Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વરણીય, (૬) અવધિદર્શનાવરણીય, (૭) સજ્વલન (૮) ક્રોધ, (૯) માન, (૧૦) માયા, (૧૧) લોભ, (૧૨) હાસ્ય, (૧૩) રતિ. (૧૪) અરતિ, (૧૫) શોક, (૧૬) ભય, (૧૭) જુગુપ્સા, (૧૮) સ્ત્રીવેદ, (૧૯) પુરૂદ, (૨૦) નપુંસકવેદ, (૨૧) દાનાન્તરાય, (૨૨) લાભાન્તરાય, (૨૩) ભેગાન્તરાય, (૨૪) ઉપભેગાન્તરાય, (૨૫) વીર્યંતરાય, આ રીતે તે પચ્ચીશ હોય છે.
દેશઘાતી પ્રકૃતિના રસસ્પર્ધક દેશઘાતી અને સર્વઘાતી એ બન્ને પ્રકારના હોય છે. તે પચ્ચીશ પ્રકૃતિને દેશઘાતી એટલા માટે કહેવામાં આવી છે કે તેઓ પિતાના વડે આવાર્ય જ્ઞાનાદિક ગુણેને સર્વરૂપે ઘાત કરતી નથી પણ એક દેશ રૂપે ઘાત કરે છે. પૂર્વોક્ત તે ભેદ ઘાતિયા કર્મોની પ્રકૃતિમાં હોય છે.
અધાતિ પ્રકૃતિ વર્ણનમ્
હવે તેમના પ્રતિપક્ષભૂત જે અઘાતિયા કર્મ છે તેમની પ્રકૃતિ ૭૫ પંચોતેર છે. તે પંચોતેર પ્રકૃતિ કેઈ ગુણને ઘાત કરતી નથી, તેથી અઘાતી કહેવાય છે. એ અઘાતી પ્રકૃતિ સર્વઘાતી પ્રકૃતિની સાથે જ્યારે વેદ્યમાન થાય છે ત્યારે સર્વઘાતી રસવિપાકને દર્શાવે છે, અને જ્યારે દેશઘાતી પ્રકૃતિએની સાથે વેદ્યમાન થાય છે ત્યારે દેશઘાતી રસવિપાકને દર્શાવે છે. જેવી રીતે કોઈ પોતે ચોર ન હોવા છતાં પણ ચારેની સાથે રહેવાથી ચોર જેવો બની જાય છે. એવી જ એ પ્રકૃતિ છે.
તે ૭૫ પંચોતેર પ્રકૃતિ આ પ્રમાણે છે–(૧) પરાઘાત, (૨) ઉ– વાસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૫) તીર્થકર, (૭) નિર્માણ, (૮) ઉપઘાત, (૯) દારિક, (૧૦) ક્રિયિક, (૧૧) આહારક, (૧૨) તૈજસ, (૧૩) કામણ, (૧૪) ઔદારિક અંગે પાંગ, (૧૫) વૈક્રિયિક અંગે પાંગ, (૧૬) આહારક અંગોપાંગ, સંસ્થાન ૬ (૧૭થીર૨), સંહનન ૬ (૨૩થી૨૮), જાતિ ૫ (@ી૩૩), ગતિ ૪ (૩૪થી૩૭), વિહાગતિ ૨ (૩૮થી૩૯), આનુપર્ણી ૪ (૪૦થી૪૩),
શ્રી નન્દી સૂત્ર
૩૮