Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ આયાયમ્સે ” આદિ ક્રિયાપદોના અર્થ પહેલાં આચારાંગના વર્ણન વખતે સૂ. ૪૫ પિસ્તાલીસમા સ્પષ્ટ કરાયા છે. “સ (માત્મા' આદિ પદાથી આ અંગના અધ્યયનનું' ફળ તથા જ્ઞાનનુ' ફળ પ્રગટ કરેલ છે. આ રીતે આ અંગમાં સાધુએ નાં ચરણકરણની પ્રરૂપણા કરવામા આવી છે (૬). આ દૃષ્ટિવાદ-અંગનું સ્વરૂપ છે. આ પ્રમાણે આચારાંગથી લઇને દૃષ્ટિવાદ સુધીના સમસ્ત ગણિપિતકરૂપ દ્વાદશાંગ છે. | સ્॰ ૫૬ ||
દ્વાદશાંગગત ભાવાભાવદિ પદાર્થ વર્ણનમ્
દ્વાદશાંગીના સ્વરૂપ વર્ણન રૂપ વિષયના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે. “ ધ્રુવેમ્પિ॰ ” ઇત્યાદિ—
આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકમાં જીવ અને પુદ્ગલા અનંત હાવાથી અનંત ભાવ છે, તથા અનંત અભાવ છે-એક ભાવ-પદાર્થ અન્ય ભાવરૂપે રહેતા નથી, તે કારણે સમસ્ત ભાવ પરસ્પરમાં એક બીજાના રૂપમાં અભાવતાને પામે છે. તેથી અભાવાની અનંતતા છે. અનંત હેતુ છે—જિજ્ઞાસાના વિષયભૂત ધમવિશિષ્ટ અર્થના જે મેધ કરાવે છે તે હેતુ કહેવાય છે. તે હેતુએ વસ્તુઓના અનન્તધર્માત્મક હોવાથી, તથા હેતુયુક્ત અન ંત ધર્મવિશિષ્ટ અનંત વસ્તુઓના એધિક હાવાથી અનન્ત છે, તેથી હેતુમાં અન ંતતા છે. તથા અનંત મહેતુ છે-એક એક હેતુ યુક્ત એક એક ધર્મવિશિષ્ટ વસ્તુની મેધકતા ખીજામાં નહાવાથી એક હેતુ બીજાની પ્રતિ અહેતુ થઇ જાય છે તેથી અનન્ત અહેતુ છે, તથા અનન્ત કારણ છે-ઘટટાદિ અનન્ત કાર્યાના નિષ્પાદક માટીના પિંડતન્તુ આદિ અનન્ત કારણુ છે. તથા અનત અકારણ છે –તન્તુ ઘટ (ઘડા) નું કારણ નથી હાતે, સ્મૃત્પિત ઘટનું કારણ નથી હેાતા, આ રીતે એકની અન્યના પ્રતિ કારણુતા ન હોવાથી કારણમાં અનતતા છે. તથા અનત જીવ, અનંત અજીવ.-યકાદિક, અનંત ભવસિદ્ધિક, અન ત અભવ સિદ્ધિક, અનંત સિદ્ધ, અનત અસિહ, એ બધાનુ વર્ણનકરાયુ છે.આપૂર્વોક્ત અને સૂચિત કરવાવાળી ગાથા સૂત્રકાર કહે છે.: મામમાવ ! ઈત્યાદિ
આ દ્વાદશાંગમાં ભાવ, અભાવ, હેતુ, અહેતુ, જીવ, અજીવ, ભવિક ( ભવસિદ્ધિક), અલવિક ( અભવસિદ્ધિક), સિદ્ધ અને અસિદ્ધનુ પ્રરૂપણ કરવામાં આવ્યુ છે.
શ્રી નન્દી સૂત્ર
૨૬૨