Page #1
--------------------------------------------------------------------------
________________
ભેગવાન મહાવીરના દશ ઉપાસક
_[ ' ઉવાસદસાઓ' ]
અનુવાદક અયા૫ક બેચરદાસ દેશી
કાવ
Iક
MULLE
Best
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ
For Pavate & Personal Use Only
www.janelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાલા –૪ ભગવાન મહાવીરના દશ ઉપાસકે
[ ‘ ઉવાસગદસાએ ’
અનુવાદક અધ્યાપક બેચરદાસ દોશી
હું આર્યો ! ધરમાં વસતા આ શ્રમણેાપાસા પેાતાના વ્રતના પાલનમાં જૈવ-મનુષ્ય.પશુ વગેરેએ કરેલાં વિઘ્ને સમભાવે સહન કરે છે, અને ચલાયમાન થતા નથી; તો તમારે શ્રમણન થાએ તે પેાતાના આચારને સુરક્ષિત રાખવા માટે બરાબર તૈયાર રહેવું જોઈએ.” [ ૨/૧૧૯]
माविधा
શીં
rrr
રાત
વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ
અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
મુદ્રક : જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ
આવૃત્તિ પહેલી સન ૧૯૩૧ આવૃત્તિ બીજી, પ્રત ૧,૭૦૦
દેહ રૂપિયે
ડિસેમ્બર, ૧૯૪૮
પ્રાપ્તિસ્થાન : નવજીવન કાર્યાલય અમદાવાદ અને મુંબઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા'માં જૈન અંગગ્રંથને ગુજરાતી સરળ ભાવાનુવાદ પ્રસિદ્ધ કરવાનું ઠરાવવામાં આવ્યા પછી, એ
જના મુજબ “જ્ઞાતાધર્મકથાસૂત્રને અનુવાદ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” એ નામે પ્રસિદ્ધ થયો. ત્યારબાદ “ઉપાસકદસા' સૂત્રને તે જ અનુવાદ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” એ નામે તૈયાર થતાં, તેનું છાપકામ હાથ ઉપર લેવાયું. પરંતુ તે પ્રસિદ્ધ થઈ શકે ત્યાર પહેલાં ગૂજરાત વિદ્યાપીઠ ઉપર તે વખતની આઝાદીની લડતના ઘમસાણમાં સુલતાનના ઓળા ઊતર્યા, અને છાપખાનામાં પડેલા પુસ્તકના ફરમા સમેટી તેમને પ્રસિદ્ધ કરવાનું કામ ગૂજરગ્રંથરત્ન કાર્યાલયને સોંપી દેવામાં આવ્યું. એ પુસ્તક એ પ્રમાણે એક રીતે મોટા ભાગના વાચકવર્ગના લક્ષની બહાર જ રહી ગયું. જોકે, એ પહેલી આવૃત્તિની બધી નકલો તે છેડા જ વખતમાં ઊપડી ગઈ હતી.
લગભગ સત્તર-અઢાર વર્ષે હવે બધું થાળે પડ્યા બાદ, એ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરીને તેને નવેસર ગુજરાતના બહોળા વાચકવર્ગની સન્મુખ લાવવાનો વિચાર તાજો થયો. પરંતુ આ વખતે તેને ફરીથી છપાવતા પહેલાં, તેની અનેકવિધ ઉપયોગિતા લક્ષમાં રાખીને, તથા આ માળામાં ત્યારબાદ બહાર પડેલા બીજા અનુવાદોની અપેક્ષાએ તેને ફરીવાર નજર તળે કાઢી જવું યોગ્ય માન્યું. એ પ્રમાણે પંડિત બેચરદાસજીવાળા પ્રમાણભૂત અનુવાદને પાયામાં રાખી, મૂળ સૂત્રમાંથી જે કાંઈ વધુ ઉમેરણ અનુવાદમાં ઉમેરી લેવું ઠીક માન્યું, તે છૂટથી
Page #5
--------------------------------------------------------------------------
________________
આમાં સામેલ કરી લીધું છે. અનુવાદમાંના કેટલાક શબ્દો માટેના મૂળ પ્રાકૃત શબ્દો ગુજરાતી અભ્યાસને સરખામણું માટે ઉપયોગી માની, પાન હેઠળની ટીપમાં છૂટથી આપવામાં આવ્યા છે; તથા મૂળ સૂત્રમાં જ્યાં, “ભેગી થયેલી મોટી પરિષદને ભગવાને ધર્મકથા કહી” એટલું જ કહીને પતાવ્યું છે, તથા જે ધર્મસ્થા સાંભળીને જ ગૃહસ્થ વગેરે શ્રોતાઓ ભગવાન મહાવીર પાસેથી જ માર્ગ પ્રમાણે તે સ્વીકારવા તૈયાર થયા કહેવાય, ત્યાં તે ધર્મકથાવાળો ભાગ બીજા જન સૂત્રોમાંથી ઉતારી લીધા છે. એમ કરવાથી તે તે આસ્થાનની કથા સંપૂર્ણ, વધુ રસિક તથા લાભદાયક બની છે, એમ માન્યું છે. “જ્ઞાતાધર્મકથાસૂત્ર'ના. અનુવાદ વખતે પંડિતજીએ એ પદ્ધતિ અખત્યાર કરી જ હતી.
આ બધા વિસ્તૃત ઉમેરા થવાથી પહેલી આવૃત્તિવાળો અનુવાદભાગ તે ઓળખી ન શકાય તેટલે ઢંકાઈ ગયો છે. છતાં એ બધા નવા ઉમેરાઓને સાબૂત પાયો તો પંડિતજીનો એ મૂળ અનુવાદ જ છે. પહેલી આવૃત્તિ વખતે પંડિતજીએ અમુક શબ્દો અને વિગતે વિષે અભ્યાસપૂર્ણ માહિતીવાળાં ટિપ્પણો લખ્યાં હતાં. આ આવૃત્તિમાં તેમને માટે ભાગ દરેક પાન નીચે ટીપ તરીકે સાથે જ મૂકી આપ્યું છે, જેથી પુસ્તકને અંતે સામટી આપેલી એ બધી માહિતી, સામાન્ય રીતે બને છે તેમ, વાચકના લક્ષ બહાર રહી ન જાય. તોપણ, પાન નીચે ટીપ તરીકે ન મૂકી શકાય તેવી કેટલીક આનુવંગિક માહિતી પુસ્તકને અંતે જ ટિપ્પણ તરીકે રાખવી પડી છે.
આજીવિક સંપ્રદાયના આચાર્ય સંખલિપુર ગોશાલ સંબંધે આ સૂત્રમાં બેએક કથામાં ઠીક ઠીક ઉલ્લેખ આવ્યો કહેવાય. ભગવાન મહાવીર અને બુદ્ધિનો સમકાલીન એ આચાર્ય એ બંને સાથે ઠીકઠીક અથડામણમાં આવ્યા લાગે છે; અને ભગવાન મહાવીર સાથે તો તેને છેવટે જીવલેણ તકરાર જ થઈ હતી. આ બધી બાબત ધ્યાનમાં લઈ ગશાલક વિષેની માહિતી મળે ત્યાંથી એકઠી
Page #6
--------------------------------------------------------------------------
________________
કરીને આ પુસ્તકને અંતે પરિશિષ્ટ તરીકે આપી છે. વાચકને એ માહિતી આજીવિક સંપ્રદાય અને તેના આચાર્ય વિષે કંઈક જાણકારી મેળવવામાં ઉપયોગી થશે એવી આશા છે.
જૈન ધર્મના અનુયાયીઓની ઠીક ઠીક સંખ્યા આજે પણ ગુજરાતમાં મોજુદ છે. તથા ગુજરાતનું સામાજિક અને ધાર્મિક જીવન ઘડવામાં ભૂતકાળથી તે વર્ગો ઠીક ઠીક ભાગ લીધો છે. તે ધર્મના ગૃહસ્થ ઉપાસકોનાં જીવનચરિત્રની આ પ્રાચીન કથાઓ અનેક રીતે સૌ ગુજરાતી વાચકોને ઉપયોગી તથા રસિક નીવડે તેવી છે. અને તે રીતે આ પુસ્તકનું મહત્ત્વ સવિશેષ છે. પંડિત બેચરદાસજીએ પોતાના નિવેદનમાં તથા કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની કથાઓ વિષે લખેલા વિસ્તૃત ઉપઘાત (“સપુષધર્મ”)માં એ બધી બાબતે અંગે ઠીક ઠીક નિરૂપણ કર્યું છે. વાચકને એ બધું જોતા જવા ભલામણ છે.
ગેપાલદાસ જીવાભાઈ પટેલ
Page #7
--------------------------------------------------------------------------
________________
જ
(ક
અનુક્રમણિકા સંપાદકીય નિવેદન અનુવાદકનું નિવેદન [પંડિત બેચરદાસજી]
સપુરુષધર્મ” [ કાકાસાહેબ કાલેલકર ] પ્રાસ્તાવિક ૧. આનંદ ૨. કામદેવ ૩. ચૂલણપિતા ૪. સુરાદેવ ૫. ચુલશતક ૬. કુંડલિક ૭. સદાલપુર ૮, મહાશતક ૯. નન્દિનીપિયા ૧૦. સાવિહીપિયા
૬
૮૫
૧૦૨ ૧૦૭ ૧૦૮ ૧૧૦ ૧૨૨
ટિપ્પણ
પરિશિષ્ટ
સૂચિ
૧૪
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુવાદકનું નિવેદન
[ પહેલી આવૃત્તિ વખતનું ] આર્યસંસ્કૃતિના સાહિત્યમાં સંયમધર્મ તરફ વળતાં અને તેને વરેલાં એવાં મનુષ્યોનાં ચરિત્રોની રૂપરેખા જાળવી રાખવાની પ્રથા સનાતન જેવી છે. ઉપનિષદો, મહાભારત અને પુરાણગ્રંથમાં આવાં અનેક ચરિત્રો આપણને વાંચવા મળે છે. “બૌદ્ધસંઘને પરિચય” માં બુદ્ધભગવાનના અનુયાયી મહાશ્રાવકે (ભિક્ષુઓ), મહાશ્રાવિકાઓ (ભિક્ષુણીઓ) અને ઉપાસકે (ગૃહ) તથા ઉપાસિકાઓનાં ચરિત્રો મૂળગ્રંથમાંથી લઈને વર્ણવેલાં છે. જેનધર્મના મૂળભૂત સાહિત્યમાંના આ સાતમા અંગમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકેના ગૃહસ્થાશ્રમની આછી રૂપરેખા બતાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે તેઓનું સંયમ તરફનું વલણ બતાવવાને જ સૂત્રકારનો ઉદ્દેશ છે.
આચાર્ય હેમચંદ્ર લખે છે કે ભગવાન મહાવીરને શ્રાવકપરિવાર એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકેનો હતો અને શ્રાવિકાપરિવાર ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓનો હતો. એ બધામાંથી આપણું સામે માત્ર દશ ઉપાસકેને જ વૃત્તાંત રજૂ કરવામાં આવ્યો છે. એથી એમ કલ્પી શકાય કે એક લાખ કરતાં વધારે શ્રાવકામાં કેવળ નમૂના તરીકે જ આ દશ શ્રાવકે સૂત્રમાં લીધા હોય.
બૌદ્ધધર્મના પિટક સાહિત્યમાં ઉપાસિકાઓનાં ચરિત્રે પણ જળવાયાં છે. ત્યારે જન અંગસૂત્રોમાં ચરિત્ર બતાવવાની દૃષ્ટિએ ઉપાસકો જ વર્ણવ્યા છે અને તે પણ આટલા જ.
Page #9
--------------------------------------------------------------------------
________________
.
તમામ વર્ણ કે જાતિનાં સ્ત્રી અને પુરુષને સમાનભાવે જોનાર અને સમાન સ્થિતિનાં અધિકારી ગણનાર ભગવાન મહાવીરના મુખમાં મુકાયેલા આ સૂત્રમાં સાલપુત્ર કુંભારની હકીકત આવે એમાં નવાઈ નથી. પણ એક પણ ઉપાસિકાનું સ્વતંત્ર વન નથી એ શું આશ્ચર્ય ઉપજાવે એવું નથી?
આ સૂત્રમાં કયી કયી હકીકતા આવે છે એની ઠીકઠીક નેાંધ ચોથા અંગ સમવાયસૂત્રમાં અને શ્રુત (શાસ્ત્ર) ગ્રંથના પરિચય આપનારા નદીસૂત્રમાં પણ મળે છે. (જુએ આ પુસ્તકને અ ંતે ટિ. ૧.) તે ઉપરથી પણ ઉપાસિકાએ વિષે કશા જ નિર્દેશ આ સૂત્રમાં નથી એમ સ્પષ્ટ જણાય છે,
પણ ટીકાકારા લખે છે કે આ સૂત્રમાં ૧૧ લાખ અને પર હજાર પદો છે. ૧૦ પદાના એક અનુષ્ટુપ ક્લાક ગણીએ તા આ સૂત્રમાં બધા મળીને લાખ ક્ષેાક તા થાય જ; પણ અત્યારે તે આપણી સામે આ સૂત્ર માત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ જ છે. સંભવ છે કે સ્ત્રીજાતિ તરફની ઉપેક્ષાના સમયની અસરે આપણને કદાચ ભગવાન મહાવીરની ઉપાસિકાએના વનથી વંચત રાખ્યા હોય.
આચાર્ય સિદ્ધસેન દિવાકર (‘સન્મતિ-પ્રકરણ’માં) કહે છે કે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંચાગ અને ભેદ એ બધું॰ લક્ષમાં રાખીને તત્ત્વની વિચારણા, પ્રરૂપણા કે આચારની ચેાજના કરવી. આ રીતે આ સૂત્રને સમજવાની દૃષ્ટિ આપણા આધુનિક કેળવણીના
૧. અહીં દ્રશ્ય એટલે જિજ્ઞાસુ, ક્ષેત્ર એટલે તેની ભગાલિક પરિસ્થિતિ, કાળ એટલે વખત, ભાવ એટલે જિજ્ઞાસુની શક્તિ, પર્યાય એટલે એ શક્તિનાં પ્રકારામાં આવેલાં કાર્યાં, દેશ એટલે તેનું વર્તમાન નિવાસસ્થાન, સ’યોગ એટલે તેની આજીમાજીની પરિસ્થિતિ, અને ભેદ એટલે જિજ્ઞાસુના અનેક પ્રકારે. આટલી વસ્તુએ ઉપર ધ્યાન આપીને ઉપદેશક કે જિજ્ઞાસુ આચાર કે તત્ત્વને સમાવવા કે સમજવાને પ્રયત્ન કરે, તે તે વનસ્પી થઈ જીવનને લાભ પહેાંચાડનાર થઈ શકે
Page #10
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીની પ્રસ્તાવનામાંથી વાચકે સુલભ રીતે મેળવી શકશે તથા પરધર્મનો પરિચય સરખો ન કરવાના બધા ધર્મોના સાંકડા આદેશને ખરો અર્થ પણ સમજી શકશે.
જેઓ સમભાવને ચાહનારા અને પિષનારા છે, તેઓને આ અનુવાદનાં ટિસ્પણમાંથી વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાક્યતા જળ્યા વિના રહેવાની નથી.
વૈદિક ગૃહ્યસૂત્રો જુઓ, વિનયપિટક જુઓ કે આ ઉવાસદસાઓ જુઓ, તે તે ત્રણેમાં ગૃહસ્થ ઉપાસકોની અહિંસા અને સંયમને છાજે તેવી રહેણીકરણી બતાવેલી છે.
છતાં, જ્યાં સુધી તે તે સ્મૃતિઓ કે સૂત્રને અનુસરનારા એવું જીવન જીવવા પ્રયત્ન ન કરે, ત્યાં સુધી તેઓ એ સૂત્રેની પણ ફજેતી જ કરે છે એમ કહેવામાં શું ખોટું છે? વૈદિક ધર્મમાં બતાવેલી જીવનચર્યા માત્ર શુષ્ક ક્રિયાકાંડમાં ફેરવાઈ ગઈ ત્યારે તેને પુનરુદ્ધાર કરવા જૈનસૂત્રોએ અને બૌદ્ધ પિટકોએ પ્રયત્ન કર્યો. હવે જ્યારે જૈન અને પિટકોને અનુસરનારાઓએ તે તે પોતાનાં માનેલાં શાસ્ત્રને દાદ ન દીધી, ત્યારે આ રાષ્ટ્રીય યુગના સૂત્રધારે માનવની નબળાઈ કાઢવા મથી રહ્યા છે. એમ અહિંસામૂલક બધાં શાસ્ત્રો, સૂત્રકારો કે યુગપ્રવર્તકે મમ્યુરાનમઘમઘ તરામાનં સુગમ્ય આ ગીતાના ન્યાયે આવ્યા જ કરે છે.
આ ઉપરથી સહજમાં સમજાશે કે વૈદિક, જૈન કે બૌદ્ધ સંસ્કૃતિ એક બીજીની કેટલી બધી પોષક છે તથા તેઓ પરસ્પર ભાગીદારીમાં ચાલી આવતી પેઢીઓની જેમ કેવું અતિઉપયોગી કામ પછીની પેઢીઓ માટે કરતી આવી છે.
સર્વધર્મસમભાવના તત્ત્વ જેવું બીજું કોઈ તત્ત્વ ચિત્તશુદ્ધિનું પિષક નથી. આ ગ્રંથમાળાના મણકા એ તત્ત્વની વૃદ્ધિને માટે પ્રજાને ઉપયોગમાં આવે એ ઈષ્ટતમ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુવાદની શૈલી “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” જેવી રાખેલી છે. ઉપયોગી ટિપ્પણો અને શબ્દકોશ પણ પાછળ ઉમેરવામાં આવ્યાં છે. અનુવાદમાં કેટલાક શબ્દ અર્થની શુદ્ધ સમજણને માટે મૂળ જેવા જ રાખવા પડ્યા છે. પણ તેમનો કેટલેક ખુલાસો વાચકે કેશમાંથી મેળવી લેશે.
આ ગ્રંથમાળાના મણકાઓ તૈયાર કરવામાં શ્રી. ગેપાલદાસભાઈને સહકાર મારે માટે ખાસ સ્મરણીય છે.
શ્રીમાન કાકાસાહેબની લખેલી પ્રસ્તાવનાને સમજવા તરફ ફરીવાર વાચકેનું ખાસ ધ્યાન ખેંચું છું.
બેચરદાસ દોશી
Page #12
--------------------------------------------------------------------------
________________
અર્પણ
ભગવાન મહાવીરના સદ્ગત શ્રીમાન કવિશ્રી
અનન્ય ઉપાસક રાયચંદભાઈ ને
સેવક બેચરદાસ
Page #13
--------------------------------------------------------------------------
________________
Page #14
--------------------------------------------------------------------------
________________
“ સત્પુરુષધર્મ ”
૧
આ ગ્રંથમાં ભગવાન મહાવીરના દસ ઉપાસકેાની અવસ્થા વિષે કેવળ ટૂંકી નોંધો છે. આ દસેસ ઉપાસકેા સંપત્તિશાળી અને વ્યવહારકુશળ ગૃહપતિ છે. એમણે પેાતાની સંપત્તિને પ્રમાણસર વિભાગ કર્યાં છે, કાણુ પ્રસંગે કામ આવે એટલા માટે અમુક સ`પત્તિ સ્થાયી નિધિ તરીકે અલગ રાખી છે, અમુક બીજા વેપારીએને અથવા ગરજી લેાકાને મૂડી તરીકે ધીરેલી છે, અને અમુક પેાતાના વેપાર માટે તેમ જ નિત્યખર્ચ માટે રાખેલી છે. ગામડાંનું મુખ્ય ધન જે ગાયે! તે એમની પાસે હજારાની સંખ્યામાં છે. એક જણ પાસે તે પાંચસેા પેઠે (બજારા) છે. આ ઉપાસા અનેક વેપારીઓને અને વણજારાને ઉત્તમ સલાહ આપે છે. કુટુંબી જતા એમની સલાહ લઈ એમને પૂછીને પેાતાનાં કાર્યો કરે છે. વિવિધ પ્રવૃત્તિએ કેમ વધારવી એ બરાબર જાણુતા-કરતા હોવાથી આખા સમાજ જાણે એમના ઉપર આધાર રાખીને ચાલતા હેાય એવી રીતે સમાજમાં એમને પ્રતિષ્ઠિત સ્થાન છે. સામાન્ય રીતે એમને ગૃહસ્થાશ્રમ પણ્ સુખેથી ચાલે છે. પ્રવૃત્તિથી થાકી જાય એટલે પેાતાના હાથ તળે તૈયાર થયેલા પેાતાના દીકરાએને બધે વહેવાર સોંપી નિવૃત્ત થવાની એમની તૈયારી હોય છે. આ દસ જણમાંથી નવ જણને એક એક પત્ની છે. એક જ એવા છે કે જેને રેવતી આદિ તેર સ્ત્રીઓ છે.
આપણે જેને સુખી સમાજ કહીએ છીએ એવા સમાજનું આ ચિત્ર છે. આ બધા વૈશ્યે! સમાજસેવા કરીને જ પ્રતિષ્ઠિત થયેલા છે. એમને આત્મિક કલ્યાણની તરસ લાગવાથી તેઓ તત્ત્વજ્ઞાન ખેાળે.
१३
Page #15
--------------------------------------------------------------------------
________________
છે અને કોઈ પણ એક જીવનસિદ્ધાંત ગળે ઊતરે કે એ પ્રમાણે જીવન ગાળવાનો એમને આગ્રહ પણ દેખાઈ આવે છે. શક્તિશાળી, દઢનિશ્ચયી, ઉતાવળા એમ અનેક પ્રકારના ઉપાસકે ભગવાનના અંતેવાસી થઈ દીક્ષા ગ્રહણ કરે છે. આ વ્યવહારકુશળ ઉપાસકને પોતાની શક્તિ અશક્તિને પૂરતે ખ્યાલ છે. વિલાસી જીવન એકદમ શી રીતે છૂટે? એટલે ધર્મની સમજ થયા છતાં, તેઓ પરમ આદર્શ ધ્યાનમાં રાખી પિતાની શક્તિ પ્રમાણે સૌમ્ય વ્રત લઈ ધીમે ધીમે આગળ વધે છે. જેઓ ઉતાવળે ગૃહત્યાગ કરે છે તેમને ભાગે પસ્તાવાનું, ચિડાવાનું, પાછા પડવાનું કે વિકૃત જીવન ગાળવાનું આવે છે. એવાઓના દાખલા “ધર્મકથાઓ'માં આપણે જોયા છે. આ કુશળ વયે એવી ભૂલ કરતા નથી. સમજણમાં સહેજ ભૂલ થાય, કેકના ઉપર જરાક ક્રોધ થઈ જાય તો તેઓ તરત એનું પ્રાયશ્ચિત્ત કરી સાફ થઈ જાય છે અને આગળ વધે છે. એમની આ યથાક્રમ પ્રગતિ જોઈ ભગવાન મહાવીર પણ સંતુષ્ટ થાય છે અને પિતાના સંન્યાસી નિગ્રંથેને આ વૈશ્યના જીવન ઉપરથી બોધ લેવાનું સૂચવે છે. અને એ શ્રમણનિગ્રંથ પણ આ ઉપાસકોની પ્રગતિ જોઈ નમ્રપણે વિનયથી ભગવાનની શિખામણ સ્વીકારે છે. લીધેલી દીક્ષા યોગ્ય રીતે પાળવાની શક્તિ હવે શરીરમાં રહી નથી એવો અનુભવ થાય, એટલે “સંયમ ધર્મ પાળવો શક્ય હોય ત્યાં સુધી જ શરીર ટકાવાય” એ બેધ સાચો કરવા, તેઓ શરીરને લોભ ન રાખતાં આહાર તદ્દન બંધ કરીને સ્વેચ્છાએ મૃત્યુને ભેટે છે; અને આ રીતે મરણાંત સુધી સ્મૃતિયુક્ત અને સમાધિપરાયણ રહે છે. મરણ આવીને ઝડપી જાય એવી દયામણી સ્થિતિમાં તેઓ રહેવા નથી માગતા. માણસની પ્રતિષ્ઠા એમાં જ રહેલી છે કે સમય સમજી એ પોતાની મેળે પિતાનું મરણ નકકી કરે અને તેને અમલમાં મૂકે.
પુરાણોના દેવોની પેઠે જૈન શાસ્ત્રના દેવ પણ તપસ્યાના બીકણુ હોય છે. કોઈ ઉગ્ર તપસ્યા કરે છે અને એમાંથી ચળાવી નીચે
Page #16
--------------------------------------------------------------------------
________________
१५
માતાનામાં સાળા ગામીત શાખનાને સ્વીકારી
પાડવાનો પ્રયત્ન ન કરે તો એ દેવ શાના? આપણું આ ઉપાસકેને ચળાવવા માટે પણ દેવ આવ્યા. માણસ નિર્વાણની ઈચ્છા રાખે, મેક્ષનો પિપાસુ હોય, તો દેવોને મન એ અધમાધમ લક્ષણવાળા છે. પિતાની માયા વડે દેવો એની આગળ એના પુત્રના કકડા કરી બતાવે અને એ કકડા રાંધીને એના શરીર પર લોહી માંસના છાંટા ઉડાડે !
ઉપાસકો ગમે તેટલા નિર્ભય હોય તોય આખરે માણસ ખરા. દીકરાના કકડા જોઈને પણ જે ચલાયમાન ન થયો તે પિતાની માતાના વધની બીક બતાવતાંવેંત સામે થવા તૈયાર થયો. બીજો એક શરીરમાં સોળ રોગ ઉત્પન્ન કરવાની બીક બતાવતાં અસ્વસ્થ થયો. ત્રીજો ધનને કારણે, ચોથો સ્ત્રીને કારણે. વળી એક જણે અંતિમ ઘડીએ ક્રોધ કરીને પોતાની સ્ત્રીને શાપ આપ્યો અને ડુંક તપ ખાયું. પણ જ્યારે ભગવાને કહ્યું કે અંતિમ સંલેખનાને સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે કોઈને સાચું હોય તો પણ અનિષ્ટ અને અપ્રિય વચનેથી કાંઈ કહેવું ન ઘટે, ત્યારે એણે તરત પ્રાયશ્ચિત્ત કર્યું.
સાધારણ રીતે શિષ્યો ગુરુની કહી વાત કેવળ શ્રદ્ધાથી જ ગ્રહણ કરે છે. ગુરુનું કહ્યું સાચું હોવું જ જોઈએ એ જાતની આસ્તિક બુદ્ધિ હોવાથી એ વાત સ્વીકારતાં એમને મુશ્કેલી નથી નડતી. પરિણામે એમને આવી વસ્તુ દાખલા દલીલથી સિદ્ધ કરતાં નથી આવડતી. પછી સામા પક્ષની દલીલ તેડવાની તો વાત જ શી. તેથી
જ્યારે ગૃહપતિ કુંડકાલિક ગોશાલ પક્ષના એક દેવને નિરુત્તર કરી શક્યો, ત્યારે ભગવાને એનાં ખાસ વખાણ કર્યા.
ભગવાન બુદ્ધ તથા મહાવીરના કાળમાં બાસઠ કે ત્રેસઠ સ્વતંત્ર ધર્મોપદેશકે ફરતા હોવાનો ઉલ્લેખ છે. જેમ વેપારીઓ ધન મેળવવાને પ્રયત્ન કરે, રાજાઓ રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરે અથવા ગયેલું રાજ્ય પાછું મેળવવા મથે, તેમ તે વખતે ધર્મોપદેશકે અને ધર્મસંસ્થાપકે શિષ્યો મેળવવા, સાચવવા અને ગયેલાઓને પાછા જીતવા ઇંતેજાર રહેતા. સદ્દાલપુત્રની વાર્તામાં સદ્દાલપુત્રને પ્રથમ મંખલિપુત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
ગોશાલને શિષ્ય બતાવ્યો છે. ત્યાં એક દેવ (આ દેવ સારે લાગે છે) એને ભગવાન મહાવીરને શરણે જવાનું સૂચવે છે. ભગવાને એની સાથે ચર્ચા કરતાં જે ચાતુર્યભરી દલીલ કરી છે, તે મહાવીરની વાદકુશલતા બતાવે છે. નિયતિવાદ તમામ પુરુષાર્થને કેમ હણે છે, જવાબદારીને નાશ કેમ કરે છે, એ એમણે ત્યાં ટૂંકામાં બતાવ્યું છે.
આ વાણિયા વેપારીઓ મહાવીર પાસેથી ઉદ્ધારનો રસ્તો મેળવ્યા પછી કૃતજ્ઞતાથી મહાવીરને જે વિશેષણો લગાવે છે તે પણ વિર્ય જીવનને અનુરૂપ જ છે. મહાવીર મહાગોપ છે, કેમકે સંસાર અટવીમાં ભમતા છનું તે રક્ષણ કરનાર છે. તે મહાસાર્થવાહ પણ છે, કેમકે તે જીવોનું ધર્મરૂપ પંથ વડે રક્ષણ કરી તેમને નિવણરૂ૫ મહાનગરમાં પહોંચાડનાર છે. તે મહાધર્મકથી પણ છે, કેમકે સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા અને અસત્યથી પરાજિત થયેલા જીવને ઘણું સમજૂતી અને બોધ આપીને સંસારકાંતારથી પાર ઉતારનાર છે. તે મહાનિર્ધામક છે, કેમકે તે સંસારરૂપ મહાસમુદ્રમાં નાશ પામતા, વિનાશ પામતા, ડૂબતા અને ગળકાં ખાતા અને ધર્મરૂપ નાવ દ્વારા પાર ઉતારીને નિર્વાણને કાંઠે પહોંચાડનાર છે. આ બધાં વિશેષણો વૈશ્ય જીવન સાથે સંબંધ ધરાવે છે. મહાવીરના ધર્મોપદેશની સિદ્ધિ આ વિશેષણે મારફતે વિશેષ રીતે વ્યક્ત થાય છે. આવા શ્રદ્ધાવાન ગૃહપતિઓ પિતાની સ્ત્રીઓને પણ એટલી જ છૂટ આપે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ ગળે ઊતરે કે તરત પોતાની પત્નીઓને એ જ ઉપદેશ સ્વતંત્ર રીતે સાંભળવા મકલી દે છે જેથી તેઓ જે કાંઈ દીક્ષા લેવી હોય તે સ્વેચ્છાએ લે અને જ્યાં પિતાની મર્યાદા જડે ત્યાં થોભી જાય..
આવા સુંદર વાતાવરણમાં ગૃહસ્થ ઉપાસકોએ કેવાં કેવાં તો લેવાં જોઈએ, કઈ રીતે જીવન ગાળવું જોઈએ, એછામાં ઓછા ધર્મને કેટલે ભાગ એમણે પાળા જ જોઈએ, અને કઈ ઢબે
Page #18
--------------------------------------------------------------------------
________________
આગળ વધવાથી સંપૂર્ણ ધર્મનું પાલન થઈ શકે, તે બધું આ નોંધસંગ્રહમાં બતાવવામાં આવ્યું છે.
જૈન ધર્મ જેવો ઉત્કટ ધર્મ–મોક્ષધર્મ –એકાએક આચરણમાં ન જ મુકાય, એટલે એની સૌમ્ય આવૃત્તિઓ તૈયાર કર્યા વિના ચાલે જ નહિ. તેથી શિષ્યને ચડાવવામાં અત્યંત કુશળ એવા માનસશાસ્ત્રી મહાવીરે તેમને ચડવાના માર્ગ અને ક્રમ સુંદર રીતે ગોઠવી આપ્યા છે.
જ્ઞાનમાત્ર સાપેક્ષ છે, માણસનો અનુભવ એકાંગી હોય છે, એમ કહેનાર જૈન ધર્મ કોઈ પણ સંપ્રદાયને આત્યંતિક વિરોધ તે ન જ કરી શકે. તત્ત્વજ્ઞાનનું રત્ન અનેક પાસાઓવાળું છે. લેકે અકેક પાસાનો આગ્રહ રાખી બીજા પાસાઓની નિદા કરે છે. ખરું જોતાં દરેક પાસાને જુદી જુદી બાજુએથી જોઈએ ત્યારે જ સમગ્ર રત્નને કંઈક ખ્યાલ આવી શકશે. જૈન ધર્મને જેમ આપણે અનેકાન્તવાદ કહીએ છીએ તેમ એને સમન્વયવાદ પણ કહી શકીએ. દષ્ટિસમન્વય અને સાત્વિક ભેદની એકવાક્યતા એ જ જૈન તત્ત્વજ્ઞાનનો પ્રધાન સૂર છે. આ ગ્રંથમાં જ્યારે પરપાખંડની પ્રસંશા કરવાનો નિષેધ કર્યો છે, ત્યારે એનો અર્થ એટલો જ થાય છે કે, એક વાર તાવીને તપાસીને એક માર્ગ ગ્રહણ કર્યો, એટલે રોજ રોજ નવા નવાના લોભમાં નવા નવા માર્ગે સ્વીકાર કરવા બેસવું નહિ. અન્ય સંપ્રદાયમાં રહીને પણ માણસ મેક્ષ મેળવી શકે છે એવી જૈન વૃત્તિ નીચલા શાસ્ત્રવાક્યમાં સુંદર રીતે આવી ગયેલી છે.
सेयंबरो य आसंबरो य बुद्धो वा तह य अन्नो वा। समभावभाविअप्पा लहइ मुक्वं न . संदेहो ॥
શ્વેતાંબર હોય, દિગંબર હોય, બદ્ધ હોય કે અન્ય કોઈ હોય પણ જેનો આત્મા સમભાવથી વાસિત છે તે મોક્ષ મેળવે છે એમાં સંદેહ નથી.'
૧. જુએ પાન ૨૩.
Page #19
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસસંશોધકને આ પ્રાચીન વાર્તાઓમાંથી જૂના કાળની સામાજિક સ્થિતિ વિષે કેટલીક માહિતી અવશ્ય મળી શકે છે. ગૃહપતિ મહાશતકની પત્ની રેવતી “અમાઘાત”૧ ને ઘોષ થયા પછી પણ રોજ બે બે ગાયના વાછરડા મારીને ખાવા માગે છે; ગૃહપતિઓ માતા કે સ્ત્રીના વધના પ્રમાણમાં પિતાના પુત્રના વધ વિષે ઓછી અસ્વસ્થતા રાખે છે; પત્ની પોતાની શક્યને વિષપ્રયોગ કરવાની પણ તૈયારી રાખે છે. આવી આવી કેટલીયે બીનાઓ સામાજિક ઈતિહાસની દૃષ્ટિએ ભેગી કરી શકાય.
પહેલી જ વાર્તામાં ગૃહપતિ આનંદ રહેણીકરણીમાં જે સંયમના નિયમ લે છે, તે ઉપરથી પણ સમૃદ્ધ અને સમર્થ ગૃહસ્થાશ્રમીઓ શું ખાતા શું પીતા ઇત્યાદિ કેટલીયે માહિતી આવી જાય છે. એ ગૃહપતિએ પોતાની ઈચ્છાઓને મર્યાદિત કરવામાં પણ પિતાનું રસિયાપણું છેડયું છે એમ લાગતું નથી સારામાં સારી એક વસ્તુ રાખીને બાકીની વસ્તુ એણે છોડી દીધી છે. પોતપોતાના સંપ્રદાયમાં શિષ્યોને ખેંચવાની અબળખા જ્યારે સાધુઓમાં આવે છે, ત્યારે એની સામે બચાવ તરીકે ભિન્ન ધમએનું સાંભળીશ નહિ, એમનો સત્કાર કરીશ નહિ, એમને આશ્રય કે મદદ આપીશ નહિ, એવા વચનોર લેવાં પડે છે તેમાં આશ્ચર્ય શું! કોનવન, તબલીઘ, વટલામણ વગેરેને આશ્રય લઈ પોતાના સંપ્રદાયની સંખ્યા વધારવાના આ દિવસમાં ઉપરનાં વચનો ફરી જાગૃત થાય તે બંધાઈ નથી. ઈસ્લામને સ્વીકાર કર્યા પછી જે કોઈ પાછો જાય તે એને સંગસાર કરવો – પથરાને વરસાદ વરસાવી મારી નાખવો એવો નિયમ કેટલાક મુસલમાનોએ કર્યો હતો જ ને !
રાજાના દબાણથી, ન્યાત જેવા સમૂહના દબાણથી, દેવતાઓ બતાવેલી બીકની જબરજસ્તીથી, ગુરુના આગ્રહથી અથવા આજીવિકા મેળવવાની મુશ્કેલીરૂપ જંગલમાં સપડાયા હોઈએ ત્યારે ધર્માન્તર
૧. કોઈ હશે ને એવો ઢઢેરે. ૨. જુઓ પાન ૩૦-૧,
Page #20
--------------------------------------------------------------------------
________________
કરવાની મુસીબત આવી પડે છે; કાંઈ નહિ તે અન્ય ધર્મોનું સારુંસારું તે બોલવું જ પડે છે, તથા અન્યધમએને નમવું જ પડે છે. એવા પ્રસંગો સંપ્રદાયનિકાના અપવાદરૂપ ગણીને શાસ્ત્રકારોએ સ્વધર્મીઓની આધ્યાત્મિક શક્તિ વધારી નથી, તેમના આત્માને ચડાવ્યા નથી અને પોતાના સંઘને મજબૂત પણ કર્યો નથી. એમાં કેવળ નબળા લેકેને રક્ષણ આપ્યું છે.
ઉપાસકે જ્યારે જીવનવ્યવહારમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે લોકો સાથેનો એમને સંબંધ ઓછો થઈ જાય છે. આત્મોન્નતિ માટેનું મેટામાં મોટું વાતાવરણ તેઓ બેઈ બેસે છે. ભિક્ષા દેનાર અને ઉપદેશ સાંભળવા આવનાર લોકે ઉપરાંત અન્ય સમાજ સાથેનો એમને સંબંધ તૂટી જાય છે. પિંડપાત જેટલી જ સામાન્ય સેવા લેવી, અને આવે તેને શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ સંભળાવવો, આટલું સંકુચિત જીવન થવાથી સમાજસેવાનું વિશાળ ક્ષેત્ર એમને માટે બંધ થઈ જાય છે. હંમેશાં જેમની સાથે રહેવું પડે છે એવા બીજા બાવાઓ સાથે શાસ્ત્રચર્ચા અને રહેણુકરણીના કર્મકાંડાની ચર્ચા એટલા જ રસના વિષયો એમને માટે બાકી રહે છે. તેથી સાધુઓનું જીવન જેટલું વ્યાપક અને ભવ્ય થવું જોઈએ તેટલું નથી દેખાતું. તપ કરીને કાયા શુષ્ક, કૃશ અને હાડપિંજર જેવી કરી નાખવી એ જ મોટું ભૂષણ મનાય છે. એનાં જ જ્યાં ત્યાં વખાણ આવે છે. જે ઉપાસકેએ અને શ્રાવકેએ ધામિક ઇતિહાસ લખ્યો હોત તે આ વર્ણનેમાં કાંઈક નવું જ તત્ત્વ આવત. આજની સ્થિતિ એ છે કે મૂળ ધર્મસંસ્થાપક અને એના નિકટવર્તી શિષ્યો, એ બધાના ગયા પછી બસો ત્રણસો વર્ષો બાદ જૂની વાતે સંભારી સંભારીને સાધુઓએ આ બધું લખેલું છે. એટલું પણ એમણે કર્યું એ મનુષ્યસમાજ ઉપર એમને મહાન ઉપકાર છે.
૧. જુઓ પાન ૩૦.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉપાસકેની અવસ્થામાં ગૃહસ્થાશ્રમી શ્રાવકેએ કઈ જાતને ધર્મ પાળવો જોઈએ, એમની પાસે ઓછામાં ઓછા કેવા આચારની અપેક્ષા રખાય છે એનો અંગુલિનિર્દેશ કરવાને આ અંગને ઉદ્દેશ દેખાય છે. ભગવાન મહાવીરના સમયમાં જે ઉપાસકેએ એવા ધર્મનું પાલન કર્યું, તેમના દાખલાઓ આ અંગમાં એકત્ર કરેલા છે. ઉપાસક આનંદનું ધર્મજીવન પ્રથમ દાખલા તરીકે આપીને એણે જે જાતનો સંયમ કર્યો અને જેટલો કર્યો તે જાતનો અને તેટલો જ ઉપાસકોએ કરવો જોઈએ એમ કહેવાનો હેતુ ન હોઈ શકે. ઉપાસક આનંદ ઠીકઠીક સ્વાદિયે દેખાય છે. એટલે ઇચ્છાવિધિપરિણામ નકકી કરવામાં તેણે સારામાં સારી વસ્તુઓ જ ઉપભોગપરિભોગ માટે રાખેલી જણાય છે. પણ એણે સંયમધર્મની શરૂઆત કરી એટલું એને માટે બહુ હતું. ચૌદ પંદર વર્ષ આ રીતે ગાળ્યા પછી એને વાનપ્રસ્થ લેવાનું સૂઝયું અને અંતે એણે મારણાંતિક સંલેખના કરી છે. છતાં ભગવાને પ્રથમથી જ એને વિષે કહી રાખ્યું છે કે એનો સંયમ પ્રજિત થવા જેટલી કટિએ પહોંચવાને નથી. ઉપાસક અણુવ્રત કે શિક્ષાવ્રતનું પાલન કરે તોયે અંતે તે સ્કૂલ વ્રત જ છે. એથી સામાજિક સદાચાર જળવાય; એ મેક્ષ સુધી લઈ ન જાય.
વૈદિક ધર્મની ચાતુર્વણ્યની કલ્પનામાં પણ માણસ પોતાની ગ્યતા પ્રમાણે આચારધર્મ પાળતું રહે એટલો જ ભાવ છે. જીવનની પ્રગતિ માટે તો આશ્રમધર્મ કલ્પેલ છે. જૈનધર્મ પ્રમાણે સામાજિક ધર્મ અને મોક્ષધર્મ એ બે જુદા છે. નિર્વાણુ એ બન્નેને ઉદ્દેશ છે ખરો; પણ સમાજમાંથી મુક્ત થયા વગર માણસ સૂક્ષ્મ ધર્મનું પાલન ન જ કરી શકે એવી સ્થિતિ હોવાથી, જે સાધુવેષધારી થાય છે એ જ મુક્ત થઈ શકે, એવી કલ્પના પાછળથી ઊભી થઈ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક ઉન્નતિ તો માનસિક સ્થિતિ અને હૃદયની તૈયારી ઉપર આધાર રાખે છે; છતાં જ્યાં અજ્ઞાન છે અને સંધ ચલાવવા છે ત્યાં બાહ્ય નિયમ કરવા પડે છે. બાહ્ય નિયમે માટે આગ્રહ રાખવો સહેલો હોય છે એટલે એનું મહત્ત્વ વધતું જાય છે; અને સમાજ પણ એ જ વસ્તુ પસંદ કરે છે. આંતરિક તૈયારીનું માપ બહારથી શી રીતે કઢાય? પરંતુ મોક્ષ માટે કેવલ બાહ્ય પાલનથી આવતી અલંબુદ્ધિ અથવા સંતેષ પ્રગતિને અટકાવનાર નીવડે છે. તેથી સ્થૂળ પાલનને સામાજિક ધર્મ તરીકે જ ઓળખવું જોઈએ.
આર્ય સંસ્કૃતિની બધી જ શાખાઓમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ જાતના સંયમો ઓછાવત્તા પ્રમાણમાં અને સૂમભેદ સાથે મહત્ત્વના ગણાય છે. સમાજમાં રહેવું તે દ્રોહ વગર રહેવું જોઈએ; જ્યાં દ્રોહ ટાળી ન શકાય ત્યાં ઓછામાં ઓછા દ્રોહથી જીવન ચલાવવાની ઉત્કટ ઇતજારી હોવી જ જોઈએ. મનુસ્મૃતિમાં બ્રાહ્મણધર્મ વિષે બોલતાં ગૃહસ્થ ધર્મનું એ જ લક્ષણ આપેલું છે –
મોૌ મૂતાનામ
अल्पद्रोहेण वा पुनः। या वृत्तिः तां समास्थाय
વિવો નીવેટુ બનાવો ગૃહસ્થજીવન એટલે કે સામાન્ય મનુષ્યજીવન હિંસા અને દ્રોહ વગર ચાલતું જ નથી. પણ દ્રોહ અને હિંસામય જીવનમાં કૃતાર્થતા નથી. માણસે જોયું અને શોધી કાઢ્યું કે હિંસા જેટલી ઓછી કરાય તેટલું જીવન પવિત્ર અને કૃતાર્થ થાય છે. જીવનનો પ્રવાહ વિકૃત કર્યા વગર હિંસાની માત્રા જીવનમાંથી દહાડે દહાડે કેમ ઘટાડાય એની શોધ અખંડ ચાલવી જોઈએ. કુદરતમાં તો હિંસા અખંડ
લી રહી છે. નવો વિય ગવનમ્ એ ન્યાય ત્યાં અનાદિ કાળથી
Page #23
--------------------------------------------------------------------------
________________
२२
ચાલતા આવ્યેા છે. પર`તુ માણસે એમાંથી અહિંસાના સિદ્ધાંત તારવી કાઢયો અને પ્રકૃતિધમ માંથી ઊગરી જઈ મેાક્ષના આદ સુધી પહોંચાડવાના રસ્તા નક્કી કર્યાં. માણસે જોયું કે જેટલા વેા જન્મ્યા છે તે બધાને જીવવાનું એટલે કે ઉપભાગ-પરિભાગ કરવાનું હાય જ છે. એક માણસ પેાતાની જરૂરિયાત કરતાં ઉપભાગ-પરિભાગ માટે વધારે વસ્તુ વાપરે તેા તેટલા પ્રમાણમાં ખીજા જીવા માટે ભૂખમરા પેદા થવાના જ. સર્વ ભૂતાનું હિત જોનારે પેાતાના મેાજશેાખ તેા છેાડવા જ જોઈએ, પરંતુ પેાતાની હાજતા પણ એછામાં એછી કરવી જોઈ એ. આત્મવિકાસની ષ્ટિએ આ સયમધ સરખા જ ઉપકારક હાવાથી એને જ વનમાં પ્રધાનપદ આપવું જોઈ એ.
આધુનિક સમાજવાદ રાજદ્વારી સામર્થ્ય વડે જે પરિસ્થિતિ બહારથી ઉત્પન્ન કરવા માગે છે, તે જ પરિસ્થિતિ ધમની મદદથી જૂના લેાકા કેળવણી દ્વારા આ આંતિરક વન માટે સાધવા મથતા હતા. રાજદ્વારી માત્ર બાહ્ય નિયમનના હાઈ અંતે છાણના એટલે કે હિંસાનેા છે. ધર્મને રસ્તા કેળવણી દ્વારા આંતરિક નિયમનને હાઈ અહિંસાને છે. અંતે એ જ ચાલવાને છે. એ જ જીવનનું પરમ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર સમાજમાં ચાલતું કરવા માટે કથા, વાર્તા દાખલા, દલીલ, ઇતિહાસ, ઉદાહરણ જે હાથમાં આવે તે ધોંકારા વાપરતા આવ્યા છે, અને આંતરિક નિયમન કઈ રીતે કરાય એને રસ્તા બતાવતા આવ્યા છે.
આજની દુનિયાને ખાદ્ય સામથ્થા મેાહ ઊતરી ગયા પછી, કાયદાકાનૂન અને રાજદ્વારી સત્તાની બધી યુક્તિએ અજમાવી જોઈ એમની અપૂર્ણતા જોયા પછી, તે ફરી ધર્મ'ને એટલે કે કેળવણીને રસ્તે જ આવવાની છે. ત્યાં સુધીમાં ધમે પેાતાની જૂની કાંચળી ઉતારી નાખી, સત્તા અને બાહ્ય દૈનયમ સાથેનેા મેલે! સહકાર છેડી દેવા પડશે, તથા શુદ્ધ કેળવણીને માગે` પેાતાનું સંકરણ કરી લેવું પડશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
२३
શાસ્ત્રીય પરિભાષા અને સૂક્ષ્મ મતભેદની ઝીણવટ બાજુએ રાખતાં સદાચારી ગૃહસ્થધી ઉપાસકે પાળવાના નિયમે નીચે પ્રમાણે જણાય છે. આ નિયમે પાછળ સાંપ્રદાયિક આગ્રહ બહુ નથી. ધના આગ્રહ ન હોય એવા સુવ્યવસ્થિત સમાજ પણ પ્રજાના કલ્યાણને અર્થે આવા જ નિયમે ઘડે.
(૧) સત્યાચરણ આના ઉપર સમાજના વેા આધાર રહેલા છે. જે સત્યને ચારે છે તે બધું ચારે છે. સ્પેન ત્રાયતે પૃથ્વી । માટે માણસ અસત્ય ન મેલે. પણ પામર માણસ કેક વખતે સત્ય ઓલવાની હિંમત ન કરે એટલે ઓછામાં ઓછા નીચલા નિયમે તા પાળે જ :—
કાઈના ઉપર વગર વિચાર્યે આળ ન મૂકે, કૈાઈની ગુપ્ત વાત પ્રકાશિત ન કરે, સ્ત્રીરહસ્યની વાતા ન મેલે, ખાટી સલાહ ન આપે, અને ખેાટા લેખ પણ ન કરે.
ત
કન્યાની લેણદેણુમાં, ઢાર ઢાંખરની લેણદેણુમાં, વાડીવજીફાની લેદેણમાં ખાટી વાત કહેવાની લાલચ ખૂબ હોય છે; તે આગ્રહપૂર્વક ટાળવી.
કાઈની થાપણ ન એળવવી. ખોટી સાક્ષી ન આપવી.
(૨) અસ્તેય — કાઈ એ ન આપેલું લેવું એ તે ચારી જ છે પણ પામર માસ લાભને ખાળી નથી શકતા એટલા માટે બીજી પણ કેટલીક ખાસ ચેતવણી એને આપી છે :
ચેારી ન કરવી, ચેરીને માલ ન રાખવા, ચારી કરવા કાઈ તે પ્રેરણા ન કરવી, ખાટાં તાલ માપ ન રાખવાં કે ન વાપરવાં, સેળભેળ કરીને કે બનાવટી વસ્તુને મૂળની જગ્યાયે બતાવી વહેવાર ન કરવા, અને રાજ્યે પ્રજાહિત ખાતર અમુક વસ્તુ રાજ્ય બહાર ન જાય અથવા રાજ્યમાં ન આવે એવા પ્રતિબંધ કર્યો હોય તે તે તેડવા નહિ.
Page #25
--------------------------------------------------------------------------
________________
(૩) અહિંસા – અહિંસા એ જ જીવનની સાર્થકતા છે છતાં માણસને દેહધારણ માટે પણ થોડી ઘણું હિંસા કર્યા વગર છૂટકે નથી. આ હિંસા જેટલી ટાળી શકાય તેટલી ટાળવી રહી. હદયમાં અહિંસાવૃત્તિ જાગે એટલે હિંસા ટાળવાના જેટલા ઉપાય જડે તેટલા માણસ શોધતો રહેવાનો. માણસ આટલું તો કોઈ કાળે ન જ કરે –
કેઈનો વધ ન કરે, કોઈને બાંધે નહિ, ગાત્રછેદ ન કરે, ગજા ઉપરાંત ભાર ન મૂકે કામ ન કરાવે, તેમજ કેઈનું ખાનપાન બંધ ન કરે.
(૪) બ્રહ્મચર્ય— વિકારમાત્રમાંથી મુક્ત રહેવા માણસે મથવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ પણ બ્રહ્મચર્ય તરફ જવાનો પ્રયત્ન રાખવો જ જોઈએ. પ્રાકૃત સમાજના લેકે આટલું સાચવે તો પણ બહુ થયું –
પિતાની સ્ત્રીથી જ સંતોષ માને, કુમારી કે વિધવાને સંસર્ગ ન કરે, વેશ્યાગમન ન કરે, બીજી સ્ત્રીઓ સાથે પણ શંગારચેષ્ટા ન કરે, પોતાની સ્ત્રી સિવાય કોઈનો પણ વિકારી સ્પર્શ ન કરે, કે તેમના તરફ વિકારી આંખે ન જુએ.
મુમુક્ષુ માણસે મનને સાચવવા માટે બીજાના વિવાહ કરવાની જંજાળમાંથી પણ મુક્ત જ રહેવું અને પિતાના વૈવાહિક જીવનમાં પણ કામભોગમાં તીવ્ર અભિલાષ નહિ કરો.
દરરોજ ન બને તો મહિનામાં ચાર દિવસ (૮,૧૪,૧૫,૩૦) આ વખત ઉપવાસ કરે, સ્નાન, વિલેપન, ગંધ, માલ્ય, અને અલંકાર છોડી દેવા, દાભ કે કાની પથારીએ રહીને અથવા વીરાસન વગેરે આસનો પર રહીને ધર્મનું ચિંતન કરવું તથા સર્વ સિંઘ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. - (૫) અપરિગ્રહ – ગૃહસ્થાશ્રમીનાં મુખ્ય આકર્ષણ બેઃ કનક અને કાન્તા. બન્નેનો સંપૂર્ણ ત્યાગ ઈષ્ટ હોય તોયે સામાન્ય માણસની હિંમત ન ચાલે. તેથી માણસે ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ –
Page #26
--------------------------------------------------------------------------
________________
પિતાના ખાનપાન ઉપર અંકુશ રાખવો, ઓઢવા પાથરવા તથા કપડાંલતાંની બાબતમાં આકરી મર્યાદા બાંધી દેવી, ધર્માધર્મનો વિચાર કરીને જ ધંધે પસંદ કરવો, સંપત્તિ આદિના સંગ્રહ માટે પણું પરિમાણ નક્કી કરવું, જેટલી સાદાઈ જીવનમાં દાખલ કરાય તેટલી કરવી, ભોગસેવન, ધંધે, મુસાફરી, ઇત્યાદિ પ્રવૃત્તિઓ ઓછી કરવા તરફ વલણ રાખી ક્યાંક એની મર્યાદા સ્પષ્ટપણે બાંધી રાખવી. એક અંગ્રેજ લેખક કહે છે તેમ Nothing relieves and ventilates the mind like resolution. 2467 resolution એટલે વ્રત સમજવું.
આપણું મન હંમેશ સ્થિર અને વિવેકી નથી હોતું; તેથી દરેક પ્રલોભન વખતે વિચાર કરવા બેસવા કરતાં શાંત સમયે સમગ્ર વિચાર કરી કેટલાંક વ્રતો લઈ રાખ્યાં હોય, તો મનને સ્વાભાવિક મજબૂતી મળે છે અને શાન્તિ રહે છે. માનસિક શક્તિનો સંગ્રહ કરવાને આ ઉત્તમ ઉપાય છે.
વ્રત લીધા બાદ પણ તેમનું સ્મરણ તાજું રાખવું જોઈએ; અને એ બધું આત્માનો અનાત્મા ઉપર વિજય સાધવા માટે છે એ ધ્યાનમાં રહે એટલા ખાતર, માણસે રેજ અર્ધો પોણો કલાક શાન્ત બેસીને સમભાવ કેળવવો જોઈએ; કે જેથી વિકારો શમી જાય અને બધા જીવો પ્રત્યે મિત્રીભાવ બંધાય.
આ મૈત્રીભાવ અથવા સમભાવ કેવળ મનમાં રહે છે તેની કિમત કેટલી? માણસને પોતાની ઓછામાં ઓછી જરૂરિયાત કરતાં વધારે રાખવાને હક જ નથી; એવી સ્થિતિમાં માણસ પરિગ્રહ રાખે જ, તો એણે એવી વસ્તુનો ઉપભોગપરિભોગ, ઇષ્ટમિને સાથે રાખીને અને જે ઈષ્ટીમત્ર નથી એવા અતિથિઓનો પણ ભાગ રાખીને પછી જ કરો; જેથી સંપત્તિ શાપરૂપ ન નીવડે અને પ્રજામાં અસૂયા ન ફેલાય. માણસ પાસે શક્તિ છે એટલા ખાતર માણસ ગમે તેટલે ઉપભોગ કરે એ જેમ ખોટું છે, તેમ સાધન સગવડ છે એટલા ખાતર
Page #27
--------------------------------------------------------------------------
________________
લેભ કરીને માણસ ખેતી, વેપાર, વાણિજ્ય,વ્યાજવટું ઇત્યાદિ ધંધાઓ પણ હદ બહાર વધારે, એ બેઠું છે. નહિ તો બીજાઓ જે આવી પ્રવૃત્તિના સરખા જ હકદાર છે, પણ અલ્પ સાધનાને લીધે હરીફાઈ કરવા અસમર્થ છે, તેમને અન્યાય થાય, તેમની હિંસા થાય. સેવા લેતા કે સ્વાર્થની દષ્ટિએ સેવા કરતા માણસે દિશાનું પરિમાણ બાંધવું જોઈએ અને આગળ જતાં તે ઓછું પણ કરવું જોઈએ. આમાં સંકુચિતપણે કેળવાશે એવી બીક કેટલાક રાખે પણ તે મિથ્યા છે. સ્વાર્થ, લોભ, દ્રોહ, અધિકાર અને સત્તાના વિસ્તાર કર્યો કોઈને લાભ નથી. એમનો સંકેચ થવો જ જોઈએ. નિરપેક્ષ સેવા, પ્રેમ, અહિંસા, હત્યને વિકાસ અને કલ્યાણચિંતનને કોઈ મર્યાદા સૂચવતું નથી.
કેટલાંક કર્મો એવાં છે કે જે અનિષ્ટ કે સદોષ હોય તોય ક્ય વગર છૂટકો નથી. એવાં કર્મો પોતે પિતા પૂરતાં જ કર્યા હોય તે એના પર સ્વાભાવિક અંકુશ રહે છે; પણ એનો એકવાર ધંધો બનાવી દીધું કે પછી સંયમ રાખવો અશક્ય થઈ જાય છે, હિંસા ઘટવાને બદલે વધતી જ જાય છે. એવાં કર્મો ધંધા તરીકે ન કરવાં એમાં જ સમાજહિત અને આત્મિક કલ્યાણ રહેલાં છે.
જેમાં મોટા પાયા પર અગ્નિપ્રયોગ કરવો પડે, જંગલે બાળવાં પડે, રમવાની કે શેભાની વસ્તુઓ તૈયાર કરવા માટે પ્રાણીઓનો વધ કરવો પડે, કે એવા વધને ઉત્તેજન આપવું પડે, હિંસ પ્રાણુઓ, વિષ, મધ, શસ્ત્ર જેવી ઘાતક વસ્તુઓને વેપાર, માણસાઈને ન છાજે એવો દાસદાસીઓને વેપાર, વગેરે બધું પ્રથમથી જ ત્યાજ્ય ગણવું જોઈએ. આવા નિયમમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે આપણું જ્ઞાન વધે તેમ નિયમોમાં ફેરફાર થવો જોઈએ. નહિ તે કંદ તો ન ખવાય પણ અસંખ્ય જીને ઉકાળી તૈયાર કરેલાં રેશમનાં વસ્ત્રો મંદિરમાં વપરાય એ હાસ્યાસ્પદ પ્રકાર થઈ જવાનો.
Page #28
--------------------------------------------------------------------------
________________
२७
દાખલા તરીકે ગાડાં વગેરે ચલાવવાને કરેલા નિષેધ અને ભેાંય ફાડવી પડે તેવા છે! ન કરવાની સૂચના સ્વીકારાય તેવાં નથી. કેમકે અનાજ ખાઈએ છીએ એટલે ખેતી કયે જ છૂટકા. પેાતે કરીએ અથવા ખીજા પાસેથી કરાવીએ એ સરખું જ છે. ગાડાં ન ચાલે તે બળદનું ખર્ચ ખેડૂતને નાસાય. ઘાણી કાલાં વગેરે ચલાવવાના ધંધાનું પણ તેમ જ. જળાશયેામાં મચ્છર થાય અથવા પાણી નરક જેવું ગંધાવા લાગે ત્યારે આરેાગ્ય ખાતર તે પૂરવાં જ પડે. અને એ કામ ધંધાદાર લાકા પાસેથી પણ કરાવવું પડે.
ત્રતા એ કાંઈ પીનલ કાડના નિયમે! નથી કે વકીલની પેઠે તેમને અ કરવામાં જ બધી મુદ્ધિ વાપરીએ. યાવચ્છ, મૂળ વ્રતાનું પાલન કરવાની દૃષ્ટિએ આ બધાં વ્રતાની વિગત ઉત્પન્ન થઈ છે. એટલે મૂળ વતાના ઉદ્દેશ સધાય એવી રીતે વિગતેામાં ધર્માંગાએ ફેરફાર કરવા જ જોઈ એ. નિહ તે। આપણી જડતા ધર્મમાં પેસી જવાની.
ત્રતા લીધા પછી એમને બાધક એવું વાતાવરણ ન જ રાખવું જોઈ એ.
કામેાત્તેજક વાતે કરવી, ભાંડની પેઠે શરીરના ચાળા કરવા, બકબકાટ કરવા, મન વચન કાયાનેા દુષ્ટ પ્રયાગ કરવા, સ્મૃતિ કાયમ ન રાખવી, કરવાનાં ધર્માં કામે અવ્યવસ્થિત રીતે અથવા શ્રદ્દાવિરહિત થઈ તે કરવાં, વ્રતાના શબ્દાર્થ પાળીને તેમના ઉદ્દેશ નષ્ટ જાય એમ કરવું, –— એ બધું ટાળવું જોઈ એ. દાન કરતી વખતે, દાનને ઢોંગ ન કરવા, દાન ન દેવાની દાનતથી પેાતાની વસ્તુ પારકાની છે એમ ન બતાવવું, હરીફાઈની દાનત રાખીને દાન ન આપવું, – એવી સૂચનાએ તે ધ્યાનમાં રાખવી જ જોઈ એ.
જે વસ્તુ આપણે ન કરીએ તે બીજા પાસેથી, તેાકર ચાકર મારફતે પણ ન કરાવીએ એ નિયમ તે સહેજે આવી જાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
२८
સંપ્રદાય પરત્વે એ ત્રા ખાસ છે, પેાતાના સંપ્રદાયના સાધુસંતાને આદરપૂર્વક સહાય કરવી એ તે યથાયેાગ્ય છે જ. પરંતુ ભિન્નધમી ઓની સેવા કરવામાં કશો વાંધો ન હોવા જોઈ એ. ઊલટુ' અહિંસાધની પ્રતિષ્ઠા એમાં રહેલી છે કે ભિન્નધમી એ પર પેાતાના ધર્માની ઉદારતા, અને સહિષ્ણુતાની છાપ પડવી જોઈએ; અને પોતાના ધર્મોનું શ્રેષ્ટત્વ વાદ દ્વારા નહિ પણ આપણી આવૃત્તિ દ્વારા સિદ્ધ થવું જોઈ એ.
પણ કેવળ શંકા, કાંક્ષા કે વિચિકિત્સાને લીધે મનને માણસ ડામાડાળ સ્થિતિમાં રાખે, પેાતાની માન્યતાઓમાં અસ્થિર રહે અને પેાતાના ધર્માચરણના ફળ વિષે અવિશ્વાસ કેળવે અને એ રીતે નવા નવા સંપ્રદાયના સાધુએને મેલાવી રાજ અસ્વસ્થ થાય, એ જાતના પરપાખંડસ્તવ નિંદ્ય જ કહેવાય. પરંતુ પરધીએ સાથે વાતે પણ ન કરવી, તેમને ખાવાપીવાનુંય ન આપવું, એ બધું તે! જનવૃત્તિથી વિરુદ્ધ છે.
સુરાળ, કાઠાળી, તલવાર આદિ પ્રહારનાં સાધનેથી સંયુક્ત ન રહેવું એ અનદંડત્યાગનું એક લક્ષણ આજે આપણું ધ્યાન વધારે ખેંચે એવું છે. યુરોપ અમેરિકામાં disarmament-શસ્ત્રસન્યાસની હિલચાલ ચાલે છે તેનું જ તત્ત્વ એની પાછળ રહેલું છે. હાથમાં શસ્ત્ર આવે એટલે હિંસા કરવાનું મન થવાનું જ.
જૈન ધર્મમાં પ્રતિક્રમણ અને આલેચનની પ્રથા છે તે પણ દરેક મનુષ્યે સ્વીકારવા જેવી છે. પેાતાનાં પાપે એકવાર યાદ કરવાં અને તેમને માટે પ્રાયશ્ચિત્ત કરવું એ જ એક ઉન્નતિના માર્ગ છે, આવું માનસિક સ્નાન કર્યા પછી જ સમભાવ કેળવવાનું સામાાંયક
વ્રત પાર પાડી શકાય.
દત્તાત્રેય મલકૃષ્ણ કાલેલકર
Page #30
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
[‘ઉવાસગદાસાઓ”]
Page #31
--------------------------------------------------------------------------
________________
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક અંગ દેશની રાજધાની ચંપર નગરીમાં કેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે સમયે, શ્રમણ-ભગવાન મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે વૃદ્ધ સાધુ, જબુ વગેરે પાંચસે શિષ્ય સાથે, ગામેગામ અનુકમે પગપાળા ફરતા ફરતા અને તપ તથા સંયમથી આત્માને વિકસિત
૧. જૂના મગધ પાસે આવેલ પ્રદેશ. આજના ભાગલપુર જિલ્લાને પ્રાચીન અંગદેશ કહી શકાય. જુઓ આ માળાનું “ધર્મકથાઓ’ પુસ્તક પા. ૧૫.
૨. ચંપાનું વર્તમાન નામ ચંપાનાલા છે, અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે. જુઓ આ માળાનું “ધર્મ કથાઓ’ પુસ્તક ૫ ૧૫-૬.
૩. બૌદ્ધ ગ્રંથમાં અજાતશત્રુ નામે પ્રસિદ્ધ થયેલો રાજા. તે બુદ્ધ તથા મહાવીરને સમકાલીન હતે. તે પ્રસેનજિતને પૌત્ર અને શ્રેણિકને પુત્ર થાય. તેની માતા ચેલ્લણું વિદેહ વંશની હતી. જુઓ આ માળાનું “ધર્મકથાઓ’ પુસ્તક પા. ૧૭૬-૭.
૪. આચાર્ય સુધર્મા મહાવીર ભગવાનના ૧૧ પટ્ટશિષ્યોમાંના એક હતા. ભગવાનના સાધુ ગણના નાયક હોવાથી તે “ગણધર” પણ કહેવાય છે. તેમને જન્મ આશરે ઈ. સ. પૂ. ૬૦૭માં નાલંદા નજીક થયે હતો. [ જુઓ આ માળાનું પુસ્તક “સંયમધર્મ,' (બીજી આવૃત્તિ) પા. ૨-૪.] તેમનું નિર્વાણ મહાવીર પછી ૨૦ વર્ષે થયું હતું.
* ૫. તેમને જન્મ રાજગૃહમાં થયે હતો. સુધર્મ સ્વામી પછી તે આચાર્ય બન્યા હતા. [ જુઓ આ માળાનું “સંયમધમ” પુસ્તક, (બીજી આવૃત્તિ) પા ૨-૪] તેમનું નિર્વાણ મહાવીર પછી ૬૪ વર્ષે થયું હતું. (ઈ. સ. પૂ. ૪૬૩).
Page #33
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કરતા, ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા પૂર્ણભદ્ર ચૈત્યમાં આવીને ઊતર્યા. [૧-૨]
સુધર્માસ્વામીને આવ્યા જાણીને રાજા કેણિક તથા ચંપાની સમસ્ત પ્રજા તેમની પાસે ધર્મ સાંભળવા આવી. [૨]
ધર્મ સાંભળીને બધાંના ચાલ્યા ગયા બાદ આર્ય સુધર્માના મુખ્ય શિષ્ય આ જંબુએ શ્રદ્ધા, સંશય અને કુતૂહલથી વિનયપૂર્વક બે હાથ જોડીને તેમને કહ્યું – - “નિર્વાણને પામેલા શ્રમણ-ભગવાન મહાવીરે છઠ્ઠા અંગ “જ્ઞાતાધર્મકથાસૂત્ર”ને જે અર્થ કહ્યો છે, તે અમે આપની પાસેથી સાંભળે. હવે સાતમા અંગ “ઉપાસકદશાઃ [દશ ઉપાસક)ને અર્થ અમને સંભળાવો.” [૨]
આર્ય સુધર્માએ જવાબમાં કહ્યું –
“હે જંબુ, નિર્વાણને પામેલા તે શ્રમણ-ભગવાન મહાવીરે આ “ઉપાસકદશાઃ” નામના સાતમા અંગનાં દશ પ્રકરણે કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧)
૧. ચેત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક, જુઓ “ધર્મકથાઓ'પા૧૭૮૯.
૨. જૈન ધર્મના પ્રાચીન મુખ્ય ૧૨ ગ્રંથ “અંગ ગ્રંથો” કહેવાય છે. ( જુઓ આ માળાનું “સંચમધર્મ” પુસ્તક પા. ૧ ઇ.) “જ્ઞાતાધર્મ કથા'ને અનુવાદ આ માળામાં “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' નામે પ્રસિદ્ધ થયેલ છે.
૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણુ નં. ૧.
૪. “અનગાર” (ગૃહત્યાગી) બન્યા વિના મહાવીરે ઉપદેશેલા ધર્મને અનુયાયી બન્યા હોય તે ગૃહસ્ય-શ્રાવક તે “ઉપાસક' કહેવાય. જે અનગાર'- ભિક્ષુ બને, તે બમણુ” કહેવાય. શ્રમણ અને ઉપાસકનાં વ્રત, આચારો વગેરેમાં તફાવત હોય છે.
૫. મૂળ: “અધ્યયન'. સામાન્ય રીતે “અધ્યાચ” કહીએ છીએ તે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ આનંદ (૨) કામદેવ (૩) ગૃહપતિ ચૂલણપિતા (૪) સુરાદેવ (૫) ચુલશતક (૬) ગૃહપતિ કુંડલિક (૭) સદાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિનીપિતા (૧૦) સાલિહીપિતા.” [૨]
આનંદ જંબુએ પૂછ્યું, “એ દશ અધ્યયને માંના પહેલા અધ્યયનને શું અર્થ છે?”
આર્ય સુધર્મા બોલ્યા –
“વાણિજ્યગ્રામ નામે નગરમાં જિતશત્રુ નામે રાજા હતું. તેમાં આનંદ નામે જાણીતો ગૃહસ્થ રહેતે હતે. તે ગૃહસ્થ ધન-ધાન્ય, સેનું-રૂપું, બહેળાં-પહોળાં ઘર, શયન, આસન, વાહન, ઘેડા વગેરેથી સમૃદ્ધ હતો; વેપારધંધો, તથા વ્યાજવટાવમાં તેને ઘણું આવક હતી, તેના ઘરમાં અન્નપાનની રેલછેલ રહેતી; અને દાસ-દાસી,
૧. મૂળ: જાવ' જાગીરદાર– તાલુકદાર એવો તેનો અર્થ થાય (ગ્રામમિત્તા). સામાન્ય રીતે શ્રાવક – ગૃહસ્થ એવો અર્થ કરાચ.
૨. લિચ્છવીઓની રાજધાની વૈશાલીનું બીજું નામ. મૂળે વૈશાલી શહેરમાં ખાસ વૈશાલી ઉપરાંત વાણિજ્યગ્રામ અને કુંડગ્રામનો પણ સમાવેશ થતો હતો. આજે પણ તે બે સ્થળે “બાનિયા” અને “બસુકુંડ” નામનાં ગામડાંરૂપે અવશેષ રહેલાં છે. એ ભેગું શહેર સંજોગો અનુસાર તે ત્રણમાંથી ગમે તે એક નામે પણ સંબેધાતું. વૈશાલી અને વાણિજ્યગ્રામ વચ્ચે ગંડકી નદી આવેલી હતી એમ આવશ્યક સૂત્ર ઉપરથી જણાય છે.
૩. હિત () ૪. સોનઘોર
Page #35
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઢોર-ઢાંખ પણ તેને ખૂબ હતાં. આ બધાને કારણે તેને પરાભવ ઝટ કેઈથી થઈ શકે તેમ નહોતું. [૩]
“તેની પાસે ચાર કરોડ (પાલી જેટલું સોનું નિધિ તરીકે સંઘરામાં હતું, ચાર કરોડ વ્યાજે, અને ચાર કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયને એક વજ (ગોકુળ) એવા ચાર વ્ર હતા. [૪]
તે આનંદ ગૃહસ્થને કેટલાય રાજા-મહારાજા શેઠસંઘવી વગેરે પિતાનાં જરૂરી કાર્યો, વિવાહાદિ પ્રજને, ચિંતવવા યોગ્ય બાબતે ખાનગી રાખવા યોગ્ય કૌટુંબિક બાબતે, રહસ્ય, નિર્ણ, અને વ્યવહારમાં પૂછવા અને સલાહ લેવા યોગ્ય માનતા. પિતાના કુટુંબને પણ તે પૂછવાગ, આધારભૂત, આંખરૂપ અને સર્વ કાર્યોને આગળ ધપાવનાર હતે. [૫]
- આનંદ ગૃહપતિને શિવનંદા નામે ભાર્યા હતી. તે શિવનંદા પરિપૂર્ણ પચે ઇંદ્રિયુક્ત શરીરવાળી હતી; સુકુમાર હાથપગવાળી હતી; સર્વ શુભ લક્ષણો – ચિહ્નો અને સ્ત્રી ગુણેથી યુક્ત હતી; પ્રમાણસર-સુઘડ–પરિપૂર્ણ તથા સુંદર અંગવાળી હતી; સુરૂપ હતી; ચંદ્ર જેવા સૌમ્ય
૧. વિવાર “પલી” એટલે આગળ અધ્ય૦ ૭માં (સ. ૨૩૨) જણાવેલું “કાંસ્ય-કાંસાનું પવાલું. આગળ સૂ. ૨૩૫માં જણાવ્યા પ્રમાણે એક કાંસ્યમાં બે દ્રોણ વજન હેમ, અર્થાત્ આહશેર.
૨ વર્જિા ૩. વિઠ્ઠરા
૪. મૂળમાંઃ “રાજાઓ, યુવરાજે, તલવરે, મારુંબિક, કૌટુંબિકો, હ, શેઠિયાઓ, સેનાપતિઓ, અને સાર્થવાહ.” ૫. મંત્ર
૬ મૂળમાં: – મેવો( ખળાની વચ્ચેનો ખીલે, જેને આધારે જાનવર ફિર છે), પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ, ચક્ષુરૂપ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ તથા પ્રિય દેખાવવાળી હતી, સુંદર–મનોહર વેષ – ભૂષણવાળી હતી; તેની ચાલ, હાસ્ય, બેલછા, ચેષ્ટા, અને વિલાસે સુસંગત હતાં; લલિત અને મધુર સંલાપમાં તે નિપુણ હતી; સર્વગ્ય લોકવ્યવહારોમાં તે કુશળ હતી; તથા જેનાર દીઠ નવા નવા વધુ સુંદર રૂપે દેખાતી હતી. આનંદ ગૃહપતિને તે ઈષ્ટ, પ્રિય, અને મનગમતી હતી; સૌની પણ તે માનીતી તથા વહાલી હતી, ઘરેણાંના કે રત્નના દાબડાની જેમ, માટીના કેડિયાની જેમ તથા વોની મજૂસની જેમ તે સ્વીકારવા, સંરક્ષવા તથા સંભાળવા ગ્ય હતી: રખે તેને ટાઢ-તડકે લાગી જાય, રખે તેને માંખ-મચ્છર કરડી જાય, રખે તેને સિંહ વાઘ કે ચાર-ડાકુ ઈજ કરે, રખે તેને વાત-પિત્ત વગેરે રોગો સ્પર્શ કરે! એવી તે શિવનંદા આનંદ ગૃહપતિ સાથે પાંચ ઇંદ્રિયને લગતા માનુષી કામો ભગવતી વિહરતી હતી. [૬]
વાણિજ્યગ્રામની પાસે ઈશાન ખૂણામાં કલ્લાક નામે પરું હતું.
૧, મૂળ: વિજાપારવાવે – શૃંગારના ધામરૂપ સુંદર વેષભૂષણ છે જેનાં
૨. યુવાપરવારવા | ૩. સમતા મનુમતા !
૪. તેàા પૂર્વ સુવિયા – સૌરાષ્ટ્ર દેશમાં જાણીતું એવું જે માટીનું મિડિયું, તે જેમ રવડી–ભાગી ન જાય તેમ કાળજીપૂર્વક સંભાળથી રખાય છે તેમ. ૫. પેઢા દવ ..
૬. નિવેશ ! આ પરામાં જ્ઞાતૃવંશી ક્ષત્રિને મહોલ્લે હતો. આગળ ૧૬મા ફકરામાં કલ્લાક સંનિવેશમાં આવેલા તે મહોલ્લાનો (નાયêહિ)
Page #37
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો
તે પરું મોટાં મકાનેને લીધે મેટું, ભયરહિત હેવાથી સ્થિર, અને ધનધાન્યની વિભૂતિ વડે સમૃદ્ધ હતું. આનંદના સાધનરૂપ અનેક વસ્તુઓની છતને લીધે, ત્યાં રહેનારા અને બહારથી આવેલા એમ તમામ લોકે આનંદમાં રહેતા. તેના માર્ગની સીમાઓ સેંકડો અને હજારો હળે વડે દૂર દૂર સુધી ખેડાયેલી, ફળપ તથા બીજ વાવવા ગ્ય હતી. ત્યાં સુંદર આકારવાળાં ચેત્યો, અને સુંદરીઓનાં ક્રીડા સ્થાને આજુબાજુ પથરાયેલાં હતાં. ત્યાં લાંચ ખાનારા, ખીસાકાતરુ, ગુંડાઓ, ચોરે, અને ફાંસિયાઓનું નામ નહોતું. ત્યાં ભિક્ષુકને સારી રીતે ભિક્ષા મળતી. ત્યાં આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, વાવ અને કયારડા પુષ્કળ હતા. વળી તે અનેક જાતવાન ઘેડાએ, મત્ત હાથીઓ, રથના સમૂહે, શિબિકાઓ અને સુખપાલથી ભરેલું હતું, ત્યાંના માર્ગો આવનાર–જનારથી ગાજતા રહેતા. અર્થાત તે ઊંચી આંખ કરીને જેવા ગ્ય, મનને પ્રસન્નતા દેનારું, અને જેનાર દીઠ નવું નવું હતું. [૭]
ઉલ્લેખ છે. મહાવીર ભગવાનનો જન્મ આ પરામાં જ જ્ઞાતૃવંશી ક્ષત્રિય સિદ્ધાર્થને ત્યાં થયો હતો. કલ્પસૂત્રમાં (૨૨) આ બીનાને વસિય-કુરુમે-નયે કહીને વર્ણવી છે. તેને અર્થ પણ “કુંડગ્રામ નગરનો ક્ષત્રિય વિભાગ” થાય. આચારાંગ સૂત્રમાં (૨,૧૫) ઉતરતા સુંદપુર-સંનિવેરા પદ વાપર્યું છે. તેને અર્થ પણ “કુડપુરનું ઉત્તરે આવેલું પરું” કરવો જોઈએ. અહીં ઉપાસકદશા સૂત્રમાં તો વૈશાલિને કુડપુર નામથી સંબોધવાને બદલે વાણિજ્યગ્રામ નામથી સંબેલું છે, અને તેના ઈશાન ખૂણામાં આવેલા કોલ્લાક નામના પરામાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયે (આનંદ ઉપાસકનાં મિત્ર-જ્ઞાતિ-નિજક–સ્વજન-સંબંધી --પરિજન) રહેતા હતા, એમ જણાવ્યું છે.
૧. મઢ (વારસાનપ્રવૃત્ત:) !
Page #38
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ તેમાં આનંદના મિત્રો, જ્ઞાતીલાઓ, અને સગાંસંબંધીઓને રહેતાં હતાં. તે બધાં પણ સમૃદ્ધ અને સંપન્ન હતાં. [૮]
તે વખતે ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની બહારના દૂઈપલાસ, ચૈત્યમાં આવી ઊતર્યા. તે ભગવાન આદિકર, તીર્થકર, ગુરુ વિના જ સ્વયં તત્વનાં જ્ઞાતા, પુરુષોત્તમ, પુરુષસિંહ, કેત્તમ, લેકનાથ, લેકપ્રદીપ, અભય દેનાર, નેત્ર દેનાર, માર્ગ દેનાર, ધર્મચક્રવર્તી, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર, સકલ તત્ત્વના જાણકાર, બુદ્ધ, બેધક, મુક્ત, મેચક, સર્વજ્ઞ, સર્વદશી હતા; તથા કલ્યાણરૂપ – સર્વબાધારહિત – અચલ – રોગરહિત – અનંતપદાર્થવિષયક જ્ઞાનસ્વરૂપ- અક્ષય-વ્યાબાધરહિત તથા પુનરાવૃત્તિરહિત એવી સિદ્ધિગતિ (મુક્તિ)ને પામવાની ઇચ્છાવાળા હતા. [૯]
તેમની સાથે બીજા પણ જતિ-કુલ-બલ-રૂપ-વિનયજ્ઞાન-દર્શન-ચારિત્ર–લજજા–ઓજસ-તેજ-વર્ચસ્વબળ અને યશવાળાં અનેક સાધુઓ અને સાધ્વીઓ હતાં. [૯]
તેમને આવેલા જાણી રાજા જિતશત્રુ અને પ્રજાજને તેમને વંદવા-પૂજવા, સત્કારવા-સન્માનવા, દર્શન કરવા,
• ૧. મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન–સંબંધી–પારિજન. અર્થાત આનંદ પણ જ્ઞાતૃવંશી હતો. તેથી જ તે પછીથી પોતાની સાધના માટે જ્ઞાતૃવંશી ક્ષત્રિયોની પૌષધશાળામાં જાય છે.
૨. (તપરૂપી) શ્રમ કરે તે પ્રમાણે. અર્થાત ગૃહત્યાગી તપસ્વી. *
૩. આનંદ શ્રાવકના આખ્યાનમાં આચાર્ય હેમચંદ્ર “પૂતિલાશ” નામ આપે છે.
૪. મૂળમાં ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કુતૂહલખાતર, અર્થ પૂછવા, નહીં સાંભળેલું સાંભળવા અને સાંભળેલું શંકારહિત કરવા, પ્રશ્નો પૂછવા, ઘરબાર તજી સાધુ થવા, કે શ્રાવક (ગૃહસ્થોનાં વ્રત લેવા, ભક્તિના રાગથી, કે આચાર માની–એમ જુદાં જુદાં અનેક પ્રયોજનથી ત્યાં આવ્યાં. [.
ભગવાન આવ્યાની વાત આનંદે પણ જાણી. તેને વિચાર આવે કે, આવા અરહંત ભગવતેનું નામ-ગોત્ર સાંભળવાથી પણ મહાફળ થાય છે, એમ કહેવાય છે, તે પછી તેમની પાસે જઈ તેમને વંદન-નમસ્કાર કરીએ, તેમની ઉપાસના કરીએ, તેમનું આય અને ધર્મયુક્ત એક પણ વચન સાંભળીએ, તથા તેમની પાસેથી વિપુલ અર્થ ગ્રહણ કરીએ, તે તે કેટલું બધું કલ્યાણ થાય ? માટે લાવ, હું તે શ્રમણ ભગવાનનાં વંદન-નમસ્કાર કરવા જાઉં, અને તેમની ભલી પેરે ઉપાસના કરું. [૧૦].
આ વિચાર કરી, તે સ્નાનાદિ પરવારી, નિર્મળ વસ્ત્રો તથા ડાં પણ બહુમૂલ આભરણે પહેરી, ઘેરથી માણસોના વૃંદ વડે વીંટળાઈને પગપાળે ત્યાં જવા નીકળ્યો. ત્યાં આવી તેણે ભગવાન પાસે જઈ, તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા નમસ્કાર વગેરે કર્યા. [૧૦]
૧. મૂળમાં તેમને માટે “ કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ એટલો વિશેષણ વધુ છે.
૨. તે વખતે તેના માથા ઉપર કેરંટવૃક્ષનાં ફૂલની માળાઓવાળું છત્ર ધરવામાં આવ્યું હતું, એવું મૂળમાં વધુ છે.
૩. માયાહ વાહ !
Page #40
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ ભગવાને ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ધર્મકથા કહી. [૧૧]
“સંસારમાં જીવને આ ચાર વસ્તુઓ મળવી મુશ્કેલ છેઃ મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, શ્રદ્ધા, અને સંયમમાં પુરુષાર્થ સામાન્ય રીતે જ વિવિધ કામનાઓથી મૂઢ બની, તથા અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ યોનિઓમાં જન્મ-મરણ પામ્યા કરે છે. તેઓ કઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકલાકમાં, તે કઈ વાર અસુરલોકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામિની-કાંચનથી કંટાળતા નથી, તેમ અધમ કર્મોને વળીવળીને આચરતાં તે પ્રાણીઓ વારંવાર બદલાતી નિઓમાં જન્મતાં કંટાળતાં નથી. કામનાઓ વડે મૂઢ બનેલાં તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્ય સિવાયની ચેનિઓમાં જ (સામાન્ય રીતે) ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં, ઘણે લાંબે કાળે, કેમે કરીને, કઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છ કર્મોને નાશ થઈ શકે તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે.
“પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય તપ, ક્ષમા, અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સદુધર્મનું શ્રવણ થવું દુર્લભ છે.
કદાચ કોઈને સદ્ભાગ્યવશાત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તો પણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. ઘણય લો કે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે.
૧. મમારિયાઇ
Page #41
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દૃશ ઉપાસકા
“ અને કદાચ કોઈ ને ધમમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવા એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે, ઘણા માણસેાને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હાવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતા. ૧ ‘વિત નિરંતર મૃત્યુ તરફ દોડી રહ્યું છે; અને વૃદ્ધાવસ્થા માણસનું રૂપ અને મળ હરી રહી છે. માટે મહાઆરંભવાળાં કર્મોમાં જ ગૂંથાઈ રહેવાનું છેાડી, દીક્ષા લઈ, આ ાર સંસારમાંથી બહાર નીકળી આવે, અને સચમધમ ના સ્વીકાર કરે! ર
<<
૧૧
“ કાળ ચાલ્યેા જાય છે; કામભાગેામાં એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભેગા નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીએ છેડી દે છે, તેમ વખત આવતાં ભાગા પુરુષને છેડી દે છે. આમ છતાં અત્યારે તમે ભેગા છેડવાને અશક્ત હા, તે! ગૃહસ્થાશ્રમમાં રહીને જ માર પ્રકારના ગૃહસ્થ-ધર્મ આચરા, ધર્મમાં સ્થિત રહેા, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકપા રાખેા. એટલાથી પણ તમે સદ્ગતિ પામશે..૩
“ જેએ મનુષ્યપણું પામી, સદ્બમનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત અની, તે પ્રમાણે આચરણ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણુસા પાણીથી સિ ંચાયેલા અગ્નિની પેઠે પરમનિર્વાણ પ્રાપ્ત કરે છે.”૪
૧. ઉત્તરાધ્યયનસૂત્ર અ॰ ૩, ૧-૧૦. ૨. સદરઃ અ૦ ૧૩, ૧૫-૨૬. ૩. સદર : અ૰૧૩, ૩૧-૩,
૪. સદરઃ મ૦ ૩, ૧૧-૩
Page #42
--------------------------------------------------------------------------
________________
આનદ
૧૩
ભગવાનનું પ્રવચન સાંભળી, આનંદ હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થયા. પછી બધી પરિષદ અને રાજા વગેરે વિદાય થયા માઢ, તે ભગવાન પાસે જઈને ખેલ્યું
:
२
“ હું ભગવાન ! તમારા પ્રવચનમાં મને શ્રદ્ધા થઈ છે, પ્રતીતિ થઈ છે, તથા રુચિ થઈ છે. તમે જે કહેા છે તે યથાર્થ છે, સત્ય છે. પરંતુ બીજા અનેક મુમુક્ષુ આપનું પ્રવચન સાંભળી, ઘરબાર તજી, આપની પાસે ભિક્ષુ અને છે, તેવું કરવાનું મારામાં સામર્થ્ય નથી; એટલે હું ખાર પ્રકારના ગૃહસ્થ-ધમ આપની પાસેથી સ્વીકારવા ઇચ્છું છું.' [૧૨]
ભગવાને કહ્યું :—
“ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર.૩ ” [૧૨] ત્યાર બાદ આનંદગૃહપતિએ શ્રમણ-ભગવાન મહાવીર પાસેથી [પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતવાળા`] ખાર પ્રકારના ગૃહસ્થધમ સ્વીકાર્યો. પાંચ અણુવ્રત તેણે આ પ્રકારે લીધાં :
૧. મૂળઃ નિર્ણય પાચળ
- નિત્ર ‘થાનું ઉપદેશજ્ઞાન.
૨. મૂળમાં પા. ૬, નોંધ ૪માં જણાવેલા રાજા, યુવરાજ, શેઠ, સેનાપતિ વગેરે બધા ગણાવ્યા છે.
૩. ૮ માવવિધ
' ।
૪. અણુવ્રત એટલે મહાવ્રતથી ઊલટું એવું નાનું વ્રત. સાધુ તે હિંસાઅસત્ય-ચૌય –અબ્રહ્મચય –પરિગ્રહ એ પાંચ મહાપાયના સર્વથા ત્યાગરૂપ મહાવ્રત લે છે, પણ ગૃહસ્થ તે મહાપાપાને સર્વથા નહીં, પણ અમુક મર્યાદામાં ત્યાગ કરવારૂપી અણુવ્રત લે છે.
૫. આત્માને “ શિક્ષા ” — કેળવણી માટેનું વ્રત તે શિક્ષાનત. સરખાવેશ ગૃહસ્થી માટેના આ જાતના જ વ્રત માટેનું બૌદ્ધ નામ 'શિક્ષાપદ’
Page #43
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે (૧) સ્થૂલ–હિંસા-ત્યાગ –
“હું જીવીશ ત્યાં સુધી મન-વાણી-કાયાથી એમ ત્રણે પ્રકારે “સ્કૂલ” (એટલે કે મોટી મોટી) હિંસા જાતે નહીં કરું કે બીજા પાસે નહીં કરાવું. [૧૩]
(૨) સ્કૂલઅસત્ય–ત્યાગ –
“હું જીવીશ ત્યાં સુધી મન-વાણી-કાયાથી એમ ત્રણે પ્રકારે, સ્કૂલ (એટલે કે મેટું મેટું) અસત્ય જાતે નહીં બેલું, કે બીજા પાસે નહીં બેલાવું.” [૧૪]
(૩) પૂલ–ચૌર્ય–ત્યાગ –
૧. સ્થૂલ હિંસા એટલે કે, સ્થાવર અને ત્રસ એ બે પ્રકારનાં પ્રાણીઓમાંથી ત્રસ પ્રાણુઓની હિંસા. (ત્રાસ પામવા છતાં જે દેહાદેડ ન કરી શકે તેવા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ એ પાંચ પ્રકારના પ્રાણ સ્થાવર છે; અને દુઃખ પામતાં ત્રાસીને નાસી જઈ શકે તેવા જંગમ પ્રાણે ત્રસ” છે ) સાધુ તો સ્થાવર અને ત્રસ એ બંને પ્રકારના તમામ પ્રાણોની, મન-વાણી-કાયાથી એમ ત્રણ પ્રકારે, તેમ જ જાતે કરવી, બીજા પાસે કરાવવી, અથવા કઈ કરતું હોય તેને અનુમતિ આપવી એમ ત્રણે રીતે (અર્થાત ગૃહસ્થની પેઠે જાતે કરવી કે બીજા પાસે કરાવવી એમ માત્ર બે રીતે જ નહીં) હિંસા ન કરવાની પ્રતિજ્ઞારૂપી મહાવ્રત લે છે.
૨. ગૃહસ્થની બાબતમાં, “કરનારને અનુમતિ નહીં આપું” એ ત્રીજી રીત નથી લીધી; કારણકે ગૃહસ્થને હૈયાંછોકરાં, નોકરચાકર હોય અને તેઓ જે કાંઈ હિંસા જૂડ વગેરે કરે, તેમાં તેની અનુમતિ કહેવાય જ.– અનુ.
૩. મોટું મોટું જૂઠ એટલે કે, વિવાહ, પશુ, જમીન, થાપણું, અને સાક્ષી એ પાંચ મેટી બાબતોને લગતું. તે ઉપરાંત બીજી નજીવી બાબતને માટે પણ જો હું બેલવા માં આવે છે. સાધુ તે નજીવું કે મોટું બધા પ્રકારનું અસત્ય ત્યાગે છે; ત્યારે ગૃહસ્થ તો વ્યવહારની આ મોટી મોટી બાબતને લગતું જઠ ત્યાગવાય અણુ એટલે કે નાનું વ્રત લે છે.
૪. મૂળ : મદ્રત્તાવાર . “અદત્ત” એટલે ન આપેલું, “આદાન' એટલે લેવું તે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧. આન “હું જીવીશ ત્યાં સુધી મન–વાણ-કાયાથી એમ ત્રણે પ્રકારે, સ્થલ (એટલે કે મેટી મટી)૧ ચોરી જાતે નહીં કરું કે બીજા પાસે નહીં કરાવું.” [૧૫]
(૪) સ્વદાર-સંતેષ –
“હું મારી પોતાની સ્ત્રીથી જ સંતોષ માનીશ; મારી ભાર્થી શિવનંદાને છેડી, બીજી કઈ પણ (દેવ-મનુષ્ય-પશુ) સ્ત્રી સાથે હું મિથુન સેવીશ નહીં.” [૧૬]
(૫) ઈચ્છાઓની મર્યાદા: –
[હિરણ્યસુવર્ણની બાબતમાં –] “ચાર કરોડ (પાલી) સનું નિધિ તરીકે સંઘરવામાં, ચાર કરોડ વ્યાજે, અને ચાર કોડ ઘરના વાપરમાં,-એ સિવાય વધુ સુવર્ણ રાખવાને હું ત્યાગ કરું છું.” [૧૭]
[ઢોર-ઢાંખની બાબતમાં –] “દશ હજાર ગાયને એક એવા ચાર વ્રજ (ગેકુળ) સિવાય વધુ પશુ રાખવાને હું ત્યાગ કરું છું.” [૧૮]
૧. મોટી મોટી ચોરી એટલે કે, ચોરીની વસ્તુ લેવી, ચારને મદદ કરવી, ખાટા લેખ-પત્ર લખવા, પરઘર પ્રવેશ કરે, રાજાએ મનાઈ કરેલ દાણચોરી વગેરે કામ કરવાં, ખાટાં તોલ-માપ રાખવાં, સારી વસ્તુ બતાવી ખરાબ આપવી, ખાતર પાડવું, ખીસું કાતરવું, તાળાં તેડવાં, વાટપાડુનું કામ કરવું, વગેરે. ત્યારે સોપારી, છીંકણી વગેરે થોડી કિંમતની વસ્તુની તથા માલિક ભ્રમમાં પણ પડે નહીં તેવી ચેરી તે નાની ચોરી. સાધુ નાનીમોટી તમામ ચેરી ત્યાગે; ગૃહસ્થ મોટી મટીને ત્યાગ કરે.
૨. રૂછ.વિવિદિમાગમ ! ૩. ચતુર !
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકો
| [ જમીનજાગીરની બાબતમાં –] “(ચાલીસ હજાર ચોરસ હાથ જમીન એટલે એક “નિવર્તન. એવાં સે નિવર્તન એક હળ ખેડે; તેવાં–) પાંચસે હળથી ખેડાય તેટલી જમીન સિવાય વધુ જમીન રાખવાને હું ત્યાગ કરું છું.” [૧૯]
[ગાડી–ગાડાંની બાબતમાં –] “ગામતરૂં કરનારાં પાંચસે, અને ખેતરમાંથી માલની લે-મૂક કરનારાં પાંચ ગાડાંથી વધુ ગાડાં રાખવાને હું ત્યાગ કરું છું.” [૨૦]
[વહાણેની બાબતમાં –] “મુસાફરી કરવા માટે ચાર, અને સામાનની લે-મૂક કરવા માટેનાં ચાર વહાણેથી વધુ વહાણે રાખવાને હું ત્યાગ કરું છું. [૨૧]
સાત શિક્ષાવ્રત તેણે આ પ્રમાણે લીધાં –
[ (૧) દિગ્ગત અર્થાત્ દશેદિશામાં અમુક હદ સુધી જ હરવા-ફરવાની મર્યાદા નક્કી કરી.]
(૨) ઉપભેગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા -
[શરીર લેવાના વસ્ત્ર (‘ઉલણિયા)ની બાબતમાં– “સુગધી રાતે અંગૂછે [ “ધકાષાયી” નામથી ઓળખાતા
૧. વાતુ . ૨. રાપર 3. વિ-યતિમ (ચાર) | ૪. સંવાળિય (સવાના) | ૫. વાળ !
૬. મૂળ સૂત્રમાં આ સાતમાંથી માત્ર ઉપભેગ–પરિભગ-પરિમાણ અને અનર્થદંડત્યાગ એમ બીજા અને ત્રીજા શિક્ષાવ્રતને જ નામથી ઉલ્લેખ છે; બાકીનાં વ્રતો તરત જ પછી તે વ્રતોના બતાવેલા અતિચારે ઉપરથી સમજી લેવાનાં છે.
૭. ઘર, વસ્ત્ર વગેરે વારંવાર ભેગાવી શકાય તેવી વસ્તુઓ તે ઉપભેગ; અને આહાર, વિલેપન વગેરે એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુઓ તે પરિભેગ”.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧. આનદ
અંગૂછા] સિવાય બીજા કેાઈ વસ્ત્રથી શરીર લેાહવાના હું
ત્યાગ કરું છું. ” [૨૨]
૧
“ [દાતણની બાબતમાંઃ— ] “ લીલી જેઠીમધ સિવાય બીજા કશાથી દાતણ કરવાના હું ત્યાગ કરું છું.” [૨૩] [નાહવામાં વાપરવાના ફળની બાબતમાં:−] “ ઠળિયે અધાયા વિનાના કાચા આમળા સિવાય સ્નાનમાં બીજું કોઈ ફળ વાપરવાના હું ત્યાગ કરું છું. ” [૨૪]
[શરીરે ચાળવાના તેલની ખાખતમાં:→] “ શતપાક અને સહસ્રપાક તેલ સિવાય બીજું કાઈ તેલ શરીરે ચાળવાના હું ત્યાગ કરું છું, ” [૨૫]
¢»&
૬
મિલ કાઢવા શરીરે ચાળવાની પીડીનીપ બાબતમાંઃ— “ ઘઉંના સુગંધી આટા સિવાય બીજી કેાઈ પીકી શરીરે ચેાળવાના હું ત્યાગ કરું છું. ” [૨૬]
[નાહવાના પાણીની ખમતમાં:— ] “ઊંટ ઉપર પાણી લાવવા વપરાતા આઠ ઘડાઓ ભરીને પાણી કરતાં વધુ પાણી નાહવામાં વાપરવાના હું ત્યાગ કરું છું. ” [૨૭] [ પહેરવાનાં કપડાંની ખાખતમાં: ] “ એક જોડ સુતરાઉ વસ્ત્ર સિવાય વધુ વસ્ત્ર પહેરવાના હુ ત્યાગ કરું છું.” [૨૮]
-
૧. મર્દો ( માત્રે) ટોમદુ ! ૩. અમ્મા!-અયંગન !
૪, સે। અને હમ્બર ચીજોનુ ગાળેલું ? કે સેા અને હજાર જેટલી કિંમતનુ ? ૫. સવટ્ટાદ્વૈતૅન
૬. સુદ ચૌધરૢ । ઉપલેટ વગેરે સુગધી દ્રવ્યાનુ ચૂર્ણ ( આર્ટ! ), કે ઘઉંના સુગંધી આટો એમ અર્થ થઈ શકે.
મર્
૨. ‘ ક્ષીરામના ’।
'
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૮ ભગવાન મહાવીરના દશ ઉપાસક
[શરીરે કરવાના વિલેપનની બાબતમાં –] “અગરુ, કુંકુમ અને ચંદન વગેરે સિવાય બીજા કશાનું વિલેપન કરવાને હું ત્યાગ કરું છું. [૨૯]
[પુષ્પની બાબતમાં – “એક શુદ્ધ પદ્ધ અથવા માલતીની માળા સિવાય બીજા ફૂલ વાપરવાનો હું ત્યાગ કરું છું.” [૩૦]
| [આભરણની બાબતમાં – “સાદાં કુંડળ અને નામવાળી વીંટી એ સિવાય બીજા આભરણેને હું ત્યાગ કરું છું.” [૩૧]
[ ધૂપની બાબતમાં –] “અગરુ, તુર્કક વગેરે સિવાય બીજા કશાને ધૂપ કરવાને હું ત્યાગ કરું છું.”
| [હવે મોલનની મર્યાદાઓમાં – પ્રથમ પીણાની બાબતમાં –] “(મગનું કે ભૂજેલા ચોખાનું) કફૅપયા નામનું પીણું છોડી, બીજું પીણું પીવાને હું ત્યાગ કરું છું.” [૩૩]
[મીઠાઈની બાબતમાં –] “ઘેબર, અને ખાંડખાજા સિવાય બીજી મીઠાઈ ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૪]
[ચેખાની બાબતમાં – “કલમી ચોખા સિવાય બીજા ચેખા ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૫]
* આમ “વગેરે” શબ્દ મૂકવાથી પરિમાણ-મર્યાદાને કશો ખ્યાલ આવતો નથી; બીજી બાબતમાં તે નક્કી નામ કે પરિમાણું બનાવેલું છે. ટીકાકારે પણ આ વિષે કશું લખ્યું નથી.
૧. નામમુદ્રા. ૨. મૂળ: મરવા ૩. ઘgઇન ૪, વંટવજ્ઞા
૫ મૂળ: જમશાસ્ત્રી આ જાત પૂર્વ દેશમાં પ્રસિદ્ધ છે, એમ ટીકાકાર જણું છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ [દાળની બાબતમાં –] “કલાય, મગ કે અડદ સિવાયની બીજી દાળ ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૬]
[ઘીની બાબતમાં –] “શરદ ઋતુના ગાયના દાણાદાર ઘી સિવાય બીજું ઘી ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૭]
[શાકની બાબતમાં –] “બથ, અગથિયો કે ડેડી, સિવાય બીજું શાક ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૮]
[રસ(“માહુર”)ની બાબતમાં –] “પાલિંગામાધુર સિવાય બીજો રસ પીવાને હું ત્યાગ કરું છું.” [૩૯]
ખાટા -તીખાની બાબતમાં –] “ખાટિયું કે વાટી દાળનું ખાટું વડું એ સિવાય બીજી વાનીને હું ત્યાગ કરું છું.” [૪૦]
[પાણીની બાબતમાં – “આકાશમાંથી પડેલા (ટાંકાના) પાણી સિવાય બીજું પાણી પીવાને હું ત્યાગ કરું છું.” [૪૧]
Fall velela
૧. મૂળઃ સૂત્ર (સૂ) I ૨. વધુ મુસ્વિય-મંડુકિયા
૩. શલકી (શાલ) નામના ઝાડના ગુંદરમાંથી બનાવેલું મધુર પીણું આચારાંગ સૂત્ર ૨-૧-૮માં તેને સંલકી-પલંબ કહ્યો છે. પાલિંગ એ શલ્લકીનું દ્રાવિડયન ભાષાનું (સર૦ તેલુગુ અને તામિલ “પાર્લગી') નામ લાગે છે.
૪. મૂળઃ “જેમણ” –- જમતાં મેં સ્વાદવાળું કરવા જે ખાટું-તીખું લેવાય છે તે – વ્યંજન.
* ૫ “સેધામ્સ', અને “દાલિકામ્સ'. સેધામ્સ એટલે દહીંવડું અર્થ પણ લેવાય છે.
૬. “અંતરિક્ષેદક”.
Page #49
--------------------------------------------------------------------------
________________
२० ભગવાન મહાવીરના દશ ઉપાસકે
મુખવાસની બાબતમાં –] “એલચી, લવંગ, કપૂર, કકોલ અને જાયફળ – એ પાંચ સુગંધી દ્રવાળા તાંબૂલ સિવાય બીજા મુખવાસને હું ત્યાગ કરું છું.” [૪૨]
(૩) પિતાના શરીર વગેરે કશાના પ્રયજન વિનાની – વ્યર્થ હોવા છતાં પાપબંધન ઊભું કરનારી ચાર પ્રકારની
અનર્થદંડ” કહેવાતી પ્રવૃત્તિઓને ત્યાગ. તે ચાર પ્રકારો જેમકે –
૧. ઈષ્ટ વસ્તુ મળે, અનિષ્ટ વસ્તુ દૂર થાય એવી કલ્પનાઓ – ચિંતન કરવાં તથા હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ રૂપી પાપપ્રવૃત્તિઓના ઘાટ ઘડવા –એ વગેરે
અપધ્યાન', ૨. કુતૂહલને કારણે ગીત-નૃત્ય-નાટક જોવાં, કામશાસ્ત્રનું પરિશીલન કરવું, ઘત-મદ્ય-કીડા–વેર, સ્ત્રીખાનપાન–દેશ-રાજકારણ સંબંધી નકામી વાતચીત, રોગ અને શ્રમ સિવાય લાંબો કાળ સૂઈ રહેવું વગેરે “પ્રમાદ”; ૩. જીવહિંસામાં કારણભૂત થાય તેવાં ઘંટી-ખાંડણિયે–કેશ–કેદાળી–શસ્ત્ર વગેરે સાધનની વ્યાવહારિક આપલે રૂપી હિંસપ્રદાન', ૪. પશુઓને પલોટવાં, ખેતર ખેડવાં, પશુને ખસી કરવાં વગેરે પાપકર્મોની સલાહ આપવા રૂપી “પાપકર્મોપદેશ.” [૪૩]
[(૪) સામાયિક વ્રત. અર્થાત્ ખોટાં ચિંતન અને સંકલપને ત્યાગ કરી, કાયિક તથા વાચિક પાપકર્મોને
૧. અહીં સુધીનાં ત્રણ શિક્ષાત્રતાને “ગુણવત” પણ કહે છે. ગૃહસ્થનાં મૂળ પાંચ અણુવ્રતોને તે ગુણકારક – ઉપયોગી છે
૨. પા. ૧૨, ને. ૬માં જણાવ્યા પ્રમાણે આવા [ ] કેંસમાં હવે પછી મેલાં બાકીનાં ચાર શિક્ષાવ્રતોને પણ મૂળમાં નામથી ઉલ્લેખ નથી; પરંતુ પછી તેમના વર્ણવેલા અતિચારો ઉપરથી તેમને અહીં સમજી લેવાનાં છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૧. નટ્ટુ
૨૧
ત્યાગ કરી, અમુક વખત સુધી સમતા ધારણ કરીને બેસવાનું વ્રત. (ગૃહસ્થ તેટલા સમય પૂરતા ચિત જેવા થાય છે. આમાં દોષયુક્ત વ્યાપારના જ નિષેધ છે; બાકી, સ્વાધ્યાય, પાઠ આદિ નિર્દોષ વ્યાપાર કરવાની છૂટ છે. જોકે યતિની પેઠે તેમાં દેવપૂજાને તે ત્યાગ જ કરવામાં આવે છે. જિન મંદિરમાં, સાધુની સમીપમાં, પાષધશાળામાં, કે પેાતાને ઘેર આ વ્રત આછામાં ઓછું એક મુહૂર્ત (૪૮ મિનિટ) કરવામાં આવે છે.)]
[(૫) દેશાવકાશિક ત. અર્થાત્ ખ્રિસ્તૃત રૂપી પ્રથમ શિક્ષાત્રતમાં દશ દિશાએમાં પ્રવૃત્તિની જે મર્યાદા બાંધી હાય, તેને પણ ઘેાડા વખત પૂરતી ઘટાડી (‘દેશ’), અવસ્થાન કરવું (‘ અવકાશ ’) તે. (દિગ્દતના પરિમાણને ઘટાડવાની પેઠે ખીજા અણુવ્રત વગેરેની છૂટને પણ તે પ્રમાણે ઘેાડે! વખત ઘટાડવામાં આવે છે. .)]
[(૬) પૌષધેાપવાસત્રત. અર્થાત્ આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને રાજ ચાર ટંકના ઉપવાસ કરી કુપ્રવૃત્તિના ત્યાગ કરવા, બ્રહ્મચય ધારણ કરવું, અને સ્નાનાદિ શરીરસંસ્કારાને ત્યાગ કરવા તે. (તેના મૂળમાં ‘ઉપવસથ’ ઉપરથી ઉપવાસ અને ઉપાસનાના ભાવ મુખ્યત્વે છે. પૂરા પૌષધવ્રતમાં સાથે સામાયિક વ્રત કરવાનું હેાય છે. ) ]
[(૭) યથાસવિભાગવત. અર્થાત્ ભિક્ષા માટે ભાજનકાળે આવેલા સાધુ વગેરે અતિથિને ન્યાયથી પેઢા
૧ ઉપાસના, ધ્યાન વગેરે માટેનું અલગ મકાન, ર. જીએ પુસ્તકને અંતે વિષ્ણુ ન. ૨.
Page #51
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
કરેલ તથા નિર્દોષ એવાં અન્ન-પાન, પાત્ર-આચ્છાન અને રહેઠાણુ વગેરેનું દાન કરવું તે. ]
२२
[આનદ ગૃહપતિએ ભગવાન મહાવીર પાસેથી આમ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત' મળીને થતે ખાર પ્રકારને શ્રાવકધમ સ્વીકાર્યાં, અને એમ તે શ્રમણ-ભગવાન મહાવીરના ગૃહસ્થવર્ગના શિષ્ય અર્થાત્ શ્રમણેાપાસકશ્રાવક બન્યા. હવે જે જાતની પ્રવૃત્તિથી તેણે સ્વીકારેલાં એ ત્રતાના દેખીતા ભંગ થયેા કહેવાય નહીં, તેમ છતાં જે જાતનાં સ્ખલનાથી એ સ્વીકારેલા ગુણુ મલિન થાય અને ધીરેધીરે હ્રાસ પામી ચાલ્યે। જાય, એવાં દરેક વ્રતનાં ‘અતિચાર’૨ નામનાં સ્ખલન પ્રત્યે શ્રમણેાપાસક આનંદનું ધ્યાન ખેંચતાં] શ્રમણ-ભગવાન મહાવીરે પછી આનંદને કહ્યું :
“હું આનદ જિનેાના સમ્ય-સારા ધર્મમાગ ઉપર શ્રદ્ધા કરવા રૂપી સમ્યક્ત્વક તે' સ્વીકાર્યું, અને એ રીતે તું શ્રમણેાપાસક બન્યા, તથા જિનમાગ પ્રમાણે જીવ-અજીવ તત્ત્વાનું સ્વરૂપ સમજ્યા; હવે [કઈ ક્રિયાઓથી કે સાધનેાથી
૧. જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૩
૨. એ પુસ્તકને ૠતે ટિપ્પણું નં. ૪.
૩, તેને જ સમ્યક્-દર્શન કહે છે. છેાડી દેવા યાગ્ય અને સ્વીકારવા ચોગ્ય તત્ત્વોને યથાર્થ વિવેક-સમજ પ્રાપ્ત કરવાની રુચિ થઈને, તેનાથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વમાં નિા તે સમ્યક્ત્વ કહેવાય. ખાટા તત્ત્વમા ઉપરનેા પક્ષપાત - કદાગ્રહ શાંત થયેા, સાંસારિક બંધનેને! ભય થવે!, વિષયામાં આસક્તિ ઓછી થવી, દુ:ખી ઉપર અનુકંપા થવી, અને આત્મા આદિ પદાર્થોમાં આસ્તિક્તા થવી, એ તેનાં લક્ષણા છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૩
૧. આનદ કર્મબંધન થાય છે, કેવી રીતે તેને રોકી શકાય છે, અને કેવી રીતે તેને ખંખેરી નાખી મોક્ષ પામી શકાય છે, એ પણ તે સમયે છે; હવે તને બીજા કશાની મદદની જરૂર ન રહે, તથા દેવ–નાગ–યક્ષ વગેરે) કેઈપણ તને તારી મર્યાદામાંથી કે શ્રદ્ધામાંથી ચળાવી ન શકે.
પણ તારી તે શ્રદ્ધા-સમ્યત્વ-માં તારે અવિચલિત રહેવું હોય, તે મુખ્યત્વે નીચેની પાંચ બાબતે કે જે સમ્યકત્વને બગાડનાર-અતિચારરૂપ છે, તેમને તું જાણું લે, અને કદી આચરીશ નહી તે જેમકેઃ ૧. (મનની ડામાડોળ સ્થિતિ), ૨. કાંક્ષા (ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી, અને ઘડીકમાં બીજી માન્યતા ધારણ કરવી તે); ૩. વિચિકિત્સા (વ્રત–નિયમ વગેરેનું ફળ મળશે કે નહીં એવી શંકા કર્યા કરવી તે, અથવા જ્ઞાની પુરુષેની ઘણા કરવી તે), ૪. પરપાખંડપ્રશંસા (બીજાના મતની પ્રશંસા); અને ૫. પરપાખંડસંસ્તવ (બીજા મતવાળાઓને સંસર્ગ). [૪૪]
તે જ પ્રમાણે –
૧. યાત્રા =પ્રધાન અર્થાત્ આ પાંચ તે ઉપલક્ષણઉદાહરણરૂપ જ છે; બીજા તે જાતના સમજી લેવા. પછીના બારે વ્રત અને છેવટના સંલેખન વતન અતિચારોની બાબતમાં આ શબ્દ મૂકેલે છે
૨ શંકા અને વિચિકિત્સા વચ્ચે એવા ભેદ બતાવાય છે કે, શંકા તે તાના સ્વરૂપને લગતી હોય છે, ત્યારે વિચિકિત્સા ક્રિયાની બાબતમાં
૩. જોકે આને અર્થ એ નથી સમજવાને કે પિતા સિવાય બીજાના સંપ્રદાય કે ધર્મની નિંદા કરવી.
Page #53
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે [૧સ્થૂલ હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – કેઈને બાંધ (વંધ); કેઈને નિર્દયપણે મારો (વધ); કેઈનાં અંગપ્રત્યંગ કાપવાં (છવિ છે); ગજા ઉપરાંત ભાર ભરે કે કામ કરાવવું (તિમા); કોઈનું ખાનપાન બંધ કરાવવું (માનવુ છે). [આ તથા આના જેવી પ્રવૃતિઓથી ભલે વ્રતનો ભંગ કર્યો શબ્દથી ન કહેવાય, પણ આ બધું કરનારનું હિંસાત્યાગનું વ્રત મલિન થઈ થડે વખતે જરૂર હાસ પામે જ.] [૪૫]
[૨] સ્થલ અસત્ય (મૃષાવા)ના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – કેઈ ઉપર વગર વિચારે આળ મૂકવું; કેઈની ગુપ્ત વાત પ્રકાશિત કરવી; પિતાની સ્ત્રીની ગુપ્ત વાતે પ્રકાશિત કરવી,૧ ટી સલાહ આપવી; અને બેટા લેખ કરવા. [૪૬]
[૩] સ્કૂલ ચૌર્યના ત્યાગની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – ચારીને માલ રાખ ચોરી
૧. ટીકાકાર કહે છે તેમ, સ્ત્રીની એ ગુસ વાત ભલે સાચી હોય, તો પણ પ્રગટ કરવાથી તે ફજેતીને કારણે આત્મહત્યા કરે, કે દૂભાય ઇત્યાદિ.
ગશાસ્ત્ર” ૩, ૯૦માં હેમચંદ્રાચાર્ય આને બદલે “વિશ્વસ્તમંત્રભેદ” એવો અતિચાર મૂકે છે; અર્થાત પિતાના ઉપર વિશ્વાસ રાખનારાં સ્ત્રી, મિત્ર વગેરે કેઈની વાત ખુલ્લી કરી દેવી છે. આમાં ને ઉપર આવેલા કોઈની ગુપ્ત વાત પ્રકાશિત કરવા રૂપી અતિચારમાં તફાવત એ છે કે, પેલામાં તો કેઈની ખાનગી વાત તેણે કહી ન હોય અને જાણી હેય છે, ત્યારે આમાં તે પેલાએ વિશ્વાસ રાખી આપણને તેની ગુપ્ત વાત કહી હોય છે.
૨. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૫.
uona
Page #54
--------------------------------------------------------------------------
________________
૧. આનદ
કરવા પ્રેરણું કરવી; બે વિરોધી રાજયે નિષિદ્ધ કરેલી સીમાનું (દાણચેરી ખાતર) ઉલ્લંઘન કરવું; ખોટાં તોલમાપ રાખવાં સેળભેળ કરીને કે બનાવટી વસ્તુ મૂળને બદલે બતાવીને વહેવાર કરો. [૪૭]
[૪] સ્વદારતેષ વ્રતની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી:– વેશ્યાગમન કરવું, કુમારી, વિધવા કે પતિરહિતાને સંસર્ગ કરે; બીજી સ્ત્રીઓ સાથે શૃંગારચેષ્ટા કરવી; બીજાના વિવાહ કરવા; અને કામગમાં તીવ્ર અભિલાષા રાખવી." [૪૮]
[૫] ઈચ્છાવિધિનું પરિમાણ કરવાની પ્રતિજ્ઞા લેનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – જમીન જાગીર, હિરણ્ય સુવર્ણ, ઢોરઢાંખ અને દાસદાસી, ધનધાન્ય,
૧. રૂવપરિપૃથ્વીતા વેશ્યા એ કેાઈની નિયત સ્ત્રી નથી અને પૈસા વગેરેથી થોડા વખત પૂરતી પિોતાની બનાવી શકાય છે. તેની સાથેના સંબંધને કઈ કદાચ “સ્વદારસંતોષ વ્રત'નો ભંગ ન માને.
- ૨, મરિyીતા જે વેશ્યા નથી, તેમ છતાં કુંવારી, વિધવા, કે (પતિ પરદેશ ગયે હોવાથી કે ગાંડો થયે હેવાથી વસ્તુતાએ) પતિ વિનાની હેઈ, બીજા કેઈ પતિની સ્ત્રી અત્યારે નથી, તેને પણ સંબંધ પૂરતી સ્વ-સ્ત્રી ગણી કદાચ કઈ વ; અને વ્રત ભંગ થતો ન માને
૩. અર્થાત સંભોગ સિવાયની કામચેષ્ટાઓ કરવામાં કોઈ કદાચ વ્રતભંગ થતો ન માને.
૪. પિતાને કે પોતાનાં છોકરાં સિવાયના. એમાં પણ પ્રેરક હેતુ બીજાઓને કામમાં જોડી વિકૃત સ્વ-સંતોષ સાધવાને હેઈ શકે.
૫. સ્વ-સ્ત્રી સાથે પણ તીવ્ર કામાભિલાષ છેવટે વ્રતસંગ તરફ જ લઈ જાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે તથા ઘરવખરી–એ બધાનું જે પ્રમાણ નકકી કર્યું હોય તેને (બીજી રીતે ઓળંગી જવું. [૪૯]
“[૬] દિવ્રત ધારણ કરનાર શ્રાવકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ ન કરવી – ઉદેવ દિશામાં, અધ દિશામાં, અને તિર્ય દિશામાં જવા-આવવા માટે નકકી કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું (એ ત્રણ), વેપાર કે કઈ વ્યવહારુ કામ માટે ધારેલા ક્ષેત્રના માપમાં વૃદ્ધિ કરવી (અર્થાત એકનું બાકી રહેલું માય બીજામાં વધારવું), તથા પ્રવાસને અંગે (મર્યાદાની) ચોક્કસ સ્મૃતિ ન રાખવી. [૫૦] *
[૭] ઉપભેગ-પરિભેગ—પરિમાણ વ્રત ધારણ કરનાર શ્રાવકે ઉપભેગ-પરિભેગને ભેજન” (ભેગ) અને (તે ભેગનાં સાધન મેળવવા માટે કરાતાં) “કર્મ” (આજીવિકા) એમ બે પ્રકારે સમજવો. હવે “ભેજન”ની મર્યાદા સુરક્ષિત રાખવા અંગે અતિચારરૂપ નીચેની પાંચ પ્રવૃત્તિઓ ન કરવી:– સજીવ વસ્તુ ખાવી, સજીવ વસ્તુ સાથે સંબંધવાળી વસ્તુ
૧. અર્થાત ખેતર કે ઘર નવું લીધું -કર્યું હોવા છતાં, જૂના ખેતર કે ઘરની પાસે જ લઈ- કરીને મેળવી દેવું. અને સંખ્યાનું ઉલ્લંઘન થયેલું ન માનવું; ધાતુનાં વાસણની સંખ્યા કાયમ રાખે, પણ તેમના વજન-કદ્દમાં ફેરફાર કરે; ઢેર વગેરેમાં નવા પ્રસવથી થતી વૃદ્ધિને સંખ્યાની મર્યાદામાં ન ગણે; વપરાશથી અમુક સંખ્યા ઓછી થાય ત્યારે ઉમેરી લેવા કામમાં આવે તે માટે પહેલેથી બીજાને ત્યાં મૂકી રાખે, વગેરે રીતે. .?
૨. ચેકસ મર્યાદાની સ્મૃતિ ન રાખવી, અને એક મર્યાદાને ઓછી કરી બીજને વધારવી એ બે (અથતિ પાંચમા અને ચોથા સિવાય બાકીના અતિચાર તે ચા વ્રતભંગ જ કહેવાય. એટલે પાંચની સંખ્યા પૂરી કરવા જ દિશાના પહેલા ત્રણ પ્રકારે ઉમેર્યા છે, એમ કહેવું જોઈએ. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણું નં. ૬.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ ખાવી; કાચી વનસ્પતિ ખાવી, બરાબર નહીં રંધાયેલી વનસ્પતિ ખાવી; અને તુચ્છ વનસ્પતિ ખાવી. “કર્મ (–આજીવિકા) વિષયક મર્યાદા સુરક્ષિત રાખવા અંગે અતિચારરૂપ નીચેની પાંચ પ્રવૃત્તિઓ ન કરવી. ભારે પાપકમનાં “આદાન” એટલે કે કારણ હોવાથી તે પ્રવૃત્તિઓ કર્માદાન કહેવાય છે. તે જેમકે –
(૧) જેમાં કેયલાને કે બીજા બળતણનો સતત ઢગલાબંધ ઉપયોગ કરે પડે તે, કે કેયલા પાડવાને વેપાર ન કરે; (૨) જેમાં વનેને નાશ કર પડે તેવી પ્રવૃત્તિઓ ન કરવી; (૩) સંખ્યાબંધ મા વગેરે વાહને બનાવવા અને વેચવાને વેપાર ન કરે, (૪) ગાડાં વગેરે વાહનો માટે ફેરવવાને બંધ ન કરે; (૫) ભય HIકવી પડે તે બંધ ન કરે; (૬) હાથી, શંખ, કચકડા વગેરેને વેપાર ન કરે; (૭) શ્રાવ વગેરેને વેપાર ન કરે; (૮) સુરા વગેરે રસેને વેપાર ન કર; (૯) સોમલ વગેરે વિષને વેપાર ન કરે; (૧૦) રેરાને વેપાર ન કર, (૧૧) ઘાણી, કેલાં વગેરે ચલાવવાનેકે ધંધે ન કરવો; (૧૨) ખસી વગેરે કરવાનો ધંધે ન કરે; (૧૩) ખેતર, જંગલ વગેરે સાફ કરવા માટે –અગ્નિ મૂકવાન ધ ન કરે; (૧૪) સરોવર, તળાવે, ધરાએ
૧ મૂળઃ “પ' શાકભાજી. ૨. જેમાં નાખી દેવાનું ઘણું અને ખાવાનું થોડું હેચ એવી. ૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ ૭. ૪. નન્તપીસ્ટTI ૫. નિર્વાઇન !
Page #57
--------------------------------------------------------------------------
________________
२८
ભગવાન મહાવીરના દ્વરા ઉપાસકા
વગેરે પૂરવાના ધંધા ન કરવેશ; (૧૫) દાસી કે ગુલામા દ્વારા આજીવિકા ન ચલાવવી, તેમજ હિસપ્રાણીઓના વેપાર કે પાણુ ન કરવું. [૫૧]
૨
[૮] “અનથ ક્રૂડના ત્યાગની પ્રતિજ્ઞાવાળા શ્રાવકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકેઃ—કામેાત્તેજક વાતા કરવી; ભાંડની પેઠે શરીરના ચાળા કરવા; બકબકાટ કરવા; મુશળ, કાદાની તલવાર વગેરે સાધનેાથી સંયુક્ત રહેવું; અને આવશ્યક્તા ઉપરાંતનાં ભે।ગપરભાગનાં સાધના રાખવાં, [૫૨]
૩
“[૯] સામાયિક વ્રત કરનાર શ્રમણેાપાસકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિએ મુખ્યત્વે ન કરવી. તે જેમકેઃ— મન વાચા અને કાયા એ ત્રણના દૃષ્ટ પ્રયાગ કરવા; અમુક નિયત વખતે સામાયિક કરવું જ એવી સામાયિકને અંગેની સ્મૃતિ તાજી ન રાખવી; અને સામાયિકને અવ્યવસ્થિત રીતે કરવું. [૫૩]
**
[૧૦] “દેશાવકાશિકની મર્યાદા ધારણ કરનાર શ્રાવકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે —પેાતાની મર્યાદાના ભંગ થાય એવી રીતે સ ંદેશા વગેરે દ્વારા કાંઈ મંગાવવું; તે માટે ખાસ કાઈને મેાકલવા; તે માટે કાઈ પ્રકારના અવાજ કરવા; આંખ
--
૧. શાષા |
૨. નિચારની આવક માટે સ્ત્રી (મી) પાષવી, તેમ જ પાપટ-ફૂકડાં-માર વગેરે પાળવાં વેચવાં——એવા અર્થ પણ કરાય છે.
૩. કારણકે, ખીન્ન તે સાધન માગી ાય, અને તે વડે થયેલી હિંસાના ભાગી આપણે બનવું પડે. ૪. પુત્રવિધાન
Page #58
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ
૨૯ વગેરેથી ઈશારો કરવા અને તે માટે કાંઈ ફેંકવું કરવું. [૫૪]
[૧૧] “પષધેપવાસ કરનાર શ્રમણોપાસકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે –તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં એવાં આસન કે પથારી વગેરેનો ઉપયોગ કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહી કરેલાં એવાં આસન કે પથારી વગેરેને ઉપયોગ કરે; તપાસ્યા વિનાનાં કે બરાબર નહી તપાસેલાં શાચ કે લઘુશંકાનાં સ્થાને ઉપગ કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહી કરેલાં એવાં શૌચ કે લઘુશંકાનાં સ્થાને ઉપયોગ કરે અને પૌષધોપવાસ અવ્યવસ્થિતપણે કરે. [૫૫]
[૧૨] “યથાસંવિભાગવત ધારણ કરનાર શ્રમણપાસકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે - ન આપવાની વૃત્તિથી ભેજનસામગ્રીને સચિત્ત વસ્તુમાં મૂકવી; કે સચિત્ત વસ્તુથી ઢાંકવી; અગ્ય સમયે દાન દેવાનો ઢોંગ કરવો; ન આપવાની બુદ્ધિથી પિતાનું હોય તેમ છતાં બીજાનું કહેવું અને બીજાની હરીફાઈ કરીને આપવું. [૫૬] | [આ પ્રમાણે લીધેલાં વ્રતને બરાબર તથા અતિચારે વિના પાળતાં પાળતાં કાળના દોષથી, શરીરની દુર્બળતાના દેષથી કે કોઈ વિઘોના દોષથી જ્યારે સંયમધર્મ પાળ અશક્ય થઈ જતો સમજાય, કે મૃત્યુકાળ નજીક આવી પહોંચેલે જણાય, ત્યારે શ્રાવક ધીરે ધીરે કે સદંતર
Page #59
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો આહારને ત્યાગ કરીને મરતા સુધી દોષોને ઘટાડતા જઈ મૃતિ-સમાધિપરાયણ રહેવાનું ] “અપશ્ચિમ ભારણાંતિક સંલેખના વતન લે, ત્યારે તે વ્રત પણ] નીચેના પાંચ અતિચારો વિનાનું જ પાળે. તે જેમકેઃ આ લોકની આસક્તિ રાખવી, પલકની આસક્તિ રાખવી; જીવિતની આસક્તિ રાખવી; મરણની આસક્તિ રાખવી અને કામગોની આસક્તિ રાખવી.” [૫૭]
ભગવાન મહાવીર બેલી રહ્યા ત્યાર પછી આનંદ તેમને વંદન-નમસ્કાર કરી, નીચે પ્રમાણે આગ્રહ (મિ) સ્વીકાર્યો –
“હે ભગવાન! રાજાની આજ્ઞા, ગણુની આજ્ઞા, પિતાનાથી વધુ બળવાનની, દેવની આજ્ઞા, માતાપિતાની આજ્ઞા કે ગુરુજનને ઉપદ્રવ (થતો હોય તેમાંથી તેમને બચાવવા ખાતર કરવું પડે ત્યારે), અને આજીવિકાને અભાવ-એટલાં છ કારણે બાદ કરીને બાકીને બધે જ પ્રસંગે આજથી હું બીજા સંપ્રદાયના માણસને, બીજા સંપ્રદાયને દેવતાઓને, અને બીજા સંપ્રદાયે
૧. “અપશ્ચિમ' એટલે છેવટનું – મરણ વખતનું; મારણાંતિક એટલે મરતા સુધીનું લેખન – અર્થાત્ શરીર અને દેશને ઘસી નાખવા માટે આહારત્યાગ – નું વ્રત.
૨. સંગના ૩. મfમા
૪. જે સમુદાય પોતે જ આખે એકઠા મળી પિતાનું રાજ્ય સંભાળે છે, અને રાજ જે સરમુખત્યાર કે કુલમુખત્યાર રાખતો નથી, તે “ગણ” કહેવાય છે. તે કાળમાં આવાં ગણસત્તાક રાજ્યો ઘણાં હતાં.
૫. ગુનિગ્રહ . ૬. કૃતિશતા !
Page #60
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ સ્વીકારેલાઓને વંદન કે નમસ્કાર નહીં કરું, પહેલાં તેમણે બેલા હોય તે સિવાય તેઓની સાથે વાતચીત પણ નહીં કરું, તેમ જ તેઓને ખાન, પાન, વગેરે નહીં આપું.
આજથી હું (આપણા સંપ્રદાયના) તપસ્વી સાધુઓ [શ્રમણનિગ્રંથ)ને નિજીવ અને તપાસેલું ખાન, પાન વગેરે તથા વસ્ત્ર, કંબલ, પાત્ર, હાથપગ પૂછવાનું રોયણું, સૂવાનું પાટિયું, એઠિંગણુ રાખવાનું પાટિયું, શયા, ઉતારો૧૦ અને એસડસડ આપતે રહીશ.”
પછી કેટલાક પ્રશ્નો શ્રમણ-ભગવાનને પૂછીને, તથા તેમને બરાબર સમજીને તે પિતાને ઘેર પાછો ફર્યો. ઘેર આવી તેણે પોતાની સ્ત્રીને કહ્યું –
હે દેવાનુપ્રિયે!૧૧ શ્રમણભગવાન મહાવીર પાસે
૧. અર્હતે કે ચૈત્ય (મંદિર) વગેરેને.
૨. મૂળમાં:- માન, દાન, તામિ (મુખવાસ), સ્વામિ મેવો વગેરે સ્વાદુ વસ્તુઓ).
૩. તે સંપ્રદાય ઉપર શ્રદ્ધા-ભક્તિ રાખીને કશું ન આપવાની વાત છે; દાન-સેવા ખાતર અહીં આપવાનો નિષેધ નથી.
૪. ગ્રંથિ – ગાંઠ (રાગદ્વેષ વગેરેની) જેમની છૂટી ગઈ છે તે નિર્ચ થ. જૈન સાધુ માટે તે શબ્દ રૂઢ થયેલ છે. ૫. સુર, મેઘળીયા ૬. પ્રતિવ્ર
૭. ઘ રના ૮. વડા ૯. પી . ૧૦. સંતરવ – પથારી તેમ જ રહેવાનું સ્થાન.
૧૧. દેવોને પ્રિય. બૌદ્ધ રાજ અશોક પોતાને માટે સેવાના શબ્દ વાપરે છે. કદાચ તે કારણે જ પછી બ્રાહ્મણ સાહિત્યમાં તે શબ્દ “મૂર્ખ ” ગાંડે” એ અર્થ માં રૂઢ થયો છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
કર
ભગવાન મહાવીરના દૃશ ઉપાસકા
જઈને તેમનું પ્રવચન મેં સાંભળ્યું. તે મને ખરાખર ગમ્યું છે અને તેમાં મારી અભિરુચિ થઈ છે. તે તું પણ તેમની પાસે જા અને તેમની ઉપાસના કરી, તેમની પાસેથી પાંચ અણુવ્રતા અને સાત શિક્ષાવ્રતાવાળા ગૃહસ્થધમ સાંભળી, તેને સ્વીકાર કર ! ” [ ૫૮ ]
"7
આનનું કહેવું સાંભળી, શિવનઢા ખુશી થઈ, અને ઉતાવળે નાકા પાસે નાના કાનવાળા, ધેાળા અને સારી રીતે શણગારેલા વેગવંત બળદો જોડેલા રથ તૈયાર કરાવી, તેમાં બેસી ભગવાનને ઉતારે પહાંચી. [ ૫૯ ].
ત્યાં ભગવાનના ઉપદેશ સાંભળી, તેણે પણ આનંદની પેઠે ખાર પ્રકારનાં વ્રતાવાળે ગૃહસ્થયમ ભગવાન પાસેથી સ્વીકાર્યાં. ત્યાર બાદ, ભગવાનને નમસ્કારાદિ કરી, રથમાં બેસી, તે પેાતાને ઘેર પાછી ફરી. [૬૦-૧ ]
આમ આનંદ અને શિવનઢા ધર્મ સ્વીકારીને પાછાં ફર્યા બાદ, ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે શ્રમણ-ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરી, નમ્રતાથી પૂછ્યું :--
૧. ઉપદેશ, પછી તેા તત્ત્વસિદ્ધાંત, સિદ્ધાંતમા, શાસ્ત્ર, એવા અર્થ માં પણ તે શબ્દ રૂઢ થયા છે.
૨. તે પણ ભગવાનના અગિયાર ગણધરોમાંના એક હતા. તે ઈ. પૂ. ૬૦૭માં રાજગૃહ નજીક જન્મ્યા હતા, અને ભગવાનના નિર્વાણ પછી ખાર વ બાદ નિર્વાણ પામ્યા હતા ( ઈ. સ. પૂ ૫૧૫ ). બુદ્ધના પટ્ટ શિષ્ય આનંદની જેમ જૈન પરંપરામાં ભગવાન મહાવીર સાથે ગૌતમનું નામ જોડાયેલું છે. વિશેષ માટે જીએ આ માળાનું સંયમધર્મ ” પુસ્તક, યા. ૨૦૪ (બીજી આવૃત્તિ ).
Page #62
--------------------------------------------------------------------------
________________
૧. આનદ
“હે ભગવન્! આ આનંદ શ્રમણોપાસક (શ્રદ્ધાદિમાં આગળ વધતે વધતો (ભવિષ્યમાં ઘરબાર તજી) આપની પાસે મુંડ થઈ સાધુ બનશે?”
ભગવાને કહ્યું, “ના, એ વાત નહિ બને.” પણ હે. ગૌતમ ! આનંદ શ્રમણોપાસક ઘણું વર્ષો સુધી શ્રમણપાસકને ધર્મ પાળીને સૌધર્મકલ્પમાં અરુણાભ નામના વિમાનમાં દીર્ઘજીવી દેવ થશે.” [૬૨]
ત્યારબાદ ભગવાન મહાવીર વખત થયે (વાણિજ્યગ્રામથી નીકળી) બહારના પ્રદેશમાં ચાલ્યા ગયા. [૬૩]
શ્રમ પાસક આનંદ તથા તેની સ્ત્રી શિવનંદા પણ શ્રાવકધર્મ પાળતાં તથા જૈન સાધુઓને ભિક્ષાદિ આપતાં રહેવા લાગ્યાં. [૬૪-૬૫]
એમ કરતાં કરતાં અને અણુવ્રતમ ગુણવ્રત પાળતાં, દેષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમ અનુસરતાં, અને પૌષધવ્રતના ઉપવાસોથી આત્માને બરાબર કેળવતાં કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષ ચાલ્યાં
૧. Rો તિબદ્ધ રાધે ૨. કલ્પ એટલે સ્વર્ગ. બાર કપમાં સૌધર્મકલ્પ પ્રથમ છે. વિમાન એટલે દેવભુવન – દેવનું નિવાસ્થાન. વિશેષ માટે જુઓ આ માળાનું “તત્ત્વાર્થસૂત્ર” પુસ્તક, પૃ. ૧૭૬ ઇ.
૩. મૂળ: “ચાર પોપમ વર્ષ આયુષ્યવાળો.” ગણતરી બહારની આ પોમ” સંખ્યાનો હિસાબ સમજવા માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા ૧૫૮ (બીજી આવૃત્તિ). ૪. ગનપત્ર |
૫. મૂળ: શીલવત. ૬. એ પા. ૨૦ નેધ ૧.
૭. કયારથાન ! ૮. મૂળમાં “ભાવિત (વાસિત) કરતાં” એમ છે.
મ– ૨
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો ગયાં. પંદરમા વર્ષને વચગાળે એકવાર મધ્યરાત્રે જાગરણ કરી તે ધર્મચિંતનમાં બેઠા હતા, તેવામાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો –
હું આ વાણિજ્યગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને મારા કુટુંબને પણ આધાર છું. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મસાધના પ્રમાણે બરાબર વતી શકતું નથી. તેથી, આવતી કાલે સૂર્ય ઊગતાં, મારાં કુટુંબીઓને ભજનનું નિમંત્રણ આપીને ભેગાં કરી, તેમની સમક્ષ મારા મેટા પુત્રને આ બધે ભાર સોંપું; અને પછી પુત્રની તથા તે સૌની રજા લઈ, કલ્લાક પરામાં ત્યાં જાઉં, અને (અમારા) જ્ઞાતૃવંશીઓના મહેલામાં આવેલી (અમારી) પૌષધશાળાને જોઈ–તપાસી, તેમાં રહું; અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું. એ જ મારે માટે હિતકર કહેવાય.”
આવો વિચાર કરી, આનંદે બીજે દિવસે વહાણું વાયે, ભજનનું નિમંત્રણ આપી પિતાનાં સગાંસંબંધીને તેડાવ્યાં; અને પુષ્કળ ભેજનસામગ્રી તૈયાર કરાવીને, તેમની સાથે ભોજન કર્યું. ત્યાર બાદ તેણે તે સૌ સગાં-સ્વજનનું ફૂલહાર
१. पुत्ररत्तावरत्तकालसमयंसि । ૨. અસ્થિર છે. 3. મૂળ: ધર્મકશક્તિ ૪. જ્ઞાતૃવું ! ૫. પૌષધવત ધારણ કરીને રહેવા માટેનું અલગ મકાન. ૬. મહાવીર ભગવાનની પાસે જાણેલી ધર્મ પ્રજ્ઞમિ, તેને સ્વીકારીને ) રહું
૩િપ
Page #64
--------------------------------------------------------------------------
________________
૧. માનt
વગેરેથી સંમાન કરી, તેમની સમક્ષ પોતાના જ્યેષ્ઠ પુત્રને બેલાવ્યો, અને કહ્યું – “હે પુત્ર! હું આ વાણિજ્યગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને કુટુંબને પણ આધાર છે. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાગને બરાબર અનુસરી શકતો નથી. તેથી મેં એ વિચાર કર્યો છે કે, મારાં આ બધાં કુટુંબીઓ સમક્ષ તને બધે ભાર સોંપી, સૌની રજા લઈ કલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃવંશી ક્ષત્રિના મહોલ્લામાં આવેલી પૌષધશાળામાં રહું, અને ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગને અનુસરું.” [૬૬]
પુત્રે આનંદગૃહપતિની આ વાત વિનયપૂર્વક કબૂલ રાખી. [૬]
એટલે પછી આનંદ શ્રમણોપાસકે સૌ સગાંસંબંધીને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! હું મારા પુત્રને કુટુંબને બધો ભાર સોંપુ છું. માટે હવેથી કે મને કશી બાબતમાં પૂછશે નહિ, કે મારી સલાહ માગશે નહિ; તેમ જ ( કૌટુંબિક પ્રસંગેએ મને આવનાર ગણી) મારે માટે ખાનપાન વગેરે કાંઈ તૈયાર કરાવશે નહીં.” [૬૮]
- ત્યાર પછી આનંદ શ્રમણોપાસક જ્યેષ્ઠ પુત્ર તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન-સંબંધી વગેરેની રજા લઈ પિતાને ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામમાંથી બહાર આવ્યું તથા કેલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયના મહેલ્લામાં આવેલી પૌષધશાળામાં આવ્યું. પછી તે મકાનને વાળી ઝાડી, લુછી-પૂછી, મળ-મૂત્રનાં સ્થાને બરાબર
Page #65
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે તપાસી, દાભને સાથરે બેસી, પૌષધોપવાસ કરતો, શ્રમણભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતે ત્યાં રહેવા લાગે. [૬૯]
[ધર્મસાધનામાં ઉપાસક તથા સાધુને વ્રત–તપના વિશિષ્ટ નિયમરૂપી “પ્રતિમાઓ સ્વીકારવાની હોય છે. ઉપાસકની પ્રતિમાઓ સાધુની પ્રતિમાઓ કરતાં જુદી હોય છે તથા સાધુપણાની પૂર્વતૈયારીરૂપ જ હોય છે. તેવી અગિયાર પ્રતિમાઓ હોય છે. તે નીચે પ્રમાણે –
૧. “દર્શન પ્રતિમ": અર્થાત્ સાચા ધર્મમાર્ગ ઉપર શ્રદ્ધા કરવારૂપી સમ્યત્વને, આગળ (પાન ૨૩ ઉપર) જણાવેલા પાંચ અતિચારોમાંથી એક પણ લાગવા દીધા સિવાય એક માસ સુધી બરાબર પાળવું તે.
૨. “વ્રત પ્રતિમા : અર્થાત્ પિતે સ્વીકારેલાં પાંચે અણુવ્રતોને આગળ (પાન ૨૪ ઈ. ઉપર) જણાવેલા અતિચારામાંથી એક પણ લાગવા દીધા સિવાય બે માસ સુધી બરાબર પાળવાં તે.
૩. “સામાયિક પ્રતિમા”: અર્થાત્ આગળ (પાન ૨૦ ઉપર) જણાવેલ સામાયિક નામના વ્રતને (પા. ૨૮ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ત્રણ માસ સુધી બરાબર પાળવું તે.
૧. વઘાર-પાલવ ( ૩ઘર-ગ્રસ્ત્રા ) અર્થાત મળમૂત્ર ત્યાગવાં તે પોતાને ઉપગમાં લેવાના કે ઈ સ્થળને પહેલેથી જોઈ તપાસી લેવાનો હેતુ જીવજતુની હિંસા ન થાય તે છે.
૨. મારો છે !
Page #66
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ ૪. “પષધ પ્રતિમા : અર્થાત્ આગળ (પા. ૨૧ ઉપર) જણાવેલ પૌષધેપવાસ વ્રતને (પા. ૨૯ ઉપર જણાવેલા) પાંચ અતિચારમાંથી એકે અતિચાર લાગવા દીધા સિવાય ચાર માસ સુધી બરાબર પાળવું તે.
૫. “કાયોત્સર્ગ પ્રતિમા ” અર્થાત્ (દરમહિને બે આઠમ, બે ચૌદશ અને પૂનમ તથા અમાસના દિવસે આખી રાત) કાયા - શરીરની પરવા ત્યાગીને (ઉત્સર્ગ), નિશ્ચળતાપૂર્વક ઊભા રહી, મૌનપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભેજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દેશનું નિરીક્ષણ કરવું, અને કાછડી ન ખેસવી,-એ પ્રમાણેનું વ્રત પાંચ મહિના સુધી બરાબર પાળવું તે.
૬. “અબ્રહ્મવર્જન પ્રતિમા : અર્થાત્ શૃંગારને ત્યાગ કરે, સ્ત્રીસંબંધને ત્યાગ કરે, અને સ્ત્રી સાથે અતિ પ્રસંગ ન કરે, એ પ્રમાણેનું વ્રત છ માસ સુધી બરાબર પાળવું તે.
૭. “સચિત્ત-આહાર–વજન પ્રતિમા': અર્થાત્ સજીવ વસ્તુ ન ખાવાને નિયમ સાત મહિના બરાબર પાળવે તે.
૮. “સ્વયં-આરંભ–વર્જન પ્રતિમા ” અર્થાત્ કશી સપાપ પ્રવૃત્તિ જાતે ન કરવાને નિયમ આઠ મહિના બરાબર પાળવે તે.
૯ “ભૂતક–પ્રેગ્ય–આરંભવર્જન પ્રતિમા ”: અર્થાત્ નોકર-ચાકર દ્વારા પણ પિતાને નિમિત્તે કોઈ પણ સપાપ
૧. અર્થાત મહિને જે છે રાત આખી ધ્યાનમાં કાઢવાની છે તે બાદ કરતાં બાકીની રાતોએ.
Page #67
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસક પ્રવૃત્તિ ન કરાવવાને નિયમ નવ મહિના બરાબર પાળવે તે.
૧૦. “ઉદિષ્ટ–ભક્ત–વજન પ્રતિમા': અર્થાત પિતાને ઉદેશીને કરેલા ખાનપાન વગેરે પદાર્થોને ઉપયોગ ન કરવાને અને મુંડ રહેવાને કે માત્ર એટલી રાખવાને નિયમ દશ મહિના બરાબર પાળ તે.
૧૧. “શ્રમણભૂત પ્રતિમા': અર્થાત્ શ્રમણ-સાધુને જ આચાર અગિયાર મહિના બરાબર પાળ તે.૧
આગળની દરેક પ્રતિમા વખતે પાછલી દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવાની હોય છે.]
આનંદે ઉપાસક માટેની એ અગિયાર પ્રતિમાઓને એક પછી એક સ્વીકાર કર્યો, અને તે દરેકને શાસ્ત્ર (સૂત્રો અનુસાર, આચાર (ક૯૫) અનુસાર, માગ અનુસાર, તથા જેવી હોય તેવી બરાબર પાળી, શેાભાવી, પાર કરી, (પૂરી થયેલી) જાહેર કરી, અને સમાપ્ત કરી. [૭૦-૧]
૧. આ બધી પ્રતિમાઓ પૂરી કરતાં બરાબર સાડા પાંચ વર્ષ થાય. ઉપર ૧૬મા ફકરામાં જણાવ્યા પ્રમાણે ઉપાસક તરીકે આનંદે સાડાચોદ વર્ષ ગાળ્યા પછી આ પ્રતિમાઓ સ્વીકારી હતી અને ૨૦ વર્ષ થતાં તે ગુજરી ગયો હ; અર્થાત્ આ સાડા પાંચ વર્ષ પ્રતિમાનાં પૂરાં થતાં જ તે મૃત્યુ પામ્યું હતું. પ્રતિમાઓ દરમ્યાન કુલ ૧૭૧૩ ઉપવાસ થાય, અને ૨૬૮ પારણું થાય. પ્રતિમાઓ પૂરી થતાં કઈ ઘેર પાછો ફરે, કઈ સાધુપણાની દીક્ષા જ લઈ લે, અથવા કેઈ અન્નપાનને ત્યાગ કરી મૃત્યુ સ્વીકારે.
૨. વિરા ૩. મારા !
Page #68
--------------------------------------------------------------------------
________________
૧આનંદ . પરંતુ આવા ઉત્તમ, વિપુલ, યત્નમય અને ગાઢ તપકર્મથી આનંદ શ્રમણે પાસક શુષ્ક, કૃશ અને હાડપિંજર જેવો થઈ ગયો. [૭૨].
આવી દશામાં એક વખત રાતે ચિંતન કરતાં તેને એ વિચાર આવ્યું કે, આ ભારે તપકર્મથી હું હાડપિંજર જેવું થઈ ગયું છું. તે પણ હજુ મારામાં ઊઠવાની શક્તિ (ઉત્સાહ), કર્મ કરવાની શક્તિ, બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે; તે, જ્યાં સુધી તે બધાં મારામાં કાચમ છે, તથા જ્યાં સુધી મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણભગવાન મહાવીર પણ હયાત છે, ત્યાં સુધીમાં હું અંતિમ તથા મરતા સુધીનું (અન્નપાન છેડી સમાધિસ્થ રહેવાનું) સંલેખના વ્રત કાલે સવારે સૂર્યોદય થતાં સ્વીકારું; અને ખાવું-પીવું તજી દઈ મેતની પરવા છેડી, મારું છેલ્લું જીવન પૂરું કરું.
આ વિચાર કરી, તેણે બીજે દિવસે સૂર્યોદય થતાં અપશ્ચિમ-મરણાંતિક-સંલેખના વ્રત સ્વીકાર્યું, અને ખાનપાન તજી દીધું. [૭૩]
એ સ્થિતિમાં રહેતાં રહેતાં, તેના આ શુભ અધ્યવસાયથી, તેનું શુભ પરિણામ થતાં, તથા તેની ચિત્તવૃત્તિઓ
૧. ધમાતા – નસોનાં ગૂંચળાંથી છવાઈ ગયેલો. ૨. પુરુષાર .
૩. અપશ્ચિમ-મરણાંતિ સંવના ! ૪. વાઢ મળવળમાળ . જીવન-મરણ સરખાં ગણી રહેતો.
પ. મૂળ: જેરા સફટિકની નજીક રંગીન વસ્તુ આવતાં જેમ તેનામાં તેવા રંગને ફેરફાર થાય છે, તેમ પોતે બાંધેલાં વિવિધ શુભાશુભ કર્મોના સાન્નિધ્યથી આત્મામાં થયેલા ફેરફારનું નામ લેશ્યા.
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે શુદ્ધ થતાં, તેને “અવધિ” નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પાંચસે લેજના સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને અહી રહ્યો રહ્યો જ જોઈ તથા જાણી શકવા લાગ્યા અને ઉત્તરમાં ચુલ્લહિમવત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ ક૫ સુધી, તથા નીચે રત્નપ્રભા પૃથ્વીમાંના લેલુચ્ચય નરક સુધીના પ્રદેશને જોવા તથા જાણવા લાગ્યા. [૭૪]
૧ ઇદ્રિય અને મનની મદદથી થતાં મતિજ્ઞાન (પ્રત્યક્ષ) અને શ્રુતજ્ઞાન (શાસ્ત્રવાક્યથી થતું જ્ઞાન) એ બે ઉપરાંત જૈનશાસ્ત્ર ઇદ્રિય તથા મનની મદદ સિવાય ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતાં બીજાં ત્રણ જ્ઞાન પણ માને છે. અવધિજ્ઞાન તેમાનું એક છે. તેનાથી દૂર રહેલાં મૂર્ત દ્રવ્યોનું જ્ઞાન થઈ શકે છે. જોકે તે જ્ઞાન કેવળજ્ઞાનની પેઠે તે પદાર્થોનાં સમગ્ર પરિણામો ન જ જાણી શકે. વિગત માટે જુઓ આ માળાનું “તત્વાર્થ સૂત્ર” અ૦ ૧, ૨૨૦ ૨૩ ૪૦.
૨. જેમાં આપણો દેશ આવે છે તે જંબુદ્વીપ થાળી જેવો છે. તેની ચારે તરફ બંગડીને આકારે વળ સમુદ્ર આવેલ છે.
જબુદ્વીપમાં સાત ક્ષેત્રે – “વર્ષ” છે. છેક દક્ષિણે ભરતક્ષેત્ર છે; તેને તેની ઉપરના હૈમવત ક્ષેત્રથી હિમવંત પર્વત જુદું પડે છે. એ હિમવતને અહીં સુલ હિમવંત કહ્યો છે. જુદાં જુદાં ક્ષેત્ર અથવા વર્ષને જુદા પાડતો પર્વત વર્ષધર કહેવાય છે.
દેવાના ચાર સમૂહ કે જાતિ છે. તેમાંને ચોથા વર્ગ વૈમાનિકનો છે. તે વૈમાનિકોમાં પણ પ્રથમ બાર વગે બાર જુદાં જુદાં સ્વર્ગ માં (૧૫) રહે છે. સૌધર્મ તેમાંનું પ્રથમ છે.
અલોકમાં સાત નરક ભૂમિઓ આવેલી છે. રત્નપ્રભા તેમની પ્રથમ છે. આ બધી કવિષયક જનમાન્યતા માટે જુઓ આ માળાનું “તત્વાર્થ સૂત્ર” પુસ્તક, અ૦ ૩ વગેરે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ
એ વખતે ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં ત્યાં આવી પહોંચ્યા, અને ત્યાંના દૂઈપલાસય ચિત્યમાં ઊતર્યા. તેમની સાથે તેમના મોટા શિષ્ય ઈંદ્રભૂતિ પણ હતા. તે સાત હાથ ઊંચા, વિસ્તાર અને ઊંચાઈમાં બરાબર પ્રમાણસર શરીરાકૃતિવાળા, હાડકાંના અતિ મજબૂત સાંધાવાળા, સેનાના કટકાની રેખા તથા પદ્મકેસર સમાન ગૌર, ઉગ્ર તપવાળા, ઝળહળતા તપવાળા, બાળી નાખે તેવા તપ વાળા, ઘેર તપવાળા, મહા તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, અને શરીરના સંસ્કારોને તજનારા હતા. શરીરમાં સમાયેલી હોવાથી નાની બનેલી પરંતુ અનેક જન સુધીના પદાર્થોને બાળી નાખે તેવી વિપુલ તેજે જ્વાલારૂપી દિવ્ય શક્તિ તપ વડે તેમણે પ્રાપ્ત કરી હતી. તે નિરંતર (છ ટંકના) બબ્બે ઉપવાસ ર્યા કરતા હતા. આમ તપ અને સંયમ વડે તે આત્માને કેળવ્યા કરતા હતા. [૭૫-૬]
૧. “મવતુસ્ત્ર-”—વાળા. પર્યકાસને બેસે ત્યારે બંને ઢીંચણ વચ્ચેનું અંતર, આસનનું અને લલાટના ઉપરના ભાગનું અંતર, જમણે ખભો અને ડાબા ઢીંચણનું અંતર, તથા ડાબા ખભા અને જમણ ઢીંચણનું અંતર–એ ચાર “અસ્ત્રિ' સરખાં થાય, તે તે શરીર સમચતુરસ્ત્રી કહેવાય --એમ પણ અર્થ થાય છે,
૨. વઝ-કૃષમ-રાજ્ય-સંલ્હનના સંહનન એટલે હાડકાંની રચના – સાંધો. દરેક સાથે પ્રથમ મર્કટબંધની જેમ આંકડા ભીડાવ્યા હોય (નારાચ), પછી તેના ઉપર ચામડીનો મજબૂત પાટે હેચ (ત્રકામ છે અને પછી તેના પર હાડકાંની ખીલી (વજ) હોય. ૩. જન-જુવા-નવાષ | ૪, ૩રારીરે ! ૫. “
તે શ્યા '. ૬. ઉપવાસના સમયની આગળ એક અને પાછળ એક ટંક પણ તજવાની હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે પિતાના છ ટંકના ઉપવાસના પારણાને દિવસે તે ગૌતમ પહેલા પહેરમાં સ્વાધ્યાય કરતા, બીજા પહેરમાં ધ્યાન કરતા, ત્રીજે પહેરે ત્વરા–ચપળતા અને સંભ્રાંતિ વિના સ્થિરતાથી મુહપત્તી, પાત્ર, અને વસ્ત્ર (જંતુ ન રહે તેમ) બારીકાઈથી જોઈ લેતા, અને પછી ભગવાનની અનુમતિ લઈ પોતાના ઉપવાસના પારણ માટે વાણિજ્યગ્રામમાં ઊંચનીચ-મધ્યમ કુળોમાં ઘેરઘેરથી ડી ડી ભિક્ષા ભેગી કરવા અર્થે જતા. [૭૭]
એક વખત એ પ્રમાણે ભગવાનની આજ્ઞા લઈ, Kઈપલાસય ચૈત્યમાંથી નીકળી, ઇંદ્રભૂતિ ગૌતમ હળની લંબાઈ જેટલા માર્ગને આગળ જોઈજોઈને જીવજંતુની હિંસા ન થાય તેમ ચાલતા*, અચપળ ભાવે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં ફરવા લાગ્યા. [૭૮]
૧. મૂળ : વૌષી = દિવસ અથવા રાતનો ચોથો ભાગ. ભિક્ષુને બધાં કાર્યો પીરુબી પ્રમાણે કરવાનાં હોય છે. સૂર્યના તડકામાં ઊભા રહી છાયાની લંબાઈ ઉપરથી તે સમય માપવાનો હોવાથી તેને “પૌરુષી' કહે છે. વિગત માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક અ૦ ૨૧નું ટિપ્પણુ ૧.
૨. ઘરમુદ્રાન – એક ઘેરથી બધી ભિક્ષા ન લેવી, પણ ઘણું ઘરમાંથી ડી ડી મેળવવી તે.
૩. મૂળ: કુત્તરપટિયા ! બૌદ્ધોમાં પણ ગુનામરૂં પતિ (“સુરનિપાત,” પ્રવ્રજ્યા સૂત્ર) તેમ જ વૈદિક પરંપરામાં પણ સંન્યાસીને માટે સુૉદવા એવો પ્રયોગ છે.
૪. આ વિધિને જેનપરિભાષામાં “ઈસમિતિ” કહે છે. ધેરીમાર્ગે સાવધાનતાપૂર્વક કોઈ જ તુને કલેશ ન થાય તેમ ચાલવું તે “ઈસમિતિ” કહેવાય. સમિતિ એટલે વિવેજ્યુક્ત સમ્યક્ પ્રવૃત્તિ અહીં પણ મૂળમાં ફર્થિ હેમાળે એવો શબ્દ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧. આન
પછી જેવી મળી તેવી તથા ગ્રહણ કરવા ચેાગ્ય એવી નિર્દોષ, જીવજં તુરહિત ભિક્ષા લઈ ને પાછા ફરતાં, કલ્લાક સનિવેશ પાસેથી તે જતા હતા, ત્યારે તેમણે બહુ લેાકેાને માટે એમ સાંભળ્યું કે, ‘ભગવાન મહાવીરના શ્રમણેાપાસક આનંદે પૌષધશાળામાં ( મરતા લગી અન્નપાન તજવારૂપી) અપશ્ચિમ-મારણાંતિક-સલેખના વ્રત સ્વીકાર્યું છે. [૭૯]
ગૌતમને તે સાંભળી, આન ંદને મળવાના વિચાર થયા. એટલે તે પૌષધશાળામાં આનંદ પાસે આવ્યા. [૮૦]
ગૌતમને આવતા જોઈ, હષ અને ઉલ્લાસભર્યો થઈ આનંદે તેમને વંદન અને નમસ્કાર કર્યા; તથા કહ્યું, “ હું ભગવન્ ! હું આ ઉગ્ર તપને લીધે આપની પાસે આવી, ત્રણવાર મસ્તક નમાવી, આપના ચરણને નમન કરવાને અશક્ત છું. પરંતુ હે ભગવન! આપ જો ઇરાદાપૂર્વક અહીં મારી પાસે આવે, તે હું આપને માથાથી વંદન અને નમન કરી શકું. ” [૮૧]
ગૌતમ આનંદની પાસે ગયા, એટલે આનંદે તેમના ચરણમાં માથુ' મૂકી ત્રણ વાર વંદન-નમસ્કાર કર્યો. પછી તેણે વાતવાતમાં પૂછ્યું, ‘ હું ભગવન ! ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ખરું? ’
૧ મહાવખત મુમ્મ - યયાવયાં મુશ્ । અર્થાત્ ભિક્ષામાં નિર્દોષ અને નિર્જીવ જે મળે તે લેવાનું હેાય; સ્વાદુ-અસ્વાદુ વગેરેની પસંદગી કરવાની ન હોય. મૂળમાં એ ભિક્ષા મેળવવાની પદ્ધતિ વગેરે ‘- પત્નત્તીમાં વળ્યું છે તે પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. અર્થાત્ ‘વિવાહ પન્નત્તી ’ એટલે કે ‘ભગવતીસૂત્ર’ નામના પાંચમા અંગમાં જણાવ્યા પ્રમાણે. (પા. ૩૬૮, ૩૭૧ ) २. इथंकारेण अभियोगेन ( इत्यकारेण अभिओगेणं )
Page #73
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો ગૌતમે કહ્યું, “હા, થાય.”
આનંદે કહ્યું: “હું ગૃહસ્થ હોઈ, ઘરમાં રહેતા હોવા છતાં, મને પણ અવધિજ્ઞાન થયું છે, અને અહીં રહ્યો રહ્યો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને, ઉત્તરમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ ક૫ સુધી, અને નીચે રત્નપ્રભામાંના લુચ્ચય નરક સુધીના ક્ષેત્રને જોઈ તથા જાણે શકું
- ગૌતમ બેલ્યા, “ગૃહસ્થને અવધિજ્ઞાન તો થાય છે, પણ આટલું મોટું થઈ શકતું નથી. માટે હે આનંદ! તું તારી ભૂલ સ્વીકાર અને તેનું પ્રાયશ્ચિત્ત કર!” [૪]
આનંદે કહ્યું -“હે ભગવન ! જે વસ્તુ સાચી હોય, તથ્યરૂપ હોય, અને સદ્ભુત હોય, તે બદલ પણ જિન સિદ્ધાંતમાં પ્રાયશ્ચિત્ત કરવું પડે? જે ન કરવું પડે, તે પછી તમારે જ આ બાબતમાં (આવું મને કહેવા બદલ) ખરી રીતે પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ છે. માટે તમે જ પ્રાયશ્ચિત્ત કરે.” [૮૫]
આ સાંભળી ગૌતમ શંક્તિ થઈને ભગવાન પાસે આવ્યા. ત્યાં આવી, (પ્રથમ તે, આચાર પ્રમાણે) ભગવાનથી બહુ દૂર નહીં, અને બહુ પાસે નહીં એમ ઊભા રહીને, પોતાને માર્ગમાં જતાં આવતાં થયેલા દોષ યાદ કરી ગયા,
૧. મૂળઃ નવરને અર્થાત જિનપ્રવચન – જિને ઉપદેશેલે શાસ્ત્ર સિદ્ધાંત.
૨. મૂળમાં “શંકા, કાંક્ષા અને વિચિકત્સા કરતા” – એમ છે. જુએ પાને ૨૩.
WWW
Page #74
--------------------------------------------------------------------------
________________
૧. આનંદ અને ભિક્ષામાં થયેલા દેશનું પ્રાયશ્ચિત્ત કર્યું. પછી પોતે આણેલું ખાનપાન ભગવાનને બતાવ્યું. એ બધે વિધિ પૂરા થઈ રહ્યા બાદ ભગવાનને વંદન-નમસ્કાર કરી, તેમણે પૂછ્યું,
ગૃહસ્થને આટલું મોટું અવધિજ્ઞાન થાય કે નહીં એ બાબતમાં મારે અને આનંદને મતભેદ થયો છે. તે બે ટું કહેતે હેઈ, પ્રાયશ્ચિત્ત લેવાને પાત્ર છે, એમ હું માનું છું. પરંતુ તે પોતાને સાચું કહેતે જણાવી, મારે છેટું કહેવા બદલ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ એમ કહે છે. તે આનંદ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ કે મારે ?”
ભગવાને કહ્યું: “હે ગૌતમ! આનંદનું કહેવું સાચું છે; માટે તારે જ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. માટે તું આ બાબતમાં આનંદ શ્રમણોપાસકની ક્ષમા માગી આવ.” [૬]
ઇંદ્રભૂતિ ગૌતમ તુરત આનંદની પૌષધશાળામાં ગયા, અને પોતે કહેલી બેટી વાત બદલ માફી માગી. [૭] • ત્યારબાદ શ્રમણભગવાન મહાવીર વખત થયે વાણિજ્ય-ગ્રામમાંથી નીકળી, બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા.
શ્રમણોપાસક આનંદર આ પ્રમાણે ઘણાં શીલવ્રત વગેરે દ્વારા પોતાના આત્માને શુદ્ધ કરી, વીસ વર્ષ સુધી શ્રમણોપાસકપણું પાળી, તે દરમ્યાન અગિયારે ઉપાસક
૧, આમ, થયેલા દોષે યાદ કરી જવા, અને તેમની કબૂલાત કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકારવું, –એ બે ક્રિયાઓ પ્રતિક્રમણ અને આલોચના કહેવાય છે. તે ક્રિયાઓ રજ નિયમિત કરવાની હોય છે; તેમ જ આવી બહાર જવાઆવવા વગેરેની ક્રિયા પૂરી થયે દિવસ દરમ્યાન પણ કરવાની હોય છે.
૨. જુઓ પુસ્તકને અંતે ટિપગ નં. ૮.
WWW
Page #75
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન મહાવીરના દશ ઉપાસકે પ્રતિમાઓ રૂડી પરે શરીર વડે આચરી, ત્યાર બાદ એક મહિના સુધીની મારણાંતિક લેખનાના સાઠ ટંક ઉપવાસ વડે પોતાની જાતને તાવી, દેશની કબૂલાત તથા પ્રાયશ્ચિત્ત પરવારી, સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામે; અને સૌધર્મક૯૫માં ઈશાન ખૂણે આવેલા અરુણ વિમાનમાં દેવ થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્યોપમ વર્ષનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૮૮-૯૦)
કામદેવ આર્ય સુધર્મા કહે છે –
ચંપા નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કામદેવ નામે ગૃહસ્થ તેની ભદ્રા નામે ભાય સાથે રહેતો હતો. તેની પાસે છ કરોડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંઘરામાં હતું; છ કરોડ વ્યાજે, અને
१ झूमित्ता-पितम् क्षोणं कृत्वा । ૨. શાસ્ત્રમાણે–અર્થાત કાળ– મૃત્યુનો = સંલેખનનો માસ. ૩. પલ્યોપમ વર્ષ ના અર્થ માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૯.
૪. આ કાળમાં આ ક્ષેત્રથી કોઈ સીધા મુક્ત થઈ શક્તા નથી. માત્ર મહાવિદેહ ક્ષેત્રમાંથી મુક્તિ પામી શકાય છે. માટે પ્રથમ ત્યાં જન્મ લેવો પડે છે. એ જેને માન્યતા માટે જુઓ પુરતકને અંતે ટિપ્પણ નં. ૧૦,
૫. જુઓ પા. ૬, નોંધ ૧.
Page #76
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દસ હજાર ગાયને એક એવા છ વ્ર હતા. [૨]
એક વખત શ્રમણ ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા અને ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણી, રાજા જિતશત્રુ તેમ જ પ્રજાજને તેમને વંદવા-પૂજવા, દર્શન કરવા, અર્થ પૂછવા, પ્રશ્ન પૂછવા, દીક્ષા લેવા, શ્રાવકનાં વ્રત લેવા, ભક્તિના રાગથી કે આચાર માની, તેમની પાસે આવ્યાં. કામદેવ પણ તેમને વંદન-નમસ્કાર કરવા ગયો. [૨]
ભગવાને ત્યાં ભેગી થયેલી માટી પરિષદને ધર્મકથા કહી –
એક વાર તૂટયા પછી જીવનદેરી ફરી સાંધી શકાતી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં સુધી પ્રમાદને ત્યાગ કરી, કલ્યાણના માર્ગને અનુસરો. પ્રમાદ, હિંસા અને અસંયમમાં જુવાની વિતાડયા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશે ઉપાય થઈ શકશે નહીં; પણ પોતે જ પાડેલા બાકામાં સપડાયેલા ચેરની પેઠે કરેલાં કર્મોનું ફળ ભેગવવું જ પડશે. કારણ કે, કરેલાં કર્મો આ લોક તેમ જ પરલોકમાં ભેગવ્યા વિના કોઈને છૂટકે નથી.
“આયુષ્ય દરમ્યાન મનુષ્ય, ધનને સુખને હેતુ માની, અનેક પાપો કરી, તથા અનેક વૈર બાંધીને પણ તેને ભેગું કર્યા કરે છે. પરંતુ જુઓ ! મૃત્યુ બાદ તેને પાછળ મૂકીને તેઓને પોતાનાં કર્મફળ ભેગવવા નરકમાં જવું પડે છે! ધન આ લેકમાં જ કર્મફળમાંથી બચાવી શકતું નથી, તે પરલેકની તો વાત જ શી ?
Page #77
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
“ સસારી મનુષ્ય પેાતાનાં માનેલાં સ્ત્રી-પુત્રાદ્ધિ અર્થે ( પેાતાને અર્થે,) તેમ જ અનેને અર્થે પાપકર્મો કરે છે, પરંતુ તે બધાં સગાંસંબંધી પાપકર્મનું ફળ ભાગવતી વખતે અપણું દાખવવા આવતાં નથી. આમ હેાવા છતાં અનંત માહથી મૂઢ બનેલાં મનુષ્યા, દીવા એલવાઈ ગયેા હાય અને માર્ગ દેખી ન શકાય તેમ, ન્યાયયુક્ત માર્ગ દેખવા છતાં દેખી શકતાં નથી, એ કેવું આશ્ચય છે! એવાં ગાઢ માહિનિદ્રામાં પડેલાં મનુષ્યેાની વચ્ચે તરત-બુદ્ધિવાળા વિવેકી પુરુષે જાગ્રત રહેવું, તથા કશાના વિશ્વાસ ન કરવા. કારણ કે, કાળ નિય છે અને શરીર અખળ છે. સોંસારમાં જે કાંઇ છે તેને પાશરૂપ સમજી, મુમુક્ષુએ સાવચેતીથી પગલાં માંડવાં.
66
C
‘આળસુ શાશ્વતવાદી કલ્પના કર્યા કરે છે કે, પહેલાં ન સધાયું તે પછી સધાશે, ’ પણ એમ કરતાં કામભેાગેામાં જ જીવન પૂરું થઈ જવા આવે છે અને આયુષ્ય ક્ષીણ થતાં શરીર તૂટવા માંડે છે. તે વખતે કશું કરી શકાય તેમ રહેતું નથી, અને એ મૂઢ મનુષ્યને પસ્તાવાવારા આવે છે.
વિવેક જલદી પ્રાપ્ત કરી શકાતા નથી; અને વારવાર લેાભાવતા ભેગા ભાગવનારમાં મઢતા આણી વધારે પ્રબળ બનતા જાય છે. માટે યત્નપૂર્વક કામભેાગામાંથી મનને રોકી, તેમને ત્યાગ કરી, લોકો પ્રત્યે સમદશી અની, અપ્રમત્તપણે આત્માનું રક્ષણ કરતા વિચરવું. કેળવાયેલે અને અખ્તરવાળા ઘેાડા જેમ સ્વેચ્છાચારના ત્યાગ કરી, પેાતાના સવારની મરજી મુજબ ચાલવાથી રણસંગ્રામમાંથી
Page #78
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ સહીસલામત પાછા આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં સ્વછંદીપણે વર્તવાનું તજી, તથા ગુરુની આજ્ઞામાં રહી, અપ્રમત્તપણે કામગમાંથી પોતાનું રક્ષણ કરનારે મનુષ્ય સહીસલામતીથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, મોહગુણ સામે સતત ઝઝી વારંવાર વિજય મેળવનાર શ્રમણને અનેક પ્રતિકૂળ સ્પર્શી વેઠવા પડે છે, પણ તેથી ખિન્ન થયા વિના, તે પિતાના પ્રયત્નમાં અચલ રહે.
સંસ્કારહીન, તુરછ તથા રાગ અને દ્વેષથી પરવશ એવા બીજા વાદીઓનાં અધમાચરણથી ડામાડોળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતા સમજતા મુમુક્ષુએ કામ, ક્રોધ, લોભ, માયા અને અહંકારને ત્યાગ કરી, (જ્ઞાનાદિ) ગુણેની ઈચ્છા કરતા વિચરવું, એમ હું
ભગવાનનું પ્રવચન સાંભળી કામદેવે પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તૃપ્ત, અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યાર બાદ ભગવાન મહાવીર વખત થયે ચંપામાંથી નીકળી, બહારના પ્રદેશમાં ચાલ્યા ગયા. અને શ્રમણોપાસક કામદેવ શ્રાવકધર્મ પાળતે તથા જૈન સાધુને ભિક્ષાદિ આપતા રહેવા લાગ્યો.
૧, ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૪.
૨. આ બધું મૂળમાં આનંદ ઉપાસકની જેમ જ સમજી લેવાનું કહ્યું છે. એટલે કાં દેવની સાથે તેની ભાર્યા ભદ્રાદેવીએ પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો હશે, એમ સમજી લેવું જોઈએ.
Page #79
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે એમ કરતાં કરતાં અને અણુવ્રત ગુણવ્રત પાળતાં, અને જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં, કામદેવ શ્રાવકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પોતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સેંપી દીધે; અને પછી પાષધશાળામાં પાષધોપવાસ કરતે, શ્રમણભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાગને અનુસરતા રહેવા લાગે. [૨]
ત્યાં એક વખત મધ્યરાત્રીએ કામદેવ શ્રમણોપાસકની પાસે એક માયાવી અને ખોટી ધારણાવાળે દેવ, કામદેવને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ,
૧ મિથ્યાદા: ૨ તેને વાર-%= વિગતવાર વર્ણન આ પ્રમાણે મૂળમાં છે :-- તેનું માથું ઢોરને ખાણ મૂકવાના ટોપલા જેવું હતું (–ઉવાચક7 ); તેના વાળ ડાંગરના અડ્યિા જેવા (ા-) તથા ભૂખરા રંગના હતા (પ)તે લલાટ (નિયા) મોટા ઘડા ના લાડા જેવું હતું ૩રા વામ છે), તે ભમરો (કુમાર) ખ કેલી મુj ) ફુગાલ પૂછના વાળ જે રી વિકૃત તથા બીહામણી દેખી હતી; તેના ડોળા બહાર નીકળેલા હતા; કાન સૂપડા જેવા હતા ગુદાર ; તેની નાસિકા ઘેટાની નાસિકા જેવી અને તેનાં બે નસકોરાં એલા-ચૂલા જેવાં (૧ ) પડોળ હતાં, તેની દાઢી ઘેડાના પૂછડા જેવી હતી. આઠ ઊંટ જેવા લબરતા હતા; દાંત હળપાણી જેવા (૪) હતા; જીભ સૂપડા જેવી પહેલી હતી; તે હડપચી ( હૃgar) હળના હાથા જેવી (માઈ જેવી – દૃઢ રાસ) હતી; કઢાઈ જેવા તેના ગાલ (વાર્જિ) ખાડાવાળા બેઠેલા (પુટ્ટ), ફીકા, કર્કશ, અને મોટા હતા; મૃદંગ જેવા તેના ખભા હતા; મોટા પુરનગરના કમાડ જેવું તેનું વક્ષસ્થળ હતું, તેના બે બાહુ ઊભી કાઠીઓ જેવા હતા; તેના પંજા (મહત્યા) નિશાતરા જેવા (નિનાવાહાળ)
Page #80
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ અસ્ત્રાની ધારવાળી ઉઘાડી તલવાર સાથે આવ્યો. [૩]
તે વખતે તેને ઢીંચણ ગાડા પાછળ લબડતા ડીમાની પેઠે એક બીજા સાથે ટીચાતા હતા; તેની ભમરો ક્રોધમાં ખેંચાઈ વાંકી વળેલી હતી; તેની જીભ ફાટેલા મેંમાંથી બહાર નીકળેલી હતી; કુસ્તીમાં પડકાર કરતી વેળા પછાડે છે તેમ તે હાથ ઉપર હાથ પછાડતે હતે, ગર્જનાઓ કરતું હતું અને ભયંકર ઉત્કટ હાસ્ય કરતો હતો. તેણે ગુસ્સાથી તપી જઈ, રોષ, ક્રોધ અને રીસથી ધમધમી જઈ
હતા; ની આંગળીઓ ઉપરવટણા જેવી હતી; તેના નખ છીપલીએ જેવડા હતા; તેની છાતી ઉપરની ડીંટડીઓ હજામની કોથળીઓ (નવય-વાય) જેવી હતી; તેનું પેટ લેઢાની કેડી જેવું ગોળ હતું; પાણીના કૂડા જેવી (વાળ ) તેની દૂકી હતી; સીંકા જેવી લબડતી તેની ગુલ્વેદ્રિય હતી; કિવનાં ફળ ભરેલા થેલા જેવા ( પુ૩) બે વૃષણ હતાં, તેના બે સાથળ બે કેડીઓ જેવા હતા; અને વૃક્ષના ગુચછા (ગુ) જેવા તથા બેડોળ (કુઝક્યુરિટાજું) તેના ઢીંચણ હતા; તેની જાંઘો સુકી (રો) તથ, વાળથી છવાયેલી હતી; તેના બે પગનાં પિાંચા દાળ વાટવાના પથ્થરની શિલા જેવા હતા (મહી); અને પગની આંગળીએ તે શિલાના ઉપરવટનું જેવી હતી (ઝરી ટોઢ); અને તે આંગળીઓના નખ છીપલીના પુટ જેવા હતા. તેણે કાચિંડાની માળા માથે બાંધી હતી; ઉંદરની માળા આભૂષણ તરીકે ( બે) પહેરી હતી; નાળિયાનાં કુંડલ પહેર્યા હતાં; સાપની જનેર(વે ) કરી હતી, તેના વાળ એ વર્ણ ના હતા. [૪]
૧. તે તલવાર નીલકમળ, પાડાનું શીંગડું, કે અળસીના ફૂલ જેવા ભૂરા રંગની હતી.
૨. સહમદહું – ગાડું ઊલળી ન જાય તે માટે પાછળ રખાતું ડીમચું. ગાડું ચાલવાનું થાય ત્યારે તેને દોરડા વડે બાંધી પાછળ લબડતુ–ટચાતું રાખવામાં આવે છે.
૩. મિલીમીયમાળ |
Page #81
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસ
૧
:
કામદેવને કહ્યું :~ માતને હાથે કરીને ઇચ્છનારા, અધમાધમર લક્ષણવાળા, હું ચૌદશિયા શ્રાવકડા ! હે લજજા, લક્ષ્મી, ધૃતિ, અને પ્રીતિ વગરના ! તું ધર્મ-પુણ્યસ્વર્ગ–મેાક્ષને તરસ્યા છે; એટલે તું તારાં આ શીલ, વ્રત, નિયંત્રણ, ત્યાગ તથા પૌષધોપવાસમાંથી ચિલત કે ક્ષુબ્ધ થાય નહીં, તેમ જ તેમના ભંગ કૈં પરિત્યાગ કરે નહીં; પરંતુ તું આજે આ તારાં બધાં શીલ વ્રત વગેરેને જો ડી નહી હૈ, કે તેમના ભગ નહી કરે, તે। આ તરવારથી તારા ટુકડેટુકડા કરી નાખીશ, અને એમ નિવારી ન શકાય એવા દુ:ખથી પરવશપણે પીડિત થઈ પ તું કાળે જ મરી જઈ શ ! ” [૫]
22
પર
તે પિશાચરૂપધારી દેવે આમ કહેવા છતાં, કામદેવ ભીન્યા નહીં, વાસ્યેા નહી, ઉદ્વેગ પામ્યા નહીં, ચલિત થયા નહીં, કે આકુળવ્યાકુળ થઇ ગયેા નહીં; પરંતુ મૌન ધારણ કરી, પેાતાના ધર્મધ્યાનમાં જ સ્થિર રહ્યો. [૬]
એ પિશાચે એમ બેત્રણ વાર કહેવા છતાં કામદેવે જ્યારે કાંઈ જ ગણુકાયું" નહીં, ત્યારે ભવાં ચડાવી, ક્રોધના માર્યા તે ધ્રુવ કામદેવ શ્રમણાપાસકના તરવારથી ટુકડેટુકડા કરી નાખવા પ્રવૃત્ત થયે. [૯૭૯]
૧. કાપ્રાચિત - કેઈ જેને નથી ઇચ્છતું તેવું કરી તેને વહેરનારા
૩. હોળ-પુછળ-વાલિયા = પુણ્ય-પવિત્ર એવા તે દિવસને અભડાવનારા સૂતક લગાડનારા ! ૪. મૂળઃ કામના, કાંક્ષા, પિયાસાવાળે છે.
૫. ગટ્ટટુટનલટ્ટ ।
૬. તિયિં મિăિ નિહાà સહટ્ટુ : કપાળમાં ત્રણ કરચલી પડે તેમ
ભવાં ચડાવી.
મેત; તેના પ્રાર્થી = હાથે ૨. સુતપ્રાંત । ચૈદશને દિવસે જન્મી,
Page #82
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ
પર
પરંતુ કામદેવે તે મળતા અંગારાના જેવી અસહ્ય વેદના જરા પણ ક્ષેાભ પામ્યા વિના સહન કરી લીધી. [૧૦]
જ્યારે કામદેવ શ્રમણે પાસકને નિગ્રંથ સિદ્ધાંતમાંથી ચલિત કે ક્ષુબ્ધ ન કરી શકાયા, તેમ જ તેનું ઉલ્લંઘન ન કરાવી શકાયું, ત્યારે તે દેવ થાકીને પૌષધશાળામાંથી બહાર ચાલ્યા ગયા; અને પછી તેણે પેલું પિચાશરૂપ તજી, એક મેાટા દિવ્ય હાથીનું રૂપ લીધું. [૧૦૧
૩
તે હાથીનાં સાત અંગ પૂરેપૂરાં હતાં; તે સરખા માંસલ હતા; સમાન આકારના હતા; પૂરે દિવસે જન્મ્યા હોય તેવા હતા; આગળથી ઊંચા અને પાછળની બાજુથી નીચા હતા; તેની કૂખ અકરી જેવી સાંકડી હતી, પણ ક્ાંદીલી ન હતી; તેનું ઉત્તર, નીચલા હાઠ, અને સૂંઢ લાંમાં હતાં;૪ તેના જંતુશળ ખીલતી મલ્લિકાની કળી જેવા વિમળ અને ધવળ હતા; તેમના ઉપર સેાનાની ખેાળીએ બેસાડેલી હતી; તેની સઢની ટચ વાળેલા ધનુષ્ય જેવા આકારની હતી; કાચબા જેવું પૂરું ગાળ તેનું પગલું હતું; તેને વીસ નખ હતા, અને તેનું પૂછ ું પ્રમાણુવંત અને ખરાબર લાગેલું હતું. [૧૦૧]
૧ નિત્ર થેનું પ્રવચન ’ - જૈનસિદ્ધાંત.
૨. ચાર પગ, સૂંઠ, પૂછડી, અને ઉપસ્થ. મૂળ = મસા fઇ । ટીકાકાર મૂૌ જ્ઞાનિ ત્તિ અર્થ કરે છે. પરંતુ પાતપેાતાની ભૂમિમાં ~~~ સ્થાને ખરાખર રહેલાં સાતે અ’ગવાળે -એવે પણ કરાય.
6
૩. મઇિ ।
૪ ૧૧-સમ્મોરર-અધરર । લંદર=ગણપતિની જેમ ? ૫. મહા--માર્જીન
Page #83
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
૧
મદમાં આવેલા, મેઘની પેઠે ગરજતા, અને મન તથા પવનને પણ ટપી જતા વેગવાળા તે દિવ્ય હાથીએ પણ કામદેવને શીલવતમાંથી ચલિત કરવા, સૂઢ વડે પકડ્યો, આકાશમાં ઊંચે ઉછાળ્યે, પેાતાના તીક્ષ્ણ ་તૂશળે વડે ઝીલ્યે, અને પછી જમીન ઉપર નાખી ત્રણ વાર પગ વડે રોળી નાખ્યું; પરંતુ કામદેવ પેાતાના ધ્યાનમાંથી ડગ્યા નહીં. [૧૦૨-૬]
૪
ત્યારે થાકીને તે દેવે પાષધશાળામાંથી બહાર જઈ, હાથીનું રૂપ તજી, એક મેટા અપૂર્વ ઝેરી સાપનું રૂપ લીધું.” [૧૦૭]
લુહારની ધમણુની પેઠે ફૂંફાડા મારતા, તથા અતિશય તીવ્ર ચંડ રાષવાળા તેણે પણુ, કામદેવને ચલિત કરવા તેના શરીર ઉપર સડસડાટ ચડી જઈ, પેાતાના પૂંછડી તરફના ભાગ વડે તેના ગળા ઉપર ત્રણ વાર ભરડા દીધા, અને પછી વિષપૂર્ણ તીક્ષ્ણ દાઢથી તેના હૈયા ઉપર ડંખ માર્યાં. પરંતુ કામદેવ પેાતાના ધ્યાનમાં સ્થિર રહ્યો. [૧૦૮-૧૧૧]
ત્યારે થાકીને તે દેવ પૌષધશાળામાંથી બહાર નીકળી ગયે, અને ત્યાં તેણે સાપનું રૂપ તજી દઈ, પેાતાનું દિવ્ય
૧. ગુજગુણેમાં ।
-
૨. મૂળઃ દિય = અલૌકિ. ૩, ઉગ્ર ~~ ચડ ધાર વિશ્વવાળા સાપનું,
૪, તેનું મેટું શરીર મેશ તથા ઊંદર જેવું કાળું હતું; તેની છે ઝેરીલી તથા દેધભરી હતી; મેસના ઢગલા જેણે તેના પ્રકાશ હતા; તેની આંખ મહી જેવી લાલ હતી; તેના બે ભેા ચપળતાથી આમ તેમ લબકારા લેતી હતી; પૃથ્વીદેવીની વેણી જેવા તેને આકાર હતા; તથા માટી-પહાળી-વાંકીજટિલ-કા-વિકટ એવી ફણા માંડવામાં તે હૈ!શિયાર હતા. [૧૦૭]
Page #84
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ દેવ રૂપ ધારણ કર્યું. તેનું વક્ષસ્થળ હારે વડે શોભતું હતું, તથા દશે દિશાએ તેના પ્રકાશથી ઝળહળી ઊઠી હતી. તે રૂપ પ્રાસાદિક, દર્શનીય, મનહર અને સુંદર હતું. તેણે પાંચ વર્ણનાં અને કિનારે ઘૂઘરીઓવાળાં વસ્ત્ર પહેર્યા હતાં. [૧૧૨).
પછી તે દેવે કામદેવની પૌષધશાળામાં આવી, અંતરિક્ષમાં ઊભા રહી કામદેવને કહ્યું: “હે શ્રમણે પાસક કામદેવ! તને ધન્ય છે ! હે દેવાનુપ્રિય ! મેળવવાનું બધું તને મળી ચૂકયું છે, તે કૃતાર્થ છે, તારાં બધાં શુભલક્ષણે ફળીભૂત થયાં છે, તથા મનુષ્યજન્મ અને જીવનનું બધું ફળ તે બરાબર પ્રાપ્ત કર્યું છે, કારણ કે, તે જૈન સિદ્ધાંતમાં આ પ્રકારને આદર-વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. એક વાર દેવેંદ્ર દેવરાજ ચોરાસી હજાર સામાનિક તથા બીજા પણ અનેક દેવ-દેવીથી વીંટળાઈને ઈંદ્રાસન ઉપર બેઠેલો હતો. તે વખતે તે એમ છે કે, જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આવેલી
૧. “ સંપૂર્ણ ૨. “કૃતલક્ષણ'
૩. જન પ્રક્રિયામાં દેવોના ઇટ વગેરે ૧૦ વગે પાડેલા છે. ઇંદ્ર એ વામી છે; ત્રાયશ્ચિદ દેવ મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે; પરિષ દેવો મિત્રનું કામ કરે છે; આ નરક્ષક દેવ રક્ષકે છે; લોકપલે સરહદી રક્ષા કરે છે; અનીક દેવે સૈનિક – એનાધિપતિનું કામ કરે છે; અભિયોગ્ય દેવો દાસનું કામ કરે છે; દિવિષિક દેવ અંત્યજ જેવા છે; નગરવાસી કે દેશવાસી જેવા દેવો પ્રકીર્ણ ક કહેવાય છે; અને આયુષ વગેરેમાં જેઓ અત્રની સમાન છે (અર્થાત્ અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેમનામાં ફક્ત ઇદ્રવ નથી કે તે સામાનિક કહેવાય છે. જુઓ આ માળાનું “તવાર્થસૂત્ર’ પુસ્તક, પા. ૧૬૪ (૪-૬).
Page #85
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
ચંપાનગરીમાં કામદેવ શ્રમણેાપાસક પૌષધશાળામાં પૌષધવ્રત પાળતા, બ્રહ્મચર્ય ધારણ કરી, ઢાલને સાથરે રહેલે છે; તેને કાઈ દેવ, દાનવ, કે ગધ વગેરે જૈન સિદ્ધાંતમાંથી ચળાવી શકે તેમ નથી. ઇંદ્રનું એ વચન સહન ન કરતા, તેના મેલને અફળ કરવા તથા તને ક્ષેાભ પમાડવા હું અહીં' આન્યા હતા. પરતુ ઇંદ્રે કહ્યા મુજબની જ ઋદ્ધિ તને ખરાખર પ્રાપ્ત થયેલી છે. હે દેવાનુપ્રિય ! હું મારા અપરાધની વારંવાર ક્ષમા માગું છું. હું ખીજી વાર આવે! અપરાધ નહીં કરું.” આમ કહી, પગે લાગી, તે દેવ વારવાર ક્ષમાં માગતા, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યે ગયા. [૧૧૩]
v
૧
કામદેવશ્રાવકે ત્યાર બાદ પેાતાને માધારહિત થયેલા જાણી, પેાતાનું વ્રત શાસ્ત્ર અનુસાર, આચાર અનુસાર, મા અનુસાર તથા જેવું હાય તેવું બરાબર પાળ્યું, શાભાળ્યું અને ચાલુ રાખ્યું. [૧૧૪]
તેવામાં ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર ચંપામાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યાં. તેમના આવ્યાના સમાચાર સાંભળી, કામદેવે વિચાયું કે, ભગવાન મહાવીરને વંદન— નમસ્કાર કરી આવીને, ત્યાંથી પાછા ફર્યા બાદ આ પૌષધ વ્રત પૂરું કરું. આમ વિચારી તેણે બહાર જવા ચેાગ્ય શુદ્ધ
૧. ‘નિવસુગમ્’કૃતિ ટુ ! હવે આવાં વિશ્ન એ દેવ વગેરે તરફથી આવવાનાં નથી એમ જાણી. અથવા · નિવિંદ્મપણે ’.
'
૨. મૂળ: પ્રતિમા; જુએ આગળ પાન ૩૬ ઈ.
૩. વાવેતારૂં — ત્રાવયાનિ 1
Page #86
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ વસ્ત્રો પહેર્યા, તથા મોટા મનુષ્યસમૂહ સાથે તે પિતાને ઘેરથી નીકળી પૂર્ણભદ્ર ચત્ય તરફ ગયે. [૧૧૫-૬]
- ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને અને કામદેવ શ્રમણે પાસકને ધર્મકથા કહી –
લેકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વ સંબંધને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણીને તે પ્રમાણે વર્તવું.
ધર્મ સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું, અને ક્યાંય આસક્ત ન થવું. બધી રીતે સંગને વટાવીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું. “ધર્મ જ મેટો છે, બીજું કાંઈ મેટું નથી” એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે.
એ સંયમીને શરીર પડતાં સુધી રણસંગ્રામમાં મોખરે રહેનારા વીર પુરુષની ઉપમા અપાય છે. એ જ મુનિ પારગામી થઈ શકે છે. કેઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતે, અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહેતું તે સંયમી, શરીર પડતા સુધી કાળની વાટ જોયા કરે, પણ દુઃખથી ગભરાઈ પાછો ન હઠે. ઘણા લાંબા કાળ સુધી સંચમધર્મનું પાલન કરીને વિચરતા અને ઇંદ્રિયનિગ્રહી એવા પૂર્વના મહાપુરુષોએ જે જે સહન કરેલું છે તે તરફ લક્ષ શખવું.
સાધુને આવી પડતાં દુઃખો બે પ્રકારનાં હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગોએ થતી સર્વ કુશંકાઓ
Page #87
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે. વિરપુરુષોએ તે દુઃખો સારી પેઠે સહન કરવો જોઈએ એમ હું કહું છું.” [૧૧૭]
" આટલું કહ્યા પછી, “કામદેવ!” એમ કહીને શ્રમણભગવાન મહાવીરે કામદેવ શ્રમણે પાસકને, પિશાચરૂપ ધારણ કરીને આવેલા દેવની, તેણે આપેલી વિવિધ યાતનાની, અને કામદેવે બતાવેલી થિરતાની વાત કહી સંભળાવીને, તેને પૂછ્યું: “આ વાત ખરી છે?” [૧૧૮]
હા! ભગવન ! ખરી છે!” [૧૧૮]
પછી, “આર્યો !” એમ કહીને નિગ્રંથનિગ્ર"થીઓને સંબંધી, શ્રમણભગવાન મહાવીરે કહ્યું: “ઘરમાં વસતા
આ શ્રમણોપાસકે જે, પોતાના વ્રતના પાલનને માટે દિવ્ય, માનષિક અને પશુએ કરેલા ઉપસર્ગો –વિદ્ગોને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી, અને પિતાના વ્રતમાં તત્પર રહે છે, તો હે આર્યો ! તમારે શ્રમણનિએ કે જે બાર અંગવાળા ગણિપિટકનું અધ્યયન કરનારાં છે, તેમણે તે સ્વીકારેલા આચારને બરાબર સુરક્ષિત રાખવા માટે બરાબર તૈયાર રહેવું જોઈએ, અને જરાપણ ચલિત ન થવું જોઈએ, તથા માર્ગમાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ. [૧૧]
શ્રમણભગવાન મહાવીરની આ વાતને તે સૌએ વિનય પૂર્વક સ્વીકારી, અને માથે ચડાવી. [૧૨૦]
૧. “આચારાંગ ” ૧૮૧-૫, ૧૯૫-૬. ૨. શાસ્ત્રગ્રંથવાળી આચાર્ય ની પેટી; અર્થાત શાસ્ત્રસમુદાય. બાર અંગના અર્થ માટે જુઓ પા. ૪, નેધ ૨.
Page #88
--------------------------------------------------------------------------
________________
૨. કામદેવ
૫૯
પછી કામદેવ શ્રમણાપાસક ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને, તથા તેમના જવાબ બરાબર સમજીને પેાતાને આવાસે ગયા. [૧૨૧]
ભગવાન મહાવીર પણ વખત થયે ચંપામાંથી નીકળીને બહારના પ્રદેશે।માં વિહરવા લાગ્યા. [૧૨]
ત્યારખાદ કામદેવ શ્રમણે પાસક પહેલી ઉપાસકપ્રતિમા સ્વીકારીને રહેવા લાગ્યા. [૧૨૩]
તેણે વીશ વર્ષ સુધી શ્રમણેાપાસકની મર્યાદા ખરાખર સાચવી. તે પ્રમાણે ઉપાસકની અગિયારે પ્રતિમાઓને પાર કરીને, ત્યાર બાદ એક મહિના સુધીની મારણાંતિક સ'લેખનાના સાઠ ટક જેટલા ઉપવાસ વડે પેાતાની જાતને સારી રીતે તાવીને, તથા દોષાની કબૂલાત અને પ્રાયશ્ચિત્તને વિધિ પૂરા કરી, કામદેવ સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામ્યા; અને સૌધમ કલ્પમાં ઈશાનખૂણે આવેલા અરુણાભ–વિમાનમાં દેવ થયેા. ત્યાં તેનું આયુષ્ય ચાર પડ્યેાપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે પેાતાનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરાં કરી, મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.૨ [૧૨૪–૫]
૧. જીએ પા. ૩૬. ધર્મ શ્રદ્ધા-સમ્યકૃત્વ ખરાખર પાળવારૂપી વ્રત. ૨. આ ફકરાની પારિભાષિક બાબતો માટે જુએ પ્રથમ અધ્યયન પા. ૪૬ ઉપરની નેધ વગેરે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ચૂલણીપિતા આર્ય સુધર્મ કહે છે –
વારાણસી નગરીમાં જિતશત્રુ રાજાનું રાજ્ય હતું. ત્યાં ચૂલપિતા નામે ગૃહસ્થ તેની શ્યામા નામની ભાય સાથે રહેતું હતું. તેની પાસે આઠ કરેડ (પાલી જેટલું) સેનું નિધિ તરીકે સંઘરામાં હતું, આઠ કરોડ વ્યાજે, અને આઠ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયને એક એવા આઠ વ્રજ હતા. [૧૨૭)
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના કોષ્ટક નામના ચિત્યમાં ઊતર્યા. સૌ તેમનું દર્શન-પૂજન કરવા ગયાં. ચૂલ/પિતા પણ તે બધા સાથે ગયે. [૧૨૭]
ભગવાને ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ધર્મકથા કહી –
લેકે અતિથિ આવે તે પ્રસંગે ઉજાણ સારુ પિતાના આંગણમાં ઘેટો પાળે છે, તથા તેને ચોખા અને જવસ ખવરાવી ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘટે તૃતિપૂર્વક બધું ખાઈ ખાઈ, મેટા પેટવાળે તથા વિપુલ દેહવાળો બને છે. પરંતુ તે જાણતા નથી કે, પિતે અતિથિ આવે ત્યારે કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૩. ચૂલણી પિતા તેવી રીતે અજ્ઞાની મનુષ્ય પણ સ્ત્રીપ્રધાન કામભેગે ભેગવત, મહા આરંભે અને પરિગ્રહ કર્યો કરતે, તથા લૂંટફાટ, ચોરી, જૂઠ, કૂરતા, તથા શઠતાથી પોતાના કામગો પ્રાપ્ત કરતે વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ, સુરા પી, તે રાતેમા, દુદવાળા તથા લેહી ભરેલો થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતું નથી કે પોતે નરક માટે તૈયાર થઈ રહ્યો છે.
પછી, આસન, શયન, વાહન, ધન, અને બીજા કામગ ભેળવીને, દુપ્રાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દૃશ્યમાન જગતમાં જ માનનારો તથા કર્મોથી ભારે થયેલો તે પ્રાણી, અતિથિ આવ્યે શેક કરતા ઘેટાની પેઠે મૃત્યુ સમયે શોક કરે છે. ત્યાર બાદ આયુષ્યને ક્ષય થયે દેહથી ચુત થયેલે તે, પરવશ બની, અંધારી, આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને પશુપંખી ઈત્યાદિની અધમ ચેનિઓ પામે છે. એક વાર એ દુગતિમાં ગયા પછી તેમાંથી બહાર આવવું ઘણું લાંબા કાળ સુધી અશક્ય હોય છે.
ત્રણ વાણિયા વિષે એક એવી લોકકથા છે કે, મૂડી લઈને તેઓ વેપાર કરવા નીકળ્યા. તેમને એક ઘણો લાભ મેળવી પાછો આવ્યો; બીજે મૂળ મૂડી સાથે જ પાછે આવ્યા અને ત્રીજે તે મૂડી પણ ખાઈને આવ્યો. તેની પેઠે જ ધર્મજીવનમાં પણ મનુષ્યો ત્રણ પ્રકારે વતે છે. કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી
Page #91
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે લેકે પિતાનાં સત્કર્મોને લીધે, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણા) ઉપરાંત (દેવપણાને) લાભ પામે છે. બીજા સામાન્ય ગૃહ સદાચાર અને સુત્ર આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી મનુષ્યપણું કમાઈ) પાછા આવે છે. ત્યારે અજ્ઞાની અને દુરાચારી લકે, ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે, અને નરક કે તિર્યચપણને પામે છે.
“માટે હાનિલાભને વિચાર કરી, મેધાવી પુરુષ પોતાના ઐહિક જીવનને સદુપયોગ કરે.*
ભગવાનનું પ્રવચન સાંભળી, ચૂલણપિતાએ પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યાર બાદ શ્રમણોપાસક ચૂલણપતા શ્રાવકધર્મ યથાગ્ય પાળતા અને જન સાધુને ભિક્ષાદિ આપતે રહેવા લાગે.
એમ કરતાં કરતાં અણુવ્રત, ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં તેનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં, ત્યારે પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર પાળી શકાય તે માટે પિતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહાર- ભાર શેંપી દઈ, પૌષધશાળામાં બ્રહ્મચર્ય સહિત પૌષધવ્રત પાળીને, શ્રમણભગવાન મહાવીરે બતાવેલ ધર્મમાર્ગ અનુસાર રહેવા માંડ્યું. [૧૭]
* ઉત્તરાધ્યયન અ૦ ૭.
Page #92
--------------------------------------------------------------------------
________________
૩. ચૂલણીપિતા
૩
ત્યાં એક વખત ચલણીપિતાને તેના ધ્યાનમાંથી ચલિત કરવા માટે પિશાચનું રૂપ લઈ, ઉઘાડી તલવાર સાથે એક દેવ આવ્યા અને ખેલ્યા : હે અધમ લક્ષણવાળા શ્રાવકડા, તારું માત માથે ભમે છે! હું લજજા-લક્ષ્મી-ધતિ-પ્રીતિ વગરના! તું ધર્મ-પુણ્ય-સ્વર્ગ–અને મેાની કામનાવાળા થઈ, આ બધાં શીલવ્રત વગેરે ધારણ કરીને બેઠા છે. પણ જો તું તારાં એ બધાં વ્રત-નિયમ છેડી દઈ, તેમના લગ નહીં કરે, તે હું આજે જ હમણાં તારા મેટા દીકરાને તારે ઘેરથી પકડી લાવીશ, અને તારા દેખતાં જ તેના વધ કરી, તેના માંસના ત્રણ સેાળા કરી, (તેલના ) આપણુ ભરેલી કઢાઈમાં તળીશ; અને પછી તારા શરીરને તેના માંસ-લેહીથી છાંટીશ, જેથી કરીને તું નિવારી ન શકાય એવા દુ:ખથી પરવશપણે પીડિત થઈ અકાળે જ મરી જઈશ! [૧૨૮૯]
તે દેવે એ પ્રમાણે એ ત્રણ વાર કહ્યા છતાં ચૂલણીપિતા નિર્ભયતા સાથે પેાતાના ધ્યાનમાં તત્પર રહ્યો. એટલે ક્રોધથી ભવાં ચડાવી, તે દેવે તેની સામે તેના માટા દીકરાના ટુકડા કરી, તેના માંસને તળવા કઢાઈમાં નાખ્યું, અને તેનું લેાહી વગેરે ચલણીપિતાના શરીર ઉપર છાંટયું. {૧૩૦-૨]
ચૂલણીપિતાએ એ તીવ્ર વેદના ખૂબ શાંતિથી સહન કરી. [૧૩૩] તેને ન ડગેલા જાણીને તે દેવે તેના વચલા તેમ જ સૌથી નાના પુત્રને પણ એક પછી એક તેની સામે મારીને
૧. આવાળ યંનિધ
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કઢાઈમાં તળી નાખ્યા, પણ ચૂલણપિતા ડગે નહીં. [૧૩]
છેવટે તેને ડગાવવા તે દેવે ચૂલણપિતાની દેવગુરુ સમાન માતા ભદ્રા સાર્થવાહીના કટકા કરી તળી નાખવાની ધમકી આપી. [૧૩૫]
પહેલી વાર તે તે ધમકી ચૂલણપિતાએ ન ગણકારી; પરંતુ જ્યારે પેલા દેવે બીજી અને ત્રીજી વાર પણ એ જ ધમકી આપી, ત્યારે ચૂલપિતાને એ વિચાર આવ્યોઃ “અહે! આ કઈ અનાર્ય, અનાર્યબુદ્ધિવાળો પુરુષ આવાં અનાર્ય પાપકર્મો મારી સામે કરે છે. તેણે મારા પુત્રોને તે મારી નાખ્યા, હવે તે મારે માટે આકરાં દુઃખ સહન કરનારી મારી દેવગુરુ સમાન જનનીને મારી સામે મારીને તળવા તૈયાર થયેલ છે. માટે મારે આ માણસને પકડી લેવો જોઈએ.” [૧૩૬-૮]
આ વિચાર કરી, તે ઊડ્યો, અને તેને પકડવા ગયે; એટલે પેલે દેવ એકદમ આકાશમાં ઊડી ગયે, અને ચૂલણપિતાના હાથમાં માત્ર થાંભલો આવ્યા. એટલે તેણે મેટા અવાજ સાથે કે લાહલ કરી મૂક્યો. [૧૩૮]
તેને કોલાહલ સાંભળી, તેની માતા જાગીને તેની પાસે આવી, અને કહેવા લાગીઃ “હે પુત્ર! તે આ કેલાહલ શાને કર્યો?” [૧૩૯)
ચૂલણપિતાએ પોતે જોયેલી વાત તેને કહી સંભળાવી. [૧૪]
૧. શેઠાણી; સંધવણ.
Page #94
--------------------------------------------------------------------------
________________
૩. ચૂલણપિતા એટલે તેની માતાએ તેને કહ્યું: “હે પુત્ર! અહીં કોઈ માણસ આવ્યો નથી; કેઈએ તારા એકે પુત્રને માર્યો નથી, અને તેને કનડવા પણ કેઈ અહીં આવ્યું નથી. તે કેઈ બિહામણું દશ્ય જેવું લાગે છે, અને તેને કારણે તું તારાં વ્રત–નિયમ-પાષધમાંથી ચલિત થયા છે. માટે એ દેષનું તું પ્રાયશ્ચિત્ત કર, અને ફરી વ્રત સ્વીકારીને જેમ રહેતું હતું તેમ રહે.” [૧૪૧)
માતાની વાત ચૂલણપિતાએ વિનયથી સ્વીકારી; અને પિતે તોડેલા નિયમનું પ્રાયશ્ચિત્ત કરી, તેને ફરી સ્વીકાર કર્યો. [૧૪]
પછી તેણે આનંદની પેઠે ઉપાસકની અગિયાર પ્રતિમાઓને સારી રીતે પાર કરી. છેવટે મારણાંતિક સંખનાને સ્વીકાર કરી, સમાધિપૂર્વક તે મરણ પામે; અને સૌધર્મક૯પના ભૂષણરૂપ મહાવિમાનના ઈશાન ખૂણામાં આવેલા અરુણપ્રભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેનું આયુષ્ય ચાર પોપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૧૪૩-૧૪૪]
Page #95
--------------------------------------------------------------------------
________________
સુરાદેવ વારાણસી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. ત્યાં સુરાદેવ નામને ગૃહસ્થ તેની ધન્યા નામની ભાર્યા સાથે રહેતો હતો. તેની પાસે છ કરેડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંઘરામાં હતું, છ કરોડ વ્યાજે, અને છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયને એક એવા છે વજો હતા.
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા અને ત્યાંના કેષ્ટક ચેત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણી, રાજા તેમજ પ્રજાજને ટેળે વળી તેમનાં દર્શન-પૂજન કરવા ઊમટયાં. સુરાદેવ પણ તે સૌની સાથે ગયો.
ત્યાં ભેગી થયેલી પરિષદને ભગવાને ધર્મકથા કહી –
વિવિધ પદાર્થોમાં સ્નેહ અથવા આસક્તિ એ સર્વ પ્રકારનાં બંધનનું મૂળ છે. માટે મનુષ્ય સર્વ પ્રકારના સંબંધોનો ત્યાગ કરી, ફરી ક્યાંય નેહ ન કરે. નેહ કરાવનારા પદાર્થોમાં પણ સ્નેહ વિનાને રહેનાર મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે.
રાગ અને દ્વેષને કારણે મનુષ્યના અંતરમાં અનેક ગાંઠે બંધાઈ ગઈ છે. તે બધીને ભલે પ્રકારે છેદી નાખી,
Page #96
--------------------------------------------------------------------------
________________
૪. સુરાદેવ
१७
મુમુક્ષુએ ગમે તેટલા કામભાગે। આવી મળે તાપણ તેમાં ન લેપાવું. એક વાર મનુષ્ય એ લેાભાવનારા .વિષયામાં ખેચાઈ ગયા, તેા પછી તે પેાતાનું હિત અને કલ્યાણુ સમજવાની બુદ્ધિ જ ગુમાવી બેસે છે. પછી માખી જેમ અળખામાં ચેટી જઈ નાશ પામે છે, તેમ તેમ અને મૂઢ મનુષ્ય નાશ પામે છે.
“ વિવિધ પદાર્થોથી ભરેલું. આખું વિશ્વ કોઈ એક મનુષ્યને જ આપી દેવામાં આવે, તેપણ તેને તૃપ્તિ થાય તેમ નથી. મનુષ્યની તૃષ્ણાએ એવી દુપૂર છે. કારણ કે, જેમ જેમ લાલ થતા જાય છે, તેમ તેમ લાભ પણ વધતા જાય છે.
66
આ જન્મમાં જેઓ કામભાગેાના રસમાં આસક્ત અની, પેાતાના જીવનનું નિયમન નથી કરતા, તે સમાધિચેગમાંથી ભ્રષ્ટ ખની, આ જન્મ પણ ગુમાવે છે, અને મૃત્યુ આદ પણ આસુરી ચેાતિ પ્રાપ્ત કરે છે. ત્યાંથી છૂટીનેય તેએ સસારમાં શાંતિ પામ્યા વિના સતત ભટકયા જ કરે છે. કારણ કે, અનેક કર્મીના લેપથી લી'પાયેલા તેઓને એધ પ્રાપ્ત થવે ઘણા મુશ્કેલ હાય છે.
“માટે મનુષ્યનું સર્વસ્વ નાશ કરનારા સ્ત્રીભાગેામાં કદી ન ફસાશે. તે ભાગેાની મનેાહરતા ઉપર ઉપરની જ છે. ચિત્ત આજે ‘આ' તા કાલે ‘બીજું” એમ હુ ંમેશાં માગ્યા કરે છે. અને જેને મેળવવા હમણાં જ પાતે અતિ પ્રયત્ન કર્યાં હાય છે, તે જ ઘેાડા વખત બાદ અકારું થઈ પડે છે. માટે તે ભેગેાની કદી કામના ન કરવી. મુમુક્ષુએ તે
Page #97
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે લોકકલ્યાણકારી ધર્મ જાણીને, તેમાં જ પોતાની જાતને લીન કરી દેવી.
તે બધા કામભેગો એવા છે કે, એક વખત તેમને પરિચય કર્યા બાદ મહાકષ્ટ પણ તે તજી શકાતા નથી. તેમાં પણ સામાન્ય સંસારી જીવો માટે તે તે તજવા અશક્ય જ છે. મહાવ્રત જેવાં સુંદર વ્રતે અશુદ્ધ પાળનારા કેઈ વિરલ સાધુ પુરુષે જ તે દુસ્તર ભેગોને, વેપારી વાણિયા જેમ દુસ્તર સમુદ્રને પાર કરી જાય છે, તેમ તરી જાય છે.”
ભગવાનનું પ્રવચન સાંભળી, સુરદેવે પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યાર બાદ શ્રમણોપાસક સુરાદેવ શ્રાવકધર્મને યથાયોગ્ય પાળતે અને જૈન સાધુને ભિક્ષાદિ આપતો રહેવા લાગ્યા.
એમ કરતાં કરતાં, અણુવ્રત ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં તેનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીરભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પિતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સેંપી, પૌષધશાળામાં રહેવા માંડ્યું. [૧૪]
એક વખત, મધ્યરાત્રીએ, એક દેવે સુરાદેવને તેના વ્રતમાંથી ચળાવવા માટે, ઉઘાડી તરવાર સાથે આવી, તેના ત્રણે પુત્રને ઘેરથી પકડી લાવી, તેના દેખતાં જ તેમને વધ
* ઉત્તરાધ્યયન અ૦ ૮.
Page #98
--------------------------------------------------------------------------
________________
૪. સુરાદેવ
કર્યાં; પછી તેમના માંસના પાંચ પાંચ સેાળા કરી, કઢાઇમાં તન્યા, અને તેમનું લાહીમાંસ સુરાદેવના શરીરે ખરડયું. [૧૪ ૬-૭] સુરાદેવે એ તીવ્ર વેદના ખૂબ શાંતિથી સહન કરી. ત્યારે પેલા જેવું છેવટે એક સાથે સાળ રાગેા તેના શરીરમાં મૂકવાની ધમકી આપી. [૧૪૮]
એટલે, “ આ કેાઈ અનાય બુદ્ધિવાળા પુરુષ આવાં અનાય પાપકર્મોં મારી સામે કરે છે; તે હવે મારા શરીરમાં સાળ રાગો દાખલ કરવા તૈયાર થયા છે, તો મારે તેને પકડી લેવા જોઈ એ,” એમ વિચારી સુરાદેવ ઊભું થયે, અને પેલા દેવને પકડવા ગયા. એટલે તે દેવ એકદમ આકાશમાં ઊડી ગયા, અને સુરાદેવના હાથમાં માત્ર થાંભલે આન્યા. તેથી તેણે મેટા અવાજ સાથે કાલાહલ કરી મૂક્યો. [૧૪૯-૧૫૧
તેને કોલાહલ સાંભળીને તેની ધન્યા ભાર્યાં જાગીને તેની પાસે આવી, અને આમ કેાલાહલ કરવાનું કારણ તેને પૂછવા લાગી. [૧પ૨]
સુરાદેવે તેને પાતે જોયેલી વાત કહી સ`ભળાવી. તે સાંભળી ધન્યા ભાર્યાએ તેને કહ્યું કે, ‘ અહીં કાઈ માણસ આયેા નથી, કે કેાઈ એ તમારા એકે પુત્રને માર્યા નથી. તમે કોઈ બિહામણું દૃશ્ય જોયું હાય એમ લાગે છે; તથા
૧. આચારાંગસૂત્ર અ॰ ૬માં નીચે પ્રમાણે ૧૬ રોગ ગણાવ્યા છે: ક’ઠમાળ, કોઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, ઠાપણું, ખૂંધિયાપણું, ઉદરરોગ, મૂત્રરોગ, સૂણી જવું, ભસ્મક, કપ, પીઠસીપણું, હાથીપગાપણું, અને મધુમેહ,
Page #99
--------------------------------------------------------------------------
________________
A
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
તેને કારણે તમે વ્રત-નિયમ-પૌષધથી ચલિત થયા છે. માટે તમે એ દોષનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી વાર વ્રત સ્વીકારી જેમ રહેતા હતા તેમ રહેા. [૧૫૩]
સુરાદેવે ધન્યા ભાર્યાની વાત વિનયથી સ્વીકારી. તેણે ચૂલણીપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરી, વ્રત-નિયમ-પૌષધના ફરી વાર સ્વીકાર કર્યાં.
આનંદની પેઠે તેણે પણ પછી શ્રમણેાપાસકની અગિયારે પ્રતિમાઓ સારી રીતે પાર કરી. છેવટે કામદેવ શ્રમણાપાસકની પેઠે મારણાંતિક સ’લેખના સ્વીકારીને, સમાધિપૂર્ણાંક મરણ પામી, તે સૌધ કલ્પના અરુણુકાંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્સેપમ વનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૧૫૪]
૧
ચુલ્લીતક
આલલિકા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ચુલ્લશતક નામે ગૃહપતિ તેની બહુલા નામે ભાર્યાં સાથે રહેતા હતા. તેની પાસે છ કરોડ (પાલી) સાનું નિધિ તરીકે સંધરામાં હતું; છ કરાડ વ્યાજે, અને છ કરાડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયાના એક એવા છ વ્રજો હતા. [૧૫]
૧. કનેજ પાસે આવેલું એક પ્રાચીન શહેર. જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૧.
Page #100
--------------------------------------------------------------------------
________________
૫. ચુલશતક એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના શંખવન ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવેલા જાણ રાજા તેમ જ પ્રજાજને તેમને વંદનનમસ્કાર કરવા ઊમટયાં. ચુલ્લશતક પણ તે સૌની સાથે ગયે. ૧૫૫
ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ભગવાને ધર્મકથા કહી –
જે કામગુણે છે, તે જ સંસારનાં મૂળ સ્થાને છે. કારણકે, તે કામગુણેમાં આસક્ત માણસ પ્રમાદથી માતપિતા, ભાઈબહેન, પત્નીપુત્ર, વહુદીકરી, મિત્રસ્વજન વગેરેમાં તેમ જ બીજી ભેગસામગ્રી તથા અન્નવસ્ત્ર વગેરેમાં મમતાપૂર્વક તપ્યા કરે છે. તે બધા વિષયોના સંગને અર્થી તથા તેમાં જ લીન થયેલા ચિત્તવાળો તે માણસ રાતદિવસ પરિતાપ પામતે, કાળઅકાળને વિચાર કર્યા વિના સખત પરિશ્રમ ઉઠાવતો, વગર વિચાર્યું અનેક પ્રકારનાં કાળાં કર્મો કરે છે; તથા અનેક જીના વધ, છેદ, ભેદ, તથા ચોરી, લૂંટ, ત્રાસ વગેરે પાપકર્મો કરવા તત્પર થાય છે, એટલું તો શું, કેઈએ ન કરેલું એવું કરવાને પણ ઈરાદો રાખે છે.
“સ્ત્રી અને ધનના કામી તથા દુઃખથી ડરતા એવા તે અજ્ઞાની છ પિતાના સુખ માટે શરીરબળ, જ્ઞાતિબળ, દેવબળ, રાજબળ, શ્રમણબળ એવાં અનેક બળ મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવોની હિંસાની જરાય પરવા કરતા નથી.
કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લોકોને જીવિતમાં અત્યંત રાગ હોય છે. મણિ, કુંડળ અને હિરણ્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લોકોને એમ જ દેખાય છે કે, અહીં કેઈ તપ નથી, દમ નથી, કે નિયમ નથી. જીવન અને તેના ભેગેની કામનાવાળે તે મહામૂઢ મનુષ્ય ગમે તેમ બોલે છે, તથા હિતાહિતજ્ઞાનશૂન્ય બની જાય છે.
તે લેકે સ્ત્રીઓથી હારી ગયેલા હોય છે. તેઓ એમ જ માને છે કે એ જ સુખની ખાણ છે. ખરી રીતે તે તે દુઃખ, મેહ, મૃત્યુ, નરક અને હલકી પશુગતિનું કારણ છે.
“કામભેગના જ વિચારમાં મન, વચન અને કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય પોતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે; તથા બેપગ, ચારપગાં કે ગમે તે પ્રાણુઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ કરવા ઈચ્છે છે.
“પરંતુ માણસનું જીવિત અલપ છે. જ્યારે આયુષ્ય મૃત્યુથી ઘેરાવા માંડે છે, ત્યારે શ્રોત્ર, ચક્ષુ વગેરે ઇંદ્રિાના બળની હાનિ થવા લાગતાં માણસ મૂઢ બની જાય છે. તે વખતે પિતાનાં માનેલાં સગાંસંબંધી, કે જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તેઓ પણ તેને તિરસ્કાર કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં હાસ્ય, કીડા, રતિ કે શૃંગાર રહેતાં નથી. વય અને યૌવન પાણીને વેગે ચાલ્યા જાય છે. તે વખતે પ્રિય માનેલાં સગાંસંબંધી મનુષ્યનું મૃત્યુમાંથી રક્ષણ કરી શકતાં નથી કે તેનું શરણ બની શકતાં નથી. જે માતપિતાએ નાનપણમાં તેનું પિષણ કર્યું હતું તથા
Page #102
--------------------------------------------------------------------------
________________
૫. ચુલશતક માટે થયા પછી પોતે જેમનું રક્ષણ કરતા હતા, તે પણ તેને બચાવી શકતાં નથી.
અથવા અસંયમથી કેટલીક વાર તેને રોગો થાય છે. અથવા જેઓની સાથે તે લાંબા કાળથી રહેતો હતો, તે પિતાનાં માનેલાં માણસો પહેલાં જ તેને છોડીને ચાલ્યાં જાય છે. આમ તેઓ તેના સુખનું કારણ થઈ શકતાં નથી, કે તેને દુઃખમાંથી બચાવી શકતાં નથી; તેમ તે પોતે પણ તેઓને દુઃખમાંથી બચાવી શક્યું નથી. દરેકને પોતપોતાનું સુખ કે દુઃખ જાતે જ ભેગવવું પડે છે,
તે જ પ્રમાણે, જે ઉપભેગસામગ્રી તેણે સગાંસંબંધીઓ સાથે ભોગવવા માટે મહાપ્રયત્ન તથા ગમે તેવાં કુકર્મો કરીને એકઠી કરી હોય છે, તે ભેગવવાને અવસર આવતાં કાં તે પિતે રેગથી ઘેરાઈ જાય છે, કે તે સગાંસંબંધી જ તેને છોડીને ચાલ્યાં જાય છે, કે તે પોતે તેઓને છોડીને ચાલ્યા જાય છે.
અથવા કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયા વહેચી લે છે, ચાર ચરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પિતે જ નાશ પામે છે કે અગ્નિથી બળી જાય છે. આમ સુખની આશાથી ભેગી કરેલી ભેગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. પરંતુ મેહથી મૂઢ બનેલાં મનુષ્ય તે જાણતાં નથી.
. “આમ કઈ કેઈનું રક્ષણ કરી શકતું નથી, કે કઈ કેઈને બચાવી શકતું નથી. દરેકને પોતાનાં સુખદુઃખ જાતે જ ભેગવવાં પડે છે. માટે જ્યાંસુધી પિતાની ઉંમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇંદ્રિયેનું બળ
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો વગેરે કાયમ છે, ત્યાં સુધી અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ બરાબર સાધી લેવું જોઈએ! ”૧
ભગવાનનું પ્રવચન સાંભળી, ચુલશતકે પણ કામદેવ ઉપાસકની પેઠે હુઇ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યારબાદ શ્રમણોપાસક ચુલ્લશતક શ્રાવકધર્મ યથાયોગ્ય પાળ અને જૈન સાધુને ભિક્ષાદિ આપતા રહેવા લાગ્યો.
એમ અણુવ્રત ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં ચુલ્લશતકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પંદરમા વર્ષને વચગાળે તેણે પણ, મહાવીર ભગવાન પાસેથી જાણેલે ધર્મ માર્ગ ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પોતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સોંપી, પૌષધશાળામાં શ્રમણભગવાન મહાવીરે બતાવેલા ધર્મમાર્ગ અનુસાર રહેવા માંડ્યું. [૧૫૫.
એક વખત, મધ્યરાત્રીએ એક દેવે ચુલ્લશતકને તેના વ્રતમાંથી ચળાવવા માટે, ઉઘાડી તલવાર સાથે આવી, તેના ત્રણે પુત્રોને ચૂલણપિતા ગૃહપતિના પુત્રોની જેમ મારી નાખ્યા. છતાં તે ડગ્યો નહીં. છેવટે તેણે તેના બધા પૈસા ઘરમાંથી કાઢીને બહાર રાજમાર્ગ ઉપર લઈ જઈ વહેંચી દેવાની ધમકી આપી. [૧૫૬-૮)
૧૧ આચારાંગ અધ્ય ૨૪ લોકવિજય.
૨. જેવા કે “સિંઘાટ' વગેરે: શગડાને આકારે ત્રણ રસ્તા જ્યાં ભેગા થાય, ત્યાં વગેરે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૫. ચુલશતક એટલે, “આ કેઈ અનાયબુદ્ધિવાળે પુરુષ આવાં અનાર્ય પાપકર્મો મારી સામે કરે છે; તે હવે જરૂર મારા પૈસા રાજમાર્ગ ઉપર લઈ જઈ વહેંચી દેશે, માટે મારે તેને પકડી લેવું જોઈએ,” એમ વિચારી ચૂલણપિતાની જેમ ચુલ્લશતક ઊડીને ઊભે થયે, અને પેલા દેવને પકડવા ગયે. એટલે તે દેવ એકદમ આકાશમાં ઊડી ગયે, અને ચુલ્લશતકના હાથમાં માત્ર થાંભલે આવ્યે. તેથી તેણે મોટા અવાજ સાથે કોલાહલ કરી મૂક્યો. [૧૧]
તેને કોલાહલ સાંભળી, તેની બહુલા ભાયં જાગીને તેની પાસે આવી, અને આમ કેલાહલ કરવાનું કારણ તેને પૂછવા લાગી. [૧૬૧]
ચુલ્લશતકે તેને પોતે જોયેલી બધી વાત કહી સંભળાવી. તે સાંભળી બહુલાએ તેને કહ્યું કે, અહીં કેઈ માણમ આવ્યા નથી, કે કેઈએ તમારા એક પુત્રને માર્યો નથી. તમે કેઈ બિહામણું દશ્ય જોયું હોય એમ લાગે છે, તથા તેને કારણે તમે વ્રત-નિયમ–પષધથી ચલિત થયા છે. માટે તમે એ દેષનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી વાર વ્રત સ્વીકારી, જેમ રહેતા હતા તેમ રહે. [૧૬૧]
ચુલ્લશતકે બહલા ભાર્યાની વાત વિનયથી સ્વીકારી. તેણે ચલણીપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરી, વ્રત-નિયમ-પૌષધને ફરી સ્વીકાર કર્યો. [૧૬૨]
આનંદની પેઠે તેણે પણ પછી શ્રમણે પાસકની અગિયારે પ્રતિમાઓ સારી રીતે પાર કરી. છેવટે કામદેવ શ્રમણેપાસકની પેઠે મારણાંતિક સંખના સ્વીકારીને, સમાધિ
Page #105
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે પૂર્વક મરણ પામી, તે સૌધર્મકલ્પના અરુણસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પળેપમ વર્ષનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થશે. [૧૬]
કુંડકોલિક કપિલપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતું. ત્યાં કુંડકલિક નામે ગૃહસ્થ તેની પુષા નામની ભાર્યા સાથે રહેતું હતું. તેની પાસે છ કરેડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં હતું, છ કરોડ વ્યાજે, અને છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયોને એક એવા છ વ્ર હતા. [૧૬૩]
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના સહસ્ત્રાપ્રવણ ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવેલા જાણી રાજા તેમ જ પ્રજાજનો તેમને વંદન-નમસ્કાર કરવા ઊમટયાં. કુંડકેલિક પણ તે સૌની સાથે ગયા. [૧૬૩
૧. આને “કાંપલ્ય” કે “કપિલ” પણ કહે છે. તેરમાં તીર્થકર વિમલનાથનો જન્મ, રાજ્યભિષેક, દીસા વગેરે પ્રસંગો ત્યાં બન્યા હતા. પાંચાલ દેશમાં ગંગા કિનારે આવેલું આ શહેર અયોધ્યાથી પશ્ચિમે આવેલું કહેવાય છે. ફરકાબાદ જિલ્લામાં આવેલા કાયમગંજથી ઉત્તર પશ્ચિમમાં છે માઈલ ઉપર કંપિલા આવ્યું હોય તેમ લાગે છે. મહાભારતમાં ગંગાને કાંઠે આવેલી માકંદીની પાસે કુપદનું આ નગર હેવાનું જણાવ્યું છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૬. કુ કાલિક
G
ત્યાં ભેગી થયેલી મેાટી પરિષદને ભગવાને ધમ કથા
કહી :—
66
જરા વિચાર તે કરે! જગતમાં બધાંને જ સુખ પસંદ છે, અને બધાં સુખની જ પાછળ દોડતાં હાય છે. છતાં જંગતમાં સર્વાંત્ર અધપણુ, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણુ, કુબ્જપણું, ખૂધિયાપણું, કાળાપણું, કાઢિયાપણું વગેરે દુઃખા જોવામાં આવે જ છે. એ બધાં દુઃખા વિષયસુખની પાછળ પડેલા મનુષ્યાને પેાતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે જ પ્રાપ્ત થયાં હાય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખની પાછળ પડી, અનેક પ્રકારના યાએિમાં જન્મમરણના ફેરા ફરતે હણાયા કરે છે.
“ મે' અમુક કર્યું' છે, અને હજી અમુક કરીશ,” એવા ઘેાડા દોડાવ્યા કરતા તે માયાપૂર્ણ મનુષ્ય પેાતાનાં કબ્યામાં મૂઢ થઈ, ફરી ફરી લેાભ વધાર્યાં કરે છે, અને એ રીતે પાતે પેાતાના વેરી બને છે. સુખાથી, ગમે તેમ ખાલતા, અને દુઃખથી મૂઢ બનતા જતા તે મનુષ્યની બુદ્ધિને અધું અવળું જ સૂઝે છે. એ રીતે પેાતાના પ્રમાદથી તે પેાતાના નાશ કરે છે.
“કામે પૂર્ણ થવા અશકય છે, અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યાં જ કરે છે, તથા ઝર્યા કરે છે. મર્યાદાઓના લેાપ કરતા જતા તે કામી, પોતાની કામાસક્તિ અને રાગને કારણે પીડાય છે અને પરિતાપ પામે છે. જેનાં દુઃખ કદી શમતાં નથી એવા તે મંદ્ર મનુષ્ય, દુઃખાના ફેરામાં જ કર્યા કરે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે
ગોથી કદી તૃષ્ણા શમી શકતી નથી. વળી તે મહાભયરૂપ તથા દુઃખના કારણરૂપ છે, માટે તેમની કામના છોડી દે તથા તેમને માટે કેઈને પીડા ન કરે. પિતાને અમર જે માનતો જે માણસ ભેગોમાં મહા શ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે. માટે તૃષ્ણાને ત્યાગ કરે. કામોનું સ્વરૂપ અને તેમનાં વિકટ પરિણામે ન સમજતે કામકામી અંતે રડે છે, અને પસ્તાય છે.
વિષયકષાયાદિમાં અતિ મૂઢ રહે તે માણસ સાચી શાંતિના મૂળરૂપ ધર્મને ઓળખી જ શકતું નથી. માટે, એ મહામેહમાં બિલકુલ પ્રમાદ ન કર. હે ધીર પુરુષ! તું આશા અને સ્વચ્છેદને ત્યાગ કર. તે બેનું શૂળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચા શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? જે મનુષ્ય ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભેગજીવનને ન ઈ છે. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું, તથા એક વાર સંયમ માટે ઉત્સુક થયા બાદ, અવસર ઓળખી એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે.
જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામ વડે કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણમાં પણ ખૂંચી જતા નથી.” ૧
ભગવાનનું પ્રવચન સાંભળી, કુંડલિકે પણ કામદેવ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી
૧. આચારાંગ: અધ્ય૦ ૨, લોકવિજય.
Page #108
--------------------------------------------------------------------------
________________
se
- કુંડલિક બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ શ્રમણે પાસક કુંડલિક શ્રાવકધર્મ યથાયોગ્ય પાળો અને જૈન સાધુને ભિક્ષાદિ આપતે રહેવા લાગ્યો. [૧૬૩
એક વાર મધ્યાહ્ન સમયે શ્રમણોપાસક કુંડકાલિક અશેકવનિકામાં ગયો. ત્યાં તેણે પિતાની નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને ચબૂતરા ઉપર મૂક્યાં. ત્યાર બાદ ભગવાન મહાવીર પાસેથી સ્વીકારેલી ધર્મસાધના અનુસાર તે સાધના કરવા લાગ્યા. [૧૬૪)
તે વખતે એક દેવ ત્યાં પ્રગટ થયો. [૧૫]
તેણે પેલા ચબૂતરા ઉપરથી નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર ઉપાડી લીધી અને પછી અંતરિક્ષમાં રહી, પિતાનાં વસ્ત્રની કિનાર ઉપરની ઘૂઘરીઓ રણકાવતો તે બેઃ
હે કુંડલિક શ્રમણોપાસક, સંખલિપુત્ર ગોશાલે બતાવેલો ધર્મમાગ સુંદર છે; કારણ કે, તેમાં એવું નિરૂપણ છે કે, ઉદ્યમ, કિયા, બળ, વીર્ય, પુરુષકાર-પરાક્રમ જેવી કઈ વસ્તુ (શક્ય કે જરૂરી) નથી; તેમ જ બધું પહેલેથી હંમેશને માટે નકકી થઈ ગયેલું છે; (પુરુષાર્થથી તેમાં
૧. નામ કતરેલી મુદ્રા – મહોર. ૨. મૂળ પુઢવિકિપટ્ટા ! કુદરતી શિલાનો નહીં, પણ ચણુને બનાવેલું.
૩. મહાવીરનો સમકાલીન, એક વખત મહાવીરનો શિષ્ય, અને પછી જિનપણમાં મહાવીરનો પ્રતિસ્પધી ગોશાલ, આજીવિક સંપ્રદાયને તીર્થકર હતો. તેની તથા તેની સાથેના મહાવીરના સંબંધની, તેમ જ તેના સિદ્ધાંત અંગેની વિગતો માટે જુઓ આ પુસ્તકને અંતે પરિશિષ્ટ,
૪. “ઉત્થાન” ઊઠવું –- પ્રયત્નશીલ થવું તે. ૫. વીર્મ.
૬. નિયતા સર્વેમાવાઃ.
Page #109
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કશે ફેરફાર થઈ શકે તેમ નથી.) પરંતુ શ્રમણભગવાન મહાવીરે બતાવેલ ધર્મમાર્ગ સુંદર નથી, કારણકે, તેમાં એવું નિરૂપણ છે કે, ઉદ્યમ, કિયા, બળ, વીર્ય, પુરુષકારપરાક્રમ જેવી વસ્તુ છે; તેમ જ બધું પહેલેથી હંમેશને માટે નકકી થઈ ગયેલું નથી. (પુરુષાર્થથી તેમાં જરૂરી ફેરફાર થઈ શકે છે, અને દરેક જણે કરવાને છે.) [૧૬૬]
- કુંડલિકે તેને જવાબ આપ્યો – ઉદ્યમ વગેરેમાં ન માનનારો, અને બધું પહેલેથી જ હંમેશ માટે નિયત થઈ ગયેલું છે એમ પ્રરૂપનારે ગોશાલકને ધર્મમાર્ગ સુંદર હોય; અને ઉદ્યમ વગેરેમાં માનનારો, અને બધું પહેલેથી જ હંમેશ માટે નિયત થયેલું ન માનનારે મહાવીરને ધર્મમાગ ખરાબ હોય, તે તેં આ તારી દિવ્ય શ્રી, વૃતિ, અને પ્રભાવ કેવી રીતે પ્રાપ્ત કર્યા? ઉદ્યમથી – પુરુષાર્થથી? કે અનુઘમથી? [૧૬૭].
દેવે જવાબ આપ્યોઃ “હે દેવાનુપ્રિય! મેં આ બધું અનુદ્યમથી મેળવ્યું છે.” [૧૬૮]
કુંડકેલિકે કહ્યું કે જે તેં આ તારી દિવ્ય શ્રી, ઘતિ વગેરે અનુઘમથી જ મેળવ્યું હોય, તે જે છ ઉદ્યમ, બેલ, વિર્ય અને પુરુષકાર-પ્રયત્ન વિનાના છે, તેઓ કેમ તેમના અનુદ્યમથી તારા જેવી દિવ્ય શ્રી, તિ વગેરે મેળવી દેવ બની જતા નથી? તેથી, તું જે કહે છે કે, મખલિપુત્ર ગશાલે બતાવેલ ધર્મમાર્ગ સુંદર છે, અને શ્રમણભગવાન મહાવીરે બતાવેલે અસુંદર છે, તે વાત મિથ્યા છે ! [૧૬]
૧. મહુછી !
Page #110
--------------------------------------------------------------------------
________________
૧. કુડકેલિક કુંડકેલિક શ્રમણે પાસકે આમ કહ્યું એટલે પેલે દેવ પોતે જ શકિત થઈ ગયો અને તેનું ચિત્ત ડહોળાઈ ગયું. તેથી તે એને કંઈ જવાબ આપી શક્યો નહીં. પછી પિતે ઉપાડી લીધેલાં કુંડલિકનાં નામમુદ્રા અને ઉતરીય વસ્ત્રને ચબૂતરા ઉપર પાછાં મૂકી, તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછે ચાલ્યો ગયો. [૧૭૦]
એ અરસામાં શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા પાછા કપિલપુર આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી કુંડકેલિક હર્ષ પાપે, અને બીજા સૌ સાથે ભગવાનને વંદન-નમસ્કાર કરવા ગયા. ભગવાને સૌને ધર્મકથા કહીઃ
“જગતમાં કેટલાય વાદીઓ વિક્ષના હેતુરૂપ સદ્ધર્મને જાણતા નથી; તેઓ વિવિધ ભાગોમાં આસક્ત રહી, ગમે તેવી પ્રવૃત્તિઓ આચરતા હોય છે, અને વૈરબંધન ઊભું કર્યા કરતા હોય છે. તેઓને પોતાના એાછા થતા જતા આયુષ્યની પણ પરવા હોતી નથી; મમતાના માર્યા ગમે તેવાં સાહસ આચરતા તે મંદબુદ્ધિ લેકે પોતે અજરામર હોય તેમ રાતદિવસ ભેગની કામનાથી તપ્યા કરે છે. અને છતાં તેઓને પૂછો તો ઝટ મોક્ષમાર્ગ ઉપદેશવા મંડી જાય છે, અને “અમારે મતે આત્મા નિષ્ક્રિય છે કે “કિયા જ ફલદાયક છે, જ્ઞાનની જરૂર નથી, અથવા “જ્ઞાન જ ઉપયોગી છે, ક્રિયાની કંઈ જરૂર નથી.” એવા વાદે કહ્યા કરે છે.૧
૧ સૂત્રકૃતાંગ અશ્ચ૦ ૧૦,૧૬-૮.
Page #111
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
પરંતુ જગતને સત્ય વિચાર કરનાર શ્રમ અને બ્રાહ્મણે એમ જ કહે છે કે, દુઃખ પોતાનું જ કરેલું થાય છે, બીજનું કરેલું નહીં. તેમ જ મેક્ષ પણ જ્ઞાન અને તે પ્રમાણેની કિયાથી પ્રાપ્ત થાય છે.
“પ્રજાને જે લેકે આ હિતકર ઉપદેશ આપે છે, તેઓ જ આ જગતના ચક્ષુરૂપ નાયકે છે. તેમણે આ સંસારને પણ શાશ્વત કહ્યો છે. તેમાં રાક્ષસે, દે, ગાંધર્વોથી માંડી બધા જીવોને પિતપોતાનાં કર્મ અનુસાર સુખદુઃખ ભેગવતા જન્મમરણ પામ્યા કરવું પડે છે. તે ચક્રમાંથી મહાકટે છૂટી શકાય છે. વિષયે તથા કામમાં આસક્ત એવાં અજ્ઞાન પ્રાણીઓ તેમાં વારંવાર સપડાયા જ કરે છે.
જેને તે ચકમાંથી છૂટવું હોય, તેણે જગતના તિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનારા મહાત્માઓની સમીપ હંમેશાં રહેવું. કારણે તેઓ જ પિતાની જાતને તેમ જ જગતને, જીવની ગતિ-અગતિને, જન્મ-મરણને, શાશ્વત-અશાશ્વતને તથા મનુષ્યના પરજન્મને જાણે છે. કર્મ આત્મામાં કેવી રીતે દાખલ થાય છે, અને તેને કેવી રીતે રોકી શકાય છે, તે તેઓ જાણે છે. તથા કર્મના ફળને તેમ જ કર્મના નાશને પણ તેઓ જાણે છે. જગતનું અતીત, વર્તમાન અને અનાગત સ્વરૂપ યથાર્થ જાણતા હોઈ તેઓ જ આ જગતના નેતા છે. તેમનો નેતા કોઈ નથી. બુદ્ધ થયેલા તે લેકે આ સંસારચકને અંત લાવી શકે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
છે. કુડકેલિક તેઓ નાના કે મોટા બધા પ્રાણેને અને સર્વ જગતને પિતાના જેવું ગણે છે. તેઓ જાતે કેઈની હિંસા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી. સર્વ કાળ જિતેંદ્રિય અને મોક્ષમાર્ગમાં તત્પર રહી, તેઓ વીરપદ પામ્યા હોય છે. આ મહા ગહન સંસારમાં તેઓ જ માત્ર જાગતા હોય છે. તેમને શબ્દ-સ્પર્શ વગેરે વિષયોમાં આસક્તિ કે દ્વેષ નથી. તેમ જ જીવન-મરણની પણ કામના હતી નથી. સંયમથી સુરક્ષિત એવા તે પુરુષ, પિતાની મેળે કે બીજા પાસેથી સત્ય જાણું, આ સંસારમાંથી મુક્ત થયા હોય છે. તેઓ જ કિયાવાદને ઉપદેશ આપવાને તેમ જ બીજાને સંસારસમુદ્રમાંથી બચાવવાને શક્તિમાન થાય છે, એમ હું કહું છું.”૧
ધર્મકથા પૂરી થયા બાદ, કુંડકેલિકને સંબોધીને તેમણે કહ્યું: “હે કુંડલિક ! કાલે બપોરને સમયે અશેકવનિકામાં એક દેવે આવીને તને આમ આમ કહ્યું, અને તે તેને આમ આમ જવાબ આપ્યો, એ વાત ખરી ?”
કુંડકેલિકે કહ્યું, હા ભગવદ્ ! ખરી છે !
પછી “આ” એમ કહીને શ્રમનિ તથા નિગ્રંથીએને સંબોધીને તેમણે કહ્યુંજ્યારે ઘરમાં રહેનારા આવા ગૃહસ્થ અર્થ, હેતુ, પ્રશ્નો, કારણ અને ખુલાસા વડે અન્ય સંપ્રદાયના માણસને નિરુત્તર કરી શકે છે, તે હે આર્યો! બાર અંગવાળું ગણિપિટક ભણનારા તમે શ્રમણનિગ્રંથ
૨. અન્યતીથિંકાને.
૧. સૂત્રતાંગ અધ્ય. ૧૨, ૧૧ ૨૨. ૩. આચાર્યની પેટીઃ અર્થાત્ શાસ્ત્રસમૂહ.
Page #113
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસક અને નિગ્રંથીઓ તે અન્યતીથિને અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ખુલાસા વડે જરૂર નિરુત્તર કરી શકે જ! [૧૭૪
ભગવાનની આ વાત તે શ્રમણ નિર્ચ અને નિર્ચથીએ વિનયથી સ્વીકારી. [૧૫]
કુંડકલિક ત્યાર બાદ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને તથા તેમના જવાબે બરાબર સમજીને પિતાને ઘેર ચાલ્યા ગ. [૧૭૬]
ભગવાન મહાવીર પણ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૧૭૭]
પિતે લીધેલાં શીલવ્રત અને ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં કુંડકાલિક શ્રમણે પાસકનાં ૧૪ વર્ષો વીતી ગયાં. પછી પંદરમા વર્ષના વચગાળામાં તે, કામદેવ શ્રમણપાસકની પેઠે, પોતાના મોટા પુત્રને પોતાને બધે કારભાર સંપીને, તેની અનુમતિથી પૌષધશાળામાં રહ્યો, અને ભગવાને બતાવેલ ધર્મમાગને અનુસરવા લાગ્યું. તેણે ત્યાં શ્રમણપાસકની અગિયારે પ્રતિમાઓ એક પછી એક સારી રીતે પાર કરી. છેવટે મારણાંતિક સંલેખના સ્વીકારીને સમાધિપૂર્વક મરણ પામી, તે સૌધર્મકલ્પમાં અરુધ્વજ વિમાનમાં દેવ થયો. ત્યાં ચાર પોપમ વર્ષનું આયુષ્ય પૂરું કરીને, મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.
Page #114
--------------------------------------------------------------------------
________________
સદ્દાલપુત્ત
२
પેલાસપુરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં સદ્દાલપુત્ત નામે આજીવિકાને ઉપાસક૧ એક કુંભાર પેાતાની અગ્નિમિત્રા ભાર્યાં સાથે રહેતા હતા. આવક સિદ્ધાન્ત ખરાખર સાંભળીને, સમજીને, પૂછીને, તે ખબતમાં તેણે નિશ્ચય અને નિર્ણય કરી લીધા હતા. તેને તે સિદ્ધાંતમાં હાડકાં અને મજ્જા વચ્ચે હાય છે તેવા પ્રેમાનુરાગ હતા.૩ તે એમ માનતા કે, આજીવિકના સિદ્ધાન્ત એ જ પરમા છે, અને બીજા બધા અનથ છે. એ રીતે આજીવિક સિદ્ધાન્ત વડે પેાતાના આત્માને કેળવતા તે ત્યાં રહેતા હતા. [૧૮૦-૧]
તેની પાસે એક કરેડ (પાલી) સેાનું નિધિ તરીકે સઘરામાં, એક કરોડ વ્યાજે, અને એક કરોડ ઘરવાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયાના એક વ્રજ હતેા. [૧૮૨] પેાલાસપુર નગરની બહાર તેનાં પાંચસે હાટ૪ હતાં. તેમાં તેણે અનેક માસાને પગાર, ખાવાનું અને રાજીપ આપીને શકેલાં હતાં. તેઓ ત્યાં રાજ અસ`ખ્ય નાના
૧. અર્થાત્ મ`ખલપુત્ત ગે!શાલને ગૃહસ્થઅનુયાયી. જીએ આ પુસ્તકને ઋ તે પરિશિષ્ટ,
૨. ૧:-વૃદ્દીત:-પૃષ્ઠ:-વિનિશ્ચિત:-મમતઃ ।
૩. અદ્ધિમિનવેમાળુરાત્તે ।
૪, મા રાવળ |
૫. સ્મૃતિ-મત્ત-વતન ।
૯૫
૬. વાછાહિ ।
Page #115
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઘડા (કરા), ગાડવા (વા), કડાયાં-બેડાં (હિ), કળશ, અલિંજર, ચંબુ (લવૂઝ) અને ઊંટ ઉપર પાણી લાવવાનાં મટકાં (ક્રિયા) બનાવે છે, તથા બીજા અનેક પગારદાર પુરુષે તેમને રાજમાર્ગોમાં વેચે છે. [૧૮]
એક વખત આજીવિકપાસક સદાલપુત્ત, અશેકવનિકામાં જઈ મંખલિપુત્ત ગોશાલ પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર સાધના કરતા હતા. તેવામાં ત્યાં તેની પાસે ઘૂઘરીઓવાળાં વસ્ત્ર પહેરેલો એક દેવ પ્રગટ થયો. તે આકાશમાં અધર રહીને કહેવા લાગેઃ “હે દેવાનુપ્રિય! કાલે અહીં એક મહાબ્રાહ્મણ આવનાર છે. તે પરિપૂર્ણ રીતે પ્રગટેલા જ્ઞાનદર્શન ધારણ કરનાર છે, અતીત-વર્તમાનભવિષ્યના જાણકાર છે, અરિહંત-જિન-કેવલી-સર્વજ્ઞસર્વદશી છે, લોધે ભાવપૂર્વક નિહાળેલા-માનેલા-પૂજેલા, છે; દેવ-મનુષ્ય-અસુર સહિત આખા લકે અચવા લાયક, વંદવા લાયક, સત્કારવા લાયક, સંમાનવા લાયક, તથા કલ્યાણ-મંગળ-દેવત-ચૈત્યની જેમ ઉપાસવા લાયક છે, અને તથ્ય કર્મોથી યુક્ત છે. તે તે તેમનું વંદન-પૂજન કરજે, અને નિર્દોષનિજીવ એવાં ખાન-પાન-મે મુખવાસ તથા
૧. માટીનું મોટું વાસણ. ૨. વિસિં જેમાના વિરત્તિ . ૩. આવરણ કરનાર કર્મોને ક્ષય થવાથી બરાબર-પરિપૂર્ણ રીતે પ્રગટેલાં.
૪. રાગદ્વેષાદિ અરિ-શત્રુને હણનાર. અથવા (મર્દ) પૂજાને ગ્ય (અદૈવ) ૫ રાગદ્વેષાદિને જીતનાર.
૬. આત્મા ઉપરથી કર્મનાં આવરણ દૂર થતાં પ્રગટતું સર્વ પદાર્થોના સર્વે ભાવ બતાવનારું કેવળજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે તેવા
Page #116
--------------------------------------------------------------------------
________________
૭. સદાલપુર સૂવાનું અને અડીંગવાનું પાટિયું, શય્યા તથા બિછાના દ્વારા તેમને નિમંત્રણ કરજે.” આમ બે-ત્રણ વાર કહીને તે દેવ પિતાને સ્થાને ચાલ્યા ગયે. [૧૮૫-૭]
આજીવિકે પાસક સદાલપુત્તને આ સાંભળીને એવો ખ્યાલ બંધાશે કે, જરૂર આવતી કાલે મારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ત શાલ જ આવવાના હશે. કારણ કે, તે જ મહાબ્રાહ્મણ, જિન, કેવલી, સર્વજ્ઞ વગેરે છે. તે જરૂર હું તેમને વંદન-નમસ્કાર કરીશ, તથા ખાનપાન, વગેરેથી નિમંત્રણ આપીશ! [૧૮૯]
બીજે દિવસે સૂર્યોદય થતાં જ શ્રમણભગવાન મહાવીર ત્યાં સહસ્સામ્ર ઉદ્યાનમાં આવીને ઊતર્યા. પિલાસપુરના લેકે તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. [૧૮]
સદ્દાલપુત્ર પણ તેમના આવ્યાની વાત જાણી, નાહીધઈ, શુદ્ધ વસ્ત્રો અને અલંકારો પહેરી, મનુષ્ય સંઘ સાથે તેમનાં દર્શને ગયે. [૧૯]
ભગવાને તે સૌને ધર્મકથા કહી –
“મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. મનુષ્યજન્મથી મ્યુત થનારને પછી સમ્યગ જ્ઞાન થવું દુર્લભ છે, તેમ જ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. બીજા કેટલાક વાદીએ ભલે માનતા હોય છે, દેવ લોકો (જ) મેક્ષ પામી શકે છે, પરંતુ લોકેત્તર જૈન સિદ્ધાંતને તે નિર્ણય છે કે, આ મનુષ્યલકમાં જ આપણે ધર્મની આરાધના કરીને કાં તે કૃતકૃત્ય થઈ શકીએ છીએ, અથવા ઉત્તમ ગતિને પામી શકીએ છીએ. માટે મનુષ્યદેહ
Page #117
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
re
પ્રાપ્ત કરી, કર્મોના નાશ થાય તેવું પરાક્રમ પ્રગટાવી, ઇંદ્રિયાના પ્રવાહાને રોકી, વિકારરહિત થવા પ્રયત્ન કરે. કારણ કે, ત્યાં સુધી ધમમાગ માં આચરણ અસંભવિત છે. “ સ્ત્રી વગેરે કામભેાગા ડુક્કરને ફાંસામાં સપડાવનાર નીવાર જેવા છે. જે સ્ત્રીને સેવતા નથી, તેએ આ સસારમાં મુક્ત છે. વિષયેચ્છાનેા અંત લાવનાર પુરુષ મનુષ્યેાના ચક્ષુરૂપ છે. માટે એ અંત પામવાને જ પ્રયત્નશીલ થાઓ. જુઆને અસ્ત્રાના પણુ ‘અંત’ (ધાર) જ કામ આવે છે, અને પૈડું પણ અંત (નેમિ) ઉપર જ ક્રે છે. બુદ્ધિમાન મનુષ્યેા વસ્તુએના અંત સેવીને સંસારને પણ 'ત લાવે છે.
,
“આમ જેણે પૂર્વે ખાંધેલું કમ ખ'ખેરી નાખ્યું છે, અને નવું થવા દીધું નથી, તે મહાવીર પછી જન્મતા નથી કે · મરતા નથી. વાયુ જેમ જ્વાળાને આળગી જાય છે, તેમ તે જગતના મનેારમ કામલેાગેાને એળગી જાય છે. તેને હવે કશે। સકલ્પ રહ્યો નથી; તેમ જ જીવિત કે મરણની પણ કામના રહી નથી. તે હુવે જગતના ચક્ષુરૂપ બન્યા છે. પેાતાનાં પૂર્વકર્મોને લીધે તે હવે મેાક્ષમાગ ઉપદેશે છે. તે ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓ પ્રમાણે ભિન્ન ભિન્ન હાય છે. અનુત્તમ જ્ઞાન પ્રાપ્ત કરેલા તેને મન-વાણી-કાયાથી કાઈ ના વિરોધ હાતા નથી. કારણ કે તે સાચી આંખવાળે હાય છે. તેને જગતનના પૂજન-સત્કારની દરકાર હાતી નથી. જે મનુષ્ય શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વોત્તમ ધના ઉપદેશ આપતા હાય, અને પેતે પણ તે ધર્મના સ્થાનરૂપ બન્યા
Page #118
--------------------------------------------------------------------------
________________
૭. સાલપુર હેય, તે પ્રજ્ઞાવાન તથાગતને હવે બીજા જન્મની વાત કેવી?”૧ [૧૧]
ધર્મકથા પૂરી થયા બાદ ભગવાને સાલપુરને સબંધીને કહ્યું, “હે સાલપુત્ત! કાલે તું અશકવનિકામાં બપોરે બેઠા હતું, ત્યારે તારી આગળ એક દેવ પ્રગટ થયે હતું, અને તેણે તને એક મહામાહણ, જિન, કેવલી આવવાના છે એવી વાત કહી હતી, એ સાચું છે?”
હા, સાચું છે !”
“હે સાલપુર, તે દેવે મંગલપુર ગોશાલકને ખ્યાલમાં રાખીને એ કહ્યું નહોતું!” [૧૨]
શ્રમણભગવાન મહાવીરનું આ કહેવું સાંભળી સદ્દાલપુરને વિચાર આવ્યું કે, “આ શ્રમણભગવાન મહાવીર મહાબ્રાહ્મણ, જિન, કેવલી, તથા તથ્ય કર્મોથી યુક્ત છે. માટે આમને વંદન અને નિમંત્રણ કરવામાં મારું ભલું રહેલું છે.
આમ વિચારી તેણે ભગવાનને વંદન કરીને કહ્યું : “હે ભગવન્પિલાસપુરની બહાર મારું હાટ છે. આપને જે કાંઈ સૂવાનું અઠીંગવાનું પાટિયું વગેરે જોઈએ, તે તે ત્યાં સુખે મેળવી શકે છે !” [૧૩] .
ભગવાન મહાવીર તેની વાત સ્વીકારીને પિતાને જોઈતાં પાટિયાં વગેરે મેળવી, ત્યાં સુખે રહેવા લાગ્યા. [૧૪] * એક વાર આજીવિકપાસક સાલપુત્ત પવનથી સુકાયેલાં કાચાં વાસણને મકાનમાંથી બહાર કાઢીને તડકામાં સૂકવતે હતો. [
૧૫] ૧. સૂત્રકૃતાંગઃ અધ્ય૦ ૧૫.
Page #119
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે તે વખતે શ્રમણભગવાન મહાવીરે આજીવિકાપાસક સદ્દાલપુત્તને કહ્યું –
હે સદ્દાલપુત્તઆ માટીનું વાસણ કેવી રીતે બન્યું છે?” [૧૬]
સદાલપુત્તે જવાબ આપ્યો :–“હે ભગવાન! પહેલાં એ માટીરૂપે હતું. તે માટીને પાણીથી પલાળવામાં આવી, તથા તેમાં રાખ અને લાદ મેળવવામાં આવ્યાં. પછી તેને ચાક ઉપર ચડાવવામાં આવી, ત્યારે આ વાસણ બન્યું છે.”
તે સાંભળીને ભગવાન મહાવીરે કહ્યું હે સાલપુત્ત! આ વાસણ બને છે, તે ઉદ્યમ, બળ, વગેરેથી બને છે કે એ વિના જ બને છે? [૧૮]
સાલપુત જવાબ આપ્યોઃ ભગવદ્ ! ઉદ્યમ, બળ, વગેરે વિના બને છે. કારણ કે બધા ભાવો પહેલેથી હંમેશને માટે નિયત થયેલા છે. (નો ફેરફાર કશાથી થઈ શકતે નથી.) [૧૯]
ભગવાને ફરી સદ્દાલપત્તને પૂછ્યું કે માણસ તારાં આ કાચાં કે પાકાં વાસણે ઉપાડી જાય, ફેંકી દે, કે ફેડી નાખે, અથવા તારી આ અગ્નિમાત્રા ભાર્યા સાથે ભેગે ભેગવે, તો તે તેને શિક્ષા કરે કે નહીં?
સદ્દાલપુત્ત બોલ્યોઃ ભગવાન ! જરૂર હું તે પુરુષને ધમકાવું, મારું, બાંધું, ગળું, તરછોડું, તાડું, દંડું, નિર્ભના કરું, તેમ જ અકાળે વિતરહિત કરું. [૨૦]
૧. કારેન ચ રિસેન !
Page #120
--------------------------------------------------------------------------
________________
૭. સદ્દાલપુર ભગવાન બેલ્યા: હે સદાલપુર ! જે ઉદ્યમ, બળ, વિર્ય, પરાક્રમ જેવી વસ્તુ જ ન હોય, અને બધા ભાવે હંમેશને માટે નિયત થયેલા જ હેય, તે પછી કોઈએ ચામું, ફેડ્યું, કે તારી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો એમ કહી શકાય નહીં; (કારણ કે, ઉદ્યમ વગેરેથી નવું કશું કઈ વડે કરી શકાતું નથી, અને બધા ભાવ જેમ બનવાના હોય છે તેમ બન્યા કરે છે.) એટલે પછી તું શા માટે તે માણસને મારે કે બાંધે? તે માણસે કંઈ નવું કર્યું જ નથી; બધું પહેલેથી નક્કી હતું તેમ જ થયું છે. છતાં જે તું કેઈ માણસને ચેરવા-ફેડવા બદલ કે તારી સ્ત્રી સાથે
વ્યભિચાર કરવા બદલ મારે કે હણે, તો પછી “ઉદ્યમ, બળ વગેરે વસ્તુઓ નથી, અને બધા ભાવે નિયત જ છે,” એમ તારું કહેવું ખોટું છે! [૨૦૦]
ભગવાને કહેલી આ દલીલ સાંભળીને સદાલપુત્તને સમજણ આવી. [૨૧]
તેણે ભગવાનને વંદન-નમસ્કાર કરીને કહ્યું: “હે ભગવદ્ ! આપની પાસેથી ધર્મ સાંભળવા ઈચ્છું છું.” [૨૨]
પછી ભગવાને તે આજીવિકપાસકને પિતાને સિદ્ધાંત સમજાવ્યું. [૨૩]
શ્રમણભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને સદાલપુર શ્રમણોપાસકે હૃષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ આનંદની પેઠે ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, તથા પિતાની પાસે હતી તેટલી ધનસંપત્તિની
Page #121
--------------------------------------------------------------------------
________________
હર ભગવાન મહાવીરના દશ ઉપાસકે અને ભોગતૃષ્ણ વગેરેની મર્યાદા બાંધી લીધી. પછી ભગવાનને વંદન-નમસ્કાર કરીને તે પિલાસપુર નગરમાં પાછો ફર્યો, અને પોતાને ઘેર આવી પોતાની સ્ત્રીને કહ્યું:
હે દેવાનુપ્રિયા ! તું અહીં આવેલા ભગવાન મહાવીર પાસે જા, અને તેમને વંદન-નમસ્કાર કરી, તેમની પાસેથી ધર્મ સાંભળીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતવાળે ગૃહસ્થ ધર્મ સ્વીકારી આવ.” [૨૦]
અગ્નિમિત્રાએ શ્રમણોપાસક બનેલા સાલપુરની એ વાત વિનયપૂર્વક સ્વીકારી. એટલે સદાલપુરે પોતાના કૌટુંબિક
કરેને બેલાવને હુકમ આપે કે, “હે દેવાનુપ્રિયે ! જાઓ અને જલદીથી કુશળ હાંકનારાઓએ જોડેલે રથ જેડાવી લાવે. તે રથને ઉત્તમ, જુવાન, શણગારેલા બળદ જેતર તથા સારી રીતે શણગાર; અને તૈયાર થાય એટલે મને ખબર આપજે!”૩ [૨૬]
૧. યુ -યુવત-યોનિતમ્ “શીઘ્ર છે વેગ જેહને, એહવો રથ તમે જેતર”—એવો અર્થ પણ ટ કરે છે.
૨. ધાર્ષિ ચામર | ધાર્મિક-શુભ-સારા પ્રસંગોએ વાપરવાનું શ્રેષ્ઠ વાહન. મોજશોખ માટે ગમે તે વાહન વાપરે; અમુક વિશિષ્ટ પ્રસંગોએ તે ગંભીર પ્રકારનું – % નું ચાલતું આવેલું – વાહન હોય.
૩. મમ ઘવમાનનિય પ્રજવવિગ૯ – “મારી એ આજ્ઞા મને પાછી આપજો.” એ રથ તથા બળદનાં મૂળમાં નીચેનાં વિશેષણે વધુ છેઃ તે બળદે – કે જેમની ખરીઓ તથા પૂછડું સમાન--સરખાં–મળતાં આવતાં હોય; જેમનાં શીંગડાં અણીદાર તથા ગાંઠા રહિત બરાબર સમાન (મતિ ) હેય; સેનાના તારવાળાં ફૂમતાંવાળાં જોતરાંથી શોભતા, રૂપેરી ઘંટડીઓ (ગળે બાંધેલા સુતરાઉ રાશ તથા સેનાના તારવાળી નાથથી કબજે રખાતા;
Page #122
--------------------------------------------------------------------------
________________
૭. સાલપુર કૌટુંબિક પુરુષોએ રથ તૈયાર કરીને ખબર આપી. રિ૦૭]
એટલે અગ્નિમિત્રા નાહી-ધોઈ શુદ્ધ થઈ શુદ્ધ તથા સમારંભને ચગ્ય વસ્ત્રો પહેરી, થોડી સંખ્યામાં પણ મોટી કિંમતનાં આભરણથી વિભૂષિત થઈ, દાસીઓથી વીંટળાઈને તે રથમાં બેઠી, અને સહસ્ત્રાપ્રવણ ઉદ્યાનમાં ગઈ. પછી રથમાંથી ઊતરી, દાસીઓ સાથે જ્યાં ભગવાન હતા ત્યાં ગઈ, અને ત્રણવાર તેમની પ્રદક્ષિણ તથા વંદન-નમસ્કાર કરી, બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એવી રીતે હાથ જોડી ઊભી રહી અને તેમની ઉપાસના કરવા લાગી. [૨૮].
શ્રમણભગવાન મહાવીરે તેને તથા ત્યાં આવેલાં સૌને ધર્મકથા કહી –
જગતના લોકોની કામનાઓને પાર નથી. તેઓ. ચાળણીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે. તે કામનાઓ પૂરી કરવા જતાં બીજાં પ્રાણીઓને વધ કર પડે, તેમને પરિતાપ આપ પડે, તેમને તાબે કરવાં પડે, કે આખા જનપદેને તેમ કરવું પડે, તે પણ તેઓ પાછું જેતા નથી. કામસૂઢ અને રાગદ્વેષમાં ફસેલાં તે મનુષ્ય આ જીવનનાં માન-સત્કાર–પૂજનમાં આસક્ત રહે છે, અને વાસના ભેગી કરે છે. વાસનાઓ વડે સિંચાયેલાં તે મનુષ્ય ફરી ફરી ગર્ભમાં આવે છે. વિષયમાં મૂઢ બનેલાં તે માણસે ધર્મને જાણી શકતાં ન હોવાથી જરા-મૃત્યુને વશ રહે છે. નીલકમળની માળાઓ (મેઢા)વાળા શ્રેષ્ઠ જુવાન બળદે; તે રથ વિવિધ મણિ તથા સેનાની ઘંટડીઓની જાળ ચારે બાજુ ભરેલ, સારા લાકડાનું બનાવેલું સીધું, ઉત્તમ, અને સારી રીતે ઘડેલું એવું ઘણું બરાબર બેસાડેલો.
Page #123
--------------------------------------------------------------------------
________________
હજ ભગવાન મહાવીરના દશ ઉપાસકે
“એટલે પરાક્રમી વીર મનુષ્ય વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને પરિણામે પ્રાપ્ત થતા જન્મમરણરૂપી શેકને જાણીને સંયમી થવું, તથા મેટાં અને નાનાં – બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કર. જન્મ અને મરણમાં રહેલાં દુઃખને તથા તેમના હેતુરૂપ સકામ પ્રવૃત્તિ અને હિંસાને સમજીને, સંયમ સિવાય બીજી તરફ ન જાઓ! હિંસા ન કરે કે ન કરાવો! તૃષ્ણામાં નિર્વેદ પામ! કામોમાં વિરક્ત થઈ ઉચ્ચદશી થાઓ! સંસારના આંટાફેરા સમજીને રાગ અને દ્વેષથી અસ્પૃષ્ઠ રહેતો માણસ આ સંસારમાં કશાથી છેદા નથી, ભેરાતો નથી, બળાતો નથી કે હણાતો નથી.
“માયા વગેરે કષાવાળા તથા વિષયાસક્તિરૂપી પ્રમાદથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભમાં આવે છે. પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહે, સમજદાર, અને મૃત્યુથી ડરતો મનુષ્ય જન્મમરણમાંથી મુક્ત થઈ શકે છે.
જગતનાં કિંકર્તવ્યમૂઢ, અને દુઃખસાગરમાં ડૂબેલાં પ્રાણીઓને જોઈને અપ્રમત્ત મનુષ્ય સર્વ તજી, સંયમ ધર્મ સ્વીકાર અને તેના પાલનમાં પ્રયત્નશીલ થવું. જેમને સંસારના સર્વ પદાર્થો પ્રાપ્ત હતા તેવાઓએ પણ તેમને ત્યાગ કરી, સંયમધર્મ સ્વીકાર્યો છે. માટે જ્ઞાની પુરુષે એ બધું નિસાર સમજી, સંયમ સિવાય બીજાનું સેવન ન કરવું.
“હે મનુષ્ય ! તું જ તારો મિત્ર છે. બહારના મિત્રની શધ છેડી, તું તારા જ આત્માને નિગ્રહમાં રાખ. તે રીતે તું દુઃખમાંથી મુક્ત થઈ શકીશ.
Page #124
--------------------------------------------------------------------------
________________
૭. સદ્દાલપુર પ્રમાદી મનુષ્યને જ બધે પ્રકારે ભય હોય છે, અપ્રમાદીને કઈરીતે ભય હેતું નથી. લેકનું દુઃખ સમજીને અને લેકના સંયોગોને છેડીને, વીર પુરુષે મહામાર્ગે વળે છે. ઉત્તરોત્તર ઊંચે ને ઊંચે ચડતા તેઓ અસંયમી જીવન ઈચ્છતા જ નથી.
પિતાનું શ્રેય સાધવામાં પ્રયત્નશીલ થયેલ સંયમી દુઃખોથી ઘેરાવા છતાં ગભરાય નહીં, અને વિચારે કે આ જગતમાં સંયમી પુરુષે જ લોકાલેકના પ્રપંચમાંથી મુક્ત થઈ શકે છે.
સત્યમાં વૃતિ કરે !”
ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને હુણ, તુષ્ટ અને પ્રસન્ન થઈ અગ્નિમિત્રાએ મહાવીર ભગવાનને વંદનનમસ્કાર કર્યો અને કહ્યું: “હે ભગવન્! આપના જૈન સિદ્ધાંતમાં મને શ્રદ્ધા થાય છે, તમે કહે છે તે ખરું છે. પરંતુ તમારી પાસે જેમ બીજા લોકો ગૃહત્યાગ કરી, મુંડ થઈ પ્રવજ્યા લઈને રહે છે, તેમ હું કરી શકું તેમ નથી. પરંતુ તમારા કહેલા પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતવાળા ગૃહસ્થ ધર્મને હું સ્વીકારવા ઈચ્છું છું.” [૧૦]
ભગવાને તેને કહ્યું? કશા પ્રતિબંધ વિના તને જેમ ફાવે તેમ કર !
એટલે અગ્નિમિત્રાએ શ્રમણભગવાન મહાવીર પાસે બાર પ્રકારને શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યાર પછી ભગવાનને
આચારાંગ અધ્ય૦ ૩.
Page #125
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે વંદન–નમસ્કાર કરી, તે પિતાના રથમાં બેસીને ઘેર પાછી ફરી. [૧૧]
મહાવીર પણ ત્યાર બાદ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૨૧]
શ્રમણે પાસક બનેલે સદ્દાલપુત્ત જીવાજીવનું જ્ઞાન પ્રાપ્ત કરી, ગૃહસ્થ મને પાળતો સુખે રહેવા લાગ્યું. [૨૧૩]
હવે, મંખલિપુત્ત ગોશાલને ખબર પડી કે, સદાલપુખ્ત આજીવિક સિદ્ધાંતનું વમન કરી, નિની દષ્ટિ સ્વીકારી છે. તેથી તેણે વિચાર કર્યો કે, “હું ત્યાં જઈ, તેણે સ્વીકારેલી નિશ્રિમણની દૃષ્ટિ છેડાવીને ફરી આજીવિકની દષ્ટિ તેની પાસે ગ્રહણ કરાવું.” એવો વિચાર કરી, તે પિતાના આજીવિક સંઘ સાથે પોલાસપુર નગરમાં આવ્યું, અને ત્યાંના આજીવિકેના મઠમાં ઊતર્યો. ત્યાં પિતાને વસ્ત્રપાત્ર વગેરે સરંજામ મૂકીને, કેટલાક આજીવિકે સાથે તે સદ્દાલપુર શ્રમણે પાસકને ત્યાં ગયો. [૨૧]
સાલપુર શ્રમણોપાસકે મખલિપુત્ત ગોશાલને આવતે જે, પણ તેણે તેને આદર ન કર્યો, તથા પોતે ઓળખતે ન હોય એમ ચૂપ રહ્યો. [૨૧૫
આ પ્રમાણે પિતાને સત્કાર ન થયો, ત્યારે મંખલિ પુત્ત ગોશાલ સૂવા-અઠીંગવાનાં પાટિયાં તથા પથારી-બિછાનાં
૧. અર્થાત જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જ રા અને મોક્ષરૂપી જન સિદ્ધાંતનાં નવ તથ્ય એટલે કે તો. જુઓ ઉત્તરાધ્યયન સૂત્ર, કે “તત્ત્વાર્થ સૂત્ર”માં તે બધાંની વ્યાખ્યા.
૨. મૂળ: સમય અને દૃષ્ટિ. ૩. મૂળ: “સભા'. ૪. ની માફી
Page #126
--------------------------------------------------------------------------
________________
૭. સંધાલપુર મેળવવા માટે શ્રમણભગવાનનાં ગુણકીર્તન કરત સદ્દાલપુર પ્રત્યે બે —
હે દેવાનુપ્રિય! અહીં મહાબ્રાહ્મણ પધાર્યા છે.”
સદાલપુર ગોશાલને પૂછ્યું : મહાબ્રાહ્મણ કેણ છે? [૧૭]
ગશાલકે કહ્યું – શ્રમણભગવાન મહાવીર મહાબ્રાહ્મણ છે.
સદ્દાલપુત્તે પૂછ્યું: શાથી તે મહાબ્રાહ્મણ છે?
ગશાલકે કહ્યું –હે સાલપુત્ત! શ્રમણભગવાન મહાવીર પરિપૂર્ણ રીતે પ્રગટેલાં જ્ઞાન અને દર્શન ધારણ કરનાર છે, લોકયે ભાવપૂર્વક નિહાળેલા-માનેલા-પૂજેલા છે, તથા તસ્ય કર્મોથી યુક્ત છે, તેથી તે મહાબ્રાહ્મણ છે.
ત્યાર બાદ ગોશાલે ફરીથી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાપ પધાર્યા છે.
સદ્દાલપુત્તે પૂછયું: મહાપ કોણ છે? ગોશાલકે કહ્યું ઃ શ્રમણભગવાન મહાવીર મહાપ છે. સદાલપુત્તે પૂછયું: શાથી તે મહાપ છે?
ગોશાલકે કહ્યું: હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી અટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ખવાઈ જતા, છેદાઈ જતા, ભેટાઈ જતા, લેપાઈ જતા તથા વિલોપાઈ જતા જીનું ધર્મરૂપી દંડથી સંરક્ષણ તેમજ સંગાપન કરી, તેમને નિર્વાણરૂપી મેટા વાડામાં સ્વહસ્તે પહોંચાડે છે, માટે તે મહાપ છે.
૧. વગેરે બધું આગળ પા. ૮૬ મુજબ.
Page #127
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ત્યાર બાદ ગોશાલે ફરી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાસાર્થવાહ પધાર્યા છે.
સદાલપુત્તે પૂછયું? મહાસાર્થવાહ કોણ છે? ગશાલકે કહ્યું: શ્રમણભગવાન મહાવીર મહાસાર્થ
સાલપુરૂ પૂછ્યું: શાથી તે મહાસાર્થવાહ છે?
ગશાલકે કહ્યુંઃ આ સંસારરૂપી અટવીમાં નાશ પામતા ને ધર્મરૂપી પંથ વડે નિવણરૂપી મોટા નગરમાં સ્વહસ્તે પહોંચાડે છે, માટે તે મહાસાર્થવાહ છે.
ત્યાર બાદ શાલે ફરીથી કહ્યું. હે દેવાનુપ્રિય! અહીં મહાધર્મકથી પધાર્યા છે. સદ્દાલપુને પૂછ્યું: મહાધર્મકથી કોણ છે?
શાલકે કહ્યું: શમણુભગવાન મહાવીર મહાધર્મકથી છે.
સદાલપુત્તે પૂછ્યું : શાથી તે મહાધર્મકથી છે? ' શાલકે કહ્યુંઃ આ અગાધ સંસારમાં નાશ પામતા, ઉન્માર્ગે ચડેલા, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા, મિથ્યાત્વના બળથી પરાજિત થયેલા, અને આઠ પ્રકારનાં કર્મોરૂપી અંધારાના પડળથી આવૃત્ત એવા જીને સમજૂતી અને
૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનને અભાવ, અને વસ્તુનું અથાર્થ શ્રદ્ધાન.
૨. જ્ઞાન આવરનારાં “જ્ઞાનાવરણ, દર્શને આવનારાં દર્શનાવરણ, સુખ કે દુઃખ અનુભવાવનારાં “વેદનીય', મેહ પામડનારાં “મોહનીય', ભવધારણ કરાવનારાં “ આયુષ', વિશિષ્ટ ગતિ-જાતિ-પ્રાપ્ત કરાવનારાં “નામ”, ઉચ્ચપણું-નીચપણું પમાડનારાં “ગેત્ર', અને દેવા-લેવામાં વિધ્ર ઊભાં કરાવનારાં “અંતરાય.”
Page #128
--------------------------------------------------------------------------
________________
૭. સદાલપુર બંધ આપીને સંસાર-કાંતારમાંથી પાર ઉતારનાર છે, માટે તે મહાધર્મકથી છે. - ત્યાર બાદ ગોશાલકે ફરીથી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાનિર્ધામક પધાર્યા છે.
સદાલપુરે પૂછયું: મહાનિર્ધામક કેણ છે?
ગોશાલકે કહ્યું: શ્રમણભગવાન મહાવીર મહાનિર્ધામક છે.
સદાલપુત્તે પૂછ્યું: શાથી તે મહાનિર્ધામક છે?
ગોશાલકે કહ્યું : હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી મહાસમુદ્રમાં નાશ પામતા, ડૂબતા અને ગળકાં ખાતા જીને ધર્મરૂપી નાવ વડે પાર ઉતારીને નિર્વાણને કાંઠે પહોંચાડનારા છે, તેથી તે મહાનિર્ધામક છે. [૨૧૮)
ગશાલ પાસે આ વાત સાંભળીને સદ્દાલપુત્તે કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે આ પ્રકારના ચતુર છે, દક્ષ છે, વક્તા છે, શિક્ષણ પામેલા છે, તાર્કિક છે, વિજ્ઞાની છે, તે તમે મારા ધર્મોપદેશક ધર્માચાર્ય મહાવીર સાથે વિવાદ કરી શકશે?
ગશાલે કહ્યું? ના! સદાલપુત્તે પૂછયું: શાથી?
ગોશાલકે કહ્યું : હે સદ્દાલપુત્ત! જેમ કેઈ એક તરુણ, પૂરા કદન, કુશળ અને ચતુર પુરુષ જ્યારે એક મોટા બકરી, ઘેટાને, કૂકડાને, તેતરને, બટેરાને, લાવરીને, કબૂતરને, કપિંજલને, કાગડાને કે બાજને હાથ, પગ, ખરી, પૂછડી, પીંછાં, શીંગડાં કે રુંવાડાંમાંથી ગમે તે અંગમાંથી
૧. કુવં !
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે પકડે, ત્યારે તે જરાપણ હાલી ચાલી શકતું નથી; તે જ પ્રમાણે શ્રમણભગવાન મહાવીર મને અર્થો, હેતુઓ, અને વ્યાકરણ દ્વારા જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં હું નિરુત્તર થઈ જાઉં; તેથી હું તારા ધર્માચાર્ય સાથે વિવાદ કરી શકું તેમ નથી. [૧૯]
પછી સદાલપુરે કહ્યું : હે દેવાનુપ્રિય! તમે મારા ધમાચાર્ય મહાવીરનું સાચા તથ્યભાવથી ગુણકીર્તન કરે છે, માટે હું તમને પાટિયાં, સંથારે, શય્યા વગેરે માટે નિમંત્રણ આપું છું. જોકે, તેમાં હું ધર્મ કે તપ સમજતો નથી. માટે તમે જાઓ અને મારી દુકાનમાંથી જે કાંઈ જોઈએ તે લઈને સુખે સુખે રહો. [૨૦]
ગોશાલક તેની દુકાનમાંથી જોઈતી વસ્તુઓ લઈને રહેવા લાગ્યું. પરંતુ જ્યારે તે વિવિધ કથને, પ્રતિપાદનો, વિજ્ઞાપને, કે નિવેદનથી પણ સાલપત્તને જૈન સિદ્ધાંતમાંથી ચલિત ન કરી શક્યો, ત્યારે તે થાકીને પલાસપુરમાંથી નીકળી, બહારના પ્રદેશમાં ચાલ્યા ગયે. [૨]
હવે શ્રમણોપાસક સદ્દાલપુત્તને પોતે સ્વીકારેલાં શીલવ્રત અને ગુણવ્રતને પાળતાં ૧૪ વર્ષ વીતી ગયાં. પંદરમાં વર્ષની અધવચ, તે શ્રમણભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર પૌષધશાળામાં રહેતો હતો, તેવામાં એક દેવ મધ્યરાત્રીએ ઉઘાડી તલવાર સાથે આવીને તેને કહેવા લાગ્યોઃ “જો તું આ શીલવ્રત અને ગુણવતને નહીં છેડે, તો હું તારા ત્રણ પુત્રોને વારાફરતી “તારી સામે કાપીને કકડા કરી, કઢાઈમાં તળીશ; અને તેમનું લેહી તારા શરીર ઉપર છાંટીશ.” [૨૨૩-૫ .
Page #130
--------------------------------------------------------------------------
________________
૭. સદ્દાલપુર
૧૦૧ તે દેવે તેમ કર્યા છતાં જ્યારે સદાલપુર પિતાના વ્રતમાં નિશ્ચળ રહ્યા, ત્યારે તે દેવે ધમકી આપી કે, હજુ જે તું નહીં માને, તે હું તારા ધર્મની સહાયક, ધમની જાણકાર, ધર્મમાં પ્રીતિ રાખનારી, અને તારા સુખદુઃખમાં સમભાગી એવી તારી આ અગ્નિમિત્રા ભાર્યાને ઘરમાંથી તારી સામે લાવી, કાપીને નવ કકડા કરીશ; પછી તેલની કઢાઈમાં તેને તળીશ, અને તેના લોહીમાંસ તારા શરીર ઉપર ખરડીશ; જેથી તે દુઃખી થઈને અકાળે મરી જઈશ. [૨૭]
તે દેવે આમ બે ત્રણ વાર કહ્યું, એટલે સદ્દાલપુરને વિચાર આવ્યું કે, આ અનાર્ય કર્મ કરનારા માણસે મારા પુત્રોને તે મારી નાખ્યા હવે તે મારી પત્નીને પણ તેમ જ મારી નાખવા ઈરછે છે, તે મારે જરૂર તેને પકડ-રોકવો જોઈએ. આમ વિચારી જે તે ઊઠયો કે તરત પેલે દેવ આકાશમાં ચાલ્યો ગયો અને તેના હાથમાં કાંઈ ન આવ્યું. એટલે સદ્દાલપુત્તે મોટે કેલાહલ કરી મૂક્યો. તે કેલાહલ સાંભળી અગ્નિમિત્રા ત્યાં આવી અને તેની પાસેથી બધી વાત સાંભળીને કહેવા લાગી કે, આપણે બધા પુત્ર તેમ જ હું સહીસલામત છીએ. તમને કઈ ભ્રમ થય લાગે છે. માટે તમે પ્રાયશ્ચિત્ત કરીને ફરી વાર વ્રતમાં સ્થિર થાઓ.
પછી તે સદાલપુર ચૂલણાપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરીને ફરીથી પિતાના વ્રતમાં સ્થિર થયો. અંતે મારણાંતિક સલેખન સ્વીકારી, સમાધિપૂર્વક મરણ પામી, તે સૌધર્મક૯૫ના અરુણભૂત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી
વીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૩૦]
Page #131
--------------------------------------------------------------------------
________________
મહારાતક
રાજગૃહમા મહાશતક નામે ગૃહપતિ રેવતી વગેરે ૧૩ સ્ત્રીઓ સાથે રહેતું હતું. તેની પાસે આઠ કરેડ પાલી સોનું નિધિ તરીકે સંઘરામાં, આઠ વ્યાજે અને આઠ ઘરવાપરમાં હતી. ઉપરાંત દસહજાર ગાયોને એક એવા આઠ વ્ર હતા. [૨૩૧-૩)
મહાશતકની સ્ત્રી વતીને તેના પિયેરથી આઠ કરોડ (પાલી) સોનું અને આઠ વ્રજ મળ્યાં હતાં. બાકીની બાર સ્ત્રીઓને એક એક કરોડ (પાલી) સોનું અને એક એક વ્રજ કન્યાદાનમાં મળ્યાં હતાં. [૨૩]
એક વાર ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર ત્યાંના ગુણશિલ ચિત્યમાં આવીને ઊતર્યા. મહાશતકે તેમનું પ્રવચન સાંભળીને આનંદની પેઠે તેમની પાસે શ્રાવકધમને સ્વીકાર કર્યો તથા ભેગતૃષ્ણાની મર્યાદા માટે આઠ કરોડ (પાલી) સેનું વગેરે અને ૧૩ સ્ત્રીઓથી વધારેને સ્વીકાર ન કરવાનું વ્રત લીધું. ઉપરાંત તેણે એ નિયમ કર્યો કે
૧. આ અધ્યયનમાં જ પહેલી વાર કરોડ વગેરે સંખ્યા સિક્કાને કે કોઈ માપને લાગુ પડે છે એને ઉલ્લેખ આવે છે, આ ઉલ્લેખ પરથી જણાય છે કે, પાલી ભરીને સેનું માપીએ તો તેવી આઠ કરોડ પાલીઓ ભરીને સેનું – એવો અર્થ થાય,
૨ ઘોઘડિયા !
૧૦૨
Page #132
--------------------------------------------------------------------------
________________
૯. મહાશતક
૧૦૩
હવેથી મારે એ દ્રોણુ માપની હિરણ્ય ભરેલી એક પાલી ( કાંસ્યપાત્રી )થી જ વ્યવહાર કરવા ખપે. [૨૩૫]
એ રીતે વ્યવહાર કરતા, અને જીવાજીવનું સ્વરૂપ જાણતા તે મહાશતક શ્રમણેાપાસક સુખે સુખે રહેવા લાગ્યા. શ્રમણુભગવાન પણ ત્યાંથી નીકળી બહારના પ્રદેશમાં વિહરવા લાગ્યા. [૨૩૬-૭]
મહાશતકની ભાર્યાં રેવતીને કૌટુંબિક ચિંતામાં જાગતાં જાગતાં એક વાર મધ્યરાત્રીએ એવા વિચાર આવ્યા કે મારે ખરબાર શાક્ત્યની આડ હાવાથી હું સારી રીતે મહાશતક સાથે ઉત્તમ એવા માનુષી કામભાગે ને ભાગવી શકતી નથી. માટે ઠીક તા એ છે કે એ ખરે શાકચોને અગ્નિ, શસ્ત્ર કે વિષપ્રયાગથી હું મારી નાખું અને તેમનું એકએક કરોડ (પાલી ) સેાનું તથા ગાયાના ત્રજ મેળવીને મહાશતક સાથે સુખે સુખે રહું. [૨૩૮]
આ વિચારથી તે તેમ કરવાના લાગશેાધવા લાગી; અને લાગ મળતાં જ તેણે છને શસ્ત્રથી અને છને વિષથી મારી નાખી. ત્યારખાદ તેમનાં ધન તથા વ્રજ લઈને મહાશતક સાથે તે સુખે સુખે રહેવા લાગી. [૨૩૮-૯]
તે રેવતી માંસલેાલુપ હતી અને અનેક પ્રકારના સાળા તથા તળેલાં અને ભૂજેલાં માંસા, તેમ જ સુરા, મધુ, મેરય, મદ્ય, સીધુ અને પ્રસન્ના જેવા દારૂઆને આસ્વાદ કરતી રહેતી હતી. [૨૪૦]
૧. મૂળ: આંતરે, છિદ્ર અને વિરહ (એકલાપણું ).
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે એક વાર રાજગૃહમાં કોઈ પ્રાણને વધ ન કરવાના અમાઘાતની ઘોષ થયા. તે વખતે પણ માંસલુપ રેવતીએ પિતાનાં પિયેરનાં માણસોને બોલાવીને કહ્યું કેઃ
– “તમારે હવેથી મારે માટે પિયેરના ત્રમાંથી બે બે ગાયના વાછરડા મારીને રોજ લાવવા.” તે પુરુષે તેના કહ્યા પ્રમાણે મારેલા બે વાછરડા રોજ લાવતા અને રેવતી તે માંસ ખાતી તથા યથેષ્ટ દારૂ પીતી. [૨૪૧-૪]
લીધેલાં શિક્ષાવ્રત અને ગુણવ્રતને પાળતા મહાશતક શ્રમ પાસકનાં ૧૪ વર્ષો ચાલ્યાં ગયાં. પછી પિતાના મોટા પુત્રને કારભાર સેંપી, મહાવીર ભગવાને બતાવેલા ધર્મમાગને અનુસરતે તે બ્રહ્મચર્ય સાથે પૌષધશાળામાં રહેવા લાગ્યા. [૨૪૫
ત્યાં એક વખતે મત્ત, લથડિયાં ખાતી, વીખરાયેલા કેશવાળી તેની સ્ત્રી રેવતી ઉઘાડે માથે તેની પાસે આવી અને મેહોન્માદજનક શંગારવાળા સ્ત્રીસુલભ ભાવે દેખાડતી મહાશતકને આ પ્રમાણે કહેવા લાગી –
હે મહાશતક શ્રમણોપાસક! તું ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની કામનાવાળે છે. પણ જો તું મારી સાથે ઉદાર એવા માનષિક કામને ભગવત રહે તે પછી તારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મેક્ષની શી જરૂર છે?” [૨૪૬] " રેવતીના આ પ્રમાણે બે ત્રણવાર કહેલા વચનને મહાશતકે આદર પણ ન કર્યો તેમજ અણજાણ હોય તેમ
૧. “અમારિ ઘોષ” “કોઈ હણશો મા” – એવો ઢઢેરો. ૨. કરિન્નય વિવઢળી !
Page #134
--------------------------------------------------------------------------
________________
૮. મહાશતક
૧૫
સ્વીકાર પણ ન કર્યા; પર'તુ મૌન રહીને તે પેાતાના ધમધ્યાનમાં સ્થિર રહ્યો. અનાદર પામેલી રેવતી પેાતાને ઠેકાણે પાછી આવી, ` [૨૪૭-૯]
ઉપાસકની અગિયારે પ્રતિમાઓને આચરતા તે મહાશતક ઉગ્ર તપથી અત્યંત કુશ અને નસાનાં ગૂંચળાંથી છવાયેલા દુબ ળ થઈ ગયા. છેવટે તે આનંદની પેઠે અતિમ મારણાંતિક સ’લેખના સ્વીકારીને ખાનપાન તજી, વિત અને મરણમાં સમભાવ રાખતા રહેવા લાગ્યા. [૨૫૦-૨
એમ રહેતાં રહેતાં તેના ચિત્તની વૃત્તિ વધારે શુભ, વિશદ અને શુદ્ધ થઇ; તથા જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયે પશમ થયે તેને અધિજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે પશુ આનંદની પેઠે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં હજાર યેાજન સુધીના લવણુસમુદ્રને ભાગ જાણવા તથા જોવા લાગ્યા; અને ઉત્તરમાં ચુલ્લ હિમવત વધર પર્યંત સુધી તથા નીચે રત્નપ્રભા પૃથ્વીમાંના લેયચુચ નરક૧ સુધીના ક્ષેત્રને જાણવા અને જોવા લાગ્યા. [૨૫૩]
આવી રીતે રહેતા તેની પાસે ફરી એક વાર રેવતી આવી અને પહેલાંની માફક કામયાચના કરવા લાગી. તેણે બે ત્રણવાર કહ્યા પછી ગુસ્સે થયેલા મહાશતકે પેાતાના અવધિજ્ઞાનના પ્રયાગ કરીને તેને કહ્યું કે — “ હું રેવતી આજથી તુ સાત રાતમાં અલસરોગથી પીડાતી, દુર્ધ્યાન
૧, ‘તેમાં જનારનું આયુષ્ય ૮૪ હુન્નર વરસનું હોય છે ' — એટલું મૂળમાં વધુ છે. ૨.
આ એક ઉદરરોગ છે. તેમાં શરીર નબળુ પડી જાય, ક્ષુધાગ્નિ મર્દ પડી જાચ, કફ વધી જાય, આંતરડાંની ક્રિયામાં ભ`ગ પડે. ( – ચરક, )
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ચુક્ત થઈ, અસમાધિવાળી બનીને, મરણ પામીશ; તથા રત્નપ્રભા પૃથ્વીને લુચ્ચય નરકમાં ૮૪૦૦૦ વર્ષ સુધી નરકગતિનું દુઃખ ભોગવીશ.” [૨૫૪-૫]
મહાશતકનું કથન સાંભળીને રેવતીને લાગ્યું કે, એ શ્રમણોપાસક મારી ઉપર ગુસ્સે થયે છે, તેને હું ગમતી નથી; મારે તે તિરસકાર કરે છે; ખબર નહિ મારે કેવી ખરાબ રીતે તે ઘાત કરશે. એમ વિચાર કરીને ભય તથા ત્રાસથી ઉદ્વેગ પામી, ખેદ કરતી કરતી તે ધીરે ધીરે પિતાને ઘેર પાછી આવી ગઈ અને ચિંતાતુર થઈ, હાથ ઉપર માથું અઠીંગી, આંખે જમીન ઉપર ઠેરવી, ભારે ફિકરમાં પડી ગઈ. પછી મહાશતકના કહ્યા પ્રમાણે અલસ રેગથી પીડાતી, સાત રાતમાં મરણ પામીને, તે નરકગતિએ ગઈ. [૨૫૬-૭)
તે વખતે ભગવાન મહાવીર રાજગૃહના ગુણશિલ ચિત્યમાં આવીને ઊતર્યા. ભગવાન મહાવીરે “ગૌતમ !” એમ કહીને પિતાના પટ્ટશિષ્ય ગૌતમને બેલા અને રેવતી તથા પોતાના શિષ્ય શ્રમણોપાસક મહાશતક વચ્ચે થયેલે વિખવાદ તેને કહી સંભળાવ્યો અને કહ્યું – “અંતિમ સંલેખનાને સ્વીકારીને રહેતા શ્રમણોપાસકે કેઈને સાચું હોય તો પણ અનિષ્ટ અને અપ્રિય વચનથી કાંઈ કહેવું ન ઘટે, તથા કાધ કર ન ઘટે. તે હે દેવાનુપ્રિય ! તું તેની પાસે જ અને મારી આ વાત તેને કહે તથા તેને પિતાના અપરાધની કબૂલાત કરાવી પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કર.” [૨૫૮-૯]
2. અવસ્થાત !
auona!
Page #136
--------------------------------------------------------------------------
________________
૯. નજિનપિયા
૧૦૭ ગૌતમને આવતા જાણીને મહાશતકે તેમને વંદનનમસ્કાર કર્યા. પછી તેમની પાસેથી ભગવાન મહાવીરને સંદેશે સાંભળી, તે મુજબ પ્રાયશ્ચિત્ત સ્વીકારીને તે શુદ્ધ થયો. ત્યારબાદ ભગવાન મહાવીર રાજગૃહથી નીકળી બહારના પ્રદેશમાં વિચારવા લાગ્યા. [૨૬૦-૫]
પિતે સ્વીકારેલાં ગુણવ્રત અને શીલવતને તથા શ્રમણપાસકની ૧૧ પ્રતિમાઓને મહાશતક શ્રમણે પાસકે સારી રીતે ૨૦ વર્ષ સુધી પાન્યાં અને આચર્યા. છેવટે મારણતિક સંલેખનામાં ૬૦ ટંક ખાનપાન છેડી, સમાધિપૂર્વક તે મરણ પામ્યા અને સૌધર્મકલ્પમાં અરુણાવતંસક વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થશે. [૨૬]
નદિનીપિયા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતા. ત્યાં નદિનીપિયા નામે ગૃહપતિ અશ્વિની ભાર્યા સાથે રહેતે હતે. તેની પાસે ચાર કરોડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં, ચાર કરોડ વ્યાજે અને ચાર કરોડ ઘરવાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયને એક એવા ચાર જે હતા. [
૨૮] તેણે ત્યાંના કોષ્ટક ચત્યમાં આવેલા ભગવાન મહાવીર પાસે આનંદની પેઠે ગૃહિધર્મ સ્વીકારી તેનું ૧૪ વર્ષ સુધી
૧. આજે અધ્યાથી ઉત્તરે બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ ઉપર આવેલા અકોના ગામથી પાંચ માઈલ દૂર સહેતમહેતનો કિલ્લો છે, તેને વર્તમાનમાં શ્રાવસ્તી ગણવામાં આવે છે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે બરાબર પાલન કર્યું. પછી મોટા પુત્રને બધે કારભાર સેંપી, મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર બ્રહ્મચર્ય સાથે તે પાષધશાળામાં રહેવા લાગ્યો. [૨૬-૨૭૦)
શ્રમણોપાસકની સ્થિતિમાં તે કુલ ૨૦ વર્ષ સુધી રહ્યો અને છેવટે મારણાંતિક સંખનાને સ્વીકારીને, સમાધિપૂર્વક મરણ પામી, અરુણગવ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૭૧]
૧૦
સાલિહીપિયા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતા. ત્યાં સાલિહીપિયા નામે ગૃહપતિ ફાગુની ભાર્યો સાથે રહેતો હતું. તેની પાસે ચાર કરોડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં, ચાર વ્યાજે અને ચાર ઘરવાપરમાં હતું. ઉપરાંત દસ હજાર ગાયોને એક એવા ચાર વ્રજે હતા. ર૭ર-૩
તેણે કાષ્ટક ચેત્યમાં આવેલા ભગવાન મહાવીર પાસે આનંદની પેઠે ગૃહિધર્મ સ્વીકાર્યો અને કામદેવની પેઠે પિતાના જ્યેષ્ઠ પુત્રને કારભાર સોંપી, ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાગ અનુસાર તે પાષધશાળામાં રહેવા લાગ્યું. તેણે શ્રમણોપાસકની અગિયારે પ્રતિમાઓને કંઈ પણ બહારના વિક્ષેપ વિના બરાબર પાર કરી. તે પ્રમાણે શ્રમણોપાસકની સ્થિતિમાં તે ૨૦ વર્ષ રહ્યો અને છેવટે મારણાંતિક સંલેખન સ્વીકારીને સમાધિપૂર્વક મરણ પામી,
Page #138
--------------------------------------------------------------------------
________________
ઉપસ હાર
અરુણકીલ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૨૭૪]
ઉપસ’હાર
આ દશે ઉપાસકેાએ પંદરમા વર્ષોમાં ઘરના ભાર તજ્યા; અને દશે ઉપાસકે। વીશ વર્ષ શ્રમણાપાસક તરીકે વાઁ. [૨૭]
દશે જણે શ્રાવકની અગિયાર પ્રતિમા પાળી; દશે જણા છેવટે સાઠ ટકના ( એક માસના ) ઉપવાસથી મરણુ પામ્યા; અને દશે જણ સૌધમ દેવલેાકમાં ચાર પડ્યેાપમ વ જેટલું આયુષ્ય ગાળી, મહાવિદેહવાસ પામીને સિદ્ધિ મેળવશે. [૭૭]
૧૦૯
[રાજના એક લેખે આ દશ અધ્યાયે દશ દિવસે વંચાઈ રહે પણ બે દિવસમાં આ અંગ વાંચવાનું પૂરુ કરવાની પણ પરવાનગી છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ ટિ નં. ૧ ઉપાસકદશઃ
સમવાયાંગમાં “ઉપાસકદશાને પરિચય આ પ્રમાણે આપ્યો છેઃ
“ઉપાસકદશામાં ઉપાસકનાં શીલવતા, વિરમણ, ગુણવતા, પ્રત્યાખ્યાન (ત્યાગ), પાષધોપવાસો, શ્રુતપરિગ્રહ (શાસ્ત્રાભ્યાસ), પ્રતિમાઓ તથા તેમની આ લોકની અને પરલોકની ઋદ્ધિઓ વગેરે વર્ણવેલાં છે. ઉપરાંત તેઓની ધર્મમાં સ્થિરતા તથા ધર્મમાં આવતાં વિનાની સામે થવાની તેમની અસાધારણ શક્તિ પણ વર્ણવેલી છે.”
તેનું પરિમાણ જણાવતાં તેમાં કહ્યું છે કે –
એ સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, તથા સંખેય લાખ પદ અને સંખેય અક્ષરે છે.” - નંદીસૂત્રમાં ઉપાસકદશાનું ઉપર જણાવ્યા પ્રમાણેનું જ વર્ણન આવે છે. પણ ઉપાસકદશામાં ઉપાસકોની પ્રત્રજ્યાનો અધિકાર આવે છે એમ પણ તેમાં લખેલું છે. પરંતુ અત્યારે ઉપલબ્ધ પાઠવાળા સૂત્રમાં કોઈ ઉપાસકે પ્રવજ્યા લીધી હોય તેવો અધિકાર આવતો નથી. - ઉપાસકદશાના પદના પરિમાણુ વિષે જણાવતાં તેમાં લખ્યું છે કે “તેમાં સંપેય હજાર પદે છે અને સંખેય અક્ષરે છે.”
દિગંબરામાં આ સૂત્રનું નામ ઉપાસકાધ્યયન છે અને તેમાં શ્રાવકધર્મનું સ્વરૂ૫ વર્ણવેલું છે એમ તેઓ કહે છે. ઉપરાંત ગેમ્સસારની ટીકામાં લખેલું છે કે, “ઉપાસકાધ્યયનમાં શ્રાવકેની અગિયાર પ્રતિમાઓના સંબંધમાં તથા વ્રત, શીલ, આચાર, ક્રિયા અને મંત્રો
૧. પદના સ્વરૂપ વિષે જુએ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' પાન ૧૮૧ ઉપરનું ટિપ્પણ, સમવાયાંગ અને નંદીસૂત્ર – બંનેના ટીકાકારે આ સૂત્રનાં અગિયાર લાખ, બાવન હજાર પદે જણાવેલાં છે.
૧૧૦
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ટિપ્પણ : ૨ વિગેરે વિષે વર્ણન છે.” દિગંબરો ઉપાસકાધ્યયનમાં અગિયાર લાખ સિત્તેર હજાર પદે કહે છે.
ઉપાસકદશા શબ્દનો અર્થ “ઉપાસકોની અવસ્થા” પણ થાય; તેમજ દશા શબ્દને સંખ્યાવાચક ગણીએ તે “દશ ઉપાસકો” એમ પણ થાય. આ સૂત્રમાં દશ ઉપાસકેનું વર્ણન આવે છે માટે આ પુસ્તકમાં “દશા” શબ્દને સંખ્યા સૂચક અર્થ સ્વીકારેલો છે તથા તેનું નામ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” રાખેલું છે. પ્રાકૃત “દસા” શબ્દ એ સંસ્કૃત દશનું આર્ષરૂપ છે, માટે “દસા' માંથી જરા પણ ખેંચ્યા સિવાય દશ એ અર્થ નીકળી શકે છે. ટિ નં૨ પષષવાસ:
પૌષધ શબ્દનું મૂળ રૂપ ઉપવસથ છે. આનો પ્રયોગ શતપથબ્રાહ્મણમાં જે દિવસે યજમાન અગ્નિ પાસે રહે છે (૩૫+૧) તે દિવસના અર્થમાં કરેલ છે. તે શબ્દનું પાલીરૂપ બૌદ્ધ સાહિત્યમાં
ઉપાસથ” આવે છે અને તેને એક વ્રત તરીકે બતાવેલું છે. ઉપસથનું આર્ષ પ્રાકૃત “પસહ” થઈ ગયું છે. તેને અહીં એક શ્રમણોપાસકના વ્રત તરીકે બતાવવામાં આવ્યું છે. ટીકાકારોએ પિોસહ ઉપરથી પાધરું પૌષધ ઉપજાવી લીધું છે અને તેની પાછળ ઉપવાસને અર્થ બતાવવા ઉપવાસ શબ્દ જોડવ્યો છે. પણ ખરી રીતે શબ્દની મૂળ પ્રકૃતિને વિચાર કરતાં ઉપવાસનો અર્થ તેમાં સમાયેલે જ છે. તત્ત્વાર્થના ભાષ્યમાં આ પૌષધનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે –“તેને કરનાર શ્રાવકે ઉપવાસ કરવો; સ્નાન, વિલેપન, ગંધ, માલ્ય અને અલંકાર છોડી દેવાં; દાભ કે કાષ્ટની પથારીએ રહીને અથવા વીરાસન વગેરે આસનો ઉપર રહીને ધર્મનું ચિંતન કરવું; તથા સર્વ નિંદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.” આઠમ ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે તેને આચરવાની વાત સૂત્રામાં મળે છે. વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ આ દિવસોએ ઉપવસથ અને ઉપસથ કરવાની પ્રથા મળે છે.
'
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ટિ ન. ૩: સાત શિક્ષાવતે - આનંદને ભગવાન મહાવીરના પ્રવચન ઉપર રુચિ થયા પછી તેણે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતવાળો બાર પ્રકારનો ગૃહિધર્મ સ્વીકારવાને વિચાર ભગવાન મહાવીરને કહી બતાવ્યો. આ જ પ્રમાણે તેણે તેની સ્ત્રી શિવનંદાને ગૃહિધર્મ સ્વીકારવાની ભલામણ કરી. આ રીતે ગૃહિધર્મ બાર પ્રકાર છે એ ઉલ્લેખ આ સૂત્રમાં અનેક સ્થળે આવે છે. તેના બાર પ્રકાર ક્રમવાર આ સૂત્રમાં ગણુંવેલા જણાતા નથી, પણ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત એમ બાર વતની મઘમ સંખ્યા બતાવવામાં આવી છે. પરંતુ ઉવવાય સૂત્રમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત, એમ બાર વ્રતની સંખ્યા બતાવવામાં આવી છે. આ સૂત્રમાં પાંચ અણુવ્રતને ઉલ્લેખ તે તેમના સ્વરૂપ સાથે સ્પષ્ટ ઉપલબ્ધ છે. પણ તે પછીનાં સાત શિક્ષાવતો વિષે સ્પષ્ટ માહિતી આપેલી નથી.
સૂત્રમાં અણુવ્રતો વગેરેની જે માહિતી આપેલી છે, તે મૂળ શબ્દોમાં આ પ્રમાણે છે –
[૧] સ્કૂલપ્રાણાતિપાત પ્રત્યાખ્યાન [૨] સ્કૂલમૃષાવાદપ્રત્યાખ્યાન [3] સ્થૂલ અદત્તાદાનપ્રત્યાખ્યાન [૪] સ્વદારસંતોષપરિમાણ [૫] ઈચ્છાવિધિપરિમાણું.
[ ઈચ્છાવિધિપરિમાણના પટામાં (૧) હિરણ્યસુવર્ણવિધિપરિમાણ (૨) ચતુષ્પદવિધિપરિમાણ (૩) ક્ષેત્રવાસ્તુવિધિપરિમાણ (૪) શકટવિધિપરિમાણ અને (૫) વહાણુવિધિપરિમાણને સમાવેશ કરેલે છે.] | [] ઉપભોગપરિભોગવિધિપરિમાણ. [] ભોજનવિધિપરિ માણ [૮] અનર્થદંડ પ્રત્યાખ્યાન. ( [ ઉપભોગપરિભેગવિધિના પરિમાણમાં (૧) ઉલ્લણિયાવિધિપરિમાણ (૨) દતવણુવિધિપરિમાણ (૩) લવિધિપરિમાણ (૪) અભંગનવિધિપરિમાણુ (૫) ઉદવર્તનવિધિપરિમાણ (૬) મજજન
Page #142
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ: ૩
વિધિપરિમાણુ (છ) વસ્ત્રવિધિપરિમાણુ (૮) વિલેપનવિધિપરિમાણુ (૯) પુષ્પવિધિપરિમાણ (૧૦) આભરણવિધિપરિમાણ અને (૧૧) ધૂપનિધિપરિમાણુ એ અગિયાર પરિમાણુને સમાવેશ કરેલા છે.]
[ભાજનવિધિના પરિમાણમાં (૧) પેવિવિધપરમાણુ (૨) ભક્ષ્યવિધિપરિમાણુ (૩) એદનિધિપરમાણુ (૪)વિવિધપરમાણુ (૫) ધૃતિવિધપરમાણુ (૬) શાવિવિધપરમાણુ (૭) માધુરકવિધિપરિમાણુ (૮) જેમવિધિપરિમાણુ (૯) પાનીવિધિપરિમાણુ (૧૦) મુખવાસવિધિપરિમાણુ – એ દશ પિરમાણુતા સમાવેશ કરેલા છે.]
એકદરે વિચારતાં મૂળ સૂત્રમાં (૧) પ્રાતિપાત (૨) મૃષાવાદ (૩) અદત્તાદાનપ્રત્યાખ્યાન (૪) સ્વદારસ ંતોષપરિમાણુ (૫) ઇચ્છાવિધિપરિમાણુ (૬) ઉપભાગપરિભાગપરિમાણુ અને (૭) અન દંડત્યાગ એટલાં વ્રતને ઉલ્લેખ છે. એમાંનાં પહેલાં પાંચ અણુવ્રત, તરીકે પ્રસિદ્ધ છે અને બાકીનાં એ શિક્ષાવ્રતા હાવાં જોઇ એ. પરતુ શિક્ષાત્રતાની સાત સંખ્યા પૂરી કરવા માટે બીજા પાંચ બાકી હાવાં જોઈ એ. તે પાંચની કલ્પના સૂત્રમાંથી જ બીજી રીતે નીકળી શકે છે. સૂત્રમાં ખાર ત્રતાને ઉલ્લેખ માધમ રીતે કર્યાં છે. પરંતુ અતિચાર। તા બારેયના આપવામાં આવ્યા છે. તે અતિચારા ઉપરથી સાત શિક્ષાવ્રતા ખરાબર કુલિત કરી શકાય તેમ છે.
.
૧૧
(૧) દિશાના પરિમાણનું ઉલ્લંધન નહિ કરવા વિષેના અતિચાર ઉપરથી દિગ્ગત ફલિત થાય છે. એ જ પ્રમાણે (૨) ઉપભેાગપરિભાગપરિમાણુ (૩) અનદડત્યાગ (૪) સામાયિક (૫) દેશાવકાશિક (૬) પૌષધેાપવાસ અને (૭) યથાસ’વિભાગ પણ સમજી લેવાં. તત્ત્વા સૂત્રમાં તે સાતેને ક્રમ આ પ્રમાણે આપેલા છે :~ (૧) દિગ્દત (૨) દેશત (૩) અન་દંડવિરતિત્રત (૪) સામાયિકવ્રત (૫) પૌષધેાપવાસ (૬) ઉપભાગપરભાગપરિમાણુ (૭) અતિથ્રિસ’વિભાગ.
ઉવવાયસૂત્રમાં એ સાત તેને ક્રમ આ પ્રમાણે છેઃ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે. (૧) અનર્થદંડવિરમણ (૨) દિવ્રત (૩) ઉપભોગપરિભોગપરિમાણ (૪) સામાયિક (૫) દેશાવકાશિક (૬) પૌષધોપવાસ (૭) અતિથિ સંવિભાગ. - બૌદ્ધ ઉપાસકે પ્રાણાતિપાતવિરમણ વગેરેની જે પ્રતિજ્ઞા લે છે તે પ્રતિજ્ઞાને “સ ” કહેવામાં આવે છે. આ સૂત્રમાં વપરાયેલ સિવાયચ” અને એ “વિવા” બંને શબ્દો અર્થ અને શબ્દની દૃષ્ટિએ સરખા જ છે એ ભૂલવું ન જોઈએ.
આનંદ અત્યાર સુધી માત્ર ગૃહપતિ હતો પરંતુ આ પ્રતિજ્ઞા લીધા પછી તે શ્રમણોપાસક કે શ્રાવક થયો. બાદ્ધ ગ્રંથોમાં આ જ અર્થમાં “ઉપાસક' શબ્દનો પ્રયોગ છે. અંગુત્તરનિકાયના ઉપાસકવન્ગમાં બુદ્ધ ભગવાનને અનુયાયી ગૃહપતિ જ્યારે ઉપાસક થાય છે ત્યારે તેને માટે નીચેની પાંચ પ્રતિજ્ઞાઓ જણાવેલી છે - (૧) પ્રાણાતિપાતથી વિરમણ (૨) અદત્તાદાનથી વિરમણ (૩) કામમાં મિથ્યાચારથી વિરમણ (૪) મૃષાવાદથી વિરમણ (૫) સુરા, મેય, મદ્ય વગેરે પ્રમાદસ્થાનોથી વિરમણ.
વૈદિક પરંપરામાં જે દિજ ગૃહસ્થ હોય છે તેને માટે આ પાંચ યમેને હમેશાં સેવવાનું વિધાન કરેલું છે. (૧) અહિંસા (૨) સત્યવચન (૩) બ્રહ્મચર્ય (૪) પ્રામાણિકતા (૫) અસ્તેય. આ પાંચને વ્રત પણ કહેલાં છે. મહાભારતમાં લખેલું છે કે ગૃહસ્થની નિર્વાહ માટે ચાર પ્રકારની વૃત્તિ જણાવેલી છે (૧) કસૂલધાન્ય (૨) કુંભર્ધાન્ય (૩) અશ્વસ્તન (૪)કાપોતી. કોઠામાં માય તેટલું ધાન્ય ભરી રાખવું અને તેથી વધારે ન રાખવું એટલે કે એક વર્ષ ચાલે તેટલું ધાન્ય અથવા તેટલા પૈસા ઉપાર્જિત કરી રાખવા તે કુસૂલધાન્યવૃત્તિ. એક ઘડે ભરાય તેટલું જ ધાન્ય ભરી રાખવું અથવા કમાવું તે કુંભધાન્ય વૃત્તિ. આવતી કાલને વિચાર જ ન કરવો તે અશ્વસ્તનવૃત્તિ. અને કપોતની પેઠે ખેતર વગેરેમાં પડેલા દાણા વિણ ખાઈ નિર્વાહ કરે એ કાપતીવૃત્તિ. આ વિષે વધારે મહાભારતના શાંતિપર્વને ૨૪મા અધ્યાયમાં જોઈ લેવું.
Page #144
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ: ૪
૧૧૫ મનુસ્મૃતિમાં પણ આ પ્રકારે ચાર વૃત્તિઓ જણાવેલી છે. પરંતુ તેમાં ત્રીજી વૃત્તિ “ત્રિ-આહિક” (એટલે કે ત્રણ દિવસ ચાલે તેટલું ઉપાર્જન કરી રાખવું તે) છે અને ચોથી અશ્વસ્તનિક છે.
વળી તેમાં લખ્યું છે કે, ગૃહસ્થ પિતાના કુટુંબન નિર્વાહ થાય તે માટે ધન ઉપાર્જન કરવું પરંતુ ભોગ માટે ન કરવું. અને તે પણ અનિંદિત ઉપાયોથી, પ્રાણીઓને દ્રોહ કર્યા વિના અથવા તે બહુ જ થોડો કરીને કરવું. ગૃહસ્થ પોતાના જીવનવ્યવહાર ઋતથી, અમૃતથી, મૃતથી, પ્રમૃતથી કે સત્યાનૃતથી ચલાવવો પરંતુ કોઈ દિવસ શ્રવૃત્તિથી ન ચલાવે. ઋત એટલે કે ખેતરમાંથી પાક ઘેર લાવતાં જે દાણા ત્યાં વેરાયેલા પડી રહે, તથા જેમની તેમના માલિકને અપેક્ષા નથી તેમના વડે નિર્વાહ ચલાવવો તે. અમૃત એટલે માગ્યા વિના મળે તેનાથી વ્યવહાર ચલાવવો તે મૃત એટલે માગીને વ્યવહાર ચલાવવો તે. અમૃત એટલે ખેતી. સત્યાગ્રુત એટલે વેપારવાણિજ્ય અને શ્વવૃત્તિ એટલે નોકરીચાકરી. ટિ. ન. ૪ઃ અતિચારે?
જે જાતનાં ખૂલનોથી કોઈ પણ સ્વીકારેલ ગુણ મલિન થાય અને ધીરે ધીરે હાસ પામી ચાલ્યો જાય તેવાં ખૂલને અતિચાર કહેવાય છે.
જે માણસ સ્કૂલ હિંસાનો ત્યાગ કરે, તે, સંભવ છે કે “કેાઈની પાસે ગજા ઉપરાંત કામ કરાવવું”, “કેઈને માર મારવો”, કે “લેકમાં ભૂખમરે વધે એવી આડકતરી રીતે પ્રવૃત્તિ કરવી”, એ બધી પ્રવૃત્તિને સ્થૂલહિંસા ન પણ સમજે. કારણ કે એ એમ માનતે હેય કે એમાં કોઈનું મેત ક્યાં થાય છે? એ જ પ્રમાણે સ્કૂલમૃષાવાદના ત્યાગની પ્રતિજ્ઞાવાળા ખેટા દસ્તાવેજો લખે અને એમ કહે કે “એમાં હું ખોટું ક્યાં બોલું છું? મારે તે બોલવાની બાધા છે, લખવાની નથી.” આ જાતનાં વિવેકશન્ય માણસોને સ્કૂલહિંસાના ત્યાગ વગેરેની પ્રતિજ્ઞામાં બીજે પણ કેટલો ત્યાગ કેળવ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકે પડે છે એ સમજાવવા માટે અને વ્રતનું ગાંભીર્ય ખ્યાલમાં આણવા માટે વ્રતોના અતિચારે બતાવવામાં આવ્યા છે. વ્રત પાળવાની બુદ્ધિવાળા માણસ તે આ અતિચારેને વ્રતના ઘાતક જ સમજે. અતિચારનો અર્થ પણ આચારનું ઉલ્લંઘન જ થાય છે. હિ. ન. પઃ ખેટા લેખ ન કરવા
મૂળમાં મૃષાવાદત્યાગના વ્રતને લગતા જે પાંચ અતિચારો જણાવ્યા છે તેમના કરતાં જુદા પણ બીજા પાંચ અતિચાર આ સૂત્રની બીજી વાચનામાં મળે છે એમ ટીકાકાર લખે છે. તે આ પ્રમાણે છે:- (૧) કન્યાલીક -- કન્યાની લેણદેણના પ્રસંગમાં કે કોઈ પણ મનુષ્યની લેણદેણના પ્રસંગમાં તેને વિષે ખોટી વાત કહેવી. (૨) ગવાલીક – પશુમાત્રના લેણદેણના પ્રસંગમાં તેને વિષે ખોટી વાત કહેવી. (૩) ભૂમ્પલીક - જમીનની લેણદેણના પ્રસંગમાં તેને વિષે બેટી વાત કહેવી. (૪) ન્યાસાપહાર – કોઈની થાપણુએાળવવી. (૫) કૂટસાક્ષી – ખોટી સાક્ષી પૂરવી. વળી ટીકાકાર લખે છે કે “આવશ્યક” વગેરેમાં આ પાંચને ધૂળ મૃષાવાદના ભેદો ગણાવેલા છે. આચાર્ય હરિભદ્ર પિતાના પંચાશકના મૂળની ૧૧મી ગાથામાં આ પાચેને મૃષાવાદના ભેદો તરીકે બતાવેલ છે. ટિ નં. ૧ ચક્કસ સ્મૃતિ રાખવી
દિગ્ગતના જે પાંચ અતિચારે બતાવવામાં આવ્યા છે તેમાંના છેલ્લા બેને કોઈ પ્રતિમાં એક જ અતિચાર ગણવામાં આવ્યો છે અને તેની પહેલાં “ચાર દિશાના પ્રમાણનો અતિક્રમ” એવો ચોથો અતિચાર વધારવામાં આવ્યું છે. આ જાતનું પાઠાંતર હોર્નેલની ઉપાસકની આવૃત્તિમાં મૂકેલું છે. પણ ટીકાકારે તે વિષે કાંઈ લખેલું નથી. ટિ નં. ૭ઃ કર્માદાને
જે પ્રવૃત્તિ કરવામાં સંયમને અવકાશ જ ન રહે તેનું નામ કર્માદાન છે. જે પ્રમાણે કર્માદાનની પ્રવૃત્તિ કરવાનો નિષેધ સૂત્રમાં
Page #146
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ: ૮
૧૧૭ બર્તાવેલો છે તે રીતે મનુસ્મૃતિમાં પણ બ્રાહ્મણને તેવી કેટલીક પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો છે. તેમાં લખ્યું છે કે “બ્રાહ્મણે રસને, રાંધેલા અન્નને, તલન, પથ્થરેનો, મીઠાને, પશુને, મનુષ્યનો, બધી જાતનાં રંગેલાં કપડાંને, ફળને, મૂળા, ઔષધિને, પાણીનો, શસ્ત્રને, વિષને, માંસને, સોમના, ગંધને, દૂધનો, મધના, મીણનો, દહીં, ઘીનો, તેલનો, ગોળનો, દાભનો, જંગલી પશુઓને, બધાં દઢવાળાં જાનવરેનો, પક્ષીઓનો, દારૂ, એક ખરીવાળાં પશુઓનો, ગળીને અને લાખનો વેપાર નહિ કરે.”
અંગુત્તરનિકામાં લખ્યું છે કે બુદ્ધના ઉપાસકે શસ્ત્રો, પ્રાણીએને, માંસને, મને અને વિષને વેપાર નહિ કરો.” હિ. નં. ૮: શ્રમણે પાસક આનંદઃ
આવશ્યકની ટીકામાં લખ્યું છે કે શ્રમણભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે ફરતા ફરતા વૈશાલિથી વાણિજ્યગ્રામમાં આવ્યા. તે વખતે ત્યાં આનંદ નામને શ્રાવક છઠ છઠના તાપૂર્વક રહેતો હતો. તેને અવધિજ્ઞાન થયેલું હતું. તેણે ભગવાન મહાવીર ભવિષ્યના તીર્થકર છે એમ સમજીને તેમને વંદન કર્યું અને કહ્યું કે તમને આટલા વખત પછી કેવળજ્ઞાન થશે. આ ઉપરથી માલૂમ પડે છે કે એક આનંદશ્રાવક ભગવાન મહાવીર કેવળી થયા ત્યાર પહેલાં પણ તેમને મળેલ હતો. ટિ. ન. ૯ : સોધમક૯પમાં આનંદનું આયુષ્યઃ
મૂળમાં તે સ્વર્ગમાં આનંદ ચાર પલ્યોપમ વર્ષો રહેશે એમ જણાવ્યું છે. સંખ્યાથી નહીં પણ ઉપમાથી જ સમજી શકાય એવી વર્ષોની એક ગણતરીને “પલ્યોપમ’ કહેવામાં આવે છે. જેમકે, અમુક કદના ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે, અને તેમાંથી દર સો વર્ષે એક એક ટુકડો કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે છે તે પોપમ વર્ષ કહેવાય.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે હિ. ન. ૧૦ઃ મહાવિદેહવાસઃ
એવી જન માન્યતા છે કે, મહાવીરના નિર્વાણ પછી તરત જ જે ૨૧૦૦૦ વર્ષનો દુઃષમા કાળ બેઠે છે, તેમાં મહાવીર પછીના ત્રીજા આચાર્ય જંબુસ્વામી નિર્વાણ પામ્યા પછીથી આ અવસર્પિણીચક્ર પૂરતું આ ક્ષેત્રમાંથી કેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું છે. અર્થાત્ હવે કાળનું આ ચક્ર પૂરું થઈ ઉત્સપિણુચક્ર શરૂ થાય ત્યાં સુધી કોઈ જ કેવળજ્ઞાની, તીર્થકર કે મુક્ત થઈ શકે નહીં. માત્ર એક મનુષ્યજન્મ બાકી રહે તેવી નિર્મળ સ્થિતિ જ અહીં પ્રાપ્ત થઈ શકે. પરંતુ તે બાકીને જન્મ પણ ભરતક્ષેત્રને બદલે મહાવિદેહક્ષેત્રમાં થાય, કે જ્યાં દુઃષમસુષમા નામને કાળ સ્થાયીભાવે પ્રવર્તે છે. તેથી ત્યાં તીર્થકર, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે સંભવી શકે છે.
વિદેહ ક્ષેત્ર જ બુદ્દીપની મધ્યમાં આવેલું છે. (ભરત છેક દક્ષિણે છે; અને તેવાં કુલ સાત ક્ષેત્રો છે.) તે ક્ષેત્ર સાથી મોટું હોઈ મહાવિદેહ કહેવાય છે. જે બુદ્દીપની નાભિરૂ૫ મેરુ પણ વિદેહની મધ્યમાં જ આવેલો છે. વિદેહમાં પણ ઉત્તરકુર અને દેવકુર નામનાં બે ક્ષેત્રમાં નિરંતર સુષમસુષમા (સત્યયુગ જેવો) કાળ ચાલ્યા કરે છે. પણ બાકીનાં ક્ષેત્રે કર્મભૂમિ હોવાથી તેમાં દુઃખમસુષમાં કાળ પ્રવર્તે છે. તે ક્ષેત્રો “વિજય’ કહેવાય છે. ટિ. નં. ૧૧: આલબિકા
ભગવાન મહાવીરના વિહારવર્ણનમાં આલલિકા નગરીનું નામ બે વાર આવે છે. ભગવાનનું સાતમું ચોમાસું આ આલભિકામાં થયાનું લખેલું છે. મગધમાં વિહાર કર્યા પછી ભગવાન આભિકામાં આવે છે એ હકીકત આવશ્યકમાં નોંધેલી છે. એથી આલમિકા મગધના સીમાડાની પાસે હોવાનું માલૂમ પડે છે. ત્યાં ચોમાસું પૂરું કરીને ભગવાને તેની પાસેના કુંડાગ નામના સંનિવેશમાં એક દેવળમાં (ગુરુ) ધ્યાન ધરેલું. એ દેવળને “વાસુદેવનું ઘર” તરીકે
Page #148
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ: ૧૧
૧૧૯ ઓળખાવવામાં આવ્યું છે. ત્યાંથી ભગવાન વિહાર કરીને મદ્દણ ગામે ગયાની હકીક્ત આવે છે.
બીજો ઉલ્લેખ સંગમદેવના ઉપસર્ગ થયા પછી ભગવાન આલભિકામાં આવે છે એ છે. ત્યાંથી ભગવાન સ્વેતામ્બીમાં (કેક્ય દેશની રાજધાનીમાં) અને પછી સાવથીમાં (કુલાર્ણ દેશની રાજધાનીમાં) જાય છે. આ બીજા ઉલ્લેખ ઉપરથી માલમ પડે છે કે આલભિકા નગરી તામ્બી પાસે હોવી જોઈએ. આલાભકા માટે આ સિવાય વધારે આધાર મહાવીર સ્વામીના વિહારવર્ણનમાં મળતો નથી.
પરંતુ બૌદ્ધ ગ્રંથોમાં એ વિષે વધારે સ્પષ્ટ ખુલાસે મળે છે. ભગવાન બુદ્ધનો વિહાર આલવિયામાં થયાને ઉલ્લેખ સુત્તપિટકમાં મળે છે. સુત્તનિપાતના ઉરગસુત્તમાં આલવિ નામના એક જંગલના નિર્દેશ છે અને ધમ્મપદની ટીકામાં આવિ નામની નગરીનો ઉલ્લેખ છે. તે જંગલ કે તે નગરી બંને એક જ છે તેમાં સંદેહ નથી. અને એ તથા જૈનસાહિત્યની આ આલમિકા એ બંને એક જ છે.
આલવિયા ક્યાં આવી એ પ્રશ્નના નિર્ણય માટે નીચેના પુરાવા બસ થશે. ફાહ્યાન પોતાની મુસાફરીના વર્ણનમાં લખે છે કે કનોજથી અલવી ૨૧ માઈલ છેટું છે અને ત્યાંથી સાકેતનો સીમાડા (અયોધ્યા) ૭૦ માઈલ દૂર છે. ઉપરાંત તે અલવીને ગંગાને પૂર્વ કિનારે હેવાનું જણાવે છે. અલવી પહોંચ્યા પછી તેણે ત્યાંના લેકને ઉપદેશ કર્યાનું તેના પ્રવાસના વર્ણનમાં લખેલ છે. વધારામાં એમ પણ લખેલ છે કે અલવક નામને એક યક્ષ ત્યાં રહેતો હતો. તે ત્યાં કેટલાક સ્તૂપો હોવાનું પણ જણાવે છે. ફાલ્યાને પોતાના વર્ણનમાં તો અલવીને એક અરણ્ય તરીકે જ જણાવેલું છે. પરંતુ તેની ત્યાં ઉપદેશ કર્યાની હકીકત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે જંગલમાં અથવા તેની આસપાસ નજીકમાં વસતી હોવી જોઈએ કે જે અલવી ગામ તરીકે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૦. ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઓળખાતી હતી. સ્તૂપના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડે છે કે ત્યાં તેમને ભગવાન બુદ્ધના સમારક તરીકે કેઈએ કરેલા હશે.
ઉપરના પુરાવાઓ ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે અલવી કે આલભિકા કનોજની પાસે આવેલું હોવું જોઈએ.
આવિ નામના કારણ વિષે વિચારતાં તેનું અટવી શબ્દ સાથેનું સામ્ય, ઉરગસુત્તમાં બતાવેલા આવિ નામના જંગલના ઉલ્લેખના આધારે બંધબેસતું આવે એવું છે. ઉચ્ચારની દૃષ્ટિએ પણ અટવીને અટવિ, અવ, માસ્ત્રવિ, ઉચ્ચાર તદ્દન શક્ય છે. આલવિન ગામ ઉચ્ચાર પણ બંધબેસતો જ છે. એટલે જૈન શાસ્ત્રમાં આવેલી આલલિકા તથા આ આલવિ એ બંને આ દૃષ્ટિએ પણ એક જ છે.
મહાવીર સ્વામીએ ત્યાં એક દેઉલમાં ધ્યાન કર્યાની હકીકત ઉપર જણાવી છે. સંભવ છે કે તે જગા પાછળથી દેઉલ નામના ગામથી પણ ઓળખાતી થઈ ગઈ હોય. જેને ફાહ્યાન અલવી કહે છે તેને જ શુએસિંગ નવદેવકુલ નામથી ઓળખાવે છે. ફાસ્થાને અંતર, સ્થાન વગેરેનું જે નિરૂપણ કરેલું છે તે બરાબર હ્યુએસિંગના નવદેવકુલ સાથે મળતું આવે છે. ભગવાન મહાવીરે જ્યાં ધ્યાન કરેલું તે દેઉલ પણ નવદેવકુલ શબ્દ સાથે સામ્ય ધરાવે છે. અત્યારે આનું પ્રસિદ્ધ નામ કનિંગહામના કહેવા પ્રમાણે નેવલ છે. ટિ. નં. ૧૨ઃ સંખલિપુર શાલ:
સંન્યાસીનાં નામે ગણાવતાં અમરકોશમાં મરિન નામ આપેલું છે. તેની વ્યુત્પત્તિ-મશ્નર એટલે જ્ઞાન-તે વાળો; મશ્નર એટલે વાંસડા -દંડ- તે ધારણ કરનાર; મા જ વસ્તુનું શમસ્ય-કર્મ–પ્રવૃત્તિ નહિ કરવાના સ્વભાવવાળો; જેનું મુ–અરીસા જેવું શુદ્ધ ચિત્ત છે તેવો -એમ જુદીજુદી રીતે બતાવેલી છે. મરિનનું પાલીરૂપ મરવરી થાય છે અને મરણત્રીનું અપભ્રષ્ટરૂપ મંખલી થયું છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણ: ૧૨ મંખલિપુત્ત ગોશાલ માટે બૌદ્ધ અને જન સંપ્રદાયના ગ્રંથમાં અનેક વિચિત્ર દંતકથાઓ મળે છે. એ કથાઓ મોટેભાગે સાંપ્રદાયિક દષ્ટિથી જ લખાયેલી હોઈ તેમાં તેને ઉતારી પાડવાને જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગોશાલકના મત વિષે સંપૂર્ણ માહિતી મળતી નથી. પણ જે કંઈ થોડી ઘણી મળી છે તે પુરાતત્ત્વ પુ. ૨. પાન ૨૪૩ ઉપર જેવી. એ લેખમાં ગોશાલકના મતનું નામ “સંસારશુદ્ધિવાદ” લખેલું છે. જૈનગ્રંથમાં તેનું નામ “નિયતિવાદ આવે છે. આજીવિક સંપ્રદાય વિષેને વિગતવાર લેખ જૈનસાહિત્યસંશોધકના ત્રીજા ખંડના ચેથા અંકમાં ૩૩૪ મે પાને છે તે જોઈ લેવો.
[ આ પછીને પાને પરિશિષ્ટ તરીકે ગોશાલક અને તેના આજીવિક સંપ્રદાય વિષે મળતી કેટલીક માહિતી આપી છે.]
Page #151
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૧. મખલિપુર ગેપાલક જૈન ગ્રંશે સામાન્ય રીતે “મંલિપુત્ત ગે શાલક” એ નામની વ્યુત્પત્તિ ઉપરથી તેને અર્થ આપવાનો પ્રયત્ન કરી, તે માણસને પરિચય આપવાની રીત સ્વીકારે છે. તેઓ કહે છે કે, ચિત્રપટ બતાવીને આજીવિકા ચલાવનાર “પંખ' નામની ભિક્ષુ જાતના “મંખલિ” નામના એક ભિક્ષને પુત્ર હોવાથી “મંખલિપુત્ર'; અને શરવણમાં આવેલી ગેબહુલ નામના બ્રાહ્મણની ગૌશાળામાં તેની ભકામાને પેટે જન્મ્યો હોવાથી “ગે શાલક'.
પરંતુ “મંખલિપુત” શબ્દ “નાયપુર” કે “નિર્ગોઠપુર” જેવો હોઈ, તેનો અર્થ “મંલિ અથત મસ્કરિન જાતના સાધુસંપ્રદાયનો’ એવો હોઈ શકે. પાણિનિ (ઈ. સ. પૂ. ૩૫૦) પિતાના વ્યાકરણમાં (૬-૧-૧૫૪) મસ્કરિન નો અર્થ બતાવતાં જણાવે છે કે, મસ્કર” અથવા દંડ ધારણ કરનાર સાધુ તે મસ્કરિન કહેવાય. તેને એકદંડી પણ કહે છે. એટલે ગોશાલક એકદંડી તાપસોના વર્ગને હતો, એટલું જ તેના નામ ઉપરથી સિદ્ધ થાય છે.
બુહષાચાર્ય દીઘનિકાયની ટીકામાં શાલકના પૂર્વજીવન વિષે એવી કથા આપે છે કે, તે કઈ શેઠને ત્યાં નોકરીએ હતા, તેવામાં તેના હાથે એક ઘી ભરેલું વાસણ ફૂટી ગયું. પોતાને શેઠ હવે પોતાને ખૂબ ફટકારશે એ બીકથી તે બીજે ગામ નાસી ગયો. ત્યાંના લોકોએ તેને કપડાં વગેરે આપવા માંડ્યાં; પરંતુ તેણે તે ભિક્ષુક થવામાં જ વધારે સારી આજીવિકા જેઈ, એટલે તે ભિક્ષુક જ થયો.
જૈન ગ્રંથો તેની પૂર્વકથા એવી આપે છે કે, તે પણ પિતાના બાપની પેઠે ચિત્ર બતાવીને આજીવિકા કરનારે “મંખ’ હતું. તેવામાં તેને ઉપર જણાવ્યા પ્રમાણે નાલંદામાં આવેલી વણકર
૧૨૨
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પરિશિષ્ટ-મખલિપુર ગેપાલક શાળામાં મહાવીર સાથે ભેટો થયો. મહાવીરને માન-પાન સાથે મળતી ભિક્ષા જેઈને તેને પણ પોતાનો ધંધો છોડી, આજીવિકા માટે મહાવીર પાસે રહેવાનું જ વધારે યંગ્ય લાગ્યું.
ઉપરની કથાઓથી બાદ્ધ તેમ જ જૈન ગ્રંથકારે, ગોશાલકે પછીથી પ્રવર્તાવેલા “આજીવિક સંપ્રદાયનું “આજીવિક” નામ પડવાનું કારણ આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એટલું તો સહેજે કબૂલ કરી શકાય કે, કેઈ પણ સંપ્રદાય તેના હરીફ કે વિરોધીઓમાં ભલે તેવા ઉપનામોથી ઓળખાય; પરંતુ તેને પોતાના અનુયાયીઓમાં પણ તે નામે ઓળખાય એમ બનવું સંભવિત નથી. મહાન અશોકે પિતાની રાજ્ય-કારકિર્દીના તેરમાં વર્ષમાં ગયા પાસેની ટેકરીઓના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દીવાલ ઉપર કોતરાવેલા ટૂંકા શિલાલેખમાં જણાવ્યું છે કે, “રાજા પ્રિયદર્શીએ પોતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકાને આપી છે. અને મહાવંશટીકામાં જણાવ્યા પ્રમાણે તો અશોકની માતા ધર્મારાણુને કુલગુરુ જ જનસાન નામે આજીવિક હતે. બિંદુસારે તેને અશોકના જન્મ પહેલાં રાણીને આવેલા સ્વપ્નનો અર્થ કરવા બોલાવ્યો હતો. વળી દિવ્યાવદાનમાં જણાવ્યું છે કે, બિંદુસારે પિતાના પુત્રોમાંથી કોને ગાદી આપવી એ નક્કી કરવા પિંગલવત્સ નામના આજીવિકને બોલાવ્યો હતો. અશોક પછી ગાદીએ આવેલા “દશરથ મહારાજાએ” પણ “ગાદીએ આવ્યા પછી તરત જ “નાગાજુની ટેકરી ઉપર ત્રણ કોતરેલી ગુફાઓ’ ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી આજીવિકાને નિવાસસ્થાન તરીકે વાપરવા આપતી વખતે તેમને “સંમાન્ય આજીવિકા” તરીકે ઉલેખ્યા છે. આમ એક પછી એક બિંદુસાર – અશોક – દશરથ એ ત્રણ એક જ વંશપરંપરાના રાજાઓના અમલ
૧. પિતાના રાજ્યકાળના ૨૮મા વર્ષ દરમ્યાન કોતરાવેલા સુપ્રસિદ્ધ સાતમા સ્તંભલેખમાં પણ અશકે પિતાના ધર્માધિકારીઓને બોદ્ધો, બ્રાહ્મણ અને નિગ્રંથની પેઠે આજીવિકાની પણ સંભાળ રાખવા જણાવ્યું છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
સુધી ( અર્થાત્ ઈ. સ. પૂર્વે બીજી સદીના અંત સુધી ) ‘ રાજસંપ્રદાય ” જેવું અગત્યનું સ્થાન ભાગવતા તે સંપ્રદાય, પેાતાના વિરાધીએએ આપેલા ઉપનામ વડે જ પાતાના ભક્તો દ્વારા પણુ ઉલ્લેખાય એ બનવા સંભવ નથી.
એટલે, ધણાખરા અર્વાચાન વિદ્વાને ગેાશાલકના સંપ્રદાયનું આવિક' નામ પડવાનું કારણ એવું બતાવે છે કે, યુદ્ધના અષ્ટાંગિક માર્ગોમાં સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વાચા, સમ્યક્ કર્માન્ત, ( કમ ), સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ, અને સમ્યક્ સમાધિની સાથે જે સમ્યક્ ‘આજીવ' ગણાવવામાં આવેલ છે, તે પ્રમાણે આજીવિકાની શુદ્ધિની બાબતમાં કાંઈ વિશિષ્ટ ખ્યાલો ધરાવનાર હેાવાથી જ એ સંપ્રદાય આજીવિક કહેવાતા હશે.
વસ્તુતાએ પણ મઝિમનિકાયના મહાસÄકસુતમાં નિગ’પુત્ત એવેા સચ્ચક આવિકાના આચાર વિષે કહેતાં મુદ્દને જણાવે છે: “ તેઓ નગ્ન રહે છે; શરીર'સ્કારાદિ આચારા અનુસરતા નથી; હાથ ઉપર જ ભિક્ષા લગ્રંને નિર્વાહ કરે છે; કાઈ ગૃહસ્થ ભિક્ષા માટે કહે કે આવે, એસા, જરા ઊભા રહેા ' તે તેનું કર્યું સાંભળતા નથી અર્થાત્ નિમ ત્રણ દઈને તૈયાર કરેલું કે આપેલું અન્ન સ્વીકારતા નથી, પરંતુ વધ્યું ઘટયું માગી આણેલું અન્ન જ સ્વીકારે છે;
,
"
૧. છેક વરાહમિહિરના સમયમાં ( ઈ. સ. ૫૫૦ ના અરસામાં ) પ્રસિદ્ધ એવા સાત નિશ્ચવર્ગોમાં શાકચ, નિગ્રંથ, તાપસ, ભિક્ષુ, વૃદ્રાવક, અને ચરક સાથે આજીવિક ભિક્ષુઓને વર્ગ પણ સ્થાન પામે છે. અને પછી તા ધીમેધીમે તે રાષ્ટ્ર દિગ ંબર જૈના માટે જ રૂઢ થઈ જાય છે, અને અેક ૧૩મા સૈકા સુધી ચાલ્યા આવે છે, એ પણ અહીં ધ્યાનમાં રાખવું જોઈ એ. [જુએ શીલાંકદેવ (ઈ. સ. ૮૭૬ )ની સૂત્રકૃતાંગ ઉપરની ટીકા. તે તે વેરાશિક, આજીવિક અને દ્દિગંબર - એ શબ્દોને પર્યાય જ ગણે છે. જીએ હલાયુધની અભિધાનરત્નમાલા ( ઈ. સ. ૯૫૦); તથા જીએ દક્ષિણ હિ'દુસ્તાનના વિરિ’ચિપુર નજીકના પેરુમલ મદિરના લેખા ( ઈ. સ. ૧૨૩૮, ૧૨૩, ૧૨૪૩, ૧૨૫૯).
-
Page #154
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-ખલિપુર શાલક ૧૨૫ માખ્યા વિના પિતાની પાસે ઊંચકી આણેલું, કે પિતાને આપવા માટે જ તૈયાર કરેલું અન્ન પણ સ્વીકારતા નથી; કોઈ આમંત્રણ કરે ત્યાં જતા નથી; રાંધેલા વાસણમાં આણેલું અન્ન સ્વીકારતા નથી; ઊંબરાની, લાકડીની કે સાંબેલાની પેલી તરફ ઊભા રહીને આપેલું અન લેતા નથી; સ્ત્રી પુરુષ જમવા બેઠા હોય ત્યારે તેમાંથી એકે ઊડીને આપેલી ભિક્ષા લેતા નથી; ગર્ભિણી સ્ત્રી, છોકરાને ધવરાવતી સ્ત્રી અને પુરુષની સાથે એકાંત સેવતી સ્ત્રીની પાસેથી અન્ન લેતા નથી; નેવાં પડતાં હોય એવી જગ્યાએ ઊભા રહીને, કૂતરાની પાસે ઊભા રહીને, કે જ્યાં ઘણું માખીઓ હોય. તેવી જગ્યાએ ઊભા રહીને ભિક્ષા લેતા નથી (કારણ કે એમ કરે તે તે, તે તે જીવને અન્ન મેળવવામાં વિન આવે); મત્સ્ય-માંસસુરા વગેરે પદાર્થો ગ્રહણ કરતા નથી; એક જ ઘેર ભિક્ષા માગીને એક જ કળિય અન્ન ખાય છે; બે ઘેર ભિક્ષા માગીને બે કોળિયા એમ સાત ઘેર ભિક્ષા માગી સાત કેબિયા અન્ન ખાય છે; એક દત્તિથી, બે દત્તથી . . . એમ સાત દત્તિથી નિર્વાહ ચલાવે છે; એક દિવસે એક વાર, એ દિવસે એક વાર ... એમ સાત દિવસે એક વાર કે પંદર દિવસે એક વાર જમે છે.”
એટલું યાદ રાખવાનું કે ઉપરનું કથન બુદ્ધ આગળ એક જિન (નિર્ગઠપુત્ત) પંડિત કરે છે. પરંતુ ખુદ જન ગ્રંથોમાં જ આજીવિકાની આહાર બાબતમાં કઠેરવા બાબત અનેક ઉલ્લેખ પડ્યા છે. આપપાતિકસૂત્રમાં તેમને “બબે ઘર છોડીને, ત્રણ ત્રણ ઘર છોડીને . . . એમ સાત સાત ઘર છોડીને ભિક્ષા લેવાને નિયમ રાખનારા, તથા ભિક્ષામાં માત્ર કમળદંડ જ લેનારા . . કહ્યા છે; ઠાણાંગસૂત્ર (૪-૨-૩૧૦; પૃ. ૨૩૩) તો તેમને આઠ ટંક વગેરેના ઉપવાસરૂપી ઉગ્ર તપ કરનારા; પિતાની જાતનું ભાન ભૂલી ઘોર તપ કરનારા; ઘી તેલ આદિ વિકૃતિકારક રસપદાર્થોને ત્યાગ કરનારા; અને જીભની લોલુપતા છોડી, ગમે તેવો
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ભગવાન મહાવીરના દશ ઉપાસકે સારે વા નરસે, રસીલે વા રસહીન ખેરાક મળ્યો હોય તેને નિરપક્ષપણે ખાઈ લેનારા કહે છે ભગવતીસૂત્ર પોતે જ (૮-૫) આજીવિક સાધુઓ તો શું પણ આજીવિક ગૃહસ્થને જ ઊંબરે-વડ-બોર-સતર પીપળે વગેરેનાં ફળ ન ખાનારા, ડુંગળી-લસણ વગેરે કંદમૂલના વિવર્જક અને ત્રસ પ્રાણની હિંસા ન થાય તેવા વ્યાપાર વડે આજીવિકા કરનારા જણાવે છે. મહાવીર તો તેમને દાખલે આપી પિતાના શ્રમણોપાસકેને એ બાબતમાં ધડો લેવાનું સુધ્ધાં જણાવે છે !
એટલે આજીવિકા માટે સાધુ થયેલા હોવાથી “આજીવિક’ એવો અર્થ કરવાને બદલે એ અર્થ સમજવો જોઈએ કે, ધર્મજીવનની બીજી બાબતો કરતાં આજીવિકાના નિયમો ઉપર વધારે પડત ભાર મૂક્તા હોવાથી (સમ્યક્ + આજીવ) તેઓ આજીવિક કહેવાતા હશે.
૨. ગેસલકને આજીવિક સિદ્ધાંત ગોશાલકના આજીવિક સિદ્ધાંતનું સળંગ નિરૂપણ કરતો એક પણ ગ્રંથ આજે વિદ્યમાન નથી. જે કાંઈ ઉલ્લેખો અત્યારે મળે છે, તે તેના પ્રતિસ્પર્ધીઓના –અર્થાત જૈન અને બૌદ્ધોના ગ્રંથોમાં જ સંઘરાયેલા છે.
જન સિદ્ધાંત અમુક જીને કાયમને માટે “અભવ્ય” ઠરાવે છેતેઓને કર્મસંગ્રહ અનાદિ અનંત છે, તેથી તેઓ કદી પણ મોક્ષ પામવાના નથી [ભગવતી, શતક ૬, ઉદ્દે ૩]. તેથી ઊલટું ગોશાલક એવા મતને છે કે, ગમે તેવા કર્મબંધનવાળા હોવા છતાં તમામ છવો ગમે તેટલું રખડીને પણ છેવટે મુક્તિ પામવાના જ છે. આને અંગે તે પોતાની સૂતરના દડાની સુપ્રસિદ્ધ ઉપમા આપે છે. જે પ્રમાણે સૂતરને દડો ફેંકતાં તે ઊકલી રહે ત્યાં સુધી જ જાય, તે પ્રમાણે ૮૪ લાખ મહાકલ્પના ફેરામાં ગયા પછી ડાહ્યા અને મૂર્ખ તમામના દુ:ખનો નાશ થાય છે જ.૧
૧. દીઘનિકાય, સામખ્ખફલસુત્ત.
Page #156
--------------------------------------------------------------------------
________________
શું હું અથામાં સંત આ
પરિશિષ્ટ – શાલકને આજીવિક સિદ્ધાંત ૧૨૭ પરંતુ આટલી સાદી સીધી વાત ઉપરથી નિયતિવાદ ઉપર કૂદી જતાં વાર નથી લાગતી. જે બધા જીવો અંતે મુક્ત થવાના જ હેય, તો આજે મુક્ત થવા પ્રયત્ન કરે કે ન કરે, બધું સરખું જ છે. ભલેને ચોરાસી લાખનું ચક્કર હોય, પરંતુ છેવટે તો તે પૂરું થવાનું જ છે; તે અત્યારે જે કાંઈ સુખ–દુઃખ આવી મળે, તે નિરાંતે ભોગવ્યા જ કરીએ, તો પણ શું ખોટું? આવા સ્વરૂપમાં જ ગોશાલકને આજીવિક સિદ્ધાંત જૈન તેમજ બૌદ્ધ ગ્રંથમાં સંઘરાયો છે. આ ઉપાસકદશાંગસૂત્રમાં (અધ્ય) ૬) ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ આ શબ્દમાં સંઘરી છે: “મંખલિપુત્ત ગોશાલની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે; તેમાં ઉત્થાન, કર્મ, બલ વીર્ય કે પુરુષકાર – પરાક્રમ નથી, તેમજ બધા ભાવ નિયત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર નથી; કારણ કે, તેમાં ઉત્થાન, કર્મ, બલ, વિર્ય, અને પુરુષકાર-પરાક્રમ છે, તેમ જ બધા ભાવ અનિયત છે.” બાદ્ધગ્રંથોમાં જણાવ્યું છે: [મખલિ ગોશાલનું એવું કહેવું હતું કે, પ્રાણુઓની અપવિત્રતાનું કંઈ પણ કારણ નથી. કારણ સિવાય પ્રાણુ અપવિત્ર થાય છે. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં કાંઈ પણ હેતુ નથી, કાંઈ પણ કારણ નથી. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણુ શુદ્ધ થાય છે. પોતાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી; પુરુષના સામર્થથી કાંઈ થતું નથી. બલ નથી, વિર્ય નથી; પુરુષના વીર્ય અથવા પરાક્રમમાં પણ કાંઈ નથી. સર્વ સો, સર્વ પ્રાણુ, સર્વ જીવ અવશ, દુર્બલ અને નિવાર્ય છે. તેઓ નસીબ, જાતિ, વૈશિષ્ટથ અને સ્વભાવથી બદલાય છે; અને છમાંથી કોઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભોગ લે છે. “આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિપકવ થયેલાં કર્મોનાં ફળને ભોગવી તેમને નહીં જેવાં કરી નાખીશ' એવું જે કંઈ કહે, તે તે થવાનું નથી. આ સંસારમાં સુખદુઃખ પરિમિત પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં છે; અને તે કમીજાસ્તી અથવા વત્તાઓછાં કરાવી શકાય એમ નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે
ઉપરના ફકરામાં અવતરણચિહમાં આપેલી દલીલ જનો સામે જ છે, એ ઉઘાડું છે. ગોશાલકને કટાક્ષ પૂર્વકર્મોને નિયત ગણ, તેથી થતાં સુખદુઃખને પણ અપરિહાર્ય ગણી, તેમાંથી છૂટવાના સર્વ પ્રયત્નને નિરર્થક ગણી, નવા પુરુષાર્થ તરફ ધ્યાન આપવા તરફ લક્ષ ખેંચવા માટે હોય, એમ બની શકે. ગોશાલકના છ અભિજાતિ તથા આઠ પુરુષભૂમિના સિદ્ધાંતનો બૌદ્ધ ગ્રંથમાં જે ઉલ્લેખ મળે છે, તે ઉપરથી ગોશાલક નર્યા નિયતિવાદને બદલે અમુક
૧. સરખા ગીતા માત્રાસ્તુ તેય શોતોમુલકલા ! आगमापायिनोऽनित्यास्तांरिततिक्षस्व भारत ॥
૨. જેમકે, ગોશાલક મનુષ્યમાત્રને છ અભિજાતિઓમાં વહેંચી નાખે છે –
(1) કૃષ્ણભિજાતિ–ર કાર્ય કરનાર, ખાટકી, પારધી, શિકારી, ચેરડાકુ અને ખૂની વગેરે લોકો
(૨) નીલાભિજાતિ – બૌદ્ધ ભિક્ષુકો. (૩) હિતાભિજાતિ–એક વસ્ત્રધારી નિગ્રંથ (મહાવીરના શિખ્યો.) (૪) હરિદ્રાભિજાતિ – સ્વચ્છ વસ્ત્રધારી અચેલક (આજીવિક) શ્રાવકો. (૫) શુકલાભિજાતિ–આજીવિક સાધુઓ.
(૬) પરમશુકલાભિજાતિ–નંદવચ્છ, કિસસંકિચ્ચ તથા મકખલિ શાલ એ આજીવિક આચાર્યો.
આઠ પુરુષભૂમિનું વર્ણન આ પ્રમાણે છે – (૧) મંદભૂમિકા– જમ્યા પછીના જેવી મૂઢ સ્થિતિ, (૨) ક્રીડાભૂમિકા – સારાસાર, હિતાહિતના વિચાર વિનાની સ્થિતિ. (૩) પદવીમ સાભૂમિકા–પગ માંડવાની સ્થિતિ, (૪) ઉજુગતભૂમિકા–પગથી સ્વતંત્ર ચાલવાના સામર્થ્યવાળી સ્થિતિ, (૫) સેખભૂમિ – શીખવાની, અભ્યાસની સ્થિતિ. (૬) સમણભૂમિ – ઘરનો ત્યાગ કરી સંન્યાસ લેવાની સ્થિતિ. (૭) જિનભૂમિ – આચાર્યને સેવી જ્ઞાન મેળવવાને સમય.
(૮) પન્ન (પ્રા) ભૂમિ – પ્રાણ થયેલો ભિક્ષુ (જિન) જ્યારે કાંઈ પણ નથી બોલતો, તેવી નિર્લોભ શ્રમણની સ્થિતિ.
Page #158
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ગોશાલકના આજીવિક સિદ્ધાંત
-
૧૨૯
પ્રકારના આધ્યાત્મિક વિકાસક્રમમાં માનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.
અલબત્ત, મુદ્દની પેઠે જ તે પણ માત્ર તપ ઉપર બહુ ઓછે. ભાર મૂકતા હશે; મહાવીરની સાથેના સહવાસ દરમ્યાન તેણે મહાવીરને જે ઉર્દૂડ તપ સાધના ભૈયા, તેની આવશ્યકતા-અનાવશ્યકતા વિષે તેના મનમાં જરૂર ગડભાંજ ઉત્પન્ન થઈ હશે; અને યુદ્ધ જેમ મહાવીરની પેઠે ઉપવાસાદ્રિ ઘેર તપ સાધ્યા બાદ દેહદ ડના મા માંથી મુક્તિને માગ ન મળતાં ‘ તેમાં આર્ય પ્રજ્ઞા’ નથી એમ કહી તેમાંથી પાછા ફર્યાં, અને પેાતાની સાથે રહેતા પંચભિક્ષુઓને વિશ્વાસ તથા આદર ગુમાવી બેઠા, તેમજ ગેાશાલક પણ મહાવીરના તીવ્ર દેહદ ડના મા માંથી પાછે ફ્રી, મહાવીરને આદર ગુમાવી બેઠા હોય, એમ બનવામાં કશું અશકય જેવું નથી.
સંયુક્ત નિકાયમાં (૨. ૩-૧૦) સહલી નામને દેવપુત્ર બુદ્ધને ગેાશાલક સબંધી એક ગાથા કહે છે:
- તપને પસંદ નહિ કરનાર નહિ સેવનાર : સંયમી; કલહરૂપ વાચાને છેડનાર : સમભાવી; પાપયુક્ત નિહનીય કામથી દૂર રહેનાર સત્યવાદી ~(ગાશ!લક) ખરેખર એવું પાપ સેવતા નથી.’
:
-
મહાવીર સાથે ગેાશાલકને કઈ કઈ બાબતેામાં મનભેદ હતા તે વિષે સૂત્રકૃતાંગ (૨-૬ )માં એક રસિક સંવાદ ગેાશાલક અને મહાવીરભકત આક વચ્ચે નોંધાયેલે છે. ગેાશાલક મહાવીર ઉપર ત્રણ આક્ષેપ કરે છે : ૧. પહેલાં તે એકાંતમાં એકલે વિચરનાર શ્રમણ હતા; હવે તે અનેક ભિક્ષુએને એકડા કરી ધર્મોપદેશ આપવા નીકળ્યો છે. આમ તે અસ્થિર માણસે પેાતાની આવકા ઊભી કરી છે. ૨. ઠંડુ પાણી પીવાની બાબતમાં, બીજ વગેરે ધાન્ય ખાવાની ખામતમાં, પેાતાને માટે તૈયાર થયેલે આહાર ખાવાની બાબતમાં, તેમ જ સ્ત્રીઓના સહવાસની બાબતમાં તેણે વધારે પડતું કડક વલણુ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે અખત્યાર કર્યું છે. ૩. ધર્મશાળાઓમાં કે ઉદ્યાનગૃહોમાં ઘણા ચતુર તથા નાનામોટા તાર્કિક લોકે હશે એમ માની તે શ્રમણ ત્યાં રહેવા જતો નથી. તેને બીક લાગે છે કે, કદાચ તે બધા મેધાવી, શિક્ષિત, બુદ્ધિમાન તથા સૂત્ર અને તેમના અર્થનો નિર્ણય જાણનારા ભિક્ષુઓ કાંઈ પ્રશ્નો પૂછે, તે શો જવાબ દઈએ?
આ ત્રણમાંથી બીજા આક્ષેપમાં સ્ત્રીઓના સહવાસનો જે પ્રશ્ન છે, તે બાબત છેડો વધારે વિચાર કરવાનો રહે છે. શાલકે હાલાહલા કુંભારણને ત્યાં લાંબો સમય રહીને પોતાની સાધના પૂરી કરી હતી, એ વાત આગળ આવી ગઈ છે. મહાવીરના સિદ્ધાંત પ્રમાણે એક ઠેકાણે લાંબો સમય સ્થિર રહેવું અને તે પણ સ્ત્રીના સહવાસમાં – એ વસ્તુ કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. મઝિમનિકાયમાં જણાવ્યું છે કે, જે સ્ત્રીઓના પુત્ર મરી જાય છે, તેમના પુત્ર જેવા થઈને આજીવિક રડે છે. ગશાલકની વિચારસરણું એ બાબતમાં કાંઈક વેદાંતવાદી જેવી હતી. મહાવીર કર્મબદ્ધ અને કર્મમુક્ત એવી બે જ અવસ્થાઓ સ્વીકારે છે, ત્યારે ગોશાલ બદ્ધ, “ન બદ્ધ અને ન મુક્ત,” તથા મુક્ત એવી ત્રણ અવસ્થાઓ સ્વીકારે છે. સંસારી જીવો તે બદ્ધ, મહાવીર જેવા ગૃહત્યાગ કરનારા પણ હજુ મુક્તિથી દૂર એવા લોકે તે “ન-બદ્ધ અને ન–મુક્ત; અને પિતાના (ગશાલકના) જેવા કર્મના લેપથી કાયમને માટે મુક્ત થયેલા તે “મુક્ત'. એ મુકત પુરુષ સ્ત્રીઓનો સહવાસ કરે તો પણ તેને કશે ભય હોય નહીં. આવી દલીલની એથે સેવાવા લાગેલા અનાચારને વિરોધ કરીને જ મહાવીરે પાંચમું બ્રહ્મચર્ય વ્રત, પાર્શ્વનાથનાં ચાર વ્રત (ચાતુર્યામ)માં દાખલ કર્યું હશે, તથા સ્ત્રીઓના સહવાસને સદંતર વખોડી કાઢયો હશે.
સૂત્રકૃનાંગમાં (૧–૪) જણાવ્યું છેઃ “માતાપિતા વગેરે કુટુંબીનો તથા કામભોગોનો ત્યાગ કરી, પિતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાનો સંકલ્પ કરનાર ભિક્ષુ, ભિક્ષા
Page #160
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ – ગોશાલકને આજીવિક સિદ્ધાંત ૧૩૧ તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તો પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગને વધવા દેનાર ભિક્ષનું શીધ્ર અધઃપતન થાય છે. અગ્નિ પાસે મૂકેલે લાખને ઘડે જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પોતાનાં સમાધિયોગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગને ત્યાગ કરવો. ભલે ને પુત્રી હોય, પુત્રવધૂ હેય, પ્રૌઢા હોય, કે નાની કુમારી હોય, તો પણ તેણે તેનો સંગ ન કરે. તથા કોઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના ઓરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રી સંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓનો સંસર્ગ રાખવાથી થોડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કેટીના બની જાય છે.'
ઉત્તરાધ્યયનસૂત્રમાં (૩૨–૧૬) જણાવ્યું છે કે, “ભલે ને મન-વાણી–અને કાયાનું બરાબર રક્ષણ કરતા હોવ, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને લેભ પમાડવાને શક્તિમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકાર.”
આ પ્રમાણે નિયતિવાદનો ભલત અર્થ, અને સ્ત્રી સહવાસની જોખમકારક છૂટ એ બે વાતોને કારણે ઊભા થયેલા અનાચારથી ગોશાલક તથા તેને આજીવિક સંપ્રદાય તે જમાનામાં મહાવીર–બુદ્ધ જેવા સુસ્ત લોકોને હાથે તિરસ્કાર પામ્યો હોય, એમ લાગે છે.
અંગુત્તરનિકાયના મકખલિવર્ગમાં બુદ કહે છે: “હે ભિક્ષુઓ! આ અવનિ ઉપર મિથ્યાદષ્ટિ જેવો બીજો કોઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરોમણિ છે; કારણ કે, તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ ! આવા મિયાદષ્ટિ જીવો ઘણું છે; પણ મેઘપુરુષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર હું
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ભગવાન મહાવીરના દશ ઉપાસકે
ખીજા કાઈ તે જોતા નથી. સમુદ્રમાંની જાળ જેવી રીતે અનેક માછલીએ માટે દુ:ખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે આ સંસારસાગરમાં મેઘપુરુષ ગેશાલક અનેક વાને ભ્રમમાં નાખીને દુ:ખદાયી અને અહિતકર નીવડે છે.
“ હું ભિક્ષુએ ! જેવી રીતે વસ્ત્રની અંદર વાળને કામળે! નિકૃષ્ટતમ છે, કારણ કે તે ગરમીમાં ગરમ થઈ જાય છે, શરદીમાં ઠંડા થઈ જાય છે, તેને રંગ પણ સારા લાગતા નથી, તે સહેલાઈથી હાથમાં પણ રહેતા નથી; તેવી રીતે મલિ ગોશાલકના વાદ પણ બધા શ્રમણવાદામાં નિકૃષ્ટતમ છે.''
મલ્ઝિમનિકાયમાં ખુદ્દા શિષ્ય આનંદ એક પરિવ્રાજકને કહે છે: ‘ ભગવાન બુદ્ધે ચાર પ્રકારના આચાર્યોને અબ્રહ્મવાસ સેવનારા, તથા બીજા ચાર પ્રકારનાને અનાશ્વાસિક (અસ તેાષકારક ) બ્રહ્મચય સેવનારા કહ્યા છે.' આ ઠેકાણે પ્રથમના ચારમાં ગેાશાલકનું નામ છે, તથા બાકીના ચારમાં મહાવીરનું સ્થાન છે.
૩. મહાવીર અને ગેાશાલની મુલાકાત
મહાવીરે ૭૦ વર્ષની ઉમરે ગૃહત્યાગ કરીને દીક્ષા લીધી. એ વર્ષ બાદ રાજગૃહ નજીક નાદામાં તેમની ગેાશાલક સાથે પ્રથમ મુલાકાત થઈ. તે જ વર્ષમાં પાછળથી ગેાશાલક મહાવીરને શિષ્ય થયા અને એ બંને ભિક્ષુએ પછી (ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે) છ વર્ષ પણિયભૂમિમાં સાથે રહ્યા. ત્યાર પછી ઘેાડે સમયે તે ભૂતે વચ્ચે કાંઈક સંદ્ધાંતિક મતભેદ ઉત્પન્ન થયા, અને તે સિદ્ધા ગ્રામ આગળથી છૂટા પડ્યા. ત્યાર બાદ તેઓ ઘણાં વર્ષો પછીની તેમની શ્રાવસ્તીની છેલ્લી મુલાકાત સુધી ભેગા મળ્યા નથી.
મહાવીરથી જુદા પડચા આદ ગેાશાલક શ્રાવસ્તી ગયા; ત્યાં હાલાહલા કુંભારણને ત્યાં છ મહિના તીવ્ર તપશ્ચર્યા સાધીતે તેણે પોતે જિન થયાનું જાહેર કર્યું". એ જિનપણામાં તેણે ૧૬વ પસાર કર્યાં. ત્યારબાદ મહાવીર પણુ શ્રાવસ્તીમાં આવ્યા અને તે એ વચ્ચે
Page #162
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ – મહાવીર અને શાલકની મુલાકાત ૧૩૩ તેમની આખરી મુલાકાત થઈ, જે સાત દિવસ બાદ ગોશાલકના મૃત્યુનું કારણ થઈમૃત્યુ સમયે ગાશ.લક પિતાના ભિક્ષુજીવનના ૨૪મા વર્ષમાં હતે. અર્થાત પણિભૂમિમાં ગાળેલાં છ વર્ષ અને જિનપણનાં ૧૬ વર્ષની વચ્ચે બે વર્ષ પસાર થતાં હોવાં જોઈએ. (૬+૨+૧૬= ૨૪.) ગોશાલકના મૃત્યુ પછી મહાવીર વધુ ૧૬ વર્ષ જીવ્યા. આમ મહાવીરના આયુષ્યનાં ૭૨ વર્ષ માટે નીચેના સમય નક્કી કરી શકીએ :–
મહાવીરે ઘર ત્યાગું ૩૦ વર્ષ મહાવીર ગોશાલને મળ્યા ૨ વર્ષ મહાવીર ગોશાલ સાથે રહ્યા ૬ વર્ષ ગશાલ જિનપણું મેળવતા
પહેલાં એકલો રહ્યો ૨ વર્ષ ગોશાલ જિન તરીકે જીવ્યો ૧૬ વર્ષ મહાવીર ગોશાલ પછી જીવ્યા ૧૬ વર્ષ
ઉર વર્ષ આ બધું કરપત્રમાં જણાવેલા સમયને મળતું આવે છે – મહાવીર ગૃહથિ તરીકે જીવ્યા ૩૦ વર્ષ મહાવીર છ9 (જિન થતાં પહેલાં સાધક ભિક્ષ) તરીકે જીવ્યા
૧૨ વર્ષ મહાવીર કેવળી-જિન તરીકે જીવ્યા
૩૦ વર્ષ
૭૨ વર્ષ ૭૨ વર્ષના આયુષ્યમાં મહાવીરે ૪ર વર્ષે ભિક જીવન ગુજાર્યું; ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે અને ૩૦ કેવળી તરીકે. તેમજ ગોશાલકે પોતાના ૨૪ વર્ષના ભિક્ષુજીવનમાં આઠ વર્ષ છદ્મસ્થ તરીકે ગુજાર્યો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો અને ૧૬ વર્ષ જિન તરીકે. છદ્મસ્થ તરીકેનાં આઠ વર્ષમાંથી છ વર્ષ ગશાલક મહાવીરની સાથે રહ્યો, અને બે વર્ષ એકલે રહ્યો.
ગશાલકથી છૂટા પડ્યા બાદ મહાવીર ૪ વર્ષ વધુ સ્વસ્થ તરીકે રહ્યા. ગોશાલકે મહાવીરથી છૂટા પડ્યા બાદ બે વર્ષમાં જ જિનપણું ધારણ કર્યું. અર્થાત મહાવીરથી બે વર્ષ પહેલાં તેણે પોતાનું જિનપણું જાહેર કર્યું. છૂટા પડ્યા બાદ શ્રાવસ્તીમાં જ્યારે તે બંને પહેલીવાર અને છેલ્લીવાર ભેગા થયા ત્યારે મહાવીરને જિનપણું ધારણ કર્યો ૧૪ વર્ષ થયાં હતાં, અને ગોશાલકને ૧૬ વર્ષ. અને આ મુલાકાત મહાવીરના પ૬મા વર્ષમાં (૩૦+૧+૧=૫૬) આવે.
કલ્પસૂત્ર ચેખું જણાવે છે કે, મહાવીરે શ્રાવસ્તીમાં એક જ ચાતુર્માસ કર્યો છે. અર્થાત ગોપાલક શ્રાવસ્તીમાં જ પિતાનું મથક બનાવીને રહ્યો હોય તે દરમ્યાન મહાવીર તે તરફ વર્ષો સુધી ગયા જ નથી.
૪. મહાવીર-શાલકની અંતિમ મુલાકાત મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા ત્યારે, ગોશાલકની જિન, કેવલી અહંત, સર્વજ્ઞ આદિ તરીકેની ખ્યાતિ સાંભળી, તેમણે જાહેર કરવા માંડ્યું કે, એ તો ભિક્ષુક જાતિને–તથા હલકા કુળનો છે; મારી પાસેથી તેલેસ્થા પ્રાપ્ત કરવાની વિધિ શીખીને તેણે તે જરૂર પ્રાપ્ત કરી છે; તથા છ દિશાચર મુનિઓ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્તનું જ્ઞાન મેળવ્યું હોવાથી, લાભ-અલાભ, સુખ-દુ:ખ, અને કવિત–મરણ એ છ બાબતોના સાચા ઉત્તર પણ જરૂર આપે છે; પરંતુ તે પોતે જિન તે નથી જ થયો. એટલે તે પોતાને જિન તરીકે ઓળખાવે તે ખોટું છે.
ગશાલકે ગામમાં ભિક્ષા માગવા આવેલા મહાવીરના શિષ્ય આનંદમુનિને બેલાવીને જણાવ્યું, “હે આનંદ! તારા ધર્માચાર્ય ને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ–મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જે તે
Page #164
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ – મહાવીર-ગોશાલકની અંતિમ સુલાકાત ૧૩૫ મારા બગાઈ કર્યા કરી મને છંછેડશે, તે મારા તપના તેજ વડે હું તેમને બાળીને ભસ્મ કરીશ. માટે જઈને તું તારા ધર્મચાર્યને એ પ્રમાણે કહે.'
આ સાંભળી ભય પામી આનંદ ઝટપટ પિતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કરીતથા ગે શાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછયું. મહાવીરે જવાબ આપે કે, “ગોશાક પિતાના તપના તેજ વડે ગમે તેને એક ઘાએ પાષાણમય મારણ મહાયંત્રના આઘાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમર્થ છે; પરંતુ મને બાળી ભસ્મ કરવા સમર્થ નથી; અલબત્ત તે મને પરિતાપ કે દુખ ઉત્પન્ન કરવા સમર્થ છે. મેંશાલકનું જેટલું તપસ્તેજ છે, તેનાથી અનગાર ભગવંતનું (સાધુનું) અનંતગણું વિશિષ્ટ તપસ્વેજ છે; કાર કે, અગાર ભગવંત ક્ષમા (ધનો નિગ્રહ) કરવામાં સમર્થ છે.” તો પણ મહાવીરે આનંદ મુનિ દ્વારા જ પિતાના સર્વ સાધુઓને તાકીદ આપી કે, ગોશાલક સાથે કોઈ પણ બાબતમાં વાદવિવાદમાં ન ઊતરવું; તેમ જ તેના સંપ્રદાયની વિરુદ્ધમાં કાંઈ કહેવું કરવું નહીં.
પરંતુ, હવે મોડું થઈ ગયું હતું; કારણ કે, હજુ તે આનંદ આવીને બધા સાધુઓને આ સંદેશે કહે છે, તેટલામાં તો ગેલિક શિષ્ય પરિવાર સાથે વીંટળાઈને મહાવીર હતા ત્યાં આવી પહોંચે, અને મહાવીરને કહેવા લાગ્યો, “હે આયુ માન કાશ્યપગોત્રીય! મંખલિપુત્ર ગોશાલક મારે ધર્મસંબંધી શિષ્ય છે” એમ તમે જે કહે છે, તે ઠીક છે; પરંતુ તે વાતને તે સાત-સાત ભવ વીતી ગયા છે. મેં તો હવે અતિ ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કર્યું છે, અને તે રહસ્ય અનુસાર જે વર્તે છે, તે અવશ્ય મેક્ષ પામે છે.”
આ સાંભળી ટપાટપીના ભાવમાં આવી જઈ ભગવાન મહાવીરે કહ્યું, “હે ગોશાલક, જેમ ગામના લકથી ભાળ કે ચાર કઈ ખાડો ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઉનના તાંતણાથી, કપાસના
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ભગવાન મહાવીરના દૃશ ઉપાસી
તાંતણાથી અને તણના અગ્રભાગથી પાનને ઢાંકવા પ્રયત્ન કરે. અને પોતે નડી ઢંકાયેલેા છતાં પાનાને ઢંકાયેલ માને, તેમ તું અન્ય નહીં છતાં પેાતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને ચેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, ખીચ્છ નથી.’
આ સાંભળી ગેાશાલક વધુ ગુસ્સે થયા તે મેલ્યું. ‘તું આજે નષ્ટ, વિનષ્ટ અને ભ્રષ્ટ થયેા લાગે છે; તું આજે હતેા-નહતા થઈ જવાને છે. તને મારાથી સુખ થવાનું નથી.’
"
આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ નામના સાધુ ગેાશાલકને વારવા લાગ્યા, હે ગોશાલક! કાર્ય શ્રમબ્રાહ્મણ પાસે એકપણુ આ વચન સાંભળ્યું Ìોય, તા પણ તેને વત અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તે તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યાં છે, અને બહુશ્રુત કર્યાં છે; છતાં તે ભગવાન પ્રત્યે જે અનાપણું તે આયું છે, તે ચેગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.'
આ સાંભળી ગેાશાલકે ગુસ્સે થઈ પેાતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયેાધ્યાવાસી સુનક્ષત્રને પણ તેણે દઝાડીને મરણશરણ કર્યાં. ત્યારે ભગવાન મહાવીરે પણ ગેાશાત્રકને તે જ પ્રમાણે કહ્યું. એટલે ગેાશલકે અત્યંત ગુસ્સે થઈ, સાત આઠ ડગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેોલેશ્યા કઢી. પણ જેમ કાઈ વાળિયા પર્વતભીંત-કે સ્તૂપને કાંઈ કરી શકતા નથી, તેમ તે તેન્બેલેસ્યા ભગવાન વિષે સમ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણા કરે છે; અને ઊંચે આકાશમાં ઊછળી, ત્યાંથી સ્ખલિત થઈ. માલપુત્ર ગેાશાલકના શરીરને ખાળતી બાળતી તેના શરીરમાં જ પેસી જાય છે. ત્યારે ગેાશાલકે કહ્યું, હું કાશ્યપ! મારી તમેજન્ય તેજોલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તું છ માસને અંતે પિત્તવરના દાહની
"
Page #166
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ – મહાવીર-શાલકની અંતિમ મુલાકાત ૧૩૭ પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ (એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના જ) મરણ પામીશ.”
ત્યારે ભગવાને તેને કહ્યું, “હે ગોશાલક, હું તારી તજન્ય તેજોલેસ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજાં ૧૬ વર્ષ સુધી જિન તીર્થંકરપણે વિચરીશ; પણ તું પોતે જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને અંતે પિત્તજ્વરથી પીડિત શરીરવાળે થઈને છદ્મસ્થાવસ્થામાં જ મરીશ.”
આમ જીવલેણ કજિયા-કંકાસ કરી બેઠેલા આ સમર્થ પુરુષોએ અરસપરસ દીધેલા શાપની વાત હવે શ્રાવસ્તી નગરીમાં ઘેરઘેર વાતને વિષય બની જાય છેઅને બધા તે તે શાપના અવધિની ઉત્સુક્તાથી રાહ જુએ છે.
જન કથા કહે છે કે, ગોશાલક તે ત્યારબાદ તરત જ “દિશાઓ તરફ લાંબી દૃષ્ટિથી જોતો, ઉષ્ણ નિસાસા નાખત, દાઢીના વાળ ખેંચ, ડોકને પાછળથી ખંજવાળ, ઢગડા ઉપર હાથ વડે ફડાકા બોલાવતે, હાથ હલાવતા તથા બંને પગ જમીન ઉપર પછાડ
હા, હા, હું હણાયો !' એમ વિચારી કુંભારણના હાટમાં પાછા આવ્યો; અને ઉપડેલા દાહની શાંતિ માટે હાથમાં કેરીની ગોટલો રાખી, મદ્યપાન કરતો, માટીના વાસણમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચ વિહરવા લાગ્યો.”
બીજી બાજુ મહાવીરે પણ પોતાના સાધુઓને છૂટ આપી દીધી કે, હે આર્યો! હવે તમે ખુશીથી ગોશાલકની સામે તેના મતથી પ્રતિકૂલપણે વિસ્મૃત અર્થનું તેને સ્મરણ કરાવો; અને ધર્મ સંબંધી તેને તિરસ્કાર કરે; તથા અર્થ-હેતુ-પ્રશ્ન-ઉત્તર-અને કારણ વડે પૂછેલા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કરે. ગશાલક આથી વધુ ગુસ્સે થયો તથા ચિડાયે; પરંતુ હવે તે નષ્ટતેજ થયો હોવાથી તે સાધુઓને કાંઈ ઈજા ન કરી શક્યો. આથી કેટલાય આજીવિક સ્થવિરો ગોશાલકનો ત્યાગ કરી શ્રમણ ભગવાનને આશરે આવ્યા.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ભગવાન મહાવીરના દશ ઉપાસકે. પછી ભગવાને પિતાના નિર્મને બોલાવીને કહ્યું કે, ગોશાલકે મારે વધ કરવા જે તેલેશ્યા કાઢી હતી, તે અંગ-વંગમગધ-મલય-માલવ-અચ્છ-વત્સ-કૌત્સ-પાટ-લાટ-વા-મૌલી-કાશી-કેશલઅબાધ અને સંભુક્તર એ સેળ દેશનો ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી.
વળી હે આર્યો! ગોશાલક અત્યારે નીચેની આઠ છેક છેલ્લી –ચરમ વસ્તુઓનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી. પોતે કરે છે તે છેલ્લું – ચરમ મદ્યપાન; પિતે કરે છે તે છેલ્લું – ચરમગાન; પોતે કરે છે તે છેલ્લું –ચરમનાથ; પિતે (હાલાહલા કુંભારણને) કરે છે તે છેલ્લું – ચરમ અંજલિકર્મ; હાલમાં થયેલી આંતવૃષ્ટિ રૂપ ચરમ પુષ્કલસંવર્ત મહામેઘ વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયેલા હદલવેહલ્સના હાથીરૂપ ચરમ સેચનક ગંધહસ્તી; વૈશાલીના યુદ્ધ દરમ્યાન થયેલ ચરમ મહાશિલાકંટક મહાસંગ્રામ; અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરમાં છેક છેલ્લે–ચરમ તીર્થકર (ગોશાલક પોતે). . “વળી તે ચાર પાનક અને ચાર અપાનકનો સિદ્ધાંત આ પ્રમાણે પ્રતિપાદિત કરે છે: ચાર પાનક–પીણું–તે આ પ્રમાણે ગાયના પૃષ્ઠથી પડેલું (મૂતર?); હાથથી મસળેલું (કુંભાર ઘડે બનાવતાં જે પાણીમાં હાથ બળી ઘડાને લીસે કરે છે તે); સૂર્યના તાપથી તપેલું; અને શિલાથી પડેલું. ચાર અપાનક એટલે કે પીવા માટે નહીં પણ દાહ શમાવવા સારુ સ્પર્શાદ માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે : પાણીથી ભીનાં વાસણ તે સ્થાપિાણ; કેરી, બોર વગેરે માં વડે ચાવે પણ તેનો રસ ન પીએ તે ત્વચા પાણી; તેવું જ શીગનું પાણી અને ચોથું શુદ્ધ પાણી – તેની વ્યાખ્યા આ પ્રમાણે છે: છ માસ સુધી શુદ્ધ ખાદિમ (મે વગેરે) આહાર જ ખાય; તેમાં બે માસ સુધી ભૂમિશગ્યા કરે; બે માસ સુધી લાકડાની પથારી કરે; તથા બે માસ સુધી દાભની પથારી
Page #168
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ – મહાવીરશાલકની અંતિમ મુલાકાત ૧૩૯ કરે. પછી છ માસની છેલી રાત્રીએ મહા ઋદ્ધિવાળા મણિભદ્ર અને પૂર્ણભદ્ર એ બે દેવ પ્રગટ થાય. તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે. તેનું જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે; અને ન કરીએ તો પોતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાંખે. પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય. પરંતુ, હે આર્યો! ગોશાલકની એ બધી વાતો ખોટી છે; અને માત્ર પોતાના દોષ ઢાંકવા તેણે ઉપજાવી
કાઢી છે.”
• જૈન કથા કહે છે કે સાત રાત પૂરી થતાં, ગોશાલક પોતે મહાવીરના કરેલા દ્રોહ બદલ, તથા પિતે જિન ન હોવા છતાં પિતાને બહાર જિન તરીકે ઓળખાવ્યા બદલ પસ્તા કરતો મરણ પામે.
બીજી બાજુ, ભગવાન મહાવીર શ્રાવસ્તીથી નીકળી મે દ્રિક ગ્રામની બહાર આવેલા સાણકોટક નામે ચિત્યમાં આવીને ઊતર્યા. ત્યાં મહાવીરને મહાન પીડાકારી પિત્તવરનો દાહ ઉપડ્યો; અને તેમને લેહીના ઝાડા થવા લાગ્યા. એટલે લોકોને ખાતરી થવા લાગી કે હવે ગોશાલકના કહ્યા પ્રમાણે મહાવીર મૃત્યુ પામશે. તે જ અરસામાં (તેમનો જમાઈ) જમાલ પણ પોતાના મોટી સંખ્યાના અનુયાયીઓને લઈને મહાવીરથી છૂટો પડ્યો; અને ચારે તરફ એવી વાત જ ફેલાઈ ગઈ કે, મહાવીર મુઆ અને તેમનો સંઘ વેરણછેરણ થઈ ગયો.
તે સમયે ભગવાનને શિષ્ય સિંહ નામે સાધુ થોડે દૂર હાથ ઊંચે રાખી, છ ટંકના નિરંતર ઉપવાસરૂપી તપ કરતો હતો. લેકે માં ચાલતી આ બધી વાતો સાંભળી તેને બહું ઓછું આવ્યું, અને તેણે રુદન કરવા માંડ્યું. ભગવાન મહાવીરે એ વસ્તુ દૂરથી જાણી લઈ, તેને પોતાની પાસે બોલાવી મંગાવ્યા, અને તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “હું હમણાં કાંઈ મરણ પામવાનો નથી; હજુ તે હું બીજા ૧૬ વર્ષ જીવવાનો છું. માટે તું મૅટ્રિક
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકો નગરમાં રેવતી નામે ગૃહપત્ની છે તેને ત્યાં જા. તેણે મારે માટે રાંધીને ભોજન તૈયાર કરેલું છે. તેને કહેજે કે, મારે તે ભોજનનું કામ નથી, પરંતુ તેણે પોતાને માટે જે ભોજન તૈયાર કરેલું છે, તે મારે માટે લઈ આવ.”
આ સાંભળી સિંહ રેવતીને ઘેર ગયો, અને મહાવીરના કહ્યા મુજબ તેની પાસે ભિક્ષા માગી. ભેજન વિષેની પોતે જ જાણતી વાત આમ દૂરથી જાણ લેનારા મહાવીર પ્રત્યે રેવતીને બહુ ભાવ ઉત્પન્ન થયો; અને તેણે ખુશીથી મહાવીરે મંગાવેલી ભિક્ષા આપી. પછી મહાવીર ભગવાને તે ભક્ષાને આસક્તિરહિતપણે તથા સાપ દરમાં પિસે તેમ (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) શરીરરૂપી કેડામાં નાખી. પછી તેમનો તે પીડાકારી રે તરત શાંત થયો, અને દેવ–મનુષ્યાદિ સમગ્ર વિશ્વ અત્યંત સંતુષ્ટ થયું,
Page #170
--------------------------------------------------------------------------
________________
સૂચિ અગ્નિમિત્રા ૮૫, ૯૦, ૯૨, ૯૫. ૧૦૧ આજીવિક દષ્ટિ ૯૬; –સંઘ ૯૬; અણુવ્રત ૧૩, ૧૪ ઈ૭, ૨૧, ૩૨,૩૩, --સિદ્ધાંત ૮૫, ૯૬, ૧૨૬
૫૦,૬૨,૬૮, ૭૪,૯૫, ૧૧૨, ૧૧૩ આજીવિકા પાસક ૮૫ ૯૧ અતિચાર ૨૨, ૧૩, ૧૧૫
આનંદ ૫ ૪૦,૩૩, ૬૫, ૬૮, ૭૦, અનર્થદંડત્યાગ વ્રત ૨૦; –ના અતિ- ૭૫, ૯૧, ૧૦૨, ૧૦૫, ૧૦૭, ૧૦૮; ચાર ૨૮
-ગૃહિધર્મને સ્વીકાર ૧3૪૦; –ને અન્યતીથિ ક ૮૩
અભિગ્રહ ૩૦; –શિવન દાને વ્રત અપધ્યાન ૨૦
લેવા મોકલે છે ૩૧;-પૌષધશાળામાં અપશ્ચિમ ભારણાંતિક સંલેખના
રહે છે ૩૪ ૪૦; -ઉપાસક પ્રતિમા (જુઓ મારણાંતિક)
સ્વીકારે છે ૩૬ ઇ; --મારણાંતિક અભિગ્રહ ૩૦
સંલેખના સ્વીકારે છે ૩૯; અને અમાઘાત ૧૦૪
ગૌતમ વચ્ચે મતભેદ ૪૩ ૪૦; -ની અરિહંત ૮૬
ગૌતમ માફી માગે છે ૫; બીજે) અરુણ (વિમાન) ૪૬; –કાંત (વિમાન) ૧૭
૭૦; - કીલ (વિમાન) ૧૦૯; -ગવ આલલિકા ૭૦, ૧૧૮ (વિમાન) ૧૦૮; – ધ્વજ વિમાન)
ઈચ્છાવિધિપરિમાણ વ્રત ૧૫; –ના ૮૪; -પ્રભ (વિમાન) ૬૫; –ભૂત
અતિચાર ૨૫ (વિમાન)૧૦૧;-સિદ્ધ વિમાન) ૭૬
ઇદ્ર પપ ઇ. અરુણાભ (વિમાન) ૩૩, ૫૯
ઈંદ્રભૂતિ ગૌતમ (જુઓ ચૈતમ) અરુણાવતંસક (વિમાન) ૧૦૭
ઇદ્રાસન પપ અલસ રોગ ૧૦૫
ઉપભોગપરિભોગપરિમાણ વ્રત ૧૬, અવધિજ્ઞાન ૪૦, ૪૩, ૪૪, ૧૦૫ અ વનિકા ૭૯, ૮૩, ૮૬, ૮૯
–ને અતિચાર ૨૬
ઉપસર્ગ ૫૮ અશ્વિની ૧૦૭ અસત્યત્યાગ વ્રત ૧૪; –ના અતિચાર ઉપાસક ૪
ઉપાસકદશા” ૪, ૧૧૦ અંગ (બાર) ૪, ૮૩; – દેશ ૩ “ક” (ઉપભોગ-પરિભાગ) ૨૬
૧૪૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪ર
ભગવાન મહાવીરના દશ ઉપાસકો કર્માદાન (પંદર) ૨૭, ૧૧૬
દશિ પર કંપિલપુર હ૬, ૮
ચાર્ય ત્યાગ વ્રત ૧૪; –ના અતિચાર ૨૪ કામદેવ ૪૬ ૪૦, ૭૦, ૭૪, ૭૫, ૭૮, જબુ ૩, ૪ ૮૪, ૧૦૮
જબુદ્વીપ ૫૫ કાસગં પ્રતિમા ૩૭
જિતશત્રુ ૫, ૯, ૪૬, ૬૦, ૬૬, ૭૦, કાંક્ષા ૨૩
૭૬, ૮૫ ૧૦૭, ૧૦૮ કુંડલિક ૬, ૮૧
જિન ૮૬, ૮૯ કેવલી ૮૬, ૮૯
જીવાજીવ ૯૬, ૧૦૩ કેણિક રાજા ૩, ૪
જ્ઞાતાધર્મકથા સૂત્ર ૪. કલાક પરું ૭, ૩૪, ૩૫
જ્ઞાતૃવંશી ૭-૮ (નોંધ), ૩૪, ૩૫ કોષ્ટક ચેત્ય ૬૬, ૧૦૭, ૧૦૮
જ્ઞાનાવરણય કર્મ ૧૦૫ ગણિપિટક ૫૮, ૮૩
દર્શન (પ્રતિમા) ૩૬ ગુણવ્રત ૨૦, ૩૩, પ૦, ૬૨, ૬૮,૭૪, દિવ્રત ૧૬, ૨૧; –ના અતિચાર ૨૬
૮૪, ૧૦૦, ૧૦૪, ૧૦૮, ૧૧૨ દૂઇપલાસય ચેચ ૯, ૪૧, ૪૨ ગુણશીલ ચૈવ ૧૦૨, ૧૦૬
દેવ ૫૦ ઈ, ૬૩ ઈ, ૬૮ ૬૦, ૭૪ ગૃહપતિ ૫
ઈ૦, ૭૯ ૮૦, ૮૬ ૪૦, ગૃહસ્વધર્મ (બાર પ્રકારને) ૧૨,૧૩, દેશવકાશિક વ્રત ૨૧;-ના અતિચાર ૨૮
૩૨, ૪૯, ૬૨, ૧૮, ૩૪, ૭, ૯૧, ધન્યા ૬૬, ૬૯, ૭૦
૯૫, ૯૬ (જુઓ ગૃહિધર્મ) ધર્મપ્રજ્ઞપ્તિ ૩૪ ગૃહિધર્મ (જુઓ ગૃહસ્થ ધર્મ) ૧૩,
નદિનીપિયા ૧૦૭ ૩૨, ૧૦૭, ૧૦૮, ૧૧૨
નામમુદ્રા ૭૯, ૮૬ ગોશાલ ૭, ૮૦, ૮૫ (ને ધ), ૮૬,
નિયત (વાદ) ૮૦ ૯૦, ૯ ૯૬ ઈ. ( જુઓ મંખલપુત્ત
નિગ્રંથપ્રવચન પ૩, ૯૩, ૧૦૦ શાલ)
પરપાખ ડપ્રશંસા ૨૩ ૌતમ ૩૨, (દ્રભૂતિ) ૪૧, ૪૩,
પર પાખંડસંસ્તવ ૨૩ ૪૪, ૪૫, ૧૦૬
પલ્ય પમ વર્ષ ૪૩, ૪, ૫, ૭૦ ચંપાનગરી ૩, ૪, ૪૬, ૪૯,૫૬, ૫૦ ક૬, ૮૪, ૧૧૭ ચુલશતક ૭૦ ઈ૦
પાપકર્મોપદેશ ૨૦ ચુલ્લ હિમવંત પર્વત ૪૦, ૪૪, ૧૦૫ પાલી ૬, ૧૦૨ ચૂલણી પિતા ૬૦ ૬૦, ૭૦, ૭૪, ૭૫, પિશાચ (૩૫૫૦, ૬૩ ૧૦૧
પુષા ૭૬ ચૈત્ય ૪, ૮૬
પૂર્ણભત્ય ૪, ૪૭, ૫૭
Page #172
--------------------------------------------------------------------------
________________
સૂચિ
૧૪૩ પિલાસપુર ૮૫, ૮૭, ૮૯,૯૦,૯૨,૯૬ ૪૭, ૫૫; –કામદેવ સાથે ૫૮; પૌષધ પ્રતિમા ૩૭
-નિર્ગ નિગ્રંથીઓને ૫૮, પૌષધશાળા ૨૧, ૩૪, ૩૫, ૪૩, ૪૫, ૮૩; – વારાણસીમાં ૬૬; -આલ- પ૦, ૫૪,૫૬, ૬૨, ૬૮, ૭૪, ૮૨, બિકામાં ૭૧; –કંપિલપુરમાં ૭૬, ૧૦૦, ૧૦૪, ૧૦૮
૮૧; -કંડકાલિકને ૮૩; –પે લાસપૌષપવાસ વ્રત ૨૨, ૩૩, ૩૬, પુરમાં ૮૭; –સદ લપુર સાથે ૯૦;
પ૦, ૫૬, ૬૨, ૬૫, ૭૦, ૭૫, –વિષે ગોશાલક ૯૭ ૪૦; –રાજ૧૧૧૪ -ના અતિચાર ૨૯
ગૃહમાં ૧૦૨, ૧૦૬; -શ્રાવસ્તીમાં પ્રતિમાઓ (ઉપાસકની) ૩૬, ૪૬, ૧૦૭, ૧૦૮; –અને ગોશાલક ૧૩૨
૫૯, ૬૫, ૭૦, ૭૫, ૮૪, ૧૦૫, મહાશતક ૧૦૨ ૧૦૭, ૧૦૮, ૧૦૯
મહાસાર્થવાહ ૯૮ પ્રત્યાખ્યાન ૩૩
મંખલિપુર ગોશાલક હ૯, ૮૫ (નોંધ), પ્રમાદ ૨૦
૮૬, ૮૭, ૮૯, ૯૬, ૧૦, ૧૨૨ પ્રવચન ૧૩, ૩૨, ૧૦૦
મારણતિક સલેખના ૨૯, ૩૯,૪૩, પ્રાયશ્ચિત્ત ૪-૬, ૫, ૬૫, ૭૦, ૭૫, ૪૬, ૫૯, ૬૫, ૭૦, ૭૫, ૮૪,
૧૦૧, ૧૦૫, ૧૦૬, ૧૦૭ ફાલ્સની ભર્યા ૧૦૮.
યથાસંવિભાગ વ્રત ૨૧; ના અતિબહુલા ૭૦, ૭૫
ચાર ૨૯
રત્નપ્રભા પૃથ્વી ૪૦, ૪૪, ૧૦૫ ભદ્રા ૪૬, ૬૪
રાજગૃહ ૧૦૨, ૧૦૪, ૧૦૭ ભારતવર્ષ પપ
રેવતી ૧૦૨-૬ ભોજન” (ઉપગ-પરિભોગ) ૨૬
રોગ (ળ) ૬૯ મહાપ ૯૭
લવણસમુદ્ર ૪૦, ૪૪, ૧૦૫ મહાધર્મ થી ૯૮
લેશ્યા ૩૯, ૪૧, ૧૦૫ મહાનિર્ચામક ૯૯
લાલુયચુય નરક ૪૦, ૪૪, ૧૦૫, ૧૦૧ મહા બ્રાહ્મણ્ ૮૬, ૮૯ (માહ), ૯૭ મહાવિદેહવાસ ૪૬, ૫૯, ૬૫, ૭૦,
વર્ષભનારાસંહનન ૪ ૭૬, ૮૪, ૧૦૧, ૧૦૭, ૧૦૮,
વાણિજયગ્રામ ૫, ૭, ૯, ૭૩-૫; ૧૦૯, ૧૧૮
૪૧-૨, ૪૫ મહાવિમાન ૬૫
વારાણસીનગરી ૬૦, ૬૬ મહાવીર ૩, ૪ -વાણિજ્યગ્રામમાં
વિચિકિત્સા ૨૩ ૨, ૪૧; અને ગીતમ (આનંદ શકા ૨૩ વિષે) ૩૨, ૪૫; -ચંપાનગરીમાં શંખનઉદ્યાન ૭૧
૧૦૬, ૧
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ભગવાન મહાવીરના દશ ઉપાસકે શિક્ષા વ્રત ૧૩, ૧૬ ઈ૦, ૨૧, ૩૨, સંહનન ૪૧ ૯૫, ૧૦૪, ૧૨, ૧૧૩
સા૫ (૩૫) ૫૪ શિવનંદા ૬ ઈ૦, ૩૨, ૩૩
સામાનિક દેવ ૪૫ શીલ ૫૨, ૧૩; –વ્રત ૮૪, ૧૦૦, ૧૦૮ સામાયિક – પ્રતિમા ૩૬; – વ્રત ૨૦; શ્યામા ૬૦
-ના અતિચાર ૨૮ શ્રમણોપાસકનો ધર્મ ૨૨, ૩૩, ૫, સાવિહીપિયા ૧૦૮ ૧૦૮ ૧૦૯, ૧૧૪
સુધર્મા ૩, ૪, ૪૬, ૬૦ બાવકધર્મ ૨૨, ૩૩, ૪૯, ૧૨, ૧૮, સુરાદેવ ૬૬ ૭૪, ૯, ૯૫, ૧૦૨
સંધર્મકલ્પ ૩૩, ૪૦, ૪૪, ૪૬, ૫૯, શ્રાવસ્તી ૧૦૭, ૧૦૮
૬૫, ૭૦, ૭૬, ૮૪ ૧૦૭, ૧૦૯,
સાલપુર ૮૫ ઈ.
સ્વદારસંતોષ વ્રત ૧૫: -ના અતિચાર સમચતુરસ્ત્રસંસ્થાન ૪૧
- ૨૫ સમ્યક વ ૨૨; –ના પાંચ અતિચાર ૨૩. સહસ્ત્રાપ્રવણ ૭૬, ૮૭, ૯૩
હાથી (૩૫) ૫૩ સલેખના વ્રત ૩૯ (જુઓ અપશ્ચિમ હિંસાત્યાગ વ્રત ૧૪; –ના અતિચાર
મારણાંતિક). સંસ્થાન ૪૧
હિંન્નપ્રદાન ૨૦
Page #174
--------------------------------------------------------------------------
________________ Jain Educationcinemational For Private & Personal use only