________________
*****
******************
ધર્મપરીક્ષા
तस्मात्कारणात् इह = अस्मिन्विषये शिष्टाः प्रमाणम् । " न हि वयं शास्त्रं ज्ञात्वा तदनुसारेण प्रवृत्ति कर्तुं समर्थाः स्तः, ततश्चात्र शिष्टाचारानुसारेणैवास्माकं प्रवृत्तिः उचिता" इति अस्यां द्वितीयदृष्टौ सदा मन्यते ।
ચન્દ્રઃ વળી આ બીજી દૃષ્ટિમાં રહેલો જીવ પોતાની બુદ્ધિથી કલ્પાયેલા પદાર્થમાં વિસંવાદ દેખાવાથી અને જુદાજુદા પ્રકારની મુમુક્ષુઓની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે જાણવી શક્ય ન હોવાથી શિષ્ટાચારને જ આગળ કરી પ્રવર્તે છે.
(આશય એ છે કે આ જીવ પોતાની બુદ્ધિથી કોઈક પદાર્થ વિચારે, નક્કી કરે અને પાછળથી એને જ પોતે કલ્પેલા પદાર્થમાં શાસ્ત્રવિરોધ, પ્રત્યક્ષવિરોધ, યુક્તિવિરોધાદિ દેખાય. આવું બને એટલે એ સમજી જાય કે મારે મારી બુદ્ધિ મુજબ પદાર્થ કલ્પીને પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કેમકે મારા કલ્પેલા પદાર્થો ખોટા પડે છે. એટલે મારે તો એ જ જોવાનું કે “શિષ્ટપુરુષો શી રીતે પ્રવૃત્તિ કરે છે ?’’ એ જોઈને મારે એ પ્રમાણે જ પ્રવર્તવું.
વળી મુમુક્ષઓની મોક્ષ માટેની પ્રવૃત્તિઓ અનેક પ્રકારની જોઈ એ વિચારે કે હજારો પ્રકારની આ બધી પ્રવૃત્તિઓ મારાથી શી રીતે જણાય ? એ શક્ય જ નથી. બધી જ પ્રવૃત્તિઓ જણાઈ જાય તો પછી કઈ પ્રવૃત્તિ મારે કરવી ? ઈત્યાદિ નિર્ણય થાય. પણ એ જણાતી નથી એટલે આમાં પણ શિષ્ટપુરુષો જે પ્રવૃત્તિ કરે, એ જ પ્રમાણે મારે પણ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. આમ બે કારણસર તે જીવો શિષ્ટાચારને આગળ કરીને જ પ્રવૃત્તિ કરનારા હોય.)
યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે “(એક બાજુ) અમારી કોઈ મોટી પ્રજ્ઞા નથી. (તો બીજી બાજુ) શાસ્ત્રનો વિસ્તાર ઘણો મોટો છે. તો આ બે કારણસર આ વિષયમાં શિષ્ટો જ પ્રમાણ છે. એમ આ દૃષ્ટિમાં રહેલો જીવ સદા માને.”
यशो० : बलायां दृष्टौ दृढं दर्शनं, स्थिरसुखमासनं, परमा तत्त्वशुश्रूषा योगगोचरोऽक्षेपः, स्थिरचित्ततया योगसाधनोपायकौशलं च भवति ।
चन्द्र० : तृतीयां दृष्टिमाह - बलायां दृष्टौ तारादृष्ट्यपेक्षया दृढं दर्शनं = दृढो बोधः । स्थिरसुखं स्थिरं चेदं सुखं चेति स्थिरसुखं आसनं
=
तृतीयं योगाङ्गम् । परमा
तत्त्वशुश्रूषा = तृतीयो गुण: । योगगोचरोऽक्षेपः = तृतीयदोषस्याभाव: । स्थिरचित्ततयेत्यादि। यतस्तेषां स्थिरचितं, ततो योगसाधनभूतेषूपायेषु कौशलं भवतीति भावः ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૬૩
=
Tra