________________
ધમપરીક્ષામાં
ગાથામાં “ણિતાસાહેોષઃ” શબ્દ આ ભેદ બતાવવા માટે જ છે.
સાર એ છે કે જેઓ માત્ર કદાગ્રહ દોષના કારણે પોતપોતે સ્વીકારેલા અર્થનો પુરસ્કાર કરતા હોય, પોતાના પદાર્થોને કદાગ્રહથી જ આગળ કરતા હોય, તેઓ તો રાગદ્વેષાદિથી વિશિષ્ટ માત્ર કાલ્પનિક સર્વજ્ઞનો જ સ્વીકાર કરનારા બને છે, વાસ્તવિક સર્વજ્ઞનો નહિ. અને એટલે તેઓ આવા કલ્પિતસર્વજ્ઞને સ્વીકાર કરનારા હોય તો પણ તેઓમાં ભાવજૈનત્વ ન આવે.
જ્યારે જેઓ માધ્યસ્થ્યભાવથી શુદ્ધ – નિર્મળ = સ્વચ્છ બનેલી બુદ્ધિવાળા છે. અને માટે જ જેઓ વિરૂદ્ધ માન્યતાના વિષયભૂત પ્રકારાંશમાં આગ્રહ વિનાના હોય છે તેઓ મુખ્ય સર્વજ્ઞના સ્વીકારવાળા હોવાથી ભાવજૈન બને જ.
ન
આમ કદાગ્રહી મિથ્યાત્વીઓ ભાવજૈન ન બને, અજૈન જ ગણાય. જ્યારે મધ્યસ્થ મિથ્યાત્વીઓ ભાવજૈન બને. એટલે કદાગ્રહી મિથ્યાત્વીઓ અજૈન અને મધ્યસ્થ મિથ્યાત્વીઓ તથા સમકિતી વિગેરે જૈન આમ જૈનાજૈનની વ્યવસ્થા ઘટી જ જાય છે.
(જેમ ભવાભિનંદીજીવ કોઈ ભોગલંપટ સાધુને જ ગુરુ બનાવે અને પછી બધે તે ગુરુના વચનને આગળ કરીને પોતાના ભોગો સેવી લે. અહી એ સદ્ગુરુની પરતત્રંતાવાળો ન કહેવાય પણ પરમાર્થથી એ ભવાભિનંદિતાના પોષણવાળો જ ગણાય. એમ કદાગ્રહીજીવો પોતાનો ખોટો પદાર્થ “પ્રત્યક્ષાદિથી બાધિત છે” એમ જાણવા છતાં પણ એ જ પદાર્થોને પ્રરૂપે, તેને સેંકડો યુક્તિઓથી સાચો સાબિત કરવા પ્રયત્ન કરે, અને પોતે માનેલા સર્વજ્ઞને આગળ કરે કે “આ સર્વજ્ઞનું વચન છે. માટે આમ જ માનવું.”
હવે આવા ખોટા પદાર્થોને કહેનારો વ્યક્તિ સર્વજ્ઞ ન જ હોય. એ રાગદ્વેષાદિથી યુક્ત જ હોય, કલ્પિત સર્વજ્ઞ જ હોય. એટલે આવા કદાગ્રહીઓ તાત્ત્વિકસર્વજ્ઞના સ્વીકારનારા ન કહેવાય. પરંતુ પોતાના કદાગ્રહાદિના પોષક જ ગણાય.
જ્યારે જે જીવો મધ્યસ્થ છે અને માટે જ “આત્મા નિત્ય છે. અનિત્ય છે” આવી પરસ્પર વિરુદ્ઘમાન્યતાઓનો જે પ્રકારભૂત – વિશેષણભૂત અંશ નિત્યત્વ=અનિત્યત્વ છે. (નિત્યત્વાદિ રૂપ પ્રકારાંશમાં જ વિરૂદ્ધ માન્યતા છે) તે અંશમાં આવા જીવોનો આગ્રહ હોતો નથી. તેઓ આવી વિચારસરણીવાળા હોય છે કે “મને મારા ક્ષયોપશમાદિ પ્રમાણે આત્મા નિત્ય (અથવા તો અનિત્ય) જણાયો છે. પણ છેવટે તો સર્વજ્ઞપુરુષો જે જાણતા હોય એ જ મારા માટે પ્રમાણ છે.” અને આવી વિચારધારા હોવાના લીધે જ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત* ૮૩