________________
ધર્મપરીક્ષામ
દેવની આરાધનામાં પ્રવૃત્ત થયેલા છે, તેમનો ભક્તિ અધ્યવસાય સારો કહેવાય. કેમકે એ દેવાદિશુભ ગતિઓને આપે છે.”
પણ આ વાત ખોટી છે. કેમકે જો ખોટા દેવોને નમસ્કારાદિ કરવાનો તેમનો અધ્યવસાય સારો ગણતો હોય તો તો જ્યારે સમ્યક્ત્વ ઉચ્ચરવામાં આવે છે ત્યારે “આજથી મને અન્યતીર્થિકો, અન્યતીર્થિકોના દેવતા વિગેરેને વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ, સંલાપાદિ કરવા ન કલ્પે” એવા પાઠ વડે જે મિથ્યાત્વનું પચ્ચક્ખાણ કરવામાં આવે છે, તે અસંગત થાય. (આ પચ્ચક્ખાણમાં ખોટા દેવોને વંદનાદિનો ત્યાગ કરવામાં આવે છે. અને તમે એ જ અધ્યવસાયને સારો શી રીતે માની શકો ?
પ્રશ્ન ઃ ભલેને, એ અધ્યવસાય સારો ગણીએ અને સમ્યક્ત્વના સ્વીકાર વખતે એનું પચ્ચક્ખાણ કરીએ એમાં વાંધો શું છે ?)
પૂર્વપક્ષ : મોટો વાંધો છે. શુભઅધ્યવસાય કે તેના કારણનું પચ્ચક્ખાણ સંભવી જ ન શકે. માટે તે મિથ્યાત્વીઓનો શુભ અધ્યવસાય પણ પાપાનુબંધીપુણ્યપ્રકૃતિનું કારણ હોવાથી નરકાદિનું કારણ બને છે. એટલે તે (એકાદ દેવના ભવ આપી દે તો પણ) મોટા અનર્થનું કારણ ગણાય.
यशो० : न ह्यत्रापेक्षिकमपि शुभत्वं घटते, स्वस्त्रीसङ्गपरित्यागेन परस्त्रीसङ्गप्रवृत्तस्येव बहुपापपरित्यागमन्तरेणाल्पपापपरित्यागस्याशुभत्वाद् ।
चन्द्र० : ननु यद्यपि स मिथ्यादेवनमस्काराद्यध्यवसायो मिथ्यादृशामशोभन एव, तथापि मिथ्यादृशां हिंसाद्यध्यवसायापेक्षया तु स अध्यवसायः शोभनः किं न मन्यते ? इत्यत आह न हि अत्र = मिथ्यादृशामध्यवसाये आपेक्षिकमपि = मिथ्यादृष्टीनां हिंसाद्यध्यवसायापेक्षया मन्यमानमपि, वास्तविकशुभत्वं तावन्नास्त्येवेत्यपिशब्दार्थः । शुभत्वं घटते । शुभत्वाघटमानत्वे कारणमाह – स्वस्त्रीत्यादि । स्वस्त्रीसङ्गोऽल्पपापं, परस्त्रीसङ्गो महापापं, महापापकर्तुरल्पपापपरित्यागो यथा शुभो न गण्यते, तथैव मिथ्यात्वात्मकस्य बहुपापस्य कर्ता पृथ्व्याद्यारंभात्मकस्य अल्पपापत्वत्यागं कुर्वाणोऽपि शुभाध्यवसायी न गण्यते ।
ચન્દ્ર : (પ્રશ્ન : જો કે તે મિથ્યાદેવનમસ્કારાદિનો અધ્યવસાય મિથ્યાત્વીજીવોનો ખરાબ જ છે તો પણ મિથ્યાત્વીઓના હિંસા વિગેરે સંબંધી ખરાબ અધ્યવસાયોની અપેક્ષાએ તો તે અધ્યવસાય સારો કેમ ન મનાય ?)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૪૦