________________
ધર્મપરીક્ષા
પ્રતિબંધક એવા જોરદાર ક્રિયાવિપર્યાસને કરાવી શકે.
વળી દ્વિતીયકષાયાદીનાં જ ખરેખર લખવું જોઈએ ને ? કેમકે અનંતાનુબંધી નામના = પ્રથમકષાય બતાવી દીધા. તો હવે ‘દ્વિતીયાદિ કષાયો' એમ લખવું ઉચિત હતું છતાં “તૃતીયાદિકષાય” લખ્યું છે. એનાથી આ ગૂઢ અભિપ્રાય જણાય છે કે દ્વિતીયાદિ લખે તો ૨-૩-૪ નંબરના કષાયો પણ લેવાઈ જવાનો સંભવ રહે. જ્યારે પ્રથમકષાયો બતાવ્યા બાદ, બીજાને લેવાને બદલે ત્રીજાનો ઉલ્લેખ કરીને તેઓ સૂચિત કરવા માંગે છે કે અહીં “આદિ” પદથી બીજાકષાય લેવા ચોથા નહિ.)
यशो० : मिथ्यादृशां संशयानध्यवसाययोश्च न तथात्वं युक्तं, विपर्यासशक्तियुक्तत्वात्तेषाम् । अतः शुभपरिणामोऽपि तेषां फलतोऽशुभ एवोक्तः श्रीहरिभद्रसूरिभिः,
चन्द्र० : पूर्वपक्ष एव प्राह - मिथ्यादृशां इत्यादि । न तथात्वं = नासत्प्रवृत्त्यननुबन्धित्वं, किन्तु असत्प्रवृत्त्यनुबन्धित्वमेव । तत्र कारणमाह विपर्यासशक्तियुक्तत्वात् विपरीतावधारणस्य या शक्तिर्मिथ्यात्वोदयरुपा, तद्युक्तत्वात् तेषाम् ।
=
=
અતઃ = विपर्यासशक्तियुक्तत्वात् शुभपरिणामोऽपि = न केवलमशुभपरिणाम एवेत्यपिशब्दार्थः । शुभपरिणामश्च जिनेश्वरबहुमानादिरुपोऽनेकविधः । फलतः = परम्परया अशुभ एवोक्तः ।
ચન્દ્ર૦ : (આમ ચારિત્રીઓને જ્ઞાનાવરણોદયથી થયેલ અન્નાભોગ કે સમ્યક્ત્વમોહનીયોદયથી થયેલ શંકા એ અસત્પ્રવૃત્તિઅનુબંધી ન બને, એ બરાબર પરંતુ) મિથ્યાત્વીઓને મિથ્યાત્વોદયયુક્ત અનાભોગ અને શંકા તો અસત્પ્રવૃત્તિ-અનુબંધી બને જ. એમનું અસત્પ્રવૃત્તિ-અનનુબંધિત્વ યોગ્ય નથી. કેમકે વિપર્યાસની શક્તિરૂપ મિથ્યાત્વોદયથી યુક્ત તે જીવો છે.
-
તે મિથ્યાત્વીઓ વિપર્યાસશક્તિથી યુક્ત છે મોટે જ તો તેઓનો શુભપરિણામ શ્રીહરિભદ્રસૂરિ વડે પણ ફલતઃ = પરંપરાએ અશુભ જ કહેવાયો છે. (અર્થાત્ તેઓને જે જિનભક્તિ વિગેરેના પરિણામ હોય છે, તે પરંપરાએ દુર્ગત્યાદિફળ આપનારા, પાપપ્રવૃત્તિ વધારનારા બનતા હોવાથી અશુભ જ કહ્યા છે.)
यशो० : तथाहि
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૧૩