________________
આચાર્યશ્રીની પ્રસ્તાવનામાંથી વાચકે સુલભ રીતે મેળવી શકશે તથા પરધર્મનો પરિચય સરખો ન કરવાના બધા ધર્મોના સાંકડા આદેશને ખરો અર્થ પણ સમજી શકશે.
જેઓ સમભાવને ચાહનારા અને પિષનારા છે, તેઓને આ અનુવાદનાં ટિસ્પણમાંથી વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાક્યતા જળ્યા વિના રહેવાની નથી.
વૈદિક ગૃહ્યસૂત્રો જુઓ, વિનયપિટક જુઓ કે આ ઉવાસદસાઓ જુઓ, તે તે ત્રણેમાં ગૃહસ્થ ઉપાસકોની અહિંસા અને સંયમને છાજે તેવી રહેણીકરણી બતાવેલી છે.
છતાં, જ્યાં સુધી તે તે સ્મૃતિઓ કે સૂત્રને અનુસરનારા એવું જીવન જીવવા પ્રયત્ન ન કરે, ત્યાં સુધી તેઓ એ સૂત્રેની પણ ફજેતી જ કરે છે એમ કહેવામાં શું ખોટું છે? વૈદિક ધર્મમાં બતાવેલી જીવનચર્યા માત્ર શુષ્ક ક્રિયાકાંડમાં ફેરવાઈ ગઈ ત્યારે તેને પુનરુદ્ધાર કરવા જૈનસૂત્રોએ અને બૌદ્ધ પિટકોએ પ્રયત્ન કર્યો. હવે જ્યારે જૈન અને પિટકોને અનુસરનારાઓએ તે તે પોતાનાં માનેલાં શાસ્ત્રને દાદ ન દીધી, ત્યારે આ રાષ્ટ્રીય યુગના સૂત્રધારે માનવની નબળાઈ કાઢવા મથી રહ્યા છે. એમ અહિંસામૂલક બધાં શાસ્ત્રો, સૂત્રકારો કે યુગપ્રવર્તકે મમ્યુરાનમઘમઘ તરામાનં સુગમ્ય આ ગીતાના ન્યાયે આવ્યા જ કરે છે.
આ ઉપરથી સહજમાં સમજાશે કે વૈદિક, જૈન કે બૌદ્ધ સંસ્કૃતિ એક બીજીની કેટલી બધી પોષક છે તથા તેઓ પરસ્પર ભાગીદારીમાં ચાલી આવતી પેઢીઓની જેમ કેવું અતિઉપયોગી કામ પછીની પેઢીઓ માટે કરતી આવી છે.
સર્વધર્મસમભાવના તત્ત્વ જેવું બીજું કોઈ તત્ત્વ ચિત્તશુદ્ધિનું પિષક નથી. આ ગ્રંથમાળાના મણકા એ તત્ત્વની વૃદ્ધિને માટે પ્રજાને ઉપયોગમાં આવે એ ઈષ્ટતમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org