________________
૧૧૧
ટિપ્પણ : ૨ વિગેરે વિષે વર્ણન છે.” દિગંબરો ઉપાસકાધ્યયનમાં અગિયાર લાખ સિત્તેર હજાર પદે કહે છે.
ઉપાસકદશા શબ્દનો અર્થ “ઉપાસકોની અવસ્થા” પણ થાય; તેમજ દશા શબ્દને સંખ્યાવાચક ગણીએ તે “દશ ઉપાસકો” એમ પણ થાય. આ સૂત્રમાં દશ ઉપાસકેનું વર્ણન આવે છે માટે આ પુસ્તકમાં “દશા” શબ્દને સંખ્યા સૂચક અર્થ સ્વીકારેલો છે તથા તેનું નામ “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” રાખેલું છે. પ્રાકૃત “દસા” શબ્દ એ સંસ્કૃત દશનું આર્ષરૂપ છે, માટે “દસા' માંથી જરા પણ ખેંચ્યા સિવાય દશ એ અર્થ નીકળી શકે છે. ટિ નં૨ પષષવાસ:
પૌષધ શબ્દનું મૂળ રૂપ ઉપવસથ છે. આનો પ્રયોગ શતપથબ્રાહ્મણમાં જે દિવસે યજમાન અગ્નિ પાસે રહે છે (૩૫+૧) તે દિવસના અર્થમાં કરેલ છે. તે શબ્દનું પાલીરૂપ બૌદ્ધ સાહિત્યમાં
ઉપાસથ” આવે છે અને તેને એક વ્રત તરીકે બતાવેલું છે. ઉપસથનું આર્ષ પ્રાકૃત “પસહ” થઈ ગયું છે. તેને અહીં એક શ્રમણોપાસકના વ્રત તરીકે બતાવવામાં આવ્યું છે. ટીકાકારોએ પિોસહ ઉપરથી પાધરું પૌષધ ઉપજાવી લીધું છે અને તેની પાછળ ઉપવાસને અર્થ બતાવવા ઉપવાસ શબ્દ જોડવ્યો છે. પણ ખરી રીતે શબ્દની મૂળ પ્રકૃતિને વિચાર કરતાં ઉપવાસનો અર્થ તેમાં સમાયેલે જ છે. તત્ત્વાર્થના ભાષ્યમાં આ પૌષધનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે –“તેને કરનાર શ્રાવકે ઉપવાસ કરવો; સ્નાન, વિલેપન, ગંધ, માલ્ય અને અલંકાર છોડી દેવાં; દાભ કે કાષ્ટની પથારીએ રહીને અથવા વીરાસન વગેરે આસનો ઉપર રહીને ધર્મનું ચિંતન કરવું; તથા સર્વ નિંદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.” આઠમ ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે તેને આચરવાની વાત સૂત્રામાં મળે છે. વૈદિક અને બૌદ્ધ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ આ દિવસોએ ઉપવસથ અને ઉપસથ કરવાની પ્રથા મળે છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org