Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તમને બે ઘોડા આપવામાં આવશે. માલિકની તે વાત મંજૂર કરીને તે પિતાને કામે લાગી ગયે. માલિકને એક પુત્રી પણ હતી. ધીમે ધીમે તેને તેની સાથે પરિચય થયે અને તે પરિચય વધતા વધતા તેની સાથેના પ્રેમમાં પરિણમે. એક દિવસ તે કરીને તેણે પૂછ્યું, “તમારા આ બધા ઘડામાં ક્યા કયા ઘેડા સારામાં સારા ગણાય છે? ?” તેણે જવાબ આપે, “ જ આ બધા વિશ્વાસ પાત્ર ઘેડામાંના જે બે ઘડા વૃક્ષની ટોચ ઉપરથી નીચે ફેંકેલા પથ્થ૨ના ટુકડાઓથી ભરેલા કુંડા (ઘી ભરવા માટેના ચામડાનાં પાત્રો) ને અવાજ સાંભળીને પણ ડરે નહીં એમને જ સારામાં સારા સમજી લેવા. તેની સલાહ માનીને તેણે તેમની કસોટી કરી તે જે ઘડા તે કસેટીમાં સફળ થયા તેમને તેણે ધ્યાનમાં રાખી લીધા. પછી જ્યારે વેતન લેવાનો સમય પાયે ત્યારે તેણે વતન તરીકે તે બે ઘડા માગ્યા. માલિકે કહ્યું “અરે! આ ઘડાઓ કરતાં તે બીજા ઘણા ઘોડા વધારે સારા છે, તે આ ઘેડાને બદલે તું બીજ ઘેડા પસંદ કર. આ ઘડા શા માટે લે છે? એ તે સારા નથી ” માલિકના આ પ્રકારનાં વચન સાંભળીને તેણે કહ્યું “શેઠ સાહેબ ! હું તો એ ઘેડા જ લઈશ, બીજા લેવાની મારી ઈચ્છા નથી. ” ઘડાના માલિકે જ્યારે આ પ્રકારના તેના શબ્દ સાંભળ્યા ત્યારે તેણે વિચાર્યું કે હવે તો તેને ઘરજમાઈ બનાવવામાં જ લાભ છે, નહીં તે તે આ બન્ને ઘોડાને લઈને અહીંથી ચાલ્યા જશે. આ વિચાર કરીને તેણે પિતાની પુત્રી સાથે તેના લગ્ન કરી નાખ્યા. અને તેને ઘરજમાઈ તરીકે રાખે, અને તે અને લક્ષણાયુક્ત ઘોડા પણ તેની પાસે જ રહ્યા. આ રીતે અશ્વના માલિકે વનયિકીબુદ્ધિના પ્રભાવે પિતાનું કામ પાર પાડયું છે ૮ છે.
છે આ આઠમું લક્ષણદષ્ટાંત સમાપ્ત | ૮ |
ગ્રન્વિષ્ટાન્તઃ
નવમુ પ્રાથષ્ટાતકેઈ સમયે પાટલિપુત્રમાં (પટણા શહેરમાં) મુરુડ નામને રાજા રાજ્ય
શ્રી નન્દી સૂત્ર
૩૨૨