________________
ચક્રવતી સનન્કુમાર.
*
હસ્તિનાપુર નામે એક માટું નગર. ત્યાં રાજા અશ્વસેન રાજ્ય કરે. તેમને સહદેવી નામે પટરાણી. તે ખુબ રૂપાળી ને ખૂબ શાણી, એક વખત તેને સ્વમાં આવ્યાં. તેમાં ઉત્તમ હાથી, બળદ ને સિંહ જોયા. લક્ષ્મીદેવી, ફુલની માળા ને ચંદ્ર ચા. સૂરજ, શતીષા ને પાણીભર્યાં કળશ જોયા; પદ્મણરાવર ને સમુદ્ર જોયા. વળી દેવવિમાન, રત્ના ઢગલે ને ધુમાડા વિનાની ઝાળ બેઇ.
સહદેવી ભાગીને વિચારવા લાગીઃ આ સુંદર સ્વપ્નાના ચા અર્થ હશે ! તેણે રાજાને કહ્યુંઃ રાજાએ સ્વપ્ના સમજનારને પૂછ્યું. તેઓ ખેલ્યાઃ રાણીને પરાક્રમી પુત્ર જન્મશે. તે ચક્રવર્તી અથવા તીર્થંકર થશે.
નવ માસ પૂરાં થતાં સહદેવીને એક પુત્ર અવતર્યાં. તેનું તેજ જ અદ્ભુત. રાજાએ માટા ઉત્સવ કર્યાં અને નામ પાયું સનકુમાર, સનકુમાર આનરે ઉછરતા માટા થયા. પિતાએ તેને સારીરીતે ભણાવ્યા. તેના માટે મેટામેટા પાિ રાખ્યા, તેમની પાસેથી તે ખષા થાયો શીખ્યા. એમ કરતાં તે જીવાન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com