________________
અજુનમાળી માબાપને માય.” કોઈ ચીડાઈને તેને લાકડીના માર મારે. કઈ તેમના પર પથરાના ઘા કરે. આ બધું અનુભવીને અજુનમુનિ વિચાર કરે ! મને આટલે માર પડતાં આવું દુખ થાય છે તે જેમને મેં ઠાર માર્યો તેમને કેવું થયું હશે ? મારું દુખ એળના દુઃખ આગળ શા હિસાબમાં છે? હે જીવ! આ દુઃખથી જરાએ અકળાઈશ નહિ. બધું શાંતિથી સહન કર.
જ્યારે અર્જુન માળી આ પ્રમાણે શાંતિથી સહન કરવા લાગ્યા ત્યારે લેક સાચી હકીકત સમજ્યા. તેમના પ્રત્યે ખૂબ માન થયું.
ચેડા મહિના આવું પવિત્ર જીવન ગાળી તેમણે પંદર દિવસના ઉપવાસ કર્યો. છેવટની ઘડીએ તેમનું જીવન પૂરેપૂરું પવિત્ર બન્યું. તેમને કેવળજ્ઞાન થયું. તે નિર્વાણ પામ્યા.
હે નાથ ! અનમાળી જેવી સહનશીલતા મળજે. એ વિના અમારે ઉદ્ધાર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com