________________
સ્મૃતિની ખોટ પૂરનાર વર્તમાનમાં મોજુદ છે પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. સ્વ. પ.પૂ. ગુરુદેવ! કયારેક સ્વપ્નમાં દર્શન થઈ જાય છે. કયારેક વહેલી સવારે જાપધ્યાનમાં ઝબકારારૂપ પ્રકાશમાં પણ દર્શન થઈ જાય છે. એ જ અમારું પરમ સૌભાગ્ય છે કે અમારી ઉપર અમાપ ગુરુકૃપા અદ્દશ્યરૂપે વરસ્યા કરે છે.
- વર્તમાનમાં પૂ. દેવીશ્રીજી મ.સા. સમુદાયના નાયક, અમ ગુરુસ્થાને રહીને અમારી સારસંભાળ એજ પૂજયપાદુ તિલકપ્રભાશ્રીજી મ.સા. કરી રહૃાા છે. એમની છત્રછાયામાં રહીને ગુરુવતું આજ્ઞાને માનીને, શંપજીવન આરાધનામાં પસાર કરીએ છીએ.
દીધસંયમી જુગલજોડીમાં રહેલા ગુણો ગાવા બેસીએ તો પાર નહિ પામું. છતાં આવા મહાન આસનોપકારી ગુરુવર્યોનું વ્યકિતત્વ જ એવું વિરાટ છે કે આપોઆપ ગુણો પ્રગટ થાય છે. આવા વિરલ વિભૂતિનાં એકવાર પણ જો પરિચય કરે તો સુગુણોની સુવાસ લઈને જાય છે.
એમના ગુણોનું વર્ણન કરવું, એટલે પjને પર્વત ચડવો, લંગડાને જંગલ ઓળંગવો, નાવ વગર સાગર તરવો, પાંખ વિના ગગન વિહાર કરવો, એવું આ ભગીરથ કાર્ય છે.
અમારા ગુરુદેવ પૂજ્ય તિલકપ્રભાશ્રીજી મ.સા. આવા જ ગુણોથી અલંકૃત છે. જયારે પણ જુઓ ! હાથમાં નવકારવાળી જાપ ચાલતો જ હોય. વળી કયારેક સ્વાધ્યાયમાં લીન હોય. પૂજયશ્રીના મુખ ઉપર સદા હાસ્ય છલકાતું જોયું છે. વડીલબેન કે ગુરુમાતા સ્મૃતિપટમાં આવી જાય ત્યારે વળી મુખ ઉપર ગ્લાનિ પણ જાઇ છે. જયારે જુઓ ત્યારે હળક પળ પ્રવૃત્તિમય જ હોય.
| ત્રિપૂટીમાંથી એકની હયાતી અમારે મન ત્રિપૂટીની ગરજ સારે છે. અમારે હામ-દામને દામ અને વિસામોનો વડલો છે.
કહ્યું છે કે, ' સ્વાધ્યાયાવશ્ય સમો ગુનાં ઢિ ગુણત્ત્વ:'' | સ્વાધ્યાય અને આવશ્યક ક્રિયાની સમાન ગુરુનો ગુણાનુવાદ પણ નિયમિત કરવો જોઈએ.
ગુના સ્થાને ગુણીયલ ગુરુ મળ્યા છે. તો હે ગુરુદેવ ! આપના જીવનમાં રહેલા ઉમદા ગુણો અમારા જીવનમાં ઊતરે.
એ જ અમ અંતરની ભાવના.
-
~------
એજ લી... પૂ. કમલપ્રભાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પરિવાર વતી ગુરુકૃપાકાંક્ષી સા. જિતકલ્પાશ્રીજી
--