________________
ધગયાનું
હવે જે અજૈનો છે, એ ત્રણ પ્રકારના હોઈ શકે છે. (૧) વ્યુત્પન્ન (૨) અવ્યુત્પન્ન (૩) અભિનિવેશી.
જે સ્વયં મધ્યસ્થ હોય ઉપરાંત સારી-ખોટી વાત સમજી શકવા સમર્થ હોય, તે વ્યુત્પન્ન કહેવાય.
જ્યારે જે તદ્દન જડકક્ષાના હોય, પોતાના મત ઉપર કદાગ્રહી પણ નહિ તો સાચી-ખોટી વાત સમજવા અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની તૈયારી પણ નહિ. આવા જીવો અવ્યુત્પન્ન કહેવાય.
જ્યારે જેઓ પોત-પોતાના ધર્મમાં કદાગ્રહી હોય, એમને ગમે તેટલી સાચી વાત સમજાવીએ તો પણ, તેઓ સામે જવાબ ન આપી શકે તો પણ, પોતાની વાત-પદાર્થ ખોટો સાબિત થાય છે એવું અનુભવાય તો પણ તેઓ પોતાના ધર્મ-ક્રિયાદિનો રાગ ન છોડે તે અભિનિવેશી કહેવાય.
આમાં જેઓ વ્યુત્પન્ન છે, તેઓને વાસ્તવિક પદાર્થ સાથે નિસ્બત હોય છે. “મારો ધર્મ-તારો ધર્મ” આવા ભેદભાવ કે કદાગ્રહ બિલકુલ હોતા નથી. આ જીવો પોત-પોતાના ધર્મમાં રહીને અનુકંપા, જીવદયાદિ સુંદર આચારો પાળે તોય એમને માર્ગાનુસારીતા પ્રગટે. એનું કારણ એ જ છે કે આ બધી ક્રિયાઓ કરવાથી એમને જે કઈ લાભ થાય, એ બધામાં એમને એવી બુદ્ધિ ન થાય કે, “મારા ધર્મની ક્રિયા કરી, માટે મને લાભ થયો. માટે હવે મારા જ ધર્મની વધુમાં વધુ ક્રિયા કરું.” જો આવું થાય તો એ મિથ્યાધર્મમાં જ એને રાગ થઈ જવાથી આભિગ્રહિકમિથ્યાત્વ આવી જાય. પરંતુ એને તો એમ થાય કે “આ જીવોની દયા પાળી, માટે મને રાગદ્વેષહાનિ, પ્રસન્નતા વિગેરે લાભો થયા. તેથી વધુને વધુ જીવદયા પાળું.”
અને એટલે જ્યાં વધુને વધુ જીવદયાદિ દેખાય, ત્યાં પ્રવૃત્તિ કરવા લાગી પડે. એટલે એ રીતે એ જૈનમાર્ગ તરફ આગળ વધે કેમકે વધુમાં વધુ ઉંચી ક્રિયાઓ તો જૈનમાર્ગમાં જ છે.
જેને રોગનાશ સાથે જ નિસ્બત છે એવો રોગી કોઈક વૈદ્યની દવાથી થોડુંક સારું થાય અને તેના પછી એને ખબર પડે કે આના કરતા પણ વધુ સારી દવા બીજા વૈદ્ય પાસે છે. તો એ થોડુંક સારુ કરનારી દવા આપનારા વૈદ્યને જ પકડી રાખવાની મૂર્ખતા કરવાને બદલે વધુ સારું કરનારા વૈદ્યની દવા લેવા જાય જ છે.
મહામહોપાધ્યાય શોવિજયજી વિરક્ષિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરી ટીકા - વિવેચન સહિત * ૧