________________
***************************************
ધર્મપરીક્ષા
यशो० : तथाहि
-
व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्ते ये सदैव हि
TIRTI
व्रतस्थाः=हिंसाऽनृतादिपापस्थानविरतिमन्तः, लिङ्गिनः=व्रतसूचकतथाविधनैपथ्यवन्तः पात्रमविशेषेण वर्त्तते । अत्रापि विशेषमाह अपचास्तु=स्वयमेवापाचकाः, पुनरुपलक्षणात्परैरपाचयितारः पच्यमानानननुमन्तारो लिङ्गिन एव विशेषेण पात्रम्, तथा स्वसिद्धान्ताविरोधेन=स्वशास्त्रोक्तक्रियाऽनुल्लङ्घनेन, वर्त्तन्ते = चेष्टन्ते, सदैव हि = सर्वकालमेवेति
-
।।૨૨।।
चन्द्र : पात्रभक्तिसम्बन्धिनं हरिभद्रसूरिविरचितयोगबिन्दुगतपाठमाह - व्रतस्था इत्यादि । ગાથાસંક્ષેપાર્થસ્વયમ્-વ્રતસ્થા જ઼િદ્દિનઃ પાત્ર (અસ્તિ), અવાસ્તુ વિશેષત: (પાત્રમસ્તિ), ये सदैव हि स्वसिद्धान्ताविरोधेन वर्त्तन्त इति । तट्टीकार्थस्तु सुगमः । नवरम् - अविशेषेण सामान्येन । अत्रापि पात्रेऽपि, न केवलं देव एव इत्यपिशब्दार्थः । उपलक्षणात् स्वज्ञापकत्वे सति स्वेतरज्ञापकत्वरूपात् ।
=
-
=
ચન્દ્ર૦ : યોગબિન્દુની ગાથા : વ્રતમાં રહેલા વેષધારીઓ પાત્ર છે. નહિ પકાવનારાઓ વિશેષથી (પાત્ર છે.) કે જેઓ કાયમ માટે પોતાના સિદ્ધાન્તને વિરોધ ન આવે એ રીતે વર્તે છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૪૧
ટીકાર્થ : હિંસા, અસત્ય વિગેરે પાપસ્થાનોની નિવૃત્તિવાળા હોય તે વ્રતસ્થ કહેવાય. વ્રતને સૂચવનારા તેવા પ્રકારના વેષવાળા હોય તે લિંગી કહેવાય. આ બધા અવિશેષથી = સામાન્યથી પાત્ર ગણાય. આ પાત્રમાં ય જો વિશેષથી વિચારણા કરીએ તો જેઓ જાતે ભોજનાદિ પકાવે નહિ, (ગાથામાં “અપચાસ્તુ” શબ્દ જ છે. પણ એ ઉપલક્ષણ છે. અર્થાત્ પોતાને જણાવવા સાથે બીજાપણ પદાર્થને જણાવનારો છે. એ બીજા પદાર્થો જ દર્શાવે છે કે) ઉપલક્ષણથી બીજાઓ વડે પકાવવાની ક્રિયા ન કરાવનારા, કોઈ વસ્તુ જાતે પકાવાતી હોય તો એની અનુમોદના ન કરનારા એવા સાધુવેષધારીઓ વિશેષથી પાત્ર છે, તથા જેઓ સદા માટે પોતાના શાસ્ત્રોમાં કહેલી ક્રિયાઓનું ઉલ્લંઘન કર્યા વિના સર્વકાલ વર્તે છે તેઓ વિશેષથી પાત્ર છે.