________________
૩૧ ધર્મ એટલે શું? તેને પ્રાણ આચાર એટલે શું? અહિંસા, સંયમ અને તપ આ ત્રણે અંગનું વાસ્તવિક નિદર્શન કરાવનાર આ ગ્રંથ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે અતિ આવશ્યક છે. શરૂઆતનાં ચાર અધ્યયને તે શ્રાવક માટે ભણી શકાય તેવાં અને અતિ આવશ્યક છે. આ આવૃત્તિની બીજી એક અદભુત વિશિષ્ટતા એ છે કે. પૂ. પન્યાસજી મહારાજે “જગદુપકારી શ્રી જૈન શાસનની મહત્તા નામને મનનીય લેખ આ પ્રકાશન પ્રસંગે લખી આપ્યો છે. આ લેખ દરેક મોક્ષાભિલાષી આત્માઓએ ખાસ વાંચી જવા જેવું છે.
વર્તમાનના વિષમ વાતાવરણમાં વિશ્વમાં વિલાસની અસર ચારે બાજુએ વ્યાપી ગઈ છે. ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં વિલાસનાં સાધનો ખડકાયાં છે અને અવનવાં સાધને ખડકાયે જાય છે. આ સંજોગોમાં ધર્મના શુદ્ધ આચારનું પાલન અતિશય કપરું કાર્ય છે.
જૈન શાસન ત્યાગપ્રધાન છે. વિલાસ અને ત્યાગ એ એ બેની દિશા સામસામી અર્થાત્ પરસ્પર વિરોધી છે, એટલે ધર્મનું આરાધન કરનાર વિલાસને અવશ્ય ત્યાગ કરે જ પડે છે. વિલાસ વિનાશકે છે, ત્યાગ ઉપકારક છે. આથી જ જ્ઞાની ભગવંતેએ ત્યાગપ્રધાન ધર્મને ઉપદેશ કર્યો છે. સર્વ વિલાસના ત્યાગમય શુદ્ધ સાધુધર્મ છે. તે શુદ્ધ સાધુધર્મનું પાલન કેવી રીતે થાય ? તેના પાલનમાં કયાં જ્યાં વિદને નડે? તે વિદનેને કેવી રીતે દૂર કરવાં? વગેરે બાબતના અદ્દભુત રહસ્યને પ્રદર્શિત કરનાર આ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org