Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 146
________________ ટિપ્પણ: ૮ ૧૧૭ બર્તાવેલો છે તે રીતે મનુસ્મૃતિમાં પણ બ્રાહ્મણને તેવી કેટલીક પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો છે. તેમાં લખ્યું છે કે “બ્રાહ્મણે રસને, રાંધેલા અન્નને, તલન, પથ્થરેનો, મીઠાને, પશુને, મનુષ્યનો, બધી જાતનાં રંગેલાં કપડાંને, ફળને, મૂળા, ઔષધિને, પાણીનો, શસ્ત્રને, વિષને, માંસને, સોમના, ગંધને, દૂધનો, મધના, મીણનો, દહીં, ઘીનો, તેલનો, ગોળનો, દાભનો, જંગલી પશુઓને, બધાં દઢવાળાં જાનવરેનો, પક્ષીઓનો, દારૂ, એક ખરીવાળાં પશુઓનો, ગળીને અને લાખનો વેપાર નહિ કરે.” અંગુત્તરનિકામાં લખ્યું છે કે બુદ્ધના ઉપાસકે શસ્ત્રો, પ્રાણીએને, માંસને, મને અને વિષને વેપાર નહિ કરો.” હિ. નં. ૮: શ્રમણે પાસક આનંદઃ આવશ્યકની ટીકામાં લખ્યું છે કે શ્રમણભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે ફરતા ફરતા વૈશાલિથી વાણિજ્યગ્રામમાં આવ્યા. તે વખતે ત્યાં આનંદ નામને શ્રાવક છઠ છઠના તાપૂર્વક રહેતો હતો. તેને અવધિજ્ઞાન થયેલું હતું. તેણે ભગવાન મહાવીર ભવિષ્યના તીર્થકર છે એમ સમજીને તેમને વંદન કર્યું અને કહ્યું કે તમને આટલા વખત પછી કેવળજ્ઞાન થશે. આ ઉપરથી માલૂમ પડે છે કે એક આનંદશ્રાવક ભગવાન મહાવીર કેવળી થયા ત્યાર પહેલાં પણ તેમને મળેલ હતો. ટિ. ન. ૯ : સોધમક૯પમાં આનંદનું આયુષ્યઃ મૂળમાં તે સ્વર્ગમાં આનંદ ચાર પલ્યોપમ વર્ષો રહેશે એમ જણાવ્યું છે. સંખ્યાથી નહીં પણ ઉપમાથી જ સમજી શકાય એવી વર્ષોની એક ગણતરીને “પલ્યોપમ’ કહેવામાં આવે છે. જેમકે, અમુક કદના ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે, અને તેમાંથી દર સો વર્ષે એક એક ટુકડો કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે છે તે પોપમ વર્ષ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174