________________
૧૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે. (૧) અનર્થદંડવિરમણ (૨) દિવ્રત (૩) ઉપભોગપરિભોગપરિમાણ (૪) સામાયિક (૫) દેશાવકાશિક (૬) પૌષધોપવાસ (૭) અતિથિ સંવિભાગ. - બૌદ્ધ ઉપાસકે પ્રાણાતિપાતવિરમણ વગેરેની જે પ્રતિજ્ઞા લે છે તે પ્રતિજ્ઞાને “સ ” કહેવામાં આવે છે. આ સૂત્રમાં વપરાયેલ સિવાયચ” અને એ “વિવા” બંને શબ્દો અર્થ અને શબ્દની દૃષ્ટિએ સરખા જ છે એ ભૂલવું ન જોઈએ.
આનંદ અત્યાર સુધી માત્ર ગૃહપતિ હતો પરંતુ આ પ્રતિજ્ઞા લીધા પછી તે શ્રમણોપાસક કે શ્રાવક થયો. બાદ્ધ ગ્રંથોમાં આ જ અર્થમાં “ઉપાસક' શબ્દનો પ્રયોગ છે. અંગુત્તરનિકાયના ઉપાસકવન્ગમાં બુદ્ધ ભગવાનને અનુયાયી ગૃહપતિ જ્યારે ઉપાસક થાય છે ત્યારે તેને માટે નીચેની પાંચ પ્રતિજ્ઞાઓ જણાવેલી છે - (૧) પ્રાણાતિપાતથી વિરમણ (૨) અદત્તાદાનથી વિરમણ (૩) કામમાં મિથ્યાચારથી વિરમણ (૪) મૃષાવાદથી વિરમણ (૫) સુરા, મેય, મદ્ય વગેરે પ્રમાદસ્થાનોથી વિરમણ.
વૈદિક પરંપરામાં જે દિજ ગૃહસ્થ હોય છે તેને માટે આ પાંચ યમેને હમેશાં સેવવાનું વિધાન કરેલું છે. (૧) અહિંસા (૨) સત્યવચન (૩) બ્રહ્મચર્ય (૪) પ્રામાણિકતા (૫) અસ્તેય. આ પાંચને વ્રત પણ કહેલાં છે. મહાભારતમાં લખેલું છે કે ગૃહસ્થની નિર્વાહ માટે ચાર પ્રકારની વૃત્તિ જણાવેલી છે (૧) કસૂલધાન્ય (૨) કુંભર્ધાન્ય (૩) અશ્વસ્તન (૪)કાપોતી. કોઠામાં માય તેટલું ધાન્ય ભરી રાખવું અને તેથી વધારે ન રાખવું એટલે કે એક વર્ષ ચાલે તેટલું ધાન્ય અથવા તેટલા પૈસા ઉપાર્જિત કરી રાખવા તે કુસૂલધાન્યવૃત્તિ. એક ઘડે ભરાય તેટલું જ ધાન્ય ભરી રાખવું અથવા કમાવું તે કુંભધાન્ય વૃત્તિ. આવતી કાલને વિચાર જ ન કરવો તે અશ્વસ્તનવૃત્તિ. અને કપોતની પેઠે ખેતર વગેરેમાં પડેલા દાણા વિણ ખાઈ નિર્વાહ કરે એ કાપતીવૃત્તિ. આ વિષે વધારે મહાભારતના શાંતિપર્વને ૨૪મા અધ્યાયમાં જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org