________________
આગળ વધવાથી સંપૂર્ણ ધર્મનું પાલન થઈ શકે, તે બધું આ નોંધસંગ્રહમાં બતાવવામાં આવ્યું છે.
જૈન ધર્મ જેવો ઉત્કટ ધર્મ–મોક્ષધર્મ –એકાએક આચરણમાં ન જ મુકાય, એટલે એની સૌમ્ય આવૃત્તિઓ તૈયાર કર્યા વિના ચાલે જ નહિ. તેથી શિષ્યને ચડાવવામાં અત્યંત કુશળ એવા માનસશાસ્ત્રી મહાવીરે તેમને ચડવાના માર્ગ અને ક્રમ સુંદર રીતે ગોઠવી આપ્યા છે.
જ્ઞાનમાત્ર સાપેક્ષ છે, માણસનો અનુભવ એકાંગી હોય છે, એમ કહેનાર જૈન ધર્મ કોઈ પણ સંપ્રદાયને આત્યંતિક વિરોધ તે ન જ કરી શકે. તત્ત્વજ્ઞાનનું રત્ન અનેક પાસાઓવાળું છે. લેકે અકેક પાસાનો આગ્રહ રાખી બીજા પાસાઓની નિદા કરે છે. ખરું જોતાં દરેક પાસાને જુદી જુદી બાજુએથી જોઈએ ત્યારે જ સમગ્ર રત્નને કંઈક ખ્યાલ આવી શકશે. જૈન ધર્મને જેમ આપણે અનેકાન્તવાદ કહીએ છીએ તેમ એને સમન્વયવાદ પણ કહી શકીએ. દષ્ટિસમન્વય અને સાત્વિક ભેદની એકવાક્યતા એ જ જૈન તત્ત્વજ્ઞાનનો પ્રધાન સૂર છે. આ ગ્રંથમાં જ્યારે પરપાખંડની પ્રસંશા કરવાનો નિષેધ કર્યો છે, ત્યારે એનો અર્થ એટલો જ થાય છે કે, એક વાર તાવીને તપાસીને એક માર્ગ ગ્રહણ કર્યો, એટલે રોજ રોજ નવા નવાના લોભમાં નવા નવા માર્ગે સ્વીકાર કરવા બેસવું નહિ. અન્ય સંપ્રદાયમાં રહીને પણ માણસ મેક્ષ મેળવી શકે છે એવી જૈન વૃત્તિ નીચલા શાસ્ત્રવાક્યમાં સુંદર રીતે આવી ગયેલી છે.
सेयंबरो य आसंबरो य बुद्धो वा तह य अन्नो वा। समभावभाविअप्पा लहइ मुक्वं न . संदेहो ॥
શ્વેતાંબર હોય, દિગંબર હોય, બદ્ધ હોય કે અન્ય કોઈ હોય પણ જેનો આત્મા સમભાવથી વાસિત છે તે મોક્ષ મેળવે છે એમાં સંદેહ નથી.'
૧. જુએ પાન ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org