________________
ઉપાસકેની અવસ્થામાં ગૃહસ્થાશ્રમી શ્રાવકેએ કઈ જાતને ધર્મ પાળવો જોઈએ, એમની પાસે ઓછામાં ઓછા કેવા આચારની અપેક્ષા રખાય છે એનો અંગુલિનિર્દેશ કરવાને આ અંગને ઉદ્દેશ દેખાય છે. ભગવાન મહાવીરના સમયમાં જે ઉપાસકેએ એવા ધર્મનું પાલન કર્યું, તેમના દાખલાઓ આ અંગમાં એકત્ર કરેલા છે. ઉપાસક આનંદનું ધર્મજીવન પ્રથમ દાખલા તરીકે આપીને એણે જે જાતનો સંયમ કર્યો અને જેટલો કર્યો તે જાતનો અને તેટલો જ ઉપાસકોએ કરવો જોઈએ એમ કહેવાનો હેતુ ન હોઈ શકે. ઉપાસક આનંદ ઠીકઠીક સ્વાદિયે દેખાય છે. એટલે ઇચ્છાવિધિપરિણામ નકકી કરવામાં તેણે સારામાં સારી વસ્તુઓ જ ઉપભોગપરિભોગ માટે રાખેલી જણાય છે. પણ એણે સંયમધર્મની શરૂઆત કરી એટલું એને માટે બહુ હતું. ચૌદ પંદર વર્ષ આ રીતે ગાળ્યા પછી એને વાનપ્રસ્થ લેવાનું સૂઝયું અને અંતે એણે મારણાંતિક સંલેખના કરી છે. છતાં ભગવાને પ્રથમથી જ એને વિષે કહી રાખ્યું છે કે એનો સંયમ પ્રજિત થવા જેટલી કટિએ પહોંચવાને નથી. ઉપાસક અણુવ્રત કે શિક્ષાવ્રતનું પાલન કરે તોયે અંતે તે સ્કૂલ વ્રત જ છે. એથી સામાજિક સદાચાર જળવાય; એ મેક્ષ સુધી લઈ ન જાય.
વૈદિક ધર્મની ચાતુર્વણ્યની કલ્પનામાં પણ માણસ પોતાની ગ્યતા પ્રમાણે આચારધર્મ પાળતું રહે એટલો જ ભાવ છે. જીવનની પ્રગતિ માટે તો આશ્રમધર્મ કલ્પેલ છે. જૈનધર્મ પ્રમાણે સામાજિક ધર્મ અને મોક્ષધર્મ એ બે જુદા છે. નિર્વાણુ એ બન્નેને ઉદ્દેશ છે ખરો; પણ સમાજમાંથી મુક્ત થયા વગર માણસ સૂક્ષ્મ ધર્મનું પાલન ન જ કરી શકે એવી સ્થિતિ હોવાથી, જે સાધુવેષધારી થાય છે એ જ મુક્ત થઈ શકે, એવી કલ્પના પાછળથી ઊભી થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org