Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 160
________________ પરિશિષ્ટ – ગોશાલકને આજીવિક સિદ્ધાંત ૧૩૧ તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તો પિતામાં રહેલી વાસનાને કારણે, તે પ્રસંગને વધવા દેનાર ભિક્ષનું શીધ્ર અધઃપતન થાય છે. અગ્નિ પાસે મૂકેલે લાખને ઘડે જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પોતાનાં સમાધિયોગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગને ત્યાગ કરવો. ભલે ને પુત્રી હોય, પુત્રવધૂ હેય, પ્રૌઢા હોય, કે નાની કુમારી હોય, તો પણ તેણે તેનો સંગ ન કરે. તથા કોઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના ઓરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રી સંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓનો સંસર્ગ રાખવાથી થોડા જ વખતમાં ભ્રષ્ટ થઈ, દુરાચારીઓની કેટીના બની જાય છે.' ઉત્તરાધ્યયનસૂત્રમાં (૩૨–૧૬) જણાવ્યું છે કે, “ભલે ને મન-વાણી–અને કાયાનું બરાબર રક્ષણ કરતા હોવ, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને લેભ પમાડવાને શક્તિમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકાર.” આ પ્રમાણે નિયતિવાદનો ભલત અર્થ, અને સ્ત્રી સહવાસની જોખમકારક છૂટ એ બે વાતોને કારણે ઊભા થયેલા અનાચારથી ગોશાલક તથા તેને આજીવિક સંપ્રદાય તે જમાનામાં મહાવીર–બુદ્ધ જેવા સુસ્ત લોકોને હાથે તિરસ્કાર પામ્યો હોય, એમ લાગે છે. અંગુત્તરનિકાયના મકખલિવર્ગમાં બુદ કહે છે: “હે ભિક્ષુઓ! આ અવનિ ઉપર મિથ્યાદષ્ટિ જેવો બીજો કોઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપીઓમાં શિરોમણિ છે; કારણ કે, તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ ! આવા મિયાદષ્ટિ જીવો ઘણું છે; પણ મેઘપુરુષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174