ત્વી જીવ ઉપાદેય તરીકે સ્વીકારેલો પદાર્થ પણ જો પાછળથી રાગદ્વેષવૃદ્ધિકારક તરીકે અનુભવાય તો એકપળમાં તેને હેય માની લે છે. તેમ હેય તરીકે માનેલા પદાર્થમાં રાગદ્વેષહાનિકારક અનુભવાતાની સાથે જ તેને ઉપાદેય તરીકે સ્વીકારી જ લે છે.
જ
મિથ્યાત્વીઓની ભૂમિકા આવા પ્રકારની નથી. તેઓ તો પોતે સ્વીકારેલા કુદેવ, કુગુરુ, કુધર્માદિમાં રાગ-દ્વેષવૃદ્ધિકારકતાનો અનુભવ કરતા હોય તો પણ તેને હેય તરીકે સ્વીકારતા નથી. પણ ઉપાદેય માને છે. (જુઓને, ભોગવિલાસાદિની છૂટ આપનારા રજનીશાદિને ગુરુ માનનારાઓ તેના દ્વારા પુષ્કળ રાગદ્વેષની વૃદ્ધિ પામતા હોય તો ય એને મહાન ગુરુ તરીકે સ્વીકારે જ છે ને ?...)
(૨) વેદ્યપદની ગ્રન્થમાં લખેલી વ્યાખ્યાનો બીજો અર્થ આ પ્રમાણે છે.
વસ્તુ સ્થિતિથી = પરમાર્થથી, પદાર્થમાં રહેલા શૈયત્વ નામના તાત્ત્વિક ધર્મને મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૦૦